Search for a command to run...
26 Oct 1971
કર્મનો આધાર વૃત્તિ
26 October 1971 · ગુજરાતી
આજે પ્રવૃત્તિમાં રહેવાવાળા પાંડવ સેનાની ભઠ્ઠીનો આરંભ છે. પોતાને પાંડવ સમજો છો? નિરંતર પોતાનું પાંડવ-સ્વરુપ સ્મૃતિ માં રહે છે? કે ક્યારેક પોતાને પાંડવ સમજો છો અને ક્યારેક પ્રવૃત્તિ વાળા સમજો છો? નિરંતર પોતાને પાંડવ અર્થાત્ પન્ડા સમજવાથી સદા યાત્રા અને મંજિલનાં સિવાય બીજી કોઈ સ્મૃતિ રહી શકે છે? જો કોઈ સ્મૃતિ રહે છે તો તેનું કારણ કે પોતાનું પાંડવ-સ્વરુપ ભૂલી જાઓ છો. સ્મૃતિ અર્થાત્ વૃત્તિ બદલવાથી કર્મ પણ બદલાઈ જાય છે. કર્મનો આધાર વૃત્તિ છે. પ્રવૃત્તિ વૃત્તિ થી જ પવિત્ર, અપવિત્ર બને છે. એટલે પાંડવ સેના વૃત્તિ ને સદા એક બાપની સાથે લગાવતાં રહે તો વૃત્તિ થી પોતાની ઉન્નતિ માં વૃદ્ધિ કરી શકો છો. વૃદ્ધિનું કારણ વૃત્તિ છે. વૃત્તિમાં શું કરવાનું છે? જો વૃત્તિ ઊંચી છે તો પ્રવૃત્તિ ઊંચી રહેશે. તો વૃત્તિમાં શું રાખો જેનાથી વૃદ્ધિ થઈ જાય? વૃત્તિમાં સદા આ જ યાદ રહે કે ‘એક બાપ બીજું ન કોઈ’. એક જ બાપ થી સર્વ સંબંધ, સર્વ પ્રાપ્તિ થાય છે. આ સદા વૃત્તિમાં રહેવાથી દૃષ્ટિમાં આત્મિક-સ્વરુપ અર્થાત્ ભાઈ-ભાઈ ની દૃષ્ટિ સદા રહેશે. જયારે એક બાપ થી સર્વ સંબંધની પ્રાપ્તિની વિસ્મૃતિ થાય છે ત્યારે જ વૃત્તિ ચંચળ થાય છે. જ્યારે એક બાપનાં સિવાય બીજો કોઈ સંબંધ જ નથી, તો વૃત્તિ ચંચળ કેમ થશે. ઉંચી વૃત્તિ હોવાથી ચંચળ વૃત્તિ થઈ નથી શકતી. વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવી દો તો પ્રવૃત્તિ ઓટોમેટીકલી (આપોઆપ) શ્રેષ્ઠ થશે. એટલે પોતાની વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવો તો આ જ પ્રવૃત્તિ પ્રગતિનું કારણ બની જશે અને પ્રગતિ થી ગતિ-સદ્દગતિ ને સહજ પામી શકશો, પછી આ પ્રવૃત્તિ પડવાનું કારણ નહીં થશે, તો પ્રવૃત્તિ માર્ગમાં રહેવા વાળાઓએ પ્રગતિનાં માટે વૃત્તિ ને ઠીક કરવાની છે. પછી આ વૃત્તિની ચંચળતાની કમ્પ્લેન (ફરિયાદ) કંપ્લીટ (પૂરી) થઇ જશે. સ્મૃતિ કે વૃત્તિમાં સદા પોતાનું નિર્વાણ ધામ અને નિર્વાણ સ્થિતિ રહેવી જોઈએ અને ચરિત્ર માં નિર્માન.
તો નિર્માણ, નિર્માન અને નિર્વાણ - આ ત્રણેય સ્મૃતિ રહેવાથી ચરિત્ર, કર્તવ્ય અને સ્થિતિ - ત્રણેય આ સ્મૃતિ થી સમર્થવાન થઈ જાય છે અર્થાત્ સ્મૃતિ માં સમર્થી આવી જાય છે. જ્યાં સમર્થી છે ત્યાં ત્રણેય માં વિસ્મૃતિ નથી આવી શકતી. તો વિસ્મૃતિ ને મટાડવા માટે આ સમર્થ સ્મૃતિ રાખો. આ તો બહુ સહજ છે ને. જો ચરિત્રમાં નિર્માણતા છે તો કર્તવ્ય પણ વિશ્વ-નિર્માણનું ઓટોમેટિકલી ચાલશે. નિર્માણતા અર્થાત્ નિરહંકારી. તો નિર્માણતા માં દેહનો અહંકાર સ્વતઃ જ ખતમ થઇ જાય છે. આવી નિર્માણ સ્થિતિમાં રહેવા વાળા સદા નિર્વાણ સ્થિતિમાં સ્થિત રહીને પણ વાણીમાં આવશે તો વાણી પણ યથાર્થ અને પાવરફુલ, અર્થાત્ શક્તિશાળી હશે. કોઈ પણ ચીજ જેટલી અધિક શક્તિશાળી હોય છે એટલી ક્વોન્ટીટી (સંખ્યા) ઓછી હોય છે પરંતુ ક્વોલિટીજ (ગુણવત્તા) અધિક હોય છે. એમ જ જ્યારે નિર્માણ સ્થિતિમાં સ્થિત થઈને વાણીમાં આવશો તો વાણીમાં પણ શબ્દ ઓછાં પરંતુ શક્તિશાળી વધારે હશે. હમણાં વિસ્તાર વધારે કરવો પડે છે, પરંતુ જેમ-જેમ શક્તિશાળી સ્થિતિ બનાવતાં જશો તો તમારાં એક શબ્દમાં હજારો શબ્દોનું રહસ્ય સમાયેલું હશે, જેનાથી વ્યર્થ વાણી ઓટોમેટિકલી સમાપ્ત થઈ જશે. જેમ આખાં જ્ઞાનનો સાર નાનાં એવાં બેજમાં સમાયેલો છે, પૂરો જ સાગર આ નાનાં એવાં ચિત્રમાં સાર રુપમાં સમાયેલો છે, એમ તમારાં લોકોનો એક શબ્દ પણ સર્વ જ્ઞાનનાં રહસ્યો થી ભરેલો નીકળશે. તો એવી વાણીમાં પણ શક્તિ ભરવાની છે. જ્યારે વૃત્તિ અને વાણી પાવરફુલ થઇ જશે તો કર્મ પણ સદા યથાર્થ અને શક્તિશાળી હશે.
અહીંયા બેટરીને ચાર્જ કરવાં આવ્યાં છો, તો બેટરીને ચાર્જ કરવા માટે સદા પોતાને વિશ્વ-નિર્માણ કરવાનાં ઇન્ચાર્જ સમજો. જો સદા પોતાને આ સૃષ્ટિનાં કર્તવ્યનાં ઇન્ચાર્જ સમજશો તો સદા બેટરી ચાર્જ રહેશે. આ ચાર્જ થી પોતાને વિસ્મૃત કરો છો ત્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે. એટલે સદા પોતાનાં આ કર્તવ્યમાં પોતાને ઇન્ચાર્જ સમજો અને પછી પોતાની બેટરી ચાર્જનો વારંવાર ચાર્ટ ચેક કરો, તો ક્યારેય પણ સંકલ્પ કે કર્મમાં કે આત્મા ની સ્થિતિમાં ડિસ્ચાર્જ નહીં થાઓ. પછી આ કમ્પ્લેન કંપ્લીટ થઇ જશે. આ પણ કમ્પ્લેન છે ને. સૌથી વધારે આ કમ્પ્લેન છે. તેનું કારણ આ છે - પોતાને સદા એવાં શ્રેષ્ઠ કર્મનાં ઇન્ચાર્જ નથી સમજતાં. “જો કર્મ મૈં કરુંગા મુજે દેખ અન્ય કરેંગે (જે કર્મ હું કરીશ મને જોઈને બીજા કરશે)”, - આ તો છે જ પરંતુ આ સુવિચાર વધારે ગુહય રુપ થી કેવી રીતે ધારણ કરવાનું છે, તે સમજો છો? આ પાંડવોની ભઠ્ઠી માટે આ ગુહ્ય સુવિચાર આવશ્યક છે. એ કયું? જેમ આ સુવિચાર સંભળાવ્યું કે “જો કર્મ મૈ કરુંગા મુજે દેખ ઔર કરેંગે.” તેમ જ જે મુજ નિમિત્ત બનેલી આત્માની વૃત્તિ હશે તેવું વાયુમંડળ બનશે. જેવી મારી વૃત્તિ તેવું વાયુમંડળ. તો વાયુમંડળ ને પરિવર્તનમાં લાવવા વાળી વૃત્તિ છે. કર્મ થી વૃત્તિ સૂક્ષ્મ છે. હવે ફક્ત કર્મની ઉપર ધ્યાન નથી આપવાનું પરંતુ વૃત્તિ થી વાયુમંડળને બનાવવાનો ઇન્ચાર્જ પણ હું છું. વાયુમંડળ ને સતોપ્રધાન કોણ બનાવશે? આપ સૌ નિમિત્ત છો ને. જો આ સુવિચાર હંમેશા સ્મૃતિમાં રહે તો બતાવો પછી વૃત્તિ ચંચળ થશે? બાળક પણ ચંચળતા ક્યારે કરે છે? જ્યારે ફ્રી હશે. તો વૃત્તિ પણ ચંચળ ત્યારે થાય છે જ્યારે વૃત્તિમાં આટલાં મોટાં કાર્યની સ્મૃતિ ઓછી છે. જો કોઈ અતિ ચંચળ બાળક બિઝી રહીને પણ ચંચળતા નથી છોડતું તો તેનું બીજું કયું સાધન હોય છે? આ જ કમ્પ્લેન હમણાં સુધી પણ છે કે વૃત્તિ ને યાદમાં કે જ્ઞાનમાં બિઝી રાખવાની કોશિશ પણ કરીએ છીએ, છતાં પણ ચંચળ થઈ જાય છે. તો એવાને શું કરવાનું છે? તેનાં માટે જેમ ચંચળ બાળક ને કોઇ ને કોઇ પ્રકાર થી કોઈને કોઈ બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરાય છે - ભલે સ્થૂળ બંધન, ભલે વાણી દ્વારા કોઇને કોઇ પ્રાપ્તિનો આધાર આપીને તેમને પોતાનાં સ્નેહમાં બાંધવામાં આવે છે. એવી રીતે બુદ્ધિ ને કે સંકલ્પ ને પણ કોઈને કોઈ બંધનોમાં બાંધવાં પડશે. તે બંધન કયું છે? જ્યાં પણ બુદ્ધિ જાય છે તેને પહેલાં ચેક કરો. ચેક કર્યા પછી જ્યાં સંકલ્પ કે વૃત્તિ જાય છે તે લૌકિક કે દેહધારી વસ્તુ ને પરિવર્તન કરતાં, તે દેહધારી કે લૌકિક વસ્તુની તુલનામાં અલૌકિક, અવિનાશી વસ્તુ સ્મૃતિમાં લાવો. જેમ કોઈ દેહધારીમાં વૃત્તિ ચંચળ હોય છે, જે સંબંધમાં ચંચળ હોય છે તે જ સંબંધનો પ્રેક્ટિકલ અનુભવ અવિનાશી બાપ દ્વારા કરો. સમજો પ્રવૃત્તિનાં સંબંધમાં વૃત્તિ ચંચળ થાય છે, એ જ સંબંધનો અલૌકિક અનુભવ સર્વ સંબંધ નિભાવવા વાળા બાપ થી પ્રાપ્ત કરો, તો જ્યારે પ્રાપ્તિની પૂર્તિ થઇ જશે તો પછી ચંચળતાની નિવૃત્તિ થઇ જશે. સમજ્યાં? જો સર્વ સંબંધ અને સર્વ પ્રાપ્તિ એક બાપ દ્વારા થઈ જાય તો અન્ય તરફ બુદ્ધિ ચંચળ થશે? તો સર્વ સંબંધોથી એક જ મોટામાં મોટું બંધન આ જ છે કે પોતાની ચંચળ વૃત્તિ ને સર્વ સંબંધોનાં બંધનમાં એક બાપની સાથે બાંધો, તો સર્વ ચંચળતા સહજ જ સમાપ્ત થઈ જશે. બીજા કોઇ સંબંધ કે પ્રાપ્તિનાં સાધન દેખાશે નહીં તો વૃત્તિ જશે ક્યાં? પોતે પોતાને એવી રીતે બાંધો જેમ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે કે સીતાને લકીર (રેખા) ની અંદર બેસવાનું ફરમાન હતું. એવી રીતે પોતાને દરેક કદમ ઉઠાવતાં, દરેક સંકલ્પ કરતાં બાપનાં ફરમાનની લકીરની અંદર સમજો. જો સંકલ્પમાં પણ ફરમાનની લકીર થી નીકળો છો ત્યારે વ્યર્થ વાતો વાર કરે છે. તો સદૈવ ફરમાનની લકીરની અંદર રહો તો સદા સેફ (સુરક્ષિત) રહેશો. કોઈ પણ પ્રકારનાં રાવણનાં સંસ્કાર વાર નહીં કરશે અને ન તો સમય-પ્રતિ-સમય પોતાનો સમય આવી વાતોમાં મટાડવા માટે વ્યર્થ ગુમાવશો. ન વાર થશે, ન વારંવાર વ્યર્થ સમય જશે. એટલે હવે ફરમાન ને સદા યાદ રાખો. એવાં ફરમાન બરદાર બનવા માટે જ ભઠ્ઠીમાં આવ્યાં છો ને. તો એવો જ અભ્યાસ કરીને જજો જે એક સંકલ્પ પણ ફરમાન વગર ન થાય. એવું ફરમાનબરદારીનું તિલક સદા સ્મૃતિમાં લગાવેલું રહે. આ તિલક લગાવજો, પછી જોશે - ફર્સ્ટ નંબર કોણ આવે છે, આ તિલક ને ધારણ કરવામાં ફર્સ્ટ પ્રાઈઝ લેવા વાળા કોણ બને છે? અચ્છા.
\\
નિર્માણતા અર્થાત્ નિરહંકારી. તો નિર્માણતામાં દેહનો અહંકાર સ્વતઃ જ ખતમ થઇ જાય છે. આમ નિર્માણ સ્થિતિમાં રહેવા વાળા સદા નિર્વાણ સ્થિતિમાં સ્થિત હોવા છતાં પણ વાણીમાં આવશે તો વાણી પણ યથાર્થ અને પાવરફુલ અર્થાત્ શક્તિશાળી હશે.