Search for a command to run...
7 Oct 1975
મહારથી વત્સો નું અલૌકિક મિલન
7 October 1975 · ગુજરાતી
મહારથી અને સર્વ બાળકો અમૃતવેલા જ્યારે રુહ-રુહાન કરે છે તો મહારથીઓની રુહ-રુહાન અને મિલન-મુલાકાત અને અનેક આત્માઓનાં મિલન અને રુહ-રુહાન માં શું અંતર હોય છે?
આ જે ગાયન છે કે ‘આત્મા, પરમાત્મા માં લીન થઈ જાય છે’, આ કહેવત કયાં રુપ માં ખોટી છે? કારણ કે એક શબ્દ વચ્ચે થી નીકાળી દીધો છે. ફક્ત લીન શબ્દ નથી-પરંતુ લવલીન. એક શબ્દ છે લીન. એક લવ (પ્રેમ) માં લીન. જો કોઈ અતિ સ્નેહ થી મળે છે, તો એ સમયે સ્નેહનાં મિલન નાં શબ્દ શું નીકળે છે? આ તો જાણે એક બીજા માં સમાઈ ગયાં છે કે બંને મળીને એક થઈ ગયાં છે. એવાં-એવાં સ્નેહ નાં શબ્દો ને એમણે આ રુપમાં લઈ લીધાં છે. આ જે ગાયન છે કે તેઓ એક-બીજા માં સમાઈને એક થઈ ગયાં એ છે જાણે કે મહારથીઓનું મિલન. બાપ માં સમાઈ ગયાં અર્થાત્ બાપ નું સ્વરુપ થઈ ગયાં. એવો શક્તિશાળી અનુભવ મહારથીઓ ને વધારે હશે. બાકી બીજા જે છે તે ખેંચે છે. સ્નેહ, શક્તિ ખેંચવાની કોશિશ કરે છે - યુદ્ધ કરતાં-કરતાં સમય સમાપ્ત કરી દેશે - પરંતુ મહારથી બેઠાં અને સમાયાં. એમનો પ્રેમ એટલો શક્તિશાળી છે જે બાપ ને સ્વયં માં સમાવી દે છે. બાપ અને બાળકો સમાન સ્વરુપ ની સ્થિતિ પર હશે. જેમ બાપ નિરાકાર એમ બાળકો. જેવાં બાપ નાં ગુણ, એવાં જ મહારથી બાળકોનાં પણ સમાન ગુણ હશે. માસ્ટર થઈ ગયાં ને? તો મહારથી બાળકોનું મિલન અર્થાત્ લવલીન થવું. બાપ માં સમાઈ જવું. સમાઈ જવું અર્થાત્ સમાન સ્વરુપ નો અનુભવ કરવો. એ સમયે બાપ અને મહારથી બાળકો નાં સ્વરુપ અને ગુણો માં અંતર નહીં અનુભવ કરશે. સાકાર હોવા છતાં પણ નિરાકાર સ્વરુપ નાં પ્રેમ માં ખોવાયેલા હોય છે, તો સ્વરુપ પણ બાપ સમાન થઈ ગયું. અર્થાત્ પોતાનું નિરાકારી સ્વરુપ પ્રેક્ટિકલ (વ્યવહારમાં) સ્મૃતિમાં રહે છે. જ્યારે સ્વરુપ બાપ સમાન છે તો ગુણ પણ બાપ સમાન. એટલે મહારથીઓનું મળવું અર્થાત્ બાપ માં સમાઈ જવું. જેમ નદી સાગર માં સમાઈને, સાગર સ્વરુપ થઈ જાય છે અર્થાત્ સર્વ બાપ નાં ગુણ સ્વયં માં અનુભવ થાય છે, જે બ્રહ્મા નો અનુભવ સાકાર માં હતો, એ મહારથીઓનો પણ હશે. એવો અનુભવ થાય છે? આ છે સાગર માં સમાઈ જવું અર્થાત્ સ્વયં ની સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરવો. આ અનુભવ હવે વધારે થવો જોઈએ.
દરેક સંકલ્પ થી વરદાની, નજર થી વરદાની, નજર થી નિહાલ કરવા વાળા-બાપદાદા દરેક બાળકો ની સમીપતા ને જુએ છે. સમીપ અર્થાત્ સમાઈ જવું. અમૃતવેલા નો સમય છે વિશેષ, એવો શક્તિશાળી અનુભવ કરવાનો. એવાં અનુભવ નો પ્રભાવ આખો દિવસ ચાલશે. જે અતિ પ્રિય વસ્તુ હોય છે તે સદા સમાયેલી રહે છે. આ છે મહારથીઓનું મિલન અમૃતવેલા નું. બાપદાદા પણ ચેક (તપાસ) કરે છે કે કોણ-કોણ કેટલું સમીપ છે. જેમ મંદિર નો પડદો ખૂલે છે દર્શન કરવા માટે. એમ અમૃતવેલા નું દૃશ્ય પણ હોય છે. પહેલું મિલન મનાવવાનું. દરેક બાળક અમૃતવેલા નું મિલન મનાવવા માટે, પ્રથમ નંબર મિલન મનાવવાની દૌડ લગાવવામાં તત્પર હોય છે. બાપ ચકમક છે ને. તો ઓટોમેટિકલી (આપોઆપ) જે સ્વયં સ્વચ્છ હોય છે, તેઓ સમીપ આવે છે. બહારની રીતે ભલે કોઈ કેટલો પણ પ્રયત્ન કરે પરંતુ ચકમક ની તરફ સમાવવા વાળી સ્વચ્છ આત્માઓ જ હોય છે. એ દૃશ્ય ખુબ જ મજાનું હોય છે. સાક્ષી થઈને દૃશ્ય જોવામાં ખૂબ જ મજા આવે છે.
બાળકો ને સંકલ્પ ઉઠે છે કે બાપ વતન માં શું કરતાં રહે છે - બ્રહ્મા બાપ સાકાર રુપ થી પણ અવ્યક્ત રુપ માં હમણાં દિવસ-રાત સેવા માં વધારે સહયોગી બનવાનો પાર્ટ ભજવી રહ્યાં છે. કારણ કે હવે બાપ સમાન જન્મ-મરણ થી ન્યારા કર્મ-બંધન થી મુક્ત, કર્માતીત છે. સિદ્ધિ સ્વરુપ છે. આ સ્થિતિ માં દરેક સંકલ્પ થી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે સંકલ્પ કર્યો એ સત્. એટલે ચારેય બાજુ સંકલ્પ ની સિદ્ધિ રુપ થી સહયોગી છે. વાણી થી સંકલ્પ ની ગતિ તીવ્ર હોય છે. સાકાર થી આકાર ની ગતિ તીવ્ર છે. તો સંકલ્પ થી સેવા નો પાર્ટ છે - એ પણ સત્-સંકલ્પ. શુદ્ધ સંકલ્પ. તમારી છે વધારે વાણી દ્વારા સેવા, મન્સા થી પણ છે પરંતુ વધારે વાણી થી છે. પરંતુ બ્રહ્મા બાપ ની હવે સત્-સંકલ્પ ની સેવા છે. તો તીવ્ર ગતિ હશે ને? તો હવે સેવા નો પાર્ટ જ ચાલી રહ્યો છે. સેવા નાં બંધન થી મુક્ત નથી, કર્મ-બંધન થી મુક્ત છે. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
૧. મહારથી બાળકોનો પ્રેમ એટલો શક્તિશાળી હોય છે કે બાપને સ્વયં માં સમાવી દે છે. એ સમયે બાપ અને મહારથી બાળકોનાં સ્વરુપ અને ગુણોમાં કોઈ અંતર અનુભવ નથી થતો.