Search for a command to run...
18 Jan 1971
અવ્યક્ત સ્થિતિ દ્વારા સેવા
18 January 1971 · ગુજરાતી
આજે અવાજ થી પરે જવાનો દિવસ રાખેલો છે. તો બાપદાદા પણ અવાજ માં કેવીરીતે આવે? અવાજ થી પરે રહેવાનો અભ્યાસ ખૂબ જ આવશ્યક છે. અવાજ માં આવીને જે આત્માઓની સેવા કરો છો, તેનાથી વધુ અવાજ થી પરે સ્થિતિમાં સ્થિત થઈને સેવા કરવાથી સેવાનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકશો. પોતાની અવ્યક્ત સ્થિતિ હોવાથી અન્ય આત્માઓને પણ અવ્યક્ત સ્થિતિનો એક સેકન્ડમાં અનુભવ કરાવ્યો તો તે પ્રત્યક્ષફળ- સ્વરુપ આપની સમક્ષ દેખાશે. અવાજ થી પરે સ્થિતિમાં સ્થિત થઈ પછી અવાજ માં આવવાથી તે અવાજ, અવાજ નહીં લાગે. પરંતુ તે અવાજમાં પણ અવ્યક્ત વાયબ્રેશન (કંપન) નો પ્રવાહ કોઈને પણ બાપ ની તરફ આકર્ષિત કરશે. તે અવાજ સાંભળતાં તેમને તમારી અવ્યક્ત સ્થિતિનો અનુભવ થવા લાગશે. જેમ આ સાકાર સૃષ્ટિમાં નાનાં બાળકોને લોરી સંભળાવે છે, તે પણ અવાજ થાય છે પરંતુ તે અવાજ, અવાજ થી પરે લઈ જવાનું સાધન હોય છે. એમ જ અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને અવાજ માં આવો તો અવાજ થી પરે સ્થિતિનો અનુભવ કરાવી શકો છો. એક સેકન્ડની અવ્યક્ત સ્થિતિનો અનુભવ આત્મા ને અવિનાશી સંબંધમાં જોડી શકે છે. એવો અટૂટ સંબંધ જોડાય જાય છે જે માયા પણ તે અનુભવી આત્માને હલાવી નથી શકતી. ફક્ત અવાજ દ્વારા પ્રભાવિત થયેલી આત્માઓ અનેક અવાજ સાંભળવાથી આવાગમન માં આવી જાય છે. પરંતુ અવ્યકત સ્થિતિમાં સ્થિત થયેલ અવાજ દ્વારા અનુભવી આત્માઓ આવાગમન થી છૂટી જાય છે. એવી આત્મા ઉપર કોઈપણ રુપ (પ્રકાર) નો પ્રભાવ નથી પડી શકતો. સદૈવ પોતાને કમ્બાઈન્ડ (સંયુક્ત) સમજી, કમ્બાઇન્ડ રુપની સર્વિસ કરો અર્થાત્ અવ્યક્ત સ્થિતિ અને પછી અવાજ.
બન્નેની કમ્બાઇન્ડ રુપની સર્વિસ વારિસ બનાવશે. ફક્ત અવાજ દ્વારા સર્વિસ કરવાથી પ્રજા બનતી જઈ રહી છે. તો હવે સર્વિસ માં નવીનતા લાવો. (આ પ્રકારની સર્વિસ કરવાનું સાધન કયું છે?) જે સમયે સર્વિસ કરો છો તે સમયે મંથન ચાલે છે, પરંતુ ‘યાદમાં મગન’ - આ સ્થિતિ મંથનની સ્થિતિ થી ઓછી હોય છે. બીજાની તરફ ધ્યાન અધિક રહે છે, પોતાની અવ્યક્ત સ્થિતિની તરફ ધ્યાન ઓછું રહે છે. આ કારણે જ્ઞાનનાં વિસ્તારનો પ્રભાવ પડે છે પરંતુ લગનમાં મગન રહેવાનો પ્રભાવ ઓછો દેખાય છે. રિઝલ્ટ માં એમ કહે છે કે જ્ઞાન બહુ ઊંચું છે. પરંતુ મગન રહેવાનું છે - આ હિંમત નથી રાખતાં. કારણ કે અવ્યક્ત સ્થિતિ દ્વારા લગન નો અર્થાત્ સંબંધ જોડવાનો અનુભવ નથી કર્યો. બાકી થોડો કણો-દાણો લેવાથી પ્રજા બની જાય છે. હવેનાં સબંધ જોડવાથી જ ભવિષ્ય સંબંધમાં આવશે, નહીં તો પ્રજામાં. તો નવીનતા આ જ લાવવાની છે, જે એક સેકન્ડમાં અવ્યક્ત અનુભવ દ્વારા સંબંધ જોડવાનો છે. સંબંધ અને સંપર્ક - બંને માં ફરક છે. સંપર્ક માં આવે છે, સંબંધ માં નથી આવતાં. સમજ્યાં?
આજનાં દિવસે અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કર્યો છે. આ જ અનુભવ સદાકાળ કાયમ રાખતાં રહો તો બીજાને પણ અનુભવ કરાવી શકશો. આજકાલ વાણી અથવા અન્ય સાધન અનેક પ્રકાર થી અનેકો દ્વારા આત્માઓને પ્રભાવિત કરી રહ્યાં છે. પરંતુ અનુભવ સિવાય તમારાં લોકોનાં અન્ય કોઈ નથી કરી શકતાં, ન કરાવી શકે છે. એટલે આજનાં સમયમાં આ અનુભવ કરાવવાની આવશ્યકતા છે. બધાની અંદર અભિલાષા પણ છે, થોડા સમય માં અનુભવ કરવાનાં ઈચ્છુક છે. સાંભળવાનાં ઇચ્છુક નથી. અનુભવ માં સ્થિત રહી અનુભવ કરાવો. બધાનો સ્નેહ વતન માં મળ્યો. જણાવ્યું હતું - ત્રણ પ્રકારની યાદ અને સ્નેહ વતન માં પહોંચી. વિયોગી, યોગી અને સ્નેહી. ત્રણેય રુપનાં યાદ-પ્યાર બાપદાદા ને મળ્યાં. રિવાઇઝ (પુનરાવર્તન) કોર્સ નાં વર્ષ પણ સમાપ્ત થતાં જઈ રહ્યાં છે. વર્ષ સમાપ્ત થવાથી સ્ટુડન્ટે પોતાનું રિઝલ્ટ કાઢવાનું હોય છે. તો આ વર્ષનાં રિઝલ્ટ માં દરેકે પોતાનું કયું રિઝલ્ટ કાઢવાનું છે? આની મુખ્ય ચાર વાતો ધ્યાનમાં રાખવાની છે. એક - પોતાનામાં સર્વ પ્રકાર ની શ્રેષ્ઠતા કેટલી છે? બીજી - સંપૂર્ણતામાં અથવા સર્વનાં સંબંધમાં સમીપતા કેટલી આવી છે? ત્રીજી - પોતાનામાં અથવા બીજાનાં સંબંધમાં સંતુષ્ટતા ક્યાં સુધી આવી છે? અને ચોથી- પોતાનામાં શૂરવીરતા ક્યાં સુધી આવી છે? આ ચાર વાતો પોતાનામાં ચેક કરવાની છે. આજનાં દિવસે પોતાનાં રિઝલ્ટને ચેક કરવાનું કર્તવ્ય પહેલાં કરવાનું છે. આજનો દિવસ ફક્ત સ્મૃતિ-દિવસ નહીં મનાવતાં પરંતુ આજનો દિવસ સમર્થી વધારવાનો દિવસ મનાવજો. આજનો દિવસ સ્થિતિ અથવા અવસ્થા પરિવર્તન કરવાનો દિવસ સમજો. જેમ આજકાલ ટ્રાન્સ્પરેન્ટ (પારદર્શી) ચીજો સારી લાગે છે ને. એમ પોતાને પણ એવાં પારદર્શી સ્થિતિમાં પરિવર્તન કરવાનાં છે. આજનાં દિવસનું મહત્વ સમજ્યાં? એવાં ટ્રાન્સ્પરેન્ટ થઈ જાઓ કે તમારાં શરીર ની અંદર જે આત્મા વિરાજમાન છે તે સ્પષ્ટ બધાને દેખાઈ આવે. તમારું આત્મિક સ્વરુપ તેમને પોતાનાં આત્મિક સ્વરુપનો સાક્ષાત્કાર કરાવે. આને જ કેહવાય છે અવ્યક્ત અથવા આત્મિક સ્થિતિ નો અનુભવ કરાવવો.
આજે યાદની યાત્રાનું રીઝલ્ટ શું હતું? સ્નેહ સ્વરુપ હતું કે શક્તિ સ્વરુપ હતું? આ સ્નેહ પણ શક્તિનું વરદાન પ્રાપ્ત કરાવે છે. તો આજે સ્નેહનું વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ છે. એક હોય છે પુરુષાર્થ થી પ્રાપ્તિ બીજી હોય છે વરદાન થી પ્રાપ્તિ. તો આજનો દિવસ પુરુષાર્થ થી શક્તિ પ્રાપ્ત કરવાનો નહીં પરંતુ સ્નેહ દ્વારા શક્તિનું વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ છે. આજનાં દિવસને વિશેષ વરદાનનો દિવસ સમજજો. સ્નેહ દ્વારા કોઈ પણ વરદાતા થી વરદાન પ્રાપ્ત થઇ શકે છે. સમજ્યાં. પુરુષાર્થ દ્વારા નહીં પરંતુ સ્નેહ દ્વારા. કોણે કેટલાં વરદાન લીધાં છે તે દરેકનાં ઉપર છે. પરંતુ સ્નેહ દ્વારા બધાં સમીપ આવીને વરદાન પ્રાપ્ત કરી શકે છે. વરદાન નાં દિવસ ને જેટલું જે સમજી શકે એટલું જ પામી શકે છે. કેચ (ગ્રહણ) કરવા વાળાની કમાલ હોય છે. આજનાં વરદાન દિવસ પર જે જેટલું કેચ કરી શક્યાં એમણે એટલાં જ વરદાન પ્રાપ્ત કર્યા. જેમ પુરુષાર્થ કરો છો એક બાપનાં સિવાય બીજી કોઈ યાદ આકર્ષિત ન કરે એમ આજનાં દિવસે સહજ યાદનો અનુભવ કર્યો. અચ્છા.
\\
જેમ નાનાં બાળકોને લોરી સંભળાવે છે, તેનો પણ અવાજ થાય છે પરંતુ તે અવાજ, અવાજ થી પરે લઈ જવાનું સાધન હોય છે. એમ જ અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈને અવાજમાં આવો તો અવાજ થી પરે સ્થિતિનો અનુભવ કરાવી શકો છો. એક સેકન્ડની અવ્યક્ત સ્થિતિનો અનુભવ આત્માને અવિનાશી સંબંધ માં જોડી શકે છે. એવો અટૂટ સંબંધ જોડાય જાય છે જે માયા પણ તે અનુભવી આત્માને હલાવી નથી શકતી.