Search for a command to run...
8 Jul 1973
સમય ની પોકાર
8 July 1973 · ગુજરાતી
તમે બધાં ક્યાં બેઠા છો? શું બધાં મેળા માં બેઠા છો? આ છે પ્રેક્ટિકલ મેળો બીજા બધાં છે યાદગાર નાં મેળા. હમણાનાં આ મધુર મિલનનાં મેળા થી, અનેક સ્થાનો પર અને અનેક નામો થી મેળા મનાવવામાં આવે છે. મેળામાં વિશેષ મિલન થાય છે. મેળો અર્થાત્ મિલન. આ મિલન અર્થાત્ કયો મેળો? આ સમયે મુખ્ય મેળો છે આત્મા રુપ થી પરમાત્મા બાપ સાથે મળવાનો અથવા એમ કહેવાય કે આત્મા અને પરમાત્મા નો મેળો. ન ફક્ત એક સંબંધ થી, પણ સર્વ સંબંધો થી, સર્વ સંબંધી બાપ થી મળવાનો મેળો છે અથવા સર્વ-પ્રાપ્તિઓનો આ મેળો છે. એક સેકન્ડમાં સર્વ-સંબંધો થી સર્વ-સંબંધી બાપ થી મિલન મનાવવા થી પ્રાપ્તિ સ્વતઃ થઈ જાય છે અને બીજા મેળા તો ખર્ચો કરાવે છે પણ આ મેળો સર્વ પ્રાપ્તિ કરાવે છે અને બીજા મેળામાં જો કંઈ પ્રાપ્તિ પણ કરશો તો પણ કંઈક આપી ને પ્રાપ્ત કરી શકશો પરંતુ અહીંયા શું આપો છો? જેને સંભાળી નથી શકતાં, તમે એ જ આપો છો ને? અહિયાં કોઈ સારી વસ્તુ આપો છો શું? જે વસ્તુઓને આપ સંભાળી નથી શકતાં તમે એ જ તો બાપ ને આપો છો, એનાંથી બાપ ને શું બનાવી દીધાં? સેવાધારી બનાવ્યાં છે ને?
જેમ કે પોતાની વસ્તુઓ ને સંભાળવા માટે કોઈ સરવન્ટ (નોકર) ને રખાય છે. બાપ ને આપો પણ એ જ છો જેનું તમે કંટ્રોલ (નિયંત્રણ) કરી નથી શકતાં બાકી બાપ ને બીજું કંઈ આપ્યું છે શું? કીચડ પટ્ટી આપીને જો પદમો ની પ્રાપ્તિ થઈ જાય તો એને આપવું કહેશો કે લેવું? એને લેવું કહેશું ને? તો બીજા બધાં મેળાઓમાં આપવાનું હોય છે અને એમાં જો કાંઈ આપીને કાંઈ લીધું હોય તો તે શું મોટી વાત છે. પરંતુ આ મેળો સર્વ પ્રાપ્તિઓ લેવાનો મેળો છે. જે ઈચ્છો અને જેટલું ઈચ્છો એટલું પ્રાપ્ત કરી શકો છો. તો એવો સર્વ-પ્રાપ્તિઓ નો મેળો ક્યારેય ક્યાંય જોયો છે? એવાં મેળા પર આપ બધાં આવ્યાં છો, તો મેળામાં એક તો હોય છે મિલન અને બીજું શું હોય છે? બીજા મેળાઓમાં તો મેલા (ગંદા) બનો છો અને અહીંયા શું બનો છો? સ્વચ્છ. સ્વચ્છ તો બની ગયાં છો ને કે હજું સુધી સ્વચ્છ બની રહ્યાં છો? સ્વચ્છ બન્યાં પછી શું થાય છે? શ્રુંગાર થાય છે અને તિલક લગાવાય છે. હવે સદા સ્મૃતિ નું તિલક સ્વયં ને લગાડો છો અને દિવ્ય ગુણોનાં ઘરેણાઓથી પોતાને સજાવો છો? તો મેળામાં મળવાનું થયું, અને મનાવવાનું પણ થયું. અને સાથે-સાથે મેળામાં રમત-ગમત પણ હોય છે. મેળો અને ખેલ સાથે-સાથે જ હોય છે. તો ‘મેળો અને ખેલ’ - આ બંને શબ્દો સદા યાદ રાખશો તો તમારી કઇ સ્ટેજ (સ્થિતિ) બની જશે?
જો ક્યારેય પણ સ્થિતિ ડગમગ થાય છે તો એનું કારણ છે કે મેળો અર્થ મિલન, એનાંથી બુદ્ધિને કિનારે કરી દો છો; અર્થાત્ મેળા થી નીકળી જાઓ છો અને એને ખેલ નથી સમજતાં. તો મેળો અને ખેલ આ બે શબ્દ સદા યાદ રાખો. મેળામાં બધી વાતો આવી જાય છે. જેવી રીતે પહેલાં કહ્યું છે ને કે મિલન કઇ-કઇ વાતોનું થાય છે? મેળો શબ્દ યાદ આવવાથી સંસ્કારો નું મિલન, બાપ અને બાળકો નું મિલન અને સર્વ-સંબંધો થી સદા પ્રાપ્તિઓ નું મિલન, બધું જ આ મેળામાં આવી જાય છે. આ સૃષ્ટિ એક ખેલ છે, એ તો મુખ્ય વાત છે. પરંતુ આ માયા ની ભિન્ન-ભિન્ન પરીક્ષાઓ તથા પરિસ્થિતિઓ જે આવે છે એ પણ આપ લોકો માટે એક ખેલ છે. જો એને ખેલ સમજો તો, ખેલ માં ક્યારેય પરેશાની નહીં થશે, હસતાં રહેશો. તો પરીક્ષાઓ પણ એક ખેલ છે. ત્રીજી વાત ખેલ સમજવાથી ભિન્ન-ભિન્ન વેરાયટી (વિવિધ) સંસ્કારો નાં પાર્ટ જુઓ છો, એ પાર્ટધારીઓનો આ બેહદનાં ખેલ માં એવો પાર્ટ, ખેલ નોંધાયેલો છે. આ સ્મૃતિમાં આવવાથી ક્યારેય અવસ્થા ડગમગ નહીં થશે. સદૈવ એકરસ અવસ્થા રહેશે. જ્યારે સ્મૃતિમાં રહેશે કે આ વેરાઈટી પાર્ટ ડ્રામા અર્થાત્ ખેલ છે તો વેરાઈટી ખેલ માં પાર્ટ ન હોય, એવું ક્યારેય થઈ શકે શું? જ્યારે નામ જ છે વેરાઈટી ડ્રામા. જેવી રીતે હદનાં સિનેમા માં ભિન્ન-ભિન્ન નામ થી ભિન્ન-ભિન્ન ખેલ થાય છે. સમજો નામ જ છે - ખૂને નાહક ખેલ - પછી એમાં જો કોઈ ભયાનક કે દર્દનાક સીન (દૃશ્ય) જુઓ તો વિચલિત થશો શું? કારણ કે સમજો છો કે ખેલ જ ખૂને નાહક નો છે ને? પહેલેથી જ એવું સમજીને પછી એને જોશો. એવી જ રીતે સમજો કોઈ લડાઈ, ઝઘડા, ક્રોધી ની સ્ટોરીઝ (વાર્તાઓ) છે તો એને જોઈને હસશો કે રડશો? જરુર હસશો ને? કારણ કે જાણો છો કે આ એક ખેલ છે. એવી જ રીતે આ બેહદનાં ખેલ નું નામ છે - વેરાઈટી ડ્રામા અર્થાત્ ખેલ. તો તેમાં વેરાઈટી સંસ્કાર અને વેરાઈટી સ્વભાવ કે વેરાયટી પરિસ્થિતિ જોઈને ક્યારેય વિચલિત થશો શું? કે એને પણ સાક્ષી થઈ એકરસ સ્થિતિ માં સ્થિત થઈને જોશો? તો જો આ સમજો કે યાદ રાખો કે આ એક વેરાઈટી ખેલ છે તો જે પુરુષાર્થ કરવામાં મુશ્કેલી સમજો છો, શું તે સહજ નહીં થઈ જશે?
આ બે શબ્દો પણ ભૂલી જાઓ છો, મેળા ને પણ અને ખેલ ને પણ ભૂલી જાઓ છો અને ભુલવાથી સ્વયં ને હેરાન કરો છો. કારણ કે સ્મૃતિ અર્થાત્ સાક્ષીપણા ની સીટ (સ્થાન) છોડી દો છો. સીટ ને છોડીને જો કોઈ ડ્રામા જુએ તો પછી એનાં શું હાલ થશે? તો સીટ પર સેટ (સ્થિત) થઈને વેરાઈટી ડ્રામા ની સ્મૃતિ રાખતાં, જો એક-એક પાર્ટધારી નો દરેક પાર્ટ ને જુઓ તો સદા હર્ષિત રહેશો. મુખ થી વાહ-વાહ નીકળશે. વાહ! મીઠો ડ્રામા! આ શું થયું, કેમ થયું, એવું નહીં નીકળશે પરંતુ વાહ-વાહ શબ્દ મુખ થી નીકળશે અર્થાત્ સદૈવ ખુશીમાં ઝૂમતા રહેશો. સદા પોતાને માસ્ટર સર્વશક્તિમાન અનુભવ કરશો. શું સ્વયં ને પ્રેક્ટિકલ માં એવાં અનુભવ કરો છો?
મેળામાં થી બહાર નીકળી જાઓ છો તો હેરાન થઈ જાઓ છો અને જ્યારે હાથ છોડી દો છો તો પણ હેરાન છો. એવી જ રીતે તમે અહીંયા પણ બાપ નો હાથ છોડી દો છો. “હાથ છોડી દેવો” શું એનો અર્થ સમજો છો? બાપ ને સ્થૂળ હાથ તો છે જ નહીં. ‘શ્રીમત’ છે હાથ અને ‘બુદ્ધિયોગ’ છે સાથ. તો મેળામાં જ્યારે હાથ અને સાથ બંને છોડી દો છો અર્થાત્ બાપ થી કિનારો કરી દો છો ત્યારે પરેશાન થાઓ છો. હાથ અને સાથ જો ન છોડો તો સદા ખુશી માં રહેશો એટલે હવે સદૈવ મેળો અને ખેલ સમજીને પોતાનો પાર્ટ અને બીજાનાં પાર્ટ ને જુવો. આ તો સહજ વાત છે અને કોમન (સામાન્ય) અર્થાત્ જૂની વાત છે. જૂની વાતને નિરંતર બનાવી છે કે ક્યારેક-ક્યારેક ભૂલી જાઓ છો અથવા ક્યારેક સમય પર યાદ કરો છો? આ એટલે બતાવ્યું છે કે જો બે શબ્દ પણ નિરંતર યાદ રાખો તો નિરંતર ખુશી અને નિરંતર શક્તિ સ્વરુપ માં રહી શકો છો. હવે સમય નાની-નાની વાતો કે સાધારણ સંકલ્પો કે વિઘ્નો માં ખોવાનો નથી. હવે તો માસ્ટર રચયિતા બની પોતાનાં ભવિષ્યની પ્રજા અને ભક્તો બંને ને પોતાની પ્રાપ્ત કરેલી શક્તિઓ દ્વારા વરદાન દેવાનો સમય આવી ગયો છે. હમણાં આપવાનો સમય છે, ન કે સ્વયં લેવાનો સમય છે. જો આપવાનાં સમયે પણ કોઈ લેતાં રહ્યાં તો આપશો ક્યારે? શું સતયુગ માં? ત્યાં આવશ્યકતા હશે શું? તો હમણાં જ પોતાની રચના ને ભરપુર કરવાનો સમય છે. હમણાં પોતાનાં પ્રતિ સમય ખોવાનો અને પોતાનાં પ્રતિ સર્વ-શક્તિઓનો પ્રયોગ કરીને એમાં જ સર્વ-શક્તિઓને સમાપ્ત કરી દો અર્થાત્ જે કમાવ્યું એ જ ખાધું એવું કરવાનો સમય નથી. પહેલાં સમય હતો કે કમાવ્યું અને ખાધું. પણ હવે સમય કયો છે? જે જમા કર્યુ છે એને સર્વ આત્માઓ પ્રતિ આપવાનો સમય છે. નહીં તો તમારી પ્રજા અથવા ભક્ત પ્રાપ્તિઓથી વંચિત રહી જશે અને એ ભિખારી નાં ભિખારી જ રહી જશે. તો શું દાતા અને વરદાતા નાં બાળકો, વરદાતા અને દાતા નહીં બનશો? જે સમયે સર્વ-આત્માઓ તમારી સામે ભિખારી બની ને લેવાં આવશે તો શું રહેમદિલ બાપનાં બાળકો સર્વ આત્માઓ પ્રતિ રહેમ નહીં કરશે? શું એ સમયે એનાં ઉપર દયા નહીં આવશે? શું એને તડપતાં જોઈ શકશો?
લૌકિક રુપમાં પણ હદનાં રચયિતા પોતાની રચના ને દુઃખી અથવા તડપતા નથી જોઈ શકતાં. તો હવે તમે પણ માસ્ટર રચયિતા છો ને? અથવા આ બાપ નું જ કામ છે કે તમારું પણ કામ છે? જ્યારે આપ લોકો પણ બધાં માસ્ટર રચયિતા છો તો માસ્ટર રચયિતા પોતાની રચના ને દુઃખી કે વિલાપ માં ક્યારેય જોઈ નહીં શકે. એ સમયે એને કંઇક આપવું પડશે. જો હમણાંથી જ સ્ટોક ભેગો નહીં કરશો અને જે કમાવ્યું, એને ખાધું અને ખતમ કરતાં રહેશો, તો એમને આપશો શું? હવે પોતાનો પોતામેલ જોવાનો છે. વર્તમાન સમયનાં પ્રમાણે માસ્ટર રચયિતાએ કયો પોતામેલ જોવાનો છે? કઈ-કઈ ભૂલ કરી આ તો બાળપણ નો પોતામેલ છે પણ માસ્ટર રચયિતા એ પોતાનો કયો ચાર્ટ ચેક કરવાનો છે? આપ દરેક શક્તિ ને સામે રાખીને પોતામેલ જુઓ કે આજનાં દિવસમાં સર્વ શક્તિઓ માંથી કઈ શક્તિ અને કેટલી ટકાવારી માં શક્તિ જમા કરી. હવે જમા નાં ખાતાનો પોતામેલ જોવાનો છે. ખર્ચા ને ફુલ સ્ટોપ (પૂર્ણ વિરામ) કરવાનું છે. હજું સુધી પણ પોતાનાં પ્રતિ ખર્ચ કરતાં રહેશો શું? બીજાને આપવું - એ ખર્ચો નથી. એ તો એક આપવું અને લાખ પામવાનું છે. એ ખર્ચનાં ખાતામાં નથી. એ તો જમા નાં ખાતામાં જશે. જ્યારે પોતાનાં વિઘ્નો નાં પ્રતિ શક્તિ નો પ્રયોગ કરો છો એ થાય છે ખર્ચ. જ્યારે કોઈ વિઘ્ન પડે છે તો એને સમાપ્ત કરવામાં જે સમય ખર્ચ કરો છો અથવા તો જે જ્ઞાન ધન નો ખર્ચ કરો છો તો આ બધાં ખર્ચા થી બચવું પડે.
જેવી રીતે આ ગવર્મેન્ટ પણ આજકાલ બચત ની સ્કીમ (યોજના) બનાવે છે. તો ઓલ્માઈટી ગવર્મેન્ટ (ઈશ્વરીય સરકાર) પણ બધાં બાળકો ને ઓર્ડર કરે છે કે હવે બચત ની સ્કીમ બનાવો. ખર્ચા ને ફુલ સ્ટોપ લગાવો. હવે તો આપતાં રહો, હજું લેવાનું કાંઈ રહ્યું છે શું? જો રહ્યું છે તો એનાંથી સિદ્ધ થાય છે કે બાપે પૂરો વારસો દીધો નથી. પરંતુ બાપે પોતાની પાસે કંઈ રાખ્યું જ નથી. એ તો એક સેકન્ડમાં પૂરો જ વારસો આપી દે છે. કંઈ પણ લેવાનું રહેતું જ નથી. તો હવે બચત કરતાં આવડશે ને, કે ખર્ચ કરવાની આદત પડી ગઈ છે? ઘણાં લોકો એવાં હોય છે જેમને જમા કરતાં આવડતું જ નથી. જમા કરી જ નથી શકતાં અને વધારે જ ખર્ચો કરતાં-કરતાં ઉધાર લેવાની આદત પડી જાય છે. અહીંયા પણ જ્યારે પોતાની શક્તિ ખર્ચ કરી દો છો ત્યારે કહો છો કે ફલાણી દીદી, દાદી અથવા બાપદાદા કંઈક આપી દે. ઉધાર લઈ લો છો. પહેલાં વિચારો કે અમે કોનાં બાળકો છીએ? અખુટ ખજાનાનાં માલિક નાં બાળકો છીએ. નશો છે ને ? જ્યારે અખુટ ખજાના નાં બાળક સો માલિક છો અને પછી બીજાઓથી શક્તિઓ ઉધાર લો એને શું કહેવાય? બહુ સમજદાર? એવાં બહુ સમજદાર તો ક્યારેક નથી બનતાં ને? શું બચત કરવાની યુક્તિઓ અથવા બચત કરવાની સ્કીમ જાણો છો? બચત કરવાનો પણ સૌથી સહજ અને શ્રેષ્ઠ માર્ગ કયો છે, જેનાંથી સર્વ શક્તિઓની બચત કરી શકો? બજેટ પણ કેવી રીતે બનાવશો? પહેલાં બનાવશો ત્યારે તો ચેક કરશો ને? કેવી રીતે બનાવો કે જેનાથી ઓટોમેટિકલી (આપોઆપ) જમા થાય? બજેટ બનાવવું અર્થાત્ પોતાની બુદ્ધિ નું, વાણી નું અને પછી કર્મ નું, બધાનો પોતાનાં દરેક સમય નો પ્રોગ્રામ ફિક્સ (નક્કી) કરો.
જેવી રીતે બજેટ બનાવો છો તો એમાં ફિક્સ કરો છો ને કે આટલો ખર્ચ આનાં પર કરશું. આ નક્કી કરેલ અનુસાર જ પછી ખર્ચો કરવાનો હોય. ત્યારે બજેટ પ્રમાણે કાર્ય સફળ થઈ શકે છે. તો બજેટ બનાવવું અર્થાત્ અમૃતવેલા ઉઠી ને રોજ પોતાની બુદ્ધિનાં પ્લાન નો, વાણી દ્વારા શું-શું કરવાનું છે અને કર્મ દ્વારા શું-શું કરવાનું છે એ બધું ફિક્સ કરો અર્થાત્ પોતાની ત્રણેય પ્રકારની રોજ ની ડાયરી બનાવો. તો રોજ ડાયરી બનાવવાથી જે બુદ્ધિનાં પ્રતિ કર્તવ્ય ફિક્સ કર્યું છે એ પછી ચેક કરવું પડે કે મેં જેવું બજેટ બનાવ્યું શું એ પ્રમાણે જ કાર્ય કર્યું? અથવા બજેટ એક અને પ્લાન બીજો તો નથી ને? તો પોતાની સર્વ શક્તિઓ ને જમા કરવાની સહજ યુક્તિ છે રોજ પોતાનો મન્સા, વાચા, કર્મણા નો પ્લાન બનાવો. બુદ્ધિ ને આખાં દિવસમાં કયા કાર્યમાં બીઝી (વ્યસ્ત) રાખવાની છે, જો એ પણ અમૃતવેલાએ ફિક્સ કરો તો પછી બધું વ્યર્થ ખતમ થઈ જશે. વ્યર્થ ખતમ કર્યું તો સમર્થ બની જશો. વ્યર્થ ને સમાપ્ત કરવા માટે પ્લાનિંગ બુદ્ધિ બનો. પ્લાનિંગ બુદ્ધિ બનવાથી પોતાની સર્વ શક્તિઓ ને જમા કરી શકશો. કારણ કે જે પણ શક્તિઓ ખર્ચ કરો છો એ બધું વ્યર્થ ખર્ચ કરો છો. જો વ્યર્થ નું ખાતું જ સમાપ્ત થઈ જશે તો બચત ઓટોમેટિકલી થઈ જશે અને સમાપ્ત કરવા માટે રોજ ની ડાયરી બનાવો. આ રીતે પોતાનાં સમય ને પણ ફિક્સ કરો કે આજનાં દિવસે બુદ્ધિમાં વિશેષ કયો સંકલ્પ રાખવો અથવા આજે વાણી દ્વારા કયું કર્તવ્ય કરશો? એ ફિક્સ હોવાથી સાધારણ અને વ્યર્થ બોલ જે એનર્જી ને વેસ્ટ (વ્યર્થ) કરે છે એ બધું બચી જશે. જો વેસ્ટ નહીં કરો તો એ બેસ્ટ (સર્વોત્તમ) બની જશે. વેસ્ટ કરવાવાળા ક્યારેય બેસ્ટ નથી બની શકતાં. બધી વાતોને જુઓ અને પોતાની બચત ની સ્કીમ ને વધારો ત્યારે જ માસ્ટર રચયિતા બની શકશો. હમણાં માસ્ટર રચયિતા બનીને રચનાની પાલના કરવાનું (સંભાળવાનું) સામર્થ્ય નથી આવ્યું. માસ્ટર રચયિતા નહીં બનશો તો શું બનવું પડશે? જો કોઈને સંભાળતાં નથી આવડતું તો કોઈનાં સંભાળવા પર ચાલવું પડશે ને. તો માસ્ટર રચયિતા ને બદલે રચના બનવું પડે. બનવું તો માસ્ટર રચયિતા છે ને? ફક્ત બે શબ્દ જે સાંભળ્યાં - ‘મેળો અને ખેલ’ સદૈવ એને સ્મૃતિમાં રાખો તો પણ બચત ની સ્કીમ થઈ જશે. વ્યર્થ સંકલ્પ, વ્યર્થ સમય અને શક્તિ જે ખર્ચ કરી દો છો એ બચી જશે. આનાં માટે ફક્ત પોતાનાં નિયમો દૃઢ રાખો. વિચારો છો કે આવું કરશું પણ નિયમિત રુપ થી નિયમ બનાવતાં નથી. એક મહિનો જોશ માં રહો છો અને પછી માયા નું આવવાનું શરું થઈ જાય છે અથવા માયા બેહોશ કરીને કામ શરું કરી દે છે. એટલા માટે શું કરવું પડે?
જેમ જુઓ જ્યારે કોઈ હોશમાં નથી આવતું, એનાં માટે ઈન્જેકશન પાછળ ઈન્જેકશન લગાવતાં રહે છે અથવા જ્યારે કોઈ ઓપરેશન કરે છે તો એને જોઈને ફીલિંગ ન આવે, એટલે પણ ઈન્જેકશન લગાડતાં રહે છે. તો જે સમયે અનુભવ કરો છો કે હવે જોશ બેહોશી નાં રુપ માં જઈ રહ્યું છે અર્થાત્ માયાનું જોશ શરું થઈ ગયું છે તો કયું ઈન્જેકશન લગાવવાનું? અટેન્શન (સાવચેતી) અને ચેકિંગ (ચકાસણી) તો છે જ. પરંતુ એની સાથે-સાથે અમૃતવેલાએ પાવર હાઉસ (શક્તિ શ્રોત) પાસે થી ફુલ પાવર લેવાનો જે નિયમ છે એને ઘડી-ઘડી ચેક કરો. આ જ મોટામાં મોટું ઇન્જેક્શન છે. અમૃતવેલાએ બાપ થી કનેકશન (સંબંધ) જોડી લો તો આખો દિવસ માયાની બેહોશી થી બચીને રહેશો. આ ઇંજેક્શન ની કમી છે. કનેક્શન ઠીક હોવું જોઈએ. એવું નહીં કે ઉઠી ને બેસી જવાનું. ઉઠી ને બેસી ગયાં, એ નિયમનું પાલન કર્યું પણ કનેક્શન ઠીક છે અર્થાત્ પ્રાપ્તિઓ નો અનુભવ થાય છે? જો ઇન્જેક્શન લગાવ્યું પણ શક્તિનો અનુભવ ન થાય તો સમજવાનું કે ઇન્જેક્શને પૂરું કામ નથી કર્યું . એ જ પ્રકારે અમૃતવેલા નું કનેક્શન અર્થાત્ સર્વ શક્તિઓનો અને સર્વ પ્રાપ્તિઓનો અનુભવ થવો, આ મોટા માં મોટું ઇન્જેક્શન છે.
પહેલાં એ ચેક કરો કે - અમૃતવેલા આદિકાળ થી ઠીક છે ? જો આદિકાળ ઠીક નહીં હશે તો મધ્ય અને અંત પણ ઠીક નહીં હોય. જો આદિકાળ માં અનુભવ કરવાનો અભ્યાસ નથી તો સૃષ્ટિનાં આદિ અથવા આદિકાળ માં સર્વ સુખોનો અનુભવ નહીં કરી શકો. જેવી રીતે આખાં દિવસ નો આ આદિકાળ છે, તો એ આદિકાળ ને છોડી જો થોડા સમય પછી અથવા થોડાક કલાક પછી જાગો છો અને બેસો છો કે કનેક્શન જોડો છો તો જેટલું અહીંયા લેટ (મોડું), એટલું ત્યાં લેટ. કારણ કે બાપદાદા થી બાળકોનાં મિલન નો, સમય તો એ જ છે. એમાં પહેલો ચાન્સ બાળકોનો છે. પછી છે ભક્તો નો સમય. જો ભક્તોનાં સમયમાં પણ કનેક્શન જોડ્યું તો બાળકો જેવું વરદાન નથી પામી શકતાં. એટલે આ કાળનું એ કાળ થી કનેક્શન છે. સૌથી મોટા બજેટ ની પહેલી-પહેલી આઈટમ (વાત) તો આ રહી. અમૃતવેલા અર્થાત્ આદિકાળ. એ સમયે પોતાને ચેક કરો કે અમે આદિકાળમાં આવવા વાળા છીએ કે પછી થોડા જન્મ પછી આવવા વાળા છીએ? અહીંયા નાં કલાકો અને ત્યાં નાં જન્મ. જેટલાં અહીંયા કલાકો ઓછાં એટલા ત્યાં જન્મ ઓછાં થતાં જશે. કમજોરી આ જ છે. બેસી તો જાય છે બધાં. એ સમય નું દૃશ્ય જુઓ તો બહુ મજા આવશે. એ સમયે દૃશ્ય એવું હોય છે કે જેવું કે જયપુર માં એક હઠયોગીઓનું મ્યુઝિયમ (સંગ્રહાલય) છે. ભિન્ન-ભિન્ન પ્રકારનાં હઠયોગ દેખાડ્યાં છે. તો અમૃતવેલા પણ એ સમય નું દૃશ્ય એવું હોય છે કે કોઈ હઠ થી ઊંઘ ને કંટ્રોલ કરે, તો કોઈ મજબૂરી થી ટાઇમપાસ કરે અને કોઈ ઉલ્ટા લટકેલાં હોય છે. અર્થાત્ જે કાર્ય નાં માટે બેસે છે તે એમનાંથી થતું નથી. જેવી રીતે એ હઠયોગીઓને દેખાડે કે કોઈ એક પગ પર, કોઈ ઉલ્ટા અને કોઈ કેવી રીતે હોય છે. અહીંયા પણ એ સમય નું દૃશ્ય એવું હોય છે. કોઈ એક સેકન્ડ તો સારી વ્યતીત કરે છે, પણ પછી બીજી સેકન્ડે જુઓ તો એક પગ પર રહેતાં-રહેતાં તો બીજો પગ પછી પડી જાય છે. વિચારે છે આજનાં દિવસે જમા કરશું પરંતુ થતું નથી. એ દૃશ્ય પણ જોવામાં આવે છે. કોઈ સૂતા-સૂતા પણ યોગ કરે છે. જેવી રીતે એ લોકો જિદ્દ કરે છે - કાંટાઓ પર સુવે છે. અહીંયા શેષ સૈયા પર સૂવે છે. અહીંયા નાં એ સમયનું પોઝ (દૃશ્ય) પણ વન્ડરફુલ (આશ્ચર્યજનક) હોય છે. એટલે કહ્યું છે કે અમૃતવેલા નાં મહત્વ ને જાણીને એને જીવનમાં લાવવાથી મહાન બની શકો છો. જો અમૃતવેલાએ પોતાનો પ્લાન નહીં બનાવશો તો પ્રેક્ટિકલ માં શું લાવશો?
કોઈ લૌકિક કાર્ય પણ ત્યારે સફળ થાય છે જ્યારે પૂરો પ્લાન બનાવે છે. જો પ્લાન નથી બનાવ્યો તો સફળતા નહીં મળે. આ પ્રકારે અમૃતવેલાએ પોતાનો પ્લાન ફિક્સ નહીં કરો તો મન, વાણી અને કર્મ દ્વારા જે સફળતા મળવી જોઈએ એ નહીં મળે. હવે આ મહત્વ ને જાણીને મહાન બનો. હવે તો સ્પષ્ટ સંભળાવ્યું ને કે હવે બાકી કયો પુરુષાર્થ રહી ગયો છે? તો અમૃતવેલા ઠીક કરશો તો બધું ઠીક થઈ જશે. જેવી રીતે અમૃત પીવાથી અમર બની જાય છે. તો અમૃતવેલા ને સફળ કરવાથી અમર ભવ નું વરદાન મળી જાય છે. પછી આખો દિવસ કોઈ પણ પરિસ્થિતિ થી મૂંઝાશો નહીં. સદા હર્ષિત રહેવામાં અને સદા શક્તિશાળી બનવામાં અમર રહેશો. અમૃતવેલા થી અમર ભવ નું વરદાન મળે છે, એ જો નથી લેતા તો પછી મહેનત બહુ જ કરવી પડે છે. મહેનત અને ખર્ચો બંને કરો છો. નહીં તો અમર ભવ નાં વરદાનો થી મહેનત અને ખર્ચો બંને થી બચી જશો. અચ્છા!
એવાં સદા બાપ સાથે રહેવા વાળા અને સદા દરેક સંકલ્પ, દરેક સંકલ્પ માં મિલન મનાવવા વાળા, એક સંકલ્પ અને એક સેકેન્ડ પણ મેળા થી અલગ નહીં થવાવાળા, સદૈવ સાક્ષી અને સ્મૃતિ ની સીટ પર સેટ થઈ ને દરેક દૃશ્ય જોવા વાળા ખેલાડી અને જોવા વાળા તીવ્ર પુરુષાર્થી, એક સેકન્ડ માં સંકલ્પ અને સ્વરુપ બનાવવા વાળા અર્થાત્ જે સંકલ્પ કર્યો એ જ સ્વરુપ એવાં તીવ્ર પુરુષાર્થી અમરભવ નાં વરદાની બાળકોને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ.
અવ્યક્ત વાણી નો સાર
* મેળો અને ખેલ સદા યાદ રાખો તો સ્થિતિ ડગમગ નહીં થશે.
* સીટ ને છોડીને જો કોઈ ડ્રામા જુએ તો શું હાલ થશે? તો સીટ પર સેટ થઈને વેરાઈટી ડ્રામાની સ્મૃતિ રાખીને જો એક-એક પાર્ટધારી નાં દરેક પાર્ટ ને જુઓ તો સદૈવ હર્ષિત રહેશો, અને મુખ થી વાહ-વાહ નીકળશે.
* માસ્ટર રચયિતાએ પોતાનો કયો પાર્ટ ચેક કરવાનો છે કે આજનાં દિવસમાં સર્વ સર્વશક્તિઓ માંથી કઈ શક્તિ અને કેટલી ટકાવારી માં શક્તિ જમા કરી છે? હવે જમા કરવાનાં ખાતાને ચેક કરવાનું છે.
* વેસ્ટ (વ્યર્થ) કરવાવાળા ક્યારેય બેસ્ટ (સર્વોત્તમ) નથી બની શકતાં.