Search for a command to run...
1 Nov 1971
સર્વ-શક્તિઓનાં સંપત્તિવાન બનો
1 November 1971 · ગુજરાતી
વિદેહી, વિદેશી બાપદાદા ને બાળકોનાં સમાન દેહનો આધાર લઈને, જેવો દેશ એવો વેશ ધારણ કરવો પડે છે. વિદેહીને પણ સ્નેહી શ્રેષ્ઠ આત્માઓ પોતાનાં સ્નેહ થી પોતાનાં જેવાં બનાવવાનું નિમંત્રણ આપે છે. અને બાપ પછી બાળકોનું નિમંત્રણ સ્વીકાર કરી મળવા માટે આવે છે. આજે બધાં બાળકોને નિમંત્રણ આપવાં આવ્યાં છે. કયું નિમંત્રણ, જાણો છો? હવે ઘરે જવા માટે પૂરી તૈયારી કરી લીધી છે કે હજું પણ કરવાની છે? હમણાં તૈયારી કરશો? તૈયારી કરવામાં કેટલો સમય લાગવાનો છે? આ નવી ફૂલવાડીએ વિશેષ નવીનતા દેખાડવી જોઇએ. એવું તો નથી સમજતાં કે અમે નવાં શું કરી શકીશું? પરંતુ સદા આ સ્મૃતિમાં રાખજો કે આ પુરુષોત્તમ શ્રેષ્ઠ સંગમયુગ નો સમય ઓછો થતો જાય છે. આ થોડાંક સંગમનાં સમય ને વરદાતા દ્વારા વરદાન મળેલું છે - કોઈ પણ આત્મા પોતાનાં તીવ્ર પુરુષાર્થ થી જેટલાં વરદાતા થી વરદાન લેવા ઈચ્છે એટલાં લઇ શકે છે. એટલે જે નવી-નવી ફૂલવાડી સમ્મુખ બેઠી છે, સમ્મુખ આવેલી ફૂલવાડીને જે ઈચ્છે, જેવું ઈચ્છે, જેટલાં સમયમાં ઈચ્છે વરદાતા બાપ થી વરદાનનાં રુપમાં વારસો પ્રાપ્ત થઇ શકે છે. એટલે વિશેષ બાપદાદાનો આ નવી ફૂલવાડી પર, સ્નેહી આત્માઓ પર વિશેષ સ્નેહ અને સહયોગ છે. આ જ બાપનાં સહયોગ ને સહજયોગ નાં રુપમાં ધારણ કરતાં ચાલો. આ જ વરદાન થોડાં સમયમાં હાઈ જમ્પ (ઊંચી છલાંગ) અપાવી શકે છે. ફક્ત સદા આ જ સ્મૃતિ માં રાખો કે મુજ આત્માનો આ ડ્રામાની અંદર વિશેષ પાર્ટ છે. કયો? સર્વશક્તિવાન બાપ સહયોગી છે. જેમનાં સહયોગી સર્વશક્તિવાન છે, તો શું તે હાઈ જમ્પ નથી આપી શકતાં? સહયોગ ને સહજ યોગ બનાવો. યોગ્ય બાપ નાં સહયોગી બનવું - આ જ યોગયુક્ત સ્ટેજ છે ને. જે નિરંતર યોગી હશે તેમનો દરેક સંકલ્પ, શબ્દ અને કર્મ બાપની કે પોતાનાં રાજ્યની સ્થાપના નાં કર્તવ્યમાં સદા સહયોગી રહેવાનો જ દેખાશે. આને જ ‘જ્ઞાની તૂ આત્મા’, ‘યોગી તૂ આત્મા’ અને સાચાં સેવાધારી કહેવાય છે. તો સદા સહયોગી બનવું જ સહજ યોગ છે. જો બુદ્ધિ દ્વારા સદા સહયોગી બનવામાં કારણે-અકારણે મુશ્કેલ અનુભવ થાય છે, તો વાચા કે કર્મણા દ્વારા પણ પોતાને સહયોગી બનાવ્યાં તો યોગી છો. એવાં નિરંતર યોગી તો બની શકો છો ને કે એ પણ મુશ્કેલ છે? મન થી નહીં તો તન થી, તન થી નહીં તો ધન થી, ધન થી નહીં તો જે જેમાં સહયોગી બની શકે છે તેમાં તેમનું સહયોગી બનવું પણ એક યોગ છે.
એક હોય છે પોતાનામાં હિંમત, હિંમત થી સહયોગી બનાવવું. જો હિંમત નથી, તનમાં પણ હિંમત નથી, મનમાં પણ નથી, ધનમાં પણ નથી; તો શું કરશો? એવાં પણ સદા યોગી બની શકે છે. કોઈ એવાં હોય છે જે ભલે પોતાની હિંમત નથી હોતી પરંતુ ઉલ્લાસ હોય છે, સાહસ હોય છે. ધનની શક્તિ પણ નથી, મનમાં કંટ્રોલીંગ પાવર (નિયંત્રણ શક્તિ) નથી, વ્યર્થ સંકલ્પ વધારે ચાલે છે; પરંતુ જો કોઈ વાત જીવનનાં અનુભવ માં ઉલ્લાસ અને હિમ્મત અપાવવા વાળી હોય, તેનાં દ્વારા બીજાઓને હિમ્મત અપાવો તો બીજાઓને હિંમત આવવાથી તમને પણ હિસ્સો મળી જશે. આટલું તો અવશ્ય છે - જે પણ આત્માઓ આદિ થી કે હમણાં આવેલી છે, તે દરેક આત્માને પોતાનાં જીવનમાં કોઈ પ્રાપ્તિનો અનુભવ અવશ્ય છે; ત્યારે તો આવ્યાં છે. આ જ વિશેષ અનુભવ અનેક આત્માઓને ઉલ્લાસ અને હિમ્મત વધારવાનાં કામમાં લગાવી શકો છો. આ ધન થી કોઇ વંચિત નથી. જે પોતાની પાસે છે, જેટલું પણ છે તેનાં દ્વારા બીજાઓને હિંમતવાન બનાવવાં કે સહયોગી બનાવવાં - આ પણ તમારાં સહયોગનાં વિષયમાં માર્ક્સ જમા થશે. હવે બતાવો, યોગ સહજ છે કે મુશ્કેલ? નિરંતર યોગી બનવું મુશ્કેલ છે. જે બાપનાં બની ચૂક્યાં છે, તેમાં તો ટકાવારી નથી ને? આમાં તો ફુલ પાસ છો ને. જ્યારે છો જ બાપનાં, તો એક બાપ અને બીજું શું રહ્યું? બાપ અને આપ, બસ. ત્રીજું તો કોઈ નથી. બાપમાં વારસો તો છે જ. ત્રીજું કંઈ છે શું? સિવાય બાપ અને સ્વયં (આપ) પોતે અર્થાત્ આત્મા (શરીર નહીં). તો આપ અને બાપ જ રહી ગયાં, તો બે નાં મળવામાં ત્રીજી રુકાવટ જ નથી તો નિરંતર યોગી થયાં ને. ત્રીજું છે જ નહીં તો પછી આવ્યું ક્યાંથી? પછી આ તો ક્યારેય નહીં કહેશો કે આવી જાય છે, આવે છે તો શું કરીએ? હવે આ ભાષા ખતમ. સદૈવ આ જ વિચારો કે અમે છીએ જ સદા બાપનાં સહયોગી અર્થાત્ સહજ યોગી. વિયોગ શું હોય છે - એની જાણે ખબર જ નથી. જેમ ભવિષ્યમાં, ‘માયા હોય પણ છે’ - આ ખબર નહીં હશે, એમ જ હમણાંની સ્ટેજ રહે. આ બાળપણની વાતો વીતી ચૂકી. હવે તો ગેટ (દ્વાર) ની સામે આવી ગયાં છો. જે જેમ બાપનાં બાળકો છે, તેમાં કોઈ ટકાવારી નથી હોતી. એવી રીતે જ નિરંતર સહજ યોગી કે યોગી બનવાની સ્ટેજ માં પણ હવે ટકાવારી ખતમ થવી જોઈએ. નેચરલ (સ્વભાવિક) અને નેચર (સ્વભાવ) થઈ જવી જોઈએ. જેમ કોઈની વિશેષ નેચર હોય છે, તે નેચર ને વશ ન ઇચ્છતાં પણ ચાલતાં રહે છે. કહે છે ને - મારી નેચર છે, ઇચ્છતી નથી પરંતુ નેચર છે. તેમ નિરંતર સહજ યોગી અથવા સહયોગી ની નેચર બની જાય, નેચરલ થઈ જાય. શું કરું, કેવી રીતે યોગ લગાવું - આ વાતો ખતમ. છે જ સદા સહયોગી અર્થાત્ યોગી. આ એક વાત ને નેચર અને નેચરલ કરવાથી પણ સબ્જેક્ટ (વિષય) પરફેક્ટ થઇ જશે. પરફેક્ટ અર્થાત્ ઇફેક્ટ (અસર) થી પરે, ડિફેક્ટ (ખામી) થી પણ પરે થઇ જશો. તો આજ થી બધાં નિરંતર સહજયોગી બન્યાં કે હવે બનશો? જ્યારે વરદાતા બાપ વારસા ની સાથે વરદાન પણ આપે છે; તો જેમને વારસાનો અધિકાર પણ હોય, વરદાન પણ પ્રાપ્ત થાય તેમનાં માટે મુશ્કેલ છે? હવે જોજો, કોઈ આવીને કહે કે મુશ્કેલ છે તો યાદ અપાવજો - વારસો અને વરદાન. બાકી એક કદમ રહેલું છે ઘરે જવાનું. હમણાં તો દરેક કદમમાં પદમપતિ બનેલાં છો. આટલાં વરદાન વરદાતા દ્વારા પ્રાપ્ત છે. જ્યારે દરેક કદમમાં પદમપતિ છો, તો કદમ વ્યર્થ થશે શું? દરેક કદમમાં સમર્થ છે, વ્યર્થ નથી. સ્મૃતિ માં સમર્થી લાવો. સાધારણતા ને સમાપ્ત કરો અને સ્મૃતિ માં સમર્થી લાવતાં, દરેક કદમ માં પદમ લાવતાં જાઓ ત્યારે તો વિશ્વનાં માલિક બનશો.
અચ્છા. આજે વિશેષ ફૂલવાડી માટે સ્નેહ થી ખેંચાઈ-ખેંચાઈને આવ્યાં છે. નાનાંઓથી સદૈવ અતિ સ્નેહ હોય છે, તો પોતાને અતિ સિકિલધા સમજજો. અતિ લાડલા છો, તો બાપ સમાન બનીને દેખાડજો. ભાઈ-બહેન સમાન નહીં બનતાં, બાપ સમાન બનજો. જે સ્નેહ થી બોલાવ્યાં તે જ સ્નેહ થી બાપ મુલાકાત પણ કરે છે અને નમસ્તે પણ કરે છે.
વગર સાઝ (અવાજ) નાં રાઝ (રહસ્ય) સમજી શકો છો? એવાં અભ્યાસી બન્યાં છો જે રાઝ પોતાનાં મનમાં છે તે રાઝ બીજાઓને વગર સાઝ નાં સમજાવી શકો છો? અંતની સેવામાં તો સાઝ સમાઈ જશે, રાઝ ને જ સમજાવવું પડશે. તો એવી પ્રેક્ટિસ કરવી જોઈએ. જ્યારે સાયન્સ (વિજ્ઞાન) ઘણું બધું કરીને દેખાડી રહી છે; તો શું સાઇલેન્સ (શાંતિ) માં તે શક્તિ નથી? જેટલાં-જેટલાં સ્વયં રાઝયુક્ત, યોગયુક્ત બનતાં જશો, એટલાં-એટલાં બીજાઓને પણ વગર સાઝનાં રાઝયુક્ત બનાવી શકો છો. આટલી બધી પ્રજા કેવી રીતે બનાવશો? આ જ સ્પીડ (ગતિ) થી આટલી પ્રજા બની શકશે! પાછલી પ્રજાની ઉપર પણ એટલી મહેનત કરશો? જેમ થપ્પા બનેલાં હોય છે, તો એક સેકન્ડમાં લગાવતાં જાય છે. તેમ જ એક સેકન્ડની પાવરફુલ સ્ટેજ એવી રહેશે જે વગર બોલે, વગર મહેનત કરતાં દૈવી ઘરાના (કુળ) ની આત્માની છાપ લગાવી દેશો. આ જ સર્વશક્તિવાન નું ગાયન છે. વરદાની બની એક સેકન્ડમાં ભક્તો ને વરદાન આપજો. વરદાન આપવામાં મહેનત નથી લાગતી, વારસો પામવામાં મહેનત છે. વારસો પામવા વાળા મહેનત કરી રહ્યાં છે, મહેનત લઇ રહ્યાં છે. પરંતુ વરદાની મૂર્તિ જ્યારે બની જશો પછી મહેનત લેવાવાળા ન લેશે, ન આપવા વાળા મહેનત કરશે. તો તમારી લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા) છે વરદાનીમૂર્ત. જેમ લક્ષ્મીનાં હસ્તો થી સ્થૂળ ધન આપતાં દેખાડે છે. આ તમારું અંતિમ શક્તિ રુપનું છે, ન કે લક્ષ્મીનું. શક્તિ રુપ થી સર્વ શક્તિવાનનું વરદાન આપતું આ ચિત્ર છે, જેને સ્થૂળ ધન નાં રુપમાં દેખાડે છે. તો એવું પોતાનું સ્વરુપ સદા વરદાની પોતાને પોતાનો સાક્ષાત્કાર થાય છે? આનાથી જ સમય નો અંદાજ લગાવી શકો છો. પછી વરદાનીમૂર્ત શક્તિઓની આગળ બધાં આવશે. એનાં માટે એક તરફ વરદાનનું બીજ પડશે. તો પોતાનામાં સર્વ શક્તિ જમા કરવાની છે. એવાં વરદાનીમૂર્ત બનો અને બનાવતાં જાઓ. અવાજ થી પરે જવાનું છે. અચ્છા.