યોગયુક્ત થવાથી સ્વતઃ યુક્તિ-યુક્ત સંકલ્પ, બોલ અને કર્મ હશે
જેમ શારીરિક મિલિટરી (લશ્કર) નાં માર્શલ ઓર્ડર કરે છે - એક સેકન્ડમાં જ્યાં છો, જેમ છો ત્યાં જ ઉભાં રહી જાઓ. જો તેઓ આ ઓર્ડર ને વિચારવામાં અને સમજવામાં જ સમય લગાડી દે તો એનું રીઝલ્ટ (પરિણામ) શું હશે? વિજય નો પ્લાન (યોજના) પ્રેક્ટિકલ (વ્યવહાર) માં નથી આવી શકતો. એવી જ રીતે સદા વિજયી બનવાવાળા ની વિશેષતા એ જ હોય છે કે એક સેકન્ડમાં પોતાનાં સંકલ્પ ને સ્ટોપ (બંધ) કરી દેવાં. કોઈ પણ સ્થૂળ કાર્ય અથવા જ્ઞાનનું મનન કરવામાં બહુ જ બીઝી (વ્યસ્ત) હોય પરંતુ એવાં સમયમાં પણ પોતે પોતાને એક સેકન્ડમાં સ્ટોપ કરી દેવું.
જેમ એ લોકો જો બહુ ઝડપ થી દોડે છે અથવા કશ્મકશ નાં યુદ્ધમાં ઉપસ્થિત છે, તેઓ એવાં સમય માં પણ સ્ટોપ કહેવાથી સ્ટોપ થઈ જશે. એવી જ રીતે જયારે કોઈ સંકલ્પ નથી ચાલતાં અથવા એ ઘડીએ મનન કરવાનાં બદલે બીજ રુપ અવસ્થામાં સ્થિત થઈ જવાનું હોય તો સેકન્ડમાં સ્ટોપ થઇ શકો છો? જેવી રીતે સ્થૂળ કર્મેન્દ્રિયો ને એક સેકન્ડમાં જ્યાં અને જેવી રીતે કરવાં ઈચ્છો એ રીતે કરી શકો છો, અધિકાર છે ને એનાં ઉપર? એવી રીતે બુદ્ધિ ઉપર અને સંકલ્પો ઉપર પણ અધિકારી બન્યાં છો? ફુલ સ્ટોપ (પૂર્ણ વિરામ) કરવા ઈચ્છો તો કરી શકો, શું એવો અભ્યાસ છે? વિસ્તાર માં જવાનાં બદલે એક સેકન્ડમાં ફુલ સ્ટોપ થઈ જાય એવી સ્થિતિ સમજો છો? જેવી રીતે ડ્રાઈવિંગ નું લાયસન્સ લેવાં જાય છે તે વખતે એ લોકો જાણી જોઈને વધારે સ્પીડ (ગતિ) કરાવે અને પછી ફુલ સ્ટોપ કરાવે અથવા બેક (પાછળ) કરાવે છે. એ પણ પ્રેક્ટિસ (અભ્યાસ) છે ને? તો પોતાની બુદ્ધિને ચલાવવાની અને રોકવાની પ્રેક્ટિસ પણ કરવાની છે. કમાલ ત્યારે કહેવાશે જ્યારે એ સમય પર એક સેકન્ડમાં સ્ટોપ થઈ જાઓ. નિરંતર વિજયી એ છે જેમનાં યુક્તિ-યુક્ત સંકલ્પ, યુક્તિ-યુક્ત બોલ, યુક્તિ-યુક્ત કર્મ હોય અથવા જેમનાં એક પણ સંકલ્પ વ્યર્થ ન હોય. એવું ત્યારે થશે જ્યારે આ પ્રેક્ટિસ હશે - સમજો કોઈ એવી સર્વિસ (સેવા) છે જેમાં ફુલ (સંપૂર્ણ) વિજયી થવાનું હોય છે તો એ સમયે પણ સ્ટોપ કરવાનો અભ્યાસ કરો.
હવે સમય એવો આવી રહ્યો છે જે પૂરા ભંભોર ને આગ લાગશે. એ આગ થી બચાવવા માટે મુખ્ય બે વાતો આવશ્યક છે. જ્યારે વિનાશની આગ ચારે તરફ લાગશે એ સમયે આપ શ્રેષ્ઠ આત્માઓનું પહેલું કર્તવ્ય છે - શાંતિ નું દાન અર્થાત્ સફળતા નું બળ આપવાનું. એનાં પછી શું જોઈશે? પછી જેની જે આવશ્યકતા હોય એ પૂર્ણ કરાય છે. તમારે લોકોએ એ સમયે તેઓની કઈ આવશ્યકતા પૂર્ણ કરવી પડશે? તે સમયે દરેકને અલગ-અલગ શક્તિની આવશ્યકતા હશે, કોઈ ને સહનશક્તિની આવશ્યકતા હશે, કોઈ ને સમેટવાની શક્તિની આવશ્યકતા હશે, તો કોઈ ને નિર્ણય કરવાની શક્તિની આવશ્યકતા હશે અને કોઈને મુક્તિની આવશ્યક્તા હશે. જેની જે આશા હશે એ પૂર્ણ કરવા માટે બાપનાં પરિચય દ્વારા એક સેકન્ડમાં અશાંત આત્મા ને શાંત કરવાની શક્તિની પણ એ સમયે આવશ્યકતા હશે. તો આ બધી શક્તિઓ હમણાંથી જ ભેગી કરવાની છે, નહીંતર એ સમયે જીવદાન કેવી રીતે આપી શકશો? આખાં વિશ્વની સર્વ આત્માઓને શક્તિઓનું દાન આપવું પડશે. એટલો સ્ટોક જમા કરવાનો છે જે સ્વયં પણ પોતાને શક્તિનાં આધાર પર ચલાવી શકો અને બીજાઓને પણ આપી શકો. કોઈ પણ વંચિત ન રહે. એક આત્મા પણ જો વંચિત રહી તો એનો બોજ કોના પર આવશે? જે નિમિત્ત બન્યાં છે - જીવદાન આપવા માટે. તો પોતાની દરેક શક્તિનાં સ્ટોક ને ચેક કરો. જેમની પાસે શક્તિઓનો સ્ટોક જમા છે એ જ લકી સ્ટાર્સ (ભાગ્યશાળી તારાઓ) નાં રુપમાં વિશ્વની આત્માઓની વચ્ચે ચમકતાં જોવામાં આવશે. તો હવે એવી ચેકિંગ કરવાની છે.
અમૃતવેલા થી ઉઠીને પોતાને અટેન્શન (સાવધાની) નાં પાટા ઉપર ચલાવવાનું છે. પાટા પર ગાડી ઠીક ચાલશે ને? તમારા ઉપર આખાં વિશ્વની જવાબદારી છે, ફક્ત ભારતની જ નહીં. શ્રેષ્ઠ આત્માઓનું દરેક કર્મ મહાન છે ને? તો આ ચેકિંગ (તપાસ) કરવાની છે. આખાં દિવસ માં કોઈ એવો બોલ તો નથી બોલ્યાં? કે મનસા માં કોઇ વ્યર્થ સંકલ્પ તો નથી ચાલ્યો કે કોઈ કર્મ ખોટું તો નથી કર્યું? દરેક સંકલ્પ પર પહેલાથી જ અટેન્શન રહે. યોગ-યુક્ત થવાથી ઓટોમેટિકલી (આપોઆપ) યુક્તિ-યુક્ત સંકલ્પ, બોલ અને કર્મ થશે. અચ્છા.
અવ્યક્ત વાણીનો સાર
* સદા વિજયી બનવાવાળા ની વિશેષતા એ જ હશે કે એક તે સેકન્ડમાં પોતાનાં સંકલ્પ ને સ્ટોપ કરી લેશે.
* નિરંતર વિજયી નાં યુક્તિ-યુક્ત સંકલ્પ, યુક્તિ-યુક્ત બોલ અને યુક્તિ-યુક્ત કર્મ હોય, એક પણ સંકલ્પ વ્યર્થ ન હોય. એ ત્યારે થશે જ્યારે પોતાની બુદ્ધિને ચલાવવની અને રોકવાની પ્રેક્ટિસ હશે.
* મહાવિનાશ નાં સમયે આપ શ્રેષ્ઠ આત્માઓનું પહેલું કર્તવ્ય છે શાંતિ નું દાન આપવાનું, અને દરેક આત્મા ને આવશ્યકતા અનુસાર શક્તિઓનું દાન આપવાનું.
* શ્રેષ્ઠ આત્માનું દરેક કર્મ મહાન હોય છે.
