Search for a command to run...
22 Jan 1971
દિલતખ્ત-નશીન આત્માની નિશાની
22 January 1971 · ગુજરાતી
આજે આ સંગઠનને કયું સંગઠન કહેશું? આ સંગઠનનું શું નામ આપશું? આ સંગઠન છે બ્રહ્મા બાપની ભુજાઓ. એટલે આ સંગઠનને બાપદાદાનાં મદદગાર, વફાદાર, બાપદાદાનાં દિલતખ્ત-નશીન, માસ્ટર સર્વશક્તિવાન કહેશું. હવે સમજ્યાં, આટલાં અનેક ટાઈટલ્સ આ ગ્રુપનાં નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. જે દિલનાં તખ્તનશીન હશે તેમની નિશાની શું હોય છે? ટીચર્સ છે એટલે પ્રશ્ન-ઉત્તર કરી રહ્યાં છે. તખ્તનશીન ની નિશાની શું છે? જે તખ્તનશીન થયાં છે તેમની નિશાની છે - એક તો જ્યારે પણ કોઇ તખ્ત પર બેસે છે તો તિલક અને તાજ બંને તખ્તનશીન ની નિશાની હોય છે. એ જ રીતે દિલતખ્ત પર વિરાજમાન આત્માઓની નિશાની આ જ હોય છે. તેમનાં મસ્તક પર સદૈવ અવિનાશી આત્માની સ્થિતિ તિલક દૂરથી જ ચમકતું નજર આવશે. બીજી વાત - બીજી સર્વ આત્માઓનાં કલ્યાણની શુભ ભાવના તેમનાં નયનોમાં અથવા મુખથી, મુખ અર્થાત્ મુખડું, ફેસ (ચહેરા) થી દેખાય આવે. મુખડા થી આ બધું સ્પષ્ટ દેખાય એ નિશાની છે. ત્રીજી વાત - તેમનાં સંકલ્પ, વચન અને કર્મ બાપનાં સમાન હોય. ચોથી વાત - જે આત્માઓની સર્વિસ કરે તે આત્માઓમાં સ્નેહ, સહયોગ અને શક્તિ ત્રણેય ગુણ ધારણ કરાવવાની તેમનામાં શક્તિ હોય. આ ચાર વાતો તેમની નિશાની છે. હવે તમે પોતાનું રિઝલ્ટ ચેક કરો કે આ ચારેય નિશાનીઓ ક્યાં સુધી દેખાય છે. જેવાં જે સ્વયં હોય છે તેવાં જ સમાન બનાવે છે. આજે ટીચર્સ સંગઠનમાં છે એટલે આ સંભળાવી રહ્યાં છે, જેમની તમે સેવા કરો છો અથવા કરી રહ્યાં છો તેમનામાં આ બધી વાતો ભરાવી જોઇએ. હમણાં સુધી રિઝલ્ટ શું છે? દરેક પોતાનાં રિઝલ્ટને તો જુએ જ છે. મેજોરીટી (અધિકાંશ) શું દેખાય દે છે? કોઈમાં સ્નેહીપણાની વિશેષતા છે, કોઈમાં સહયોગીપણાની, પરંતુ શક્તિરુપની ધારણા ઓછી છે. તેની નિશાની પછી શું દેખાય છે, ખબર છે? શક્તિપણા ની કમી ની નિશાની શું છે? પરખવાની શક્તિ ઓછીની નિશાની શું છે? એક વાત તો સંભળાવી - સર્વિસ (સેવા) ની સફળતા નથી. તેની સ્પષ્ટ નિશાની બે શબ્દોમાં આ દેખાશે - તેમની દરેક વાત ‘કેમ’, ‘શું’, ‘ કેવી રીતે’ …? ક્વેશ્ચનમાર્ક (પ્રશ્ન) બહુજ હશે. ડ્રામાનું ફુલસ્ટોપ આપવું તેમનાં માટે ખૂબ મુશ્કેલ હશે. એટલે સ્વયં જ ‘કેમ, શું, કેવી રીતે’ ની ઉલઝન માં હશે. બીજી વાત - તે ક્યારેય પણ સમીપ આત્મા નહીં બનાવી શકે. સંબંધમાં લાવશે પરંતુ સમીપ સંબંધમાં નહીં લાવશે. સમજ્યાં? બ્રાહ્મણ કુળની જે મર્યાદાઓ છે એ સર્વ મર્યાદાઓ સ્વરુપ નહીં બનાવી શકે. કારણ કે સ્વયં માં શક્તિ ઓછી હોવાનાં કારણે બીજાઓમાં પણ એટલી શક્તિ નથી લાવી શકતાં જે સર્વ મર્યાદાઓનું પાલન કરી શકે. કોઈ ને કોઈ મર્યાદાની લકીર (રેખા) ઉલ્લંઘન કરી દે છે. સમજતાં બધું હશે, સમજવામાં કમી નહીં હશે. મર્યાદાઓની સમજ પૂરી હશે. પરંતુ મર્યાદાઓમાં ચાલવું આ શક્તિ ઓછી હશે. એ જ કારણે જેમની તે સેવા કરે છે તેમનામાં પણ શક્તિ ઓછી હોવાનાં કારણે હાઈ જમ્પ (ઊંચી છલાંગ) નથી આપી શકતાં. સંસ્કારોને મિટાવવામાં સમય બહુ વેસ્ટ (ખોટી) કરે છે. હવે આ વાતોથી પોતાનાં સ્વરુપને ચેક કરો. જેમ બહુ સરસ અને મીઠાં ફળ ત્યારે નીકળી શકે છે જ્યારે તે વૃક્ષમાં બધી વાતોનું ધ્યાન અપાય છે. ધરતી ઉખાડવાનો પણ ખ્યાલ, બીજ નાખવાનો, જળનો, બધાનું ધ્યાન આપવું પડે છે. એવાં શ્રેષ્ઠ ફળ તૈયાર કરવા માટે સંસ્કાર મિટાવવાની શક્તિ, એ થઈ ધરતી ઉખાડવાની શક્તિ. તેની સાથે જેમ બધી ચીજો બીજ નાખવા વાળા જુવે છે, એ રીતે સ્નેહી પણ બનાવો, સહયોગી પણ બનાવો અને શક્તિ-સ્વરુપ પણ બનાવો. જો કોઈ એકની પણ કમી રહી જાય છે તો શું થાય? જે શરુંમાં જણાવ્યું કે દિલનાં તખ્ત નશીન નથી બની શકતાં. એટલે ટીચર્સે આ ધ્યાન એક-એકની ઉપર આપવું જોઈએ.
તમે લોકો જ્યારે એમ-ઓબ્જેક્ટ (લક્ષ્ય-હેતુ) સંભળાવો છો તો શું સંભળાવો છો? દેવતા બનવાનું આ તો લક્ષ્ય આપો છો. દેવતાઓની મહિમા સર્વગુણ સંપન્ન. તો એ લક્ષ્ય રાખવું જોઈએ. સર્વ ગુણ એક-એક આત્મામાં ભરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારે ટીચર્સે દરેક પર મહેનત એટલી કરવી જોઈએ જે કોઈ પણ આત્મા પણ ફરિયાદ ન કરે કે અમારી નિમિત્ત બનેલી ટીચરે અમારું આ વાત પર ધ્યાન ન દોરાવ્યું. તેઓ કરે ન કરે, તે થઈ તેમની તકદીર. પરંતુ તમારે લોકોએ બધાની ઉપર મહેનત કરવાની છે. નહીં તો હમણાં સુધીનાં રિઝલ્ટ માં કોઈ ફરિયાદો હજું સુધી મળી રહી છે. આ સર્વિસ (સેવા) ની કમી છે. એટલે કહ્યું કે સર્વ વાતો તેમનામાં ભરવાથી તે ફળ પણ એવું લાયક બનશે. તમે વિચારો, જેટલાં કોઈ મોટાં માણસ હોય છે, તેમની સામે કયું ફળ રાખશો? મોટું પણ હોય અને સારું પણ હોય. સાકારમાં પણ કોઈ વસ્તુ લાવતાં હતાં તો શું જોતાં હતાં? તો હવે બાપદાદાની આગળ પણ એવાં જે ફળ તૈયાર કરો છો એ જ સામે લાવી શકો છો. એટલે આ ધ્યાન રાખવાનું છે. જેટલાં જે સ્વયં જેટલાં ગુણોથી સંપન્ન હોય છે એટલાં બીજાઓમાં પણ ભરી શકે છે. દરેક રચયિતાની ચહેરા થી રચનાથી દેખાય આવે. સર્વિસ તમારાં લોકો માટે એક દર્પણ છે, જે દર્પણ દ્વારા પોતાની અંદરની સ્થિતિને જોઈ શકો છો. જેમ દર્પણમાં પોતાનો ચહેરો સહજ અને સ્પષ્ટ દેખાય છે. એમ સર્વિસનાં દર્પણ દ્વારા પોતાનાં ફિચર્સ (વિશેષતાઓ)-ચહેરો નહીં, સીરત (ચરિત્ર) નાં સહજ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. તે છે ચહેરા નો અરીસો, આ છે ચરિત્ર નો અરીસો. દરેકને પોતાનો સાક્ષાત્કાર સ્પષ્ટ થાય છે? થવો જોઈએ. જો હજું સુધી સ્પષ્ટ સાક્ષાત્કાર નહીં થશે તો પોતાને સંપૂર્ણ કેવી રીતે બનાવી શકશો. જ્યારે પોતાની કમજોરીઓ ની ખબર હશે ત્યારે તો શક્તિ ભરી શકશો. એટલે જો સ્વયં નાં સાક્ષાત્કારમાં કોઈ સ્પષ્ટીકરણ ન હોય તો નિમિત્ત બનેલી બહેનો દ્વારા મદદ લઇ પોતાનો સ્પષ્ટ સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન જરુર કરજો. આ બાપદાદાનું કામ નથી, બાપદાદાનું કર્તવ્ય છે ઈશારો આપવો.
ટીચર્સનાં ફિચર્સ કેવાં હોવાં જોઈએ? ટીચર્સે પોતાનાં ફરિશ્તાપણાનાં ફિચર્સ દ્વારા સર્વિસ કરવી જોઈએ. ટીચર્સ દ્વારા આ શબ્દ હજું સુધી ન નીકળવાં જોઈએ કે આ મારી નેચર (સ્વભાવ) છે. આ કહેવું શક્તિહીનતા ની નિશાની છે. ‘પુરુષાર્થ’ શબ્દ, પુરુષાર્થ શબ્દ થી યુઝ (ઉપયોગ) નથી કરતાં. પરંતુ પુરષાર્થ શબ્દ પુરુષાર્થ થી છોડાવવાનું સાધન બનાવી દીધું છે. એટલે આપ સૌનાં શબ્દ રચના દ્વારા પણ તમારી સામે આવે છે. એટલે સદૈવ એમ સમજો જેમ કોઇ ઘુમ્મટ માં જે અવાજ કરાય છે તે પાછો ફરીને આપણી પાસે આવી જાય છે. એટલું અટેન્શન પોતાનાં સંકલ્પો પર પણ રાખવાનું છે. ક્યાંક-ક્યાંક થી આ સમાચાર આવે છે, કયાં? કે આજકાલ સ્ટુડન્ટ સાંભળતાં નથી. મહેનત કરીએ છીએ પરંતુ આગળ નથી વધતાં, ત્યાનાં ત્યાં ઉભાં છે. આ રિઝલ્ટ કેમ? આ પણ પોતાની સ્થિતિનું રિટર્ન (વળતર) છે. કારણ કે સ્ટુડન્ટ પણ ચાલતાં-ચાલતાં નિમિત્ત બનેલી ટીચર્સની કમજોરીને પારખી ને તેનો એડવાન્ટેજ (લાભ) ઉઠાવે છે. અચ્છા.