Search for a command to run...
21 January 1971 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળકનાં મસ્તકમાં શું જુએ છે? બાપ જ્યારે બાળકોને જુએ છે તો આ શુભભાવના હોય છે કે દરેક બાળક ઊંચે થી ઊંચું ભાગ્ય બનાવે.વર્તમાન સમયે વરદાતા નાં રુપમાં વરદાન દેવાં માટે આવેલાં હોવાં છતાં પણ દરેક આત્મા યથા યોગ યથા શક્તિ વરદાતા થી વરદાન પ્રાપ્ત કરતી રહે છે. આ સમય ને વિશેષ વરદાન છે - સર્વ આત્માઓને વરદાન પ્રાપ્ત કરાવવાનું. અબ નહીં તો કબ નહીં. આજે આ આત્માઓ (રાજ્યપાલ તથા તેમની યુગલ) ને પણ વરદાન પ્રાપ્ત કરવાનો શુભ દિવસ કહેશું. આખાં કલ્પની અંદર આ અલૌકિક મિલન બહુજ થોડાંક પદ્માપદમ ભાગ્યશાળી આત્માઓનું જ થાય છે. સંપર્કનાં પછી સંબંધ માં આવવાનું છે. કારણ કે સંબંધ થી જ શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય છે. બે શબ્દ સદૈવ યાદ રાખજો - એક સ્વયંને; બીજો સમય ને યાદ રાખજો. જો ‘સ્વયં’ ને અને બીજો ‘સમય’ ને સદૈવ યાદ રાખતાં રહેશો તો આ જીવન માં અનેક જન્મોનાં માટે શ્રેષ્ઠ પ્રાલબ્ધ પામી શકો છો.
રાજ્યપાલ તથા તેમની યુગલ થી મુલાકાત
પોતાનાં અસલી ઘરમાં આવ્યાં છો - એવું મહેસૂસ કરો છો? પોતાનાં ઘરમાં કેટલું જલ્દી આવવાનું હોય છે, ખબર છે? જેમ ડ્યુટી થી ઑફ (નોકરીનાં સમય પૂરો) થયાં પછી પોતાનું ઘર યાદ આવે છે. એ જ રીતેથી પોતાનાં આ શરીર નિર્વાહની ડયુટી થી ઑફ થયાં પછી પોતાનું ઘર યાદ આવવું જોઈએ. સંબંધ ને વધારવાનો છે. એક સંબંધને વધારવાથી અર્થાત્ આ સંબંધની આવશ્યકતા સમજવાથી અનેક પ્રકારની આવશ્યકતાઓ પૂર્ણ થઈ જાય છે. બધી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે એક આવશ્યકતા સમજવાની છે. જેમ શરીર નિર્વાહ માટે અનેક સાધન આવશ્યક સમજો છો, એમ આત્મિક ઉન્નતિ નાં માટે એક સાધન આવશ્યક છે. એટલે સદૈવ પોતાને અકાળમૂર્ત સમજતાં ચાલશો તો અકાળે મૃત્યુ થી પણ, અકાળ થી, સર્વ સમસ્યાઓથી બચી શકશો. માનસિક ચિંતાઓ, માનસિક પરિસ્થિતિઓને હટાવવાનું એક જ સાધન યાદ રાખવાનું છે - ફક્ત પોતાનાં આ જૂનાં શરીરનાં ભાનને મિટાવવાનું છે. આ દેહ-અભિમાનને મિટાવવાથી સર્વ પરિસ્થિતિઓ મટી જશે. હવે કંઈ પૂછવાનું રહ્યું જ નથી. ફક્ત સંબંધ માં આવતાં રહેજો. બધાંથી મળવા માટે ફરી આવશે. હવે બધાંથી છુટ્ટી.