Search for a command to run...
11 Oct 1975
અંતઃવાહક રુપ દ્વારા પરિભ્રમણ
11 October 1975 · ગુજરાતી
આજકાલ આ જૂની સૃષ્ટિમાં વિશેષ શું ચાલી રહ્યું છે? આજકાલ વિશેષ આપ સર્વ નું આહવાન ચાલી રહ્યું છે. તો આહવાન નો રિસ્પોન્સ (ઉત્તર) કરો છો? ભક્તો શું ઈચ્છે છે? ભક્તો ની ઈચ્છા એ જ છે કે દેવીઓ ચૈતન્ય-રુપ માં પ્રગટ થઈ જાય. જડ ચિત્રો માં પણ ચૈતન્ય શક્તિઓનું આહવાન કરે છે કે ચૈતન્ય રુપ માં વરદાની બની વરદાન આપી દે. તો આ ઈચ્છા ભક્તો ની ક્યારે પૂરી થશે? ભક્તિ નો પણ હવે ફુલ ફોર્સ (પૂરો જોશ) ચારેય તરફ દેખાઈ રહ્યો છે. એમાં પણ જેમ પ્રેક્ટિકલ માં બાપ ગુપ્ત છે અને શક્તિઓ પ્રત્યક્ષ રુપમાં છે. એમ જ ભક્તિ માં પણ પહેલાં બાપ ને વધારે પોકારતાં હતાં - હેં ભગવાન કહીને પોકારતાં હતાં - પરંતુ હવે મેજોરીટી (અધિકાંશ) ભગવતી ની પૂજા થાય છે. ભક્તો ની ભાવના પૂરી કરવા માટે શક્તિઓ જ નિમિત્ત બને છે. એટલે આહવાન પણ શક્તિઓનું જ વધારે થઈ રહ્યું છે. તો હવે શક્તિઓમાં રહેમ નાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) રહેવાં જોઈએ. હમણાં સર્વની અંદર રહેમ નાં સંસ્કાર ઈમર્જ નથી, મર્જ (વિસ્મૃત) છે.
જેમ બાપ ચારેય તરફ ચક્કર લગાવે છે, એમ તમે પણ ભક્તોની ચારેય તરફ ચક્કર લગાવો છો? ક્યારેય ચક્કર લગાવવા જાઓ છો? અવાજ સાંભળવામાં આવે છે, તો કશિશ નથી થતી? બાપની સાથે-સાથે શક્તિઓ એ પણ પાર્ટ ભજવવાનો છે, જે રીતે શક્તિઓનું ગાયન છે કે અંત:વાહક શરીર દ્વારા ચક્કર લગાવતી હતી, એમ બાપ પણ અવ્યક્ત રુપ માં ચક્કર લગાવે છે. અંતઃવાહક અર્થાત્ અવ્યક્ત ફરિશ્તા રુપમાં ચક્કર લગાવવું. એ પણ પ્રેક્ટિસ (અભ્યાસ) જોઈએ અને આ અનુભવ થશે. જેમ વિજ્ઞાન નાં યંત્ર દૂરબીન દ્વારા દૂર નાં દૃશ્ય ને નજીક માં જુએ છે, એમ જ યાદ નાં નેત્ર દ્વારા પોતાની ફરિશ્તા પણા ની સ્થિતિ દ્વારા દૂરનું દૃશ્ય પણ એવું જ અનુભવ કરશો, જેમ સાકાર નેત્રો દ્વારા કોઈ દૃશ્ય જોઈ આવ્યાં. બિલકુલ સ્પષ્ટ દેખાશે અર્થાત્ અનુભવ થશે.
વિજ્ઞાન નો મૂળ આધાર છે લાઈટ (પ્રકાશ). લાઈટ નાં આધાર થી વિજ્ઞાન નો જલવો છે, લાઈટ ની જ શક્તિ છે. એમ જ શાંતિની શક્તિનો આધાર છે ડિવાઈન ઈનસાઈટ (દૈવી દૃષ્ટિ). એનાં દ્વારા શાંતિની શક્તિનાં ખૂબજ વન્ડરફુલ (આશ્ચર્યજનક) અનુભવ કરી શકો છો. આ પણ અનુભવ થશે. જેમ સ્થૂળ સાધન દ્વારા સૈર કરી શકો છો, એ જ રીતે જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો, ત્યાંનો અનુભવ કરી શકો છો. ન ફક્ત આટલું, જે ફક્ત તમને અનુભવ થાય પરંતુ જ્યાં તમે પહોંચો એમને પણ અનુભવ થશે કે આજે જાણે પ્રેક્ટિકલ માં (ખરેખર) મિલન થયું. આ છે સફળતા મૂર્ત ની સિદ્ધિ. તે તો રીવાજી આત્માઓને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એક જ સમયે અનેક સ્થાનો પર પોતાનું રુપ પ્રગટ કરી શકે અને અનુભવ કરાવી શકે છે. એ તો અલ્પકાળ ની સિદ્ધિ છે, પરંતુ આ છે જ્ઞાન-યુક્ત સિદ્ધિ. આવાં અનુભવ પણ ખૂબજ થશે. આગળ ચાલીને કેટલી નવી વાતો પણ તો થશે ને. જેમ શરુઆત માં ઘરે બેઠા બ્રહ્મા રુપનો સાક્ષાત્કાર થતો હતો જેમ કે પ્રેક્ટિકલ માં (ખરેખર) કોઈ બોલી રહ્યું છે, ઈશારો કરી રહ્યું છે, એ જ રીતે અંતમાં પણ નિમિત્ત બનેલી શક્તિ સેના નો અનુભવ થશે. સર્વ મહારથીઓ નો સંકલ્પ છે કે હવે કાંઈક નવું થવું જોઈએ તો આવી-આવી નવી રંગત હવે થતી જશે. પરંતુ આમાં એક તો ખૂબ જ હલકાપણું જોઈએ, કોઈ પણ પ્રકારનો બુદ્ધિ પર ભાર ન હોય અને બીજું આખી દિનચર્યા બાપ સમાન હોય, ત્યારે બ્રહ્મા બાપ સમાન આદિ થી અંત નાં દૃશ્ય નો અનુભવ કરી શકો છો. સમજ્યાં? હવે મહારથીઓએ શું કરવાનું છે? ફક્ત યોગ નહીં, સેવા નું રુપ પરિવર્તન કરવાનું છે. મહારથીઓ નો યોગ અથવા યાદ હવે સ્વયં પ્રતિ નહીં પરંતુ સેવા પ્રતિ હોય, ત્યારે તો મહાદાની અને મહાજ્ઞાની કહેવામાં આવશે. અચ્છા.
સમયની સમાપ્તિ ની નિશાની શું હશે? જ્યારે સર્વ સંગઠનો નો એક અવાજ, એક જ લલકાર હોય કે અમે વિજયી છીએ, વિજય અમારો જન્મ-સિદ્ધ અધિકાર છે અથવા વિજય અમારા ગળાનો હાર છે. એવો પ્રેક્ટિકલ માં અનુભવ થશે. ફક્ત કહેવા માત્ર નહીં, પરંતુ એ નશો રહે, સદા સામે દેખાય. આવું વિજયનું નિશાન દેખાય છે? અચ્છા. ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* શાંતિની શક્તિનો આધાર છે - ડિવાઈન ઈનસાઈટ, એનાં દ્વારા શાંતિની શક્તિ નાં ખૂબ જ આશ્ચર્યજનક અનુભવ કરી શકો છો.
* મહારથીઓ નો યોગ અથવા યાદ સ્વયં નાં પ્રતિ નહીં પરંતુ વિશ્વ-સેવા નાં પ્રતિ હોવી જોઈએ ત્યારે તેઓ મહાદાની અને મહાજ્ઞાની કહેવામાં આવશે.
* યાદ નાં નેત્ર દ્વારા અને પોતાનાં ફરિશ્તા પણા ની સ્થિતિ દ્વારા દૂર નું દૃશ્ય પણ એ જ રીતે અનુભવ કરી શકાય છે, જે રીતે સાકાર નેત્રો દ્વારા કોઇ દૃશ્ય જોવામાં આવે છે.