Search for a command to run...
30 Nov 1971
અનુભવનાં વિલ-પાવર દ્વારા માયાનાં પાવર નો સામનો
30 November 1971 · ગુજરાતી
રુહાની ડ્રિલ જાણો છો? જેમ શારીરિક ડ્રિલનાં અભ્યાસી એક સેકન્ડમાં જ્યાં અને જેમ પોતાનાં શરીર ને વાળવાં ઈચ્છે ત્યાં વાળી શકે છે, એવી રીતે રુહાની ડ્રિલ કરવાનાં અભ્યાસી એક સેકન્ડમાં બુદ્ધિને જ્યાં ઈચ્છો, જ્યારે ઈચ્છો તે સ્ટેજ પર, તે ટકાવારી થી સ્થિત કરી શકો છો? એવાં એવરરેડી રુહાની મિલેટ્રી બન્યાં છો? હમણાં-હમણાં ઓર્ડર થાય - પોતાનાં સંપૂર્ણ નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી સ્ટેજ પર સ્થિત થઈ જાઓ; તો શું સ્થિત થઈ શકો છો? કે સાકાર શરીર, સાકારી સૃષ્ટિ કે વિકારી સંકલ્પ ન ઈચ્છવા છતાં પણ પોતાની તરફ આકર્ષિત કરશે? આ દેહની આકર્ષણ થી પરે એક સેકન્ડમાં થઇ શકો છો? હાર અને જીત નો આધાર એક સેકન્ડ હોય છે. તો એક સેકન્ડની બાજી જીતી શકો છો? એવાં વિજયી પોતે પોતાને સમજો છો? એવાં સર્વ શક્તિઓનાં સંપત્તિવાન પોતાને સમજો છો કે હજું સુધી સંપૂર્ણ સંપત્તિવાન બનવાનું છે? દાતાનાં બાળકો સદા સર્વ સંપત્તિવાન હોય છે, એવાં પોતાને સમજો છો કે હજું સુધી ૬૩ જન્મોનાં ભક્તપણાં કે ભિખારીપણાનાં સંસ્કાર ક્યારેક ઈમર્જ (જાગૃત) થાય છે? બાપની મદદ જોઈએ, આશીર્વાદ જોઈએ, સહયોગ જોઈએ, શક્તિ જોઈએ - જોઈએ-જોઈએ તો નથી? જોઈએ શબ્દ દાતા, વિધાતા, વરદાતા બાળકોની આગળ શોભે છે? હવે તો વિધાતા અને વરદાતા બનીને વિશ્વની દરેક આત્માને કાંઈ-ને-કાંઈ દાન કે વરદાન આપવાનું છે, ન કે આ જોઈએ, તે જોઈએ...નો સંકલ્પ હજું સુધી કરવાનો છે. દાતાનાં બાળકો સર્વ શક્તિઓથી સંપન્ન હોય છે. આ જ સંપન્ન સ્થિતિ સંપૂર્ણ સ્થિતિ ને સમીપ લાવે છે. સ્વયં ને વિશ્વની અંદર સર્વ આત્માઓથી ન્યારા અને બાપનાં પ્યારા વિશેષ આત્માઓ સમજો છો? તો સાધારણ આત્માઓ અને વિશેષ આત્માઓમાં અંતર શું હોય છે, આ અંતર ને જાણો છો? વિશેષ આત્માઓની વિશેષતા આ જ પ્રત્યક્ષ રુપમાં દેખાવી જોઈએ જે સદા પોતાને સર્વ શક્તિઓથી સંપન્ન અનુભવ કરે. જે ગાયન છે “અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ”... તે આ સમયે જ્યારે સર્વ શક્તિઓથી સ્વયં ને સંપન્ન કરશો ત્યારે જ ભવિષ્યમાં પણ સદા સર્વ ગુણો થી પણ સંપન્ન, સર્વ પદાર્થો થી પણ સંપન્ન અને સંપૂર્ણ સ્ટેજ ને પામી શકશો. એટલે સ્વયં ને એવાં બનાવવા માટે જ વિશેષ ભઠ્ઠીમાં આવ્યાં છો. જે પણ પોતાનામાં અપ્રાપ્તિ અનુભવ કરતાં હતાં, તે પ્રાપ્તિનાં રુપમાં પરિવર્તન થઈ કે હજું સુધી પણ કોઈ અપ્રાપ્તિ અનુભવ કરો છો? આ પ્રાપ્તિ અવિનાશી રહેશે ને. પ્રાપ્તિ અર્થાત્ પ્રાપ્તિ.
જ્યારે અનુભવ-સ્વરુપ બની ગયાં તો અનુભવની વાતો અવિનાશી હોય છે. સાંભળેલી વાતો, વાયુમંડળ નાં પ્રભાવનાં આધાર પર પ્રાપ્ત થયેલી વાતો કે કોઈ શ્રેષ્ઠ આત્માઓનાં સાંભળવાનાં આધાર પર, તે પ્રભાવની અંદર પ્રાપ્ત થયેલી વાતો અલ્પકાળની થઈ શકે છે, પરંતુ પોતાનાં અનુભવની વાતો સદાકાળની, અવિનાશી હોય છે. તો સાંભળવા વાળા બન્યાં છો કે અનુભવીમૂર્ત બન્યાં છો? કે હમણાં ફરીથી સાંભળેલી વાતોને મનન કર્યા પછી અનુભવી બનશો? મળેલાં ખજાનાને પોતાનાં અનુભવમાં લાવ્યાં છો કે ત્યાં જઈને પછી લાવશો? સૌથી પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્થિતિ) છે પોતાનો અનુભવ-કારણકે અનુભવી આત્મામાં વિલ-પાવર હોય છે. અનુભવનાં વિલ-પાવર થી માયાનાં કોઈ પણ પાવર નો સામનો કરી શકશો. જેમાં વિલ-પાવર હોય છે તે સહજ જ સર્વ વાતો નો, સર્વ સમસ્યાઓનો સામનો પણ કરી શકે છે અને સર્વ આત્માઓને સદા સંતુષ્ટ પણ કરી શકે છે. તો સામનો કરવાની શક્તિ થી સર્વને સંતુષ્ટ કરવાની શક્તિ પોતાનાં અનુભવનાં વિલ-પાવર થી સહજ પ્રાપ્ત થઈ જાય છે. તો બંને શક્તિઓને પોતાની અંદર અનુભવ કરી રહ્યાં છો? જો બંને શક્તિઓ આવી ગઈ તો પછી વિજયી બનશો. એવાં વિજયી બન્યાં છો? વિજયી અર્થાત્ સ્વપ્નમાં પણ સંકલ્પ રુપમાં હાર ન થાય. જ્યારે સ્વપ્નમાં હાર નહીં થશે તો પ્રેક્ટિકલ જીવનમાં તો થશે જ નહીં ને. એવી રીતે દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મ વિજયી થાય અર્થાત્ હારનું નામ-નિશાન નહીં. એવી સંપૂર્ણ નિશાની ને એક સેકન્ડમાં પોતાનો નિશાનો બનાવી શકો છો? જેમ શરીરધારી મિલેટ્રી વાળા એક સેકન્ડમાં જો નિશાનો નથી બનાવી શકતાં તો હાર ખાઈ લે, નિશાન ઠીક હોય છે તો વિજયી બની જાય છે. એમ પોતાની બુદ્ધિને આ નિશાના પર એક સેકન્ડમાં ઠીક ટકાવી શકો છો? એવાં એવરરેડી બન્યાં છો કે મહેનત કર્યા પછી નિશાના પર સ્થિત થઈ શકો છો? આમ પ્રયત્ન કરતાં-કરતાં વિજયની સેકન્ડ તો વીતી જશે, પછી વિજય માળાનાં મણકા કેવી રીતે બની શકશો? એટલે જેમ નિરંતર યાદમાં રહેવાનું છે તેમ નિરંતર વિજયી બનો. એવી ચેકિંગ કરો કે આજે આખાં દિવસમાં સંકલ્પ, વચન, કર્મ, સંબંધ-સંપર્ક, સ્નેહ, સહયોગ અને સેવામાં વિજયી ક્યાં સુધી બન્યાં? જો લાંબાસમય થી સદાનાં માટે વિજયી, દરેક કદમનાં વિજયી, દરેક સંકલ્પનાં વિજયી રહેશો ત્યારે જ વિજય માળામાં સમીપનાં મણકા બની શકશો. આટલી સર્વિસનાં પછી પણ ૧૦૮ જ વિજયી કેમ બન્યાં? કેવી રીતે બન્યાં? આ પુરુષાર્થ થી એવાં શ્રેષ્ઠ બન્યાં. તો લાંબાસમય થી સદાનાં વિજયી બનશો ત્યારે લાંબાસમય થી યાદગાર બનાવી શકશો. એટલે હવે શું કરશો?
ભઠ્ઠીનું પરિવર્તન આ જ કરવાનું છે જે લાંબાસમય થી સદાનાં વિજયી બની જાય. એવાં અનુભવ અનેક આત્માઓ આપ લોકો દ્વારા કરીને જાય - આ મધુબન અવ્યક્ત વતન થી અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહેવા વાળા અવ્યક્ત ફરિશ્તા વ્યક્ત દેશમાં વિશ્વ-કલ્યાણનાં નિમિત્તે આવેલાં છે. તમારાં પ્રવૃત્તિ વાળા, આપ આત્માઓમાં એવો પરિવર્તન અનુભવ કરે, આને કહેવાય છે ભઠ્ઠીનું પરિવર્તન. નયન રુહાનિયત નો અનુભવ કરાવે, ચલન બાપનાં ચરિત્ર નો સાક્ષાત્કાર કરાવે, મસ્તક મસ્તકમણી નો સાક્ષાત્કાર કરાવે. આ અવ્યક્ત સૂરત દિવ્ય, અલૌકિક સ્થિતિનું પ્રત્યક્ષ રુપ દેખાડે, તમારી અલૌકિક વૃત્તિ કોઈ પણ તમોગુણી વૃતિ વાળાને પોતાની સતોગુણી વૃત્તિની સ્મૃતિ અપાવે. આને કહેવાય છે પરિવર્તન કે આને જ સર્વિસએબલ (સેવાધારી) કહેવાય છે. જે દરેક કદમમાં સર્વિસમાં તત્પર રહે છે, એવાં સર્વિસએબલ બન્યાં છો? એવું નહીં કે ૪ કલાકની સર્વિસ કરવાની છે. સદાનાં વિજયી બનવાનું છે. સદા સર્વિસમાં તત્પર રહેવા વાળા સદાનાં સર્વિસએબલની એક સેકન્ડ પણ સર્વિસનાં વગર ન જાય. આવાં સર્વિસએબલ બનવું - આ જ વિશેષ આત્માઓની વિશેષતા છે. તો બધી વાતો માં ફુલ (સંપૂર્ણ) બનવાનું છે. બાપની મહિમામાં બધાં શબ્દોમાં ફુલ આવે છે ને. જે બધી વાતોમાં ફુલ છે તે ફેલ (નપાસ) નથી થતાં. ફુલમાં ફ્લો (ખામી) નથી હોતો, એટલે ફેલ નથી થતાં. ન ફેલ થાય છે, ન કોઈ વ્યર્થ વાતો ફીલ (અનુભવ) કરે છે. થોડી-થોડી વાતો ફીલ કરો છો ને. જે ફુલ હશે તે વ્યર્થ વાતો ને ફીલ નહીં કરે, ન ફેલ થશે. તો એવાં તિલકધારી બન્યાં છો? સર્વ શક્તિઓથી સંપન્નનું તિલક પોતાનાં મસ્તક પર લગાવ્યું છે? જો આ તિલક જે સંભળાવ્યું, સદા મસ્તક પર નથી લગાવેલું તો યાદમાં પણ યાદ નાં બદલે શું કરો છો? યાદનાં બદલે ફરિયાદ કરો છો. પરંતુ હવે નહીં કરશો? ફરિયાદો ની ફાઈલ બની ગઈ છે. દરેકની ફરીયાદોની ફાઈલ ખબર છે કેટલી છે? તો નિરંતર યાદમાં રહેવાથી, નિરંતર વિજયી બનવાથી, નિરંતર સર્વિસએબલ બનવાથી ફરિયાદ કરવાની આવશ્યકતા જ નહીં રહે. સંપૂર્ણ કમજોરીઓની આહુતિ નાખવા માટે ભઠ્ઠીમાં આવ્યાં છો. તો સર્વ કમજોરીઓની આહુતિ યજ્ઞમાં નાખી દીધી કે હજું રહી ગઈ છે? જ્યારે કે આહુતિ નાખી છે તો અંતમાં શું કહે છે? સ્વાહા. તો તમે બધાં સ્વાહા થયાં? જે સ્વાહા થઈ ચૂક્યાં તે વીતેલી વાતો ને સ્વપ્નમાં પણ નહીં જોઈ શકે. એવાં સ્વાહા થયાં? હિંમત અને ઉલ્લાસ - આ બંનેય હમણાનાં રિઝલ્ટમાં મેજોરીટી (અધિકાંશ) માં દેખાય છે. આ જ હિંમત અને ઉલ્લાસ ને સદાનાં માટે પોતાની વૃત્તિ બનાવજો. ધરતી નરમ પણ છે અને ફળીભૂત પણ છે પરંતુ પોતાની ફળીભૂત ધરતીમાં વીતેલાં ભૂતકાળ જીવનનાં વિકર્મ અને વિકર્મનાં કાંટા વાવવાં નહીં દેતાં. કાંટાને બાપની સામે સમર્પણ કર્યા? સર્વ કાંટા જે હમણાં સુધી અંદર હોવાનાં કારણે નુકસાન કરતાં રહે છે, તે હવે બાપની સામે સ્વાહા થયાં. સ્વાહા રાખ ને પણ કહે છે. રાખ થયેલી ચીજ અથવા ભસ્મ થયેલી ચીજ પછી ક્યારેય પણ પોતાની ધરતીમાં વાવતાં નહીં અર્થાત્ સ્મૃતિમાં નહીં લાવતાં. સ્વાહા અર્થાત્ નામ-નિશાન સમાપ્ત.
આજ થી એવું જ સમજજો કે મુજ સતોગુણી આત્માનાં આ સંસ્કાર નથી અર્થાત્ આ મારા સંસ્કાર નથી . તો જેમ બીજાઓનાં સંસ્કાર ને સાક્ષી થઈને જુઓ છો, તેમ પોતાનાં તમોપ્રધાન સ્ટેજ નાં સંસ્કારોને પણ એવી રીતે સાક્ષી થઈને જોજો. એવી રીતે સમાપ્ત કરી દેજો. સ્વાહા થઈ ગયાં - એવું સમજવાથી જ સદા સફળતાને પામતા રહેશો. અચ્છા.