Search for a command to run...
30 Jun 1973
બાબા અને બાળકો
30 June 1973 · ગુજરાતી
આ સંગઠન કયું સંગઠન છે? શું આ રુહાની પહેલી (ઉખાણા) ને જાણો છો? જાણી લીધું છે કે જાણી રહ્યાં છો? જાણી લીધું છે તો જાણવાની સાથે જે જાણ્યું છે તેને માનીને ચાલી રહ્યાં છો? પહેલું સ્ટેજ (પગથિયું) છે જાણવું, બીજું છે માનવું અને ત્રીજું સ્ટેજ છે ચાલવું. તો કયા સ્ટેજ સુધી પહોંચ્યા છો? શું છેલ્લા સ્ટેજ સુધી પહોંચ્યા છો? જેમણે હા પાડી છે એમનાં માટે પ્રશ્ન છે કે લાસ્ટ સ્ટેજ અર્થાત્ ત્રીજું સ્ટેજ શું એવર લાસ્ટિંગ (સર્વકાલીન) છે? ત્રીજા સ્ટેજ સુધી પહોંચવાનું તો સહજ છે અને પહોંચી પણ ગયાં છો. પરંતુ લાસ્ટ સ્ટેજ ને અંડરલાઇન કરી ને એવર લાસ્ટિંગ બનાવો. ‘હું કોણ છું’ ? આ અમૂલ્ય જીવન અર્થાત્ શ્રેષ્ઠ જીવનનાં પોતાનાં જ ભિન્ન નામ અને રુપ ને જાણો છો ને? મુખ્ય સ્વરુપ અને મુખ્ય નામ કયું છે? જેવી રીતે બાપ નાં અનેક નામ, અનેક કર્તવ્યોનાં આધાર પર ગાયન કરો છો છતાં પણ મુખ્ય નામ તો કહેશો ને? એવી રીતે આપ શ્રેષ્ઠ આત્માઓનાં પણ અનેક નામ, અનેક કર્તવ્યોનાં આધાર પર અથવા ગુણોનાં આધાર પર બાપ દ્વારા ગવાયેલાં છે, એમાંથી મુખ્ય નામ કયું છે? જ્યારે બ્રહ્મા-મુખ દ્વારા જન્મ લીધો તો બાપે કયા નામ થી બોલાવ્યાં? પહેલાં જ્યાં સુધી બ્રાહ્મણ નથી બન્યાં ત્યાં સુધી કોઈ પણ કર્તવ્ય નાં નિમિત્ત નથી બની શકતાં. પહેલાં બ્રહ્મા-મુખ વંશાવલી, બ્રહ્મા નાં સંબંધ થી જન્મ લઈને બ્રાહ્મણ અર્થાત્ બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી બન્યાં. પોતાની સરનેમ (અટક) જ આ લખો છો. પોતાનો પરિચય કયા નામથી આપો છો અને લોકો તમને કયા નામ થી જાણે છે? બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ. આ મરજીવા જીવનની પહેલી-પહેલી છાપ એ લાગી-બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ અર્થાત્ શ્રેષ્ઠ બ્રાહ્મણપણા ની.
પહેલો જન્મ લીધો અર્થાત્ બ્રાહ્મણ બન્યાં તો આ પહેલું નામ બ્રાહ્મણપણા નું અને બ્રહ્માકુમારીઓ નું પડયું કે જે ત્રીજા સ્ટેજ સુધી એવર લાસ્ટિંગ છે. એવર લાસ્ટિંગ અર્થાત્ દર સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ, સંપર્ક અને સેવા, બધામાં બ્રાહ્મણ સ્ટેજ (અવસ્થા) નાં પ્રમાણે પ્રેક્ટિકલ લાઈફ (વ્યવહારિક જીવન) માં ચાલી રહ્યાં છો? સંકલ્પ માં અને બોલ માં પણ શૂદ્રપણું અંશમાત્ર દેખાય નહીં. બ્રાહ્મણોનાં સંકલ્પ, બોલ, સંસ્કાર, સ્વભાવ અને કર્મ કેવાં હોય છે એ તો પહેલાં પણ કહ્યું છે. શું એ જ પ્રમાણે એવર-લાસ્ટિંગ સ્ટેજ છે અને બ્રાહ્મણ રુપમાં દર કર્મ કે દરેક સંકલ્પ બ્રહ્મા બાપ સમાન છે? જેવાં બાપ એવાં બાળકો. જે સ્વભાવ, સંસ્કાર અથવા સંકલ્પ બાપનાં છે શું એ જ બાળકોનાં છે? શું બાપ ને વ્યર્થ સંકલ્પ ચાલે છે અથવા કમજોર સંકલ્પ ઉત્પન્ન થઇ શકે છે? જો બાપ ને ન થઈ શકે તો પછી બ્રાહ્મણો ને કેમ? બાપ અચળ, અટલ, અડોલ સ્થિતિ માં સદા સ્થિત છે તો બ્રાહ્મણો ની અને બાળકો ની ફરજ શું છે? લાયક બાળકની ફરજ કઈ હોય છે?- ફોલો ફાધર (બાપ ને અનુસરો).
ફોલો ફાધર નો એ અર્થ નથી કે ફક્ત ઈશ્વરીય સેવાધારી બની ગયાં. પણ ફોલો ફાધર અર્થાત્ દરેક કદમ પર, કે દર સંકલ્પ માં ફોલો ફાધર. શું એવાં ફોલો ફાધર છો? જેમ બાપનાં ઈશ્વરીય સંસ્કાર, દિવ્ય સ્વભાવ, દિવ્ય વૃત્તિ અને દિવ્ય દૃષ્ટિ સદા છે, શું એવી જ વૃત્તિ, દૃષ્ટિ, સ્વભાવ અને સંસ્કાર બન્યાં છે? એવો ઈશ્વરીય લક્ષણ વાળો ચહેરો બન્યો છે? જે ચહેરા દ્વારા બાપનાં ગુણો અને કર્તવ્ય ની રુપરેખા દેખાય એને કહેવાય - ‘ફોલો ફાધર’. જેવાં બાપનાં ગુણગાન કરો છો અથવા ચરિત્ર નું વર્ણન કરો છો શું એવાં જ પોતાનામાં તે સર્વ ગુણ ધારણ કર્યા છે? પોતાનાં દરેક કર્મને ચરિત્ર સમાન બનાવ્યાં છે? દરેક કર્મ યાદ માં સ્થિત રહી ને કરો છો? જે કર્મ યાદ માં રહીને કરાય છે એ કર્મ યાદગાર બની જાય છે. શું એવાં યાદગાર-મૂર્ત અર્થાત્ કર્મયોગી બન્યાં છો? કર્મયોગી અર્થાત્ દરેક કર્મ યોગ-યુક્ત, યુક્તિ-યુક્ત, શક્તિ-યુક્ત હોય. શું એવાં કર્મયોગી બન્યાં છો? કે બેસવા વાળા યોગી બન્યાં છો? જ્યારે વિશેષ રુપ થી યોગમાં બેસો છો, એ સમય યોગી જીવન છે અર્થાત્ યોગ-યુક્ત છે કે દરેક સમય યોગ-યુક્ત છે? જે વર્ણનમાં છે કર્મયોગી, નિરંતર યોગી અને સહજ યોગી શું એ પ્રેક્ટિકલ માં છે? અર્થાત્ એવર લાસ્ટિંગ છે? શું કર્મયોગી ને કર્મ આકર્ષિત કરે છે કે યોગી પોતાની યોગશક્તિ થી કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવે છે? જો કર્મયોગી ને કર્મ પોતાની તરફ આકર્ષિત કરી લે તો શું એવાં ને યોગી કહેવાય? જે કર્મ ને વશ થઈને ચાલવા વાળા છે એને શું કહો છો? ‘કર્મભોગી’ કહેશું ને? જે કર્મ નાં ભોગ નાં વશ થઈ જાય છે અર્થાત્ સારા અથવા ખરાબ કર્મ નાં ભોગ ને ભોગવવા માં કર્મ નાં વશીભૂત થઈ જાય છે. આપ શ્રેષ્ઠ આત્માઓ કર્માતીત અર્થાત્ કર્મ નાં અધિન નથી, કર્મ નાં પરતંત્ર નથી. સ્વતંત્ર થઈ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવો છો? જ્યારે કોઈ પણ તમારાથી પૂછે કે શું શીખી રહ્યાં છો કે શું શીખવા માટે જાઓ છો તો શું ઉત્તર આપો છો? સહજ જ્ઞાન અને રાજ્યોગ શીખવા જઈ રહ્યાં છીએ. એ તો પાક્કું છે ને કે આ જ શીખી રહ્યાં છો? જ્યારે સહજ જ્ઞાન કહો છો તો સહજ વસ્તુ ને અપનાવવી અને ધારણ કરવી સહજ છે ત્યારે તો સહજ જ્ઞાન કહો છો ને? તો સદા જ્ઞાન સ્વરુપ બની ગયાં છો? જયારે સહજ જ્ઞાન છે તો સદા જ્ઞાન સ્વરુપ બનવું મુશ્કેલ છે? સદા જ્ઞાન સ્વરુપ બનવું એ જ બ્રાહ્મણોનો ધંધો છે.
પોતાનાં ધર્મમાં સ્થિત થવું નેચરલ (સ્વાભાવિક) ચીજ છે ને? એવી જ રીતે રાજ્યોગ નો અર્થ શું કહો છો? સર્વશ્રેષ્ઠ અર્થાત્ બધાં યોગો નો રાજા છે અને એનાંથી રાજાઈ પ્રાપ્ત થાય છે. રાજાઓનાં રાજા બનવાનો યોગ છે. તમે બધાં રાજયોગી છો કે રાજાઈ ભવિષ્ય માં પ્રાપ્ત કરવાની છે? હમણાં સંગમયુગ માં પણ રાજા છો કે ફક્ત ભવિષ્ય માં બનવાવાળા છો? જે સંગમયુગમાં રાજપદ નથી પામી શકતાં એ ભવિષ્ય માં શું પામી શકે છે? તો જેમ સર્વશ્રેષ્ઠ યોગ કહો છો, એમ સર્વશ્રેષ્ઠ યોગી જીવન પણ હોવું જોઈએ ને? શું પહેલાં પોતાની કર્મેન્દ્રિયો નાં રાજા બન્યાં છો? જે પોતાનાં રાજા નથી એ વિશ્વનાં રાજા કેવી રીતે બનશે? શું સ્થૂળ કર્મેન્દ્રિયો કે આત્માની શક્તિઓ મન, બુદ્ધિ અને સંસ્કાર પોતાનાં કંટ્રોલ (નિયંત્રણ) માં છે? અર્થાત્ એનાં ઉપર રાજા બનીને રાજ્ય કરો છો? રાજયોગી અર્થાત્ હમણાં રાજ્ય ચલાવવા વાળા બનો છો. રાજ કરવાનાં સંસ્કાર અને શક્તિ હમણાંથી જ ધારણ કરો છો. ભવિષ્ય ૨૧ જન્મમાં રાજ કરવાની ધારણા પ્રેક્ટિકલ રુપમાં હમણાંથી જ આવે છે. સહજ જ્ઞાન અને રાજયોગ ત્રીજા સ્ટેજ સુધી આવ્યાં છે? સંકલ્પ ને ઓર્ડર (હુકમ) કરો સ્ટોપ (થોભો) તો સ્ટોપ કરી શકો છો? બુદ્ધિને ડાયરેક્શન (સૂચના) આપો કે શુદ્ધ સંકલ્પ કે અવ્યક્ત સ્થિતિ અથવા બીજરુપ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ તો શું સ્થિત કરી શકો છો? એવાં રાજા બન્યાં છો ? એવાં રાજયોગી જે છે એને કહેવાય છે - ‘ફોલો ફાધર’.
જેવી રીતે રાજાની પાસે પોતાનાં સહયોગી હોય છે જેના દ્વારા જે સમયે જે કર્તવ્ય કરાવવાં ઈચ્છે તે કરાવી શકે છે, એવી જ રીતે આ સંગમયુગી વિશેષ શક્તિઓ, એ જ તમારાં સહયોગી છે. તો જેવી રીતે રાજા કોઈપણ સહયોગી ને ઓર્ડર કરે છે કે આ કાર્ય આટલાં સમય માં સંપન્ન કરવાનું છે એવી જ રીતે પોતાની સર્વ શક્તિઓ દ્વારા તમે પણ દરેક કાર્ય ને સહજ જ સંપન્ન કરો છો કે ઓર્ડર જ કરો છો? સામનો કરવાની શક્તિ આવે તો શું કિનારો કરી દો છો? સહજ યોગી અર્થાત્ સર્વ શક્તિઓ પૂર્ણ રુપ થી તમારી સહયોગી છે? શું જ્યારે ઈચ્છો જેનાં દ્વારા ઈચ્છો કાર્ય કરાવી શકો છો? એવાં રાજા છો? જેમ જૂનાં રાજાઓનાં દરબાર માં આઠ કે નવ રત્ન પ્રસિદ્ધ હતાં અર્થાત્ સદા સહયોગી હતાં, એમ તમારી અષ્ટ શક્તિ સદા સહયોગી છે? એનાથી જ પોતાનાં ભવિષ્યનું પ્રાલબ્ધ જાણી શકો છો. આ છે દર્પણ જેમાં પોતાનો ચહેરો અને લક્ષણ જોવાથી ખબર પડી શકે છે.
છ મહિના જે આપ્યાં છે એ વિનાશ ની તારીખ નથી આપી. પરંતુ દરેક સંગમયુગી રાજા પોતાનો રાજ્ય કારોબાર અર્થાત્ સદા સહયોગી શક્તિઓને એવર રેડી (સદા તૈયાર) બનાવીને તૈયાર કરી શકે એનાં માટે આ સમય આપ્યો છે. કારણ કે હમણાંથી જો રાજ્ય કારોબાર સંભાળવાનાં સંસ્કાર નહીં ભરશો તો ભવિષ્યમાં લાંબા સમય માટે રાજા બનીને રાજ્ય નહીં કરી શકો. છ મહિના નો અર્થ સમજ્યાં? પોતાનાં દરેક સહયોગી ને સામે જુઓ અને પોતાનાં સંકલ્પ ને સ્ટોપ કરીને જુઓ. પોતાની બુદ્ધિને ડાયરેક્શન પ્રમાણે ચલાવી ને જુઓ. આ રિહર્સલ (તૈયારી) નાં માટે છ મહિના આપ્યાં છે. સમજ્યાં?
અચ્છા, સદા સહજ જ્ઞાન સ્વરુપ, સદા રાજયોગી, નિરંતર યોગી, સહયોગી, સર્વ શક્તિઓ ને પોતાનાં સહયોગી બનાવવાવાળા, બાપ સમાન સંકલ્પ, સંસ્કાર અને કર્મ કરવાવાળા એવાં સંગમયુગી સર્વ રાજાઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!