Search for a command to run...
21 Jan 1972
નિરંતર યોગી બનવાની સહજ વિધિ
21 January 1972 · ગુજરાતી
જેમ એક સેકન્ડમાં સ્વીચ ઓન (ચાલુ) અને ઓફ (બંધ) કરાય છે, એમ જ એક સેકન્ડમાં શરીર નો આધાર લીધો અને પછી એક સેકન્ડમાં શરીર થી પરે (ઉપરામ) અશરીરી સ્થિતિમાં સ્થિત થઇ શકો છો? હમણાં-હમણાં શરીરમાં આવ્યાં, પછી હમણાં-હમણાં અશરીરી બની ગયાં - આ (પ્રેક્ટિસ) અભ્યાસ કરવાનો છે. આને જ કર્માતીત અવસ્થા કહેવાય છે. એવો અનુભવ થશે. જ્યારે ઈચ્છો ત્યારે કોઈ કેવું પણ વસ્ત્ર ધારણ કરવું અથવા ન કરવું - તે પોતાનાં હાથમાં રહેશે. આવશ્યકતા થઈ ધારણ કર્યું, આવશ્યકતા ન થઈ તો શરીર થી અલગ થઈ ગયાં. એવો અનુભવ આ શરીર રુપી વસ્ત્ર માં થાય. કર્મ કરતાં હોવા છતાં પણ અનુભવ એવો જ થવો જોઈએ જેમ કોઈ વસ્ત્ર ધારણ કરી અને કાર્ય કરી રહ્યાં છીએ. કાર્ય પૂરું થયું અને વસ્ત્ર થી ન્યારા થયાં. શરીર અને આત્મા - બંનેનું ન્યારાપણું હરતાં-ફરતાં પણ અનુભવ થશે. જેમ કોઈ અભ્યાસ થઈ જાય છે ને. પરંતુ આ અભ્યાસ કોને થઈ શકે છે? જે શરીરની સાથે અથવા શરીરનાં સંબંધમાં જે પણ વાતો છે, શરીરની દુનિયા, સંબંધ અથવા અનેક જે પણ વસ્તુઓ છે એનાથી બિલ્કુલ ડીટેચ (અલગ) હશે, જરાક પણ લગાવ નહીં હશે, ત્યારે ન્યારા થઈ શકશે. જો સૂક્ષ્મ સંકલ્પમાં પણ હલકાપણું નથી, ડીટેચ નથી થઇ શકતાં તો ન્યારાપણાં નો અનુભવ નહીં કરી શકે. તો હવે મહારથીઓએ આ અભ્યાસ કરવાનો છે. બિલ્કુલ જ ન્યારાપણાં નો અનુભવ થાય. આ જ સ્ટેજ (અવસ્થા) પર રહેવાથી અન્ય આત્માઓને પણ તમારાથી ન્યારાપણાં નો અનુભવ થશે, તેઓ પણ મહેસૂસ કરશે. જેમ યોગમાં બેસવાનાં સમયે ઘણી આત્માઓને અનુભવ થાય છે ને - આ ડ્રિલ (કસરત) કરાવવા વાળા ન્યારી અવસ્થામાં છે. એવી રીતે હરતાં-ફરતાં ફરિશ્તાપણાં નાં સાક્ષાત્કાર થશે. અહીંયા બેઠાં હોવા છતાં પણ અનેક આત્માઓને, જે પણ તમારા સતયુગી પરિવારમાં નજીક આવવા વાળા હશે તેમને તમારા લોકોનાં ફરિશ્તા રુપ અને ભવિષ્ય રાજ્ય-પદ નાં - બંને સાથે સાક્ષાત્કાર થશે. જેમ શરુંઆતમાં બ્રહ્મામાં સંપૂર્ણ સ્વરુપ અને શ્રીકૃષ્ણનો - બંને સાથે-સાથે સાક્ષાત્કાર કરતા હતાં, એવી રીતે હવે તેમને તમારા ડબલ રુપનાં સાક્ષાત્કાર થશે. જેમ-જેમ નંબરવાર આ ન્યારી સ્ટેજ પર આવતાં જશો તો તમારાં લોકોનાં પણ આ ડબલ સાક્ષાત્કાર થશે. હમણાં આ પૂરો અભ્યાસ થઈ જાય તો અહીંયા-ત્યાંથી આ જ સમાચાર આવવાનાં શરું થઈ જશે. જેમ શરુંમાં ઘરે બેઠાં પણ અનેક નજીક આવવા વાળી આત્માઓ ને સાક્ષાત્કાર થયાં ને. એમ હવે પણ સાક્ષાત્કાર થશે. અહીંયા બેઠાં પણ બેહદમાં તમારા લોકોનું સૂક્ષ્મ સ્વરુપ સેવા કરશે. હવે આ જ સેવા બાકી રહેલી છે. સાકારમાં બધાં એક્ઝામ્પલ (દૃષ્ટાંત) તો જોઈ લીધાં. બધી વાતો નંબરવાર ડ્રામા અનુસાર થવાની છે. જેટલાં-જેટલાં સ્વયં આકારી ફરિશ્તા સ્વરુપમાં હશો એટલું તમારું ફરિશ્તા રુપ સેવા કરશે. આત્માને આખા વિશ્વનું ચક્ર લગાવવામાં કેટલો સમય લાગે છે? તો હવે તમારાં સૂક્ષ્મ સ્વરુપ પણ સેવા કરશે. પરંતુ જે આ ન્યારી સ્થિતિ માં હશે, સ્વયં ફરિશ્તા રુપ માં સ્થિત હશે. શરું માં બધાં સાક્ષાત્કાર થયાં છે. ફરિશ્તા રુપમાં સંપૂર્ણ સ્ટેજ અને પુરુષાર્થી સ્ટેજ - બંને અલગ-અલગ સાક્ષાત્કાર થતાં હતાં. જેમ સાકાર બ્રહ્મા અને સંપૂર્ણ બ્રહ્મા નાં અલગ-અલગ સાક્ષાત્કાર થતાં હતાં, એમ અન્ય બાળકોનાં પણ સાક્ષાત્કાર થશે. હંગામા જ્યારે થશે તો સાકાર શરીર દ્વારા તો કાંઈ કરી નહીં શકો અને પ્રભાવ પણ આ સેવા થી પડશે. જેમ શરું માં પણ સાક્ષાત્કાર થી જ પ્રભાવ થયો ને. પરોક્ષ-અપરોક્ષ અનુભવે પ્રભાવ નાખ્યો એમ જ અંતમાં પણ આ જ સેવા થવાની છે. પોતાના સંપૂર્ણ સ્વરુપ નો સાક્ષાત્કાર સ્વયં પોતાને થાય છે? હવે શક્તિઓને પોકારવાનું શરું થઈ ગયું છે. હમણાં પરમાત્માને ઓછા પોકારે છે, શક્તિઓની પોકાર તીવ્ર ગતિ થી ચાલુ થઈ ગઈ છે. તો આવો અભ્યાસ વચ્ચે-વચ્ચે કરવાનો છે. આદત પડી ગયાં પછી ખુબ આનંદનો અનુભવ થશે. એક સેકન્ડમાં આત્મા શરીર થી ન્યારી થઇ જશે, અભ્યાસ થઇ જશે. હવે આ જ પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!
વર્તમાન સમયે પુરુષાર્થ ની ૩ સ્ટેજ (અવસ્થા) છે, તે ત્રણેય સ્ટેજ થી દરેક પોત-પોતાની યથાશક્તિ પાસ કરતાં ચાલી રહ્યાં છે. એ ૩ સ્ટેજ કઈ છે? એક છે વર્ણન, બીજી મનન અને ત્રીજી મગન. મેજોરીટી (અધિકાંશ) વર્ણનમાં વધારે છે. મનન અને મગનની કમી હોવાનાં કારણે આત્માઓમાં વિલ-પાવર (મનોબળ) ઓછો છે. ફક્ત વર્ણન કરવાથી બાહ્યમુખતા ની શક્તિ દેખાઈ આવે છે પરંતુ એનાથી પ્રભાવ નથી પડતો. મનન કરે પણ છે પરંતુ અંતર્મુખી થઈને મનન કરવું, એની કમી છે. પોઈન્ટ્સ (મુદ્દા-વિષય) નું મનન ભલે કરે છે પણ દરેક પોઇન્ટ દ્વારા મનન અથવા મંથન કરવાથી શક્તિ સ્વરુપ માખણ નીકળવું જોઈએ, જેનાંથી શક્તિ વધે છે. ભલે પ્લાનિંગ (યોજના) કરે છે, એની સાથે-સાથે સર્વ શક્તિઓની સજાવટ જે હોવી જોઈએ એ નથી. જેમ કોઈ વસ્તુ કેટલી પણ અમૂલ્ય હોય પરંતુ એને જો એ રુપથી સજાવીને ન રાખવામાં આવે તો એ વસ્તુનું મૂલ્ય ખબર ન પડી શકે. એ જ રીતે જ્ઞાનનું ભલે મનન ચાલે પણ છે પરંતુ પોતાનામાં એક-એક પોઈન્ટ દ્વારા જે શક્તિ ભરવાની છે એ ઓછી ભરો છો, એટલે મહેનત વધારે અને પરિણામ ઓછું થઇ જાય છે. મન માં, પ્લાનિંગ માં ઉમંગ-ઉત્સાહ ખુબ જ સારો રહે છે પરંતુ પ્રેક્ટિકલ (વ્યવહારિક) પરિણામ જુઓ તો મનમાં અવિનાશી ઉમંગ-ઉત્સાહ, ઉલ્લાસ નથી રહેતો. એકરસ જે ફોર્સ (બળ) ની સ્થિતિ રહેવી જોઈએ એ નથી રહેતી. એક-એક પોઈન્ટ નાં મનન દ્વારા પોતાની આત્મામાં શક્તિ કેવી રીતે ભરી શકાય છે - આ અનુભવ માં ખુબ જ અજાણ્યા છે. એટલે જ આ અંતર્મુખતા, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિનો અનુભવ નથી કરતાં. જ્યાં સુધી અતીન્દ્રિય સુખની, સર્વ પ્રાપ્તિઓની ભાસના નથી ત્યાં સુધી અલ્પકાળ ની કોઈપણ વસ્તુ પોતાની તરફ જરુર આકર્ષિત કરશે. તો વર્તમાન સમયે મનન શક્તિ થી આત્મામાં સર્વ શક્તિઓ ભરવાની આવશ્યકતા છે, ત્યારે મગન અવસ્થા રહેશે અને વિઘ્ન ટળી શકે છે. વિઘ્નો ની લહેર ત્યારે આવે છે જ્યારે રુહાનિયત ની તરફ ફોર્સ ઓછો થઇ જાય છે. તો વર્તમાન સમયે શિવરાત્રી ની સેવા પહેલાં સ્વયં માં શક્તિ ભરવાનો ફોર્સ જોઈએ. ભલે યોગનાં કાર્યક્રમ રાખે છે પરંતુ યોગ દ્વારા શક્તિઓનો અનુભવ કરવો અને કરાવવો - હવે એવાં ક્લાસિસ ની આવશ્યકતા છે. પ્રેક્ટિકલ પોતાના ભલા નાં આધારથી બીજાને ભલે આપો. ફક્ત બહારની સેવાનાં પ્લાન નથી વિચારવાનાં પરંતુ બધી બાજુ પૂરું ધ્યાન જોઈએ. જે નિમિત્ત બનેલાં છે તેઓનો આ વિચાર ચાલવો જોઈએ કે અમારી આ તરફની ફૂલવાડી કઈ વાતમાં કમજોર છે. કોઈ પણ રીતે પોતાની ફૂલવાડી ની કમજોરી ઉપર સખત દૃષ્ટિ રાખવી જોઈએ. સમય આપીને પણ કમજોરીઓને ખતમ કરવાની છે. શક્તિઓનાં પ્રભાવની કમી હોવાનાં કારણે હરતાં-ફરતાં બધી વાતોમાં ઢીલાપણું આવી જાય છે. એટલે વિનાશની તૈયારીઓ પણ ફોર્સ માં હોવા છતાં ફરીથી ઢીલી થઈ જાય છે. જ્યારે સ્થાપના માં ફોર્સ નથી તો વિનાશમાં ફોર્સ કેવી રીતે ભરાઈ શકે છે? જેમ શરું માં તમને શક્તિપણાનો કેટલો નશો હતો! પોતાના ઉપર કડક નજર હતી. આ વિઘ્ન શું છે! માયા શું છે! કેટલો ઊંચો નશો હતો. હવે પોતાના ઉપર કડક નજર નથી. પોતાના કર્મોની ગતિ પર સાવધાની જોઈએ. ડ્રામા અનુસાર નંબરવાર તો બનવાનું જ છે. કોઈ ને કોઈ કારણ થી નંબર નીચે થવાનો જ છે પરંતુ તે છતાં પણ ફોર્સ ભરવાનું કર્તવ્ય કરવાનું છે. જેમ સાકાર રુપ ને જોયાં, કોઇ પણ એવી લહેર નો સમય જયારે આવતો હતો તો દિવસ-રાત સકાશ (શક્તિ) આપવાની વિશેષ સેવા, વિશેષ પ્લાન ચાલતાં હતાં, નિર્બળ આત્માઓમાં બળ ભરવાનું વિશેષ ધ્યાન રહેતું હતું, જેનાથી અનેક આત્માઓને અનુભવ પણ થતાં હતાં. રાત-રાત નાં પણ સમય કાઢીને આત્માઓમાં સકાશ ભરવાની સેવા ચાલતી હતી. ભરવાની છે. તો હવે વિશેષ સકાશ આપવાની સેવા કરવાની છે. લાઈટ-હાઉસ માઈટ-હાઉસ (પ્રકાશ-સ્વરુપ શક્તિ-સ્વરુપ) બનીને આ સેવા ખાસ કરવાની છે, જે ચારે બાજુ લાઈટ અને માઈટ નો પ્રભાવ ફેલાઈ જાય. હવે આની આવશ્યકતા છે. જેમ કોઇ સાહૂકાર હોય છે તો પોતાના નજીકનાં સંબંધીઓને મદદ કરીને ઉપર ઉઠાવી લે છે, એમ વર્તમાન સમયે જે પણ કમજોર આત્માઓ સંપર્ક અને સંબંધ માં છે એમને વિશેષ સકાશ આપવાનો છે. અચ્છા!
નિરંતર દેહનું ભાન ભૂલી જવાય - એનાં માટે દરેક યથા-શક્તિ નંબરવાર પુરુષાર્થ અનુસાર મહેનત કરી રહ્યાં છે. ભણતરનું લક્ષ્ય જ છે દેહ-અભિમાન થી ન્યારા થઈ દેહી-અભિમાની બનવું. દેહ-અભિમાન થી છૂટવા માટે મુખ્ય યુક્તિ આ છે - સદા પોતાના સ્વમાન માં રહો તો દેહ અભિમાન નષ્ટ થતું જશે. સ્વમાન માં સ્વ નું ભાન પણ રહે છે અર્થાત્ આત્માનું ભાન. સ્વમાન - હું કોણ છું! પોતાનાં આ સંગમયુગનાં અને ભવિષ્યનાં પણ અનેક પ્રકારનાં સ્વમાન જે સમય પ્રતિ સમય અનુભવ કરાવ્યાં છે, એમાંથી જો કોઈ પણ સ્વમાન માં સ્થિત રહો તો દેહ-અભિમાન નષ્ટ થતું જાય. હું ઊંચામાં ઊંચો બ્રાહ્મણ છું - આ પણ સ્વમાન છે. આખાં વિશ્વની અંદર બ્રહ્માંડ અને વિશ્વનો માલિક બનવા વાળી હું આત્મા છું - આ પણ સ્વમાન છે. જેમ તમને બધાને શરું-શરું માં સ્ત્રીપણાં નાં, દેહ નાં ભાન થી ઉપરામ થવાનું લક્ષ્ય રહેતું હતું. હું આત્મા પુરુષ છું - આ પુરુષનાં સ્વભાવ માં સ્થિત કરાવવાથી સ્ત્રીપણાં નું ભાન નંબરવાર પુરુષાર્થ અનુસાર નીકળતું ગયું. આવી રીતે સદૈવ પોતાની બુદ્ધિમાં વર્તમાન અથવા ભવિષ્ય સ્વમાન ની સ્મૃતિ રહે તો દેહ અભિમાન નહીં રહે. ફક્ત શબ્દ પરિવર્તન થવાથી સ્વમાન થી સ્વભાવ પણ સારો થઈ જાય છે. સ્વભાવ નો ટકરાવ ત્યારે જ થાય છે જ્યારે એકબીજા ને સ્વ નું ભાન નથી રહેતું. તો સ્વમાન અર્થાત્ સ્વ નું માન, એનાથી એક તો દેહ-અભિમાન સમાપ્ત થઈ જાય છે અને સ્વભાવ માં નહીં આવશો. સાથે-સાથે જે સ્વમાન માં સ્થિત થાય છે તેમને સ્વતઃ માન પણ મળે છે. આજકાલ દુનિયામાં પણ માન થી સ્વમાન મળે છે ને. કોઈ પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) છે, તેમનું માન મોટું હોવાનાં કારણે સ્વમાન પણ એવું મળે છે ને. સ્વમાન થી જ વિશ્વનાં મહારાજન્ બનશો અને એમને વિશ્વ સન્માન આપશે. તો ફક્ત પોતાનાં સ્વમાન માં સ્થિત થવાથી સર્વ પ્રાપ્તિ થઈ શકે છે. આ સ્વમાન માં સ્થિત એ જ રહી શકે છે જેમને, જે અનેક પ્રકારનાં સ્વમાન સંભળાવ્યાં, એનો અનુભવ થશે. “હું શિવ શક્તિ છું” - આ પણ સ્વમાન છે. એક હોય છે સાંભળવું, અને એક હોય છે એ સ્વમાન-સ્વરુપનો અનુભવ. તો અનુભવ નાં આધાર થી એક સેકન્ડમાં દેહ-અભિમાન થી સ્વમાન માં સ્થિત થઈ જશો. જે અનુભવીમૂર્ત નથી, ફક્ત સાંભળીને અભ્યાસ કરતાં જ રહે છે પરંતુ અનુભવી હજું સુધી નથી બન્યાં, એમની અવસ્થા એવી જ હોય છે. એક પોતાનાં સ્વમાન ની લિસ્ટ (યાદી) બનાવો તો લિસ્ટ મોટી છે! એ એક-એક વાતને લઈને અનુભવ કરતાં જાઓ તો માયાની નાની-નાની વાતોમાં કમજોર નહીં બનશો. માયા કમજોર બનાવવા માટે પહેલા તો દેહ-અભિમાન માં લાવે છે. દેહ-અભિમાન માં જ નહીં આવો તો કમજોરી ક્યાંથી આવશે. તો બધાને પોતાનાં સ્વમાન ની સ્મૃતિ અપાવો અને એ સ્વરુપ નાં અનુભવી બનાવો. જેમ સમજો છો - “હું માસ્ટર સર્વશક્તિવાન છું”; તો સંકલ્પ કરવાથી સ્થિતિ બની જાય છે ને. પરંતુ બનશે એમની જેમને અનુભવ હશે. અનુભવ નથી તો સ્થિત થતાં-થતાં તે રહી જાય છે, સ્થિતિ બની નથી શકતી અને થાક, મુશ્કેલી નો માર્ગ અનુભવ કરે છે. કેવી રીતે કરીએ - એ પ્રશ્ન ઉઠે છે. પરંતુ જે અનુભવીમૂર્ત છે તે કઠોર પરીક્ષાનાં સમયે પણ પોતાનાં સ્વમાનમાં સ્થિત હોવાથી સરળતા થી તેને પાર કરી શકે છે. તો પોતાનાં સ્વમાન ની સ્મૃતિ અપાવો. અનુભવીમૂર્ત બનવાનો ક્લાસ કરાવો. જે તમારા સમીપ સંપર્કમાં આવે છે એ આત્માઓને આ અનુભવ કરાવવાનો સહયોગ આપો. હમણાં આત્માઓને આ સહયોગ જોઈએ છે. જેમ સાકાર દ્વારા અનુભવીમૂર્ત બનાવવાની સેવા થતી આવી છે, એમ હમણાં તમારા લોકોની સમીપ જે આત્માઓ છે તેમની નિર્બળતાઓને, કમજોરીઓને પોતાની શક્તિઓનાં સહયોગ થી એમને પણ અનુભવીમૂર્ત બનાવો. ચેક (તપાસ) કરો કે જે આત્માઓનાં પ્રતિ નિમિત્ત બનેલાં છો એ આત્માઓ સ્વમાનની સ્થિતિ નાં અનુભવી છે? જો નથી તો તેમને બનાવવાં જોઈએ. આ મહેનત કરવાની છે. જો રાજધાની નાં સમીપ સંબંધમાં આવવા વાળી આત્માઓ જ કમજોર હશે તો પ્રજા કેવી હશે? આવી કમજોર આત્માઓ સંબંધમાં નથી આવી શકતી. હવે પોતાની રાજધાની ને જલ્દી-જલ્દી તૈયાર કરવાની છે. પાછળ ની પ્રજા તો જલ્દી બની જશે પરંતુ જે રાજાઇ નાં સંબંધમાં સંપર્કમાં આવવા વાળા છે એમને તો આવાં બનાવવાનાં છે ને. આવું ધ્યાન દરેક સ્થાન પર નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓએ આપવાનું છે. મારા સંપર્કમાં આવવાવાળી કોઈ પણ આત્મા આ સ્થિતિ થી વંચિત ન રહી જાય, આ ધ્યાન રાખવું જોઈએ. પોતે જ પોતાનામાં કોઈ શક્તિ નો અનુભવ જો નથી કરતાં તો બીજાને શું શક્તિ આપશો? જે આત્માઓ ઈચ્છે છે, સમીપ આવે છે, સમય આપે છે, સહયોગી બનેલી છે - એવી આત્માઓને હવે માતા-પિતા દ્વારા તો પાલના નથી મળી શકતી, એટલે નિમિત્ત બનેલી અનુભવી મૂર્તિઓ દ્વારા આ પાલના મળે. જો આ ચેકિંગ (તપાસ) રાખો તો કેટલી આત્માઓ આવી શક્તિશાળી નીકળશે? અડધો ભાગ નીકળશે. જેમણે પ્રત્યક્ષ પાલના લીધેલી છે એમનામાં તો પણ અનુભવોની રસના ભરેલી છે. બીજાની આ પાલના થવી જરુરી છે. તો દરેક શિક્ષકે પોતાનાં ક્લાસનું આ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા!
\\
શરીરની સાથે અથવા શરીરનાં સંબંધમાં જે પણ વાતો છે, શરીરની દુનિયા, સંબંધ અથવા અનેક જે પણ વસ્તુઓ છે એનાથી બિલ્કુલ ડીટેચ (અલગ) હશે, જરાક પણ લગાવ નહીં હશે, ત્યારે ન્યારા થઈ શકશે. જો સૂક્ષ્મ સંકલ્પમાં પણ હલકાપણું નથી, ડીટેચ નથી થઇ શકતાં તો ન્યારાપણાં નો અનુભવ નહીં કરી શકે.