Search for a command to run...
8 Oct 1975
માસ્ટર જ્ઞાન-સ્વરુપ બનવાની પ્રેરણા
8 October 1975 · ગુજરાતી
સ્વયં ને બાપદાદા નાં શૃંગાર, બ્રાહ્મણ કુળ નાં શૃંગાર, વિશ્વ નાં શૃંગાર, પોતાનાં ઘર નાં શૃંગાર સમજો છો? બાળકોને બાપ નાં મસ્તક નાં તાજ, ગળા નાં હાર માનવામાં આવે છે. એટલે બાપદાદા નાં શૃંગાર છો? પોતાનું ઘર પરમધામ અથવા શાંતિધામ માં પણ બધાં ચમકતાં તારાઓની સમાન આત્માઓની વચ્ચે વિશેષ ચમકતાં ઘર નાં શૃંગાર, સાકાર સૃષ્ટિ અર્થાત્ વિશ્વ ની અંદર વિશ્વ ડ્રામા (નાટક) ની અંદર હીરો પાર્ટધારી, વિશેષ પાર્ટ ભજવવા વાળી વિશેષ આત્માઓ છો, અર્થાત્ વિશ્વ નાં શૃંગાર છો. આવાં પોતાને શ્રેષ્ઠ શૃંગાર સમજીને ચાલો છો? આજે બાપદાદા પોતાનાં શૃંગાર ને જોઈ રહ્યાં હતાં, શું જોયું? સર્વ ને ચમકતી મણિઓ નાં રુપમાં જોયાં. રુપ સર્વનું ચમકતી મણિઓનું હતું પરંતુ નંબરવાર જરુર હોય જ છે. આજે ત્રણ રુપ નાં શૃંગાર માં મણિઓ ને જોઈ.
પહેલો શૃંગાર મસ્તક નાં તાજ માં મસ્તક ની વચ્ચે ચમકતી મણિઓ ને જોઈ. રુપ સર્વનું ચમકતી મણિઓ નું હતું. હવે આ ત્રણેય પ્રકારની મણિઓમાં પોત-પોતાની વિશેષતા જોઈ. પહેલાં નંબરની મણિઓ અર્થાત્ તાજ માં ચમકતી મણિઓની વિશેષતા એ હતી-આ સર્વ મણિઓ બાપ સમાન, માસ્ટર જ્ઞાન-સૂર્ય સમાન ચમકી રહી હતી. જેમ સૂર્યની કિરણો વિશ્વ ને પ્રકાશમય બનાવે છે, ચારેય ખૂણા નાં અંધકાર ને દૂર કરે છે એવી માસ્ટર જ્ઞાન-સૂર્ય સ્વરુપ મણિઓ દરેક પોતાની સર્વ શક્તિઓ રુપી કિરણો ચારેય તરફ ફેલાવવા વાળી જોઈ. દરેકની દરેક શક્તિ રુપી કિરણો બેહદ વિશ્વ સુધી પહોંચી રહી હતી - હદ સુધી નહીં, એક સુધી નહીં, અલ્પ આત્માઓ સુધી નહીં, પરંતુ વિશ્વ સુધી. સાથે-સાથે બાપ સમાન સર્વ ગુણો નાં માસ્ટર-સાગર. એની નિશાની દરેક મણિ ની અંદર સર્વ રંગ સમાયેલાં હતાં. એક માં સર્વ રંગોની ઝલક હતી. આવાં માસ્ટર ગુણો નાં સાગર, પોતાની સર્વ રંગો ની રંગત થી ચમકી રહેલાં તાજની શ્રેષ્ઠ શોભા હતી. તાજ ની અંદર મસ્તક વચ્ચે લટકી રહેલી આ મણિઓ બાપદાદા નાં વિશેષ શૃંગાર રુપમાં દેખાઈ.
આ વિશેષ મણિઓનું મસ્તક ની વચ્ચે લટકવાનું પણ રહસ્ય છે. આ વિશેષ મણિઓ સદા સાકાર રુપમાં મસ્તક વચ્ચે ચમકતી મણિ અર્થાત્ આત્મા સ્વરુપ માં સદા સ્થિત રહે છે. સાકાર સૃષ્ટિ માં રહેતાં બુદ્ધિ સદા બાપ ની યાદ, ઘર ની યાદ, રાજધાની ની યાદ અને ઈશ્વરીય સેવા ની યાદ માં લટકેલી રહે છે. એટલે એમનું સ્થાન પણ ઉચ્ચ સ્થિતિની નિશાની મસ્તક વચ્ચે લટકતું દેખાયું અને આવી આત્માઓ સદા ઊંચી સ્મૃતિ, ઊંચી વૃત્તિ, ઊંચી દૃષ્ટિ અને ઊંચી પ્રવૃત્તિમાં રહે છે. એટલે એમને ઊંચુ સ્થાન અર્થાત્ મસ્તક નો તાજ પ્રાપ્ત થયો છે. સૌથી ઊંચો શૃંગાર તાજ હોય છે. તાજ ઊંચાઈનું પણ ચિન્હ છે, સાથે-સાથે માલિકપણા નું પણ ચિન્હ છે અને સર્વ પ્રાપ્તિઓનું પણ ચિન્હ છે, અધિકારીપણા નું પણ ચિન્હ છે. આવી મસ્તક મણિઓ અથવા તાજ-નશીન મણિઓની વિશેષતા સાંભળી? આવી વિશેષ મણિઓ ખૂબજ થોડી જોવામાં આવી. આ હતી પહેલાં નંબરની મણિઓ અથવા પહેલાં નંબર નો શૃંગાર.
હવે બીજા નંબરનો શૃંગાર બાપદાદા નાં ગળાનાં હાર એમની વિશેષતા શું હતી અને આધાર શું હતો? એ સર્વ મણિઓ પણ પોતાની ચમક ચારેય તરફ ફેલાવી રહી હતી. પરંતુ ફરક શું હતો? પહેલાં નંબર ની મણિઓ ની શક્તિ ની કિરણો ચારેય તરફ સમાન ફેલાયેલી હતી. પરંતુ ગળા નાં હાર ની મણિઓની કિરણો બધી સમાન નહોતી. કોઈ નાની, કોઈ મોટી હતી. કોઈ કિરણો બેહદ સુધી, કોઈ હદ સુધી હતી અર્થાત્ બાપ ની સમીપ હતી. પરંતુ બાપ સમાન નહોતી. સર્વ ગુણો નાં રંગ સમાયેલાં હતાં - પરંતુ સર્વ રંગ સ્પષ્ટ નહોતાં. બાપદાદા ની ઉપર સ્નેહ અને સહયોગ નાં આધાર પર બલિહાર હતાં, એટલે ગળાનાં હાર હતાં. આવી આત્માઓનો આધાર સદા કંઠ દ્વારા અર્થાત્ મુખ દ્વારા, ગળા નાં અવાજ દ્વારા બાપ ની મહિમા, બાપ નો પરિચય આપીને બાપ ને સમીપ લાવવાં - અર્થાત્ વાચા (વાણી) નાં વિષય માં ફુલ (પૂરેપૂરા) પાસ હતા પરંતુ મન્સા નાં વિષયમાં ફુલ પાસ નહીં પરંતુ વાચા નાં વિષય માં ફુલ પાસ. સદા સ્મૃતિ સ્વરુપ નહીં પરંતુ સદા સ્મૃતિ અપાવવાનાં સ્વરુપ. એ આધાર થી બાપ ની સમીપ, બાપ નાં ગળા નાં હાર બને છે. આ સંખ્યા વધારે હતી. માળામાં તો વધારે હોય છે ને? તો ગળા ની માળાની મણિઓ, તાજની મણિઓ થી ખૂબજ વધારે હતી.
ત્રીજો શૃંગાર હતો બાહો (હાથ) નું કંગન. એમની વિશેષતા અને આધાર શું હતો? બાહો સહયોગ ની અને મદદગાર બનવાની નિશાની ગાવામાં આવે છે. બાહો નો હાર અથવા કંગન વાત એક જ છે. કંગન ને બાહો નો હાર કહેશે ને? એમની વિશેષતા શું જોઈ? કિરણોની ચમક બેહદ માં નહીં, પરંતુ હદ માં હતી. સર્વ ગુણો નાં રંગ નહીં, પરંતુ કોઈ-કોઇ ગુણ રુપી રંગ ચમકતાં દેખાઈ રહ્યાં હતાં. એમની વિશેષતા દરેક સેવાનાં કાર્યમાં સદા સહયોગી, કર્મણા નાં વિષય માં ફુલ પાસ. સેવા અર્થ તન-મન-ધન થી સદા એવરરેડી (સદા તૈયાર). બાપ ની સ્નેહ રુપી બાહોમાં સદા સમાયેલાં અને બાપદાદા નો હાથ સદા પોતાની ઉપર અનુભવ કરવા વાળા હતાં. સદા સાથે રહેવા વાળા નહીં પરંતુ પોતાની ઉપર હાથ અનુભવ કરવા વાળા - આ સંખ્યા પણ વધારે હતી. આ હતી સહયોગી આત્માઓ, તે સમાન આત્માઓ અને તે સમીપ આત્માઓ. સમજ્યાં ત્રણ પ્રકાર નો શૃંગાર. તો આજે ત્રણ રુપ નાં શૃંગાર રુપ માં સર્વ બાળકો ને જોયાં. હવે પોતાની જાતને જુઓ કે હું કોણ છું? આ હતાં આજ નાં સમાચાર. સૂક્ષ્મ વતન નાં સમાચાર સાંભળવાની રુચિ થાય છે ને? અચ્છા.
આવાં નંબરવાર સર્વ શૃંગાર ની મણિઓ ને, બાપદાદા ની સદા સ્મૃતિ માં રહેવા વાળી સમર્થ આત્માઓ ને અને સદા સર્વ નાં શુભ-ચિંતક બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પહેલો શૃંગાર મસ્તક નાં તાજ માં મસ્તક વચ્ચે ચમકતી મણિઓ, તેઓ વિશેષ આત્માઓ છે જે બાપ સમાન માસ્ટર જ્ઞાન-સૂર્ય સમાન ચમકે છે. એમની સર્વ શક્તિઓ રુપી કિરણો પોતાની અંદર સર્વ ગુણ રુપી રંગો ને સમાવીને ચારે તરફ બેહદ વિશ્વ સુધી પહોંચે છે. આવી આત્માઓ સદા આત્મિક સ્વરુપ માં સ્થિત થઈને ઊંચી સ્મૃતિ, ઊંચી વૃત્તિ, ઊંચી દૃષ્ટિ અને ઊંચી પ્રવૃત્તિ માં રહે છે.
* બીજા નંબરનો શૃંગાર બાપદાદા નાં ગળા નાં હાર ની મણિઓ, તેઓ સમીપ આત્માઓ છે જેની ચમક ચારેય તરફ ફેલાય તો છે, પરંતુ એમની શક્તિ રુપી કિરણો સમાન નથી, સર્વ ગુણો નો રંગ સ્પષ્ટ નથી. વાચા નાં વિષય માં ફુલ પાસ, પરંતુ મન્સા નાં વિષયમાં ફુલ પાસ નથી.