Search for a command to run...
8 December 1975 · ગુજરાતી
દરેકનાં મસ્તક દ્વારા મસ્તક મણિ ને જોતાં શું તકદીર ની લકીર (ભાગ્યની રેખા) ને ઓળખી શકો છો? મસ્તક વચ્ચે ચમકતી મણિ અર્થાત્ શ્રેષ્ઠ આત્મા નાં પ્રકંપન દ્વારા સહજ ઓળખ થઈ જાય છે. દરેક આત્મા નો પુરુષાર્થ અને પ્રાપ્તિ નો અનુભવ પ્રકંપન દ્વારા સહજ જ સમજ માં આવી શકે છે. જે રીતે કોઈ સુગંધિત વસ્તુ તરત જ વાતાવરણ માં ફેલાઈ જાય છે અને સહજ જ પરખવામાં આવી જાય છે કે આ સારી છે અથવા નથી. એ જ પ્રકારે જેટલી-જેટલી પરખવાની શક્તિ વધતી જશે તો કોઈ પણ આત્મા સામે આવશે તો એ ક્યાં સુધી રુહાનિયત ની અનુભવી છે એ તરત જ એમનાં પ્રકંપન દ્વારા સ્પષ્ટ સમજાઈ જશે. ટકાવારી ની પરખ પણ સહજ આવી જશે કે કેટલી ટકાવારી માં રુહાની સ્થિતિ માં સ્થિત રહેવા વાળા છે. જેમ વિજ્ઞાન નાં યંત્રો દ્વારા ટકાવારી માં ખબર પડી જાય છે. એમ જ શાંતિ ની શક્તિ દ્વારા અર્થાત્ આત્મા ની સ્થિતિ દ્વારા આ પણ સમજાઈ જશે. આને કહેવામાં આવે છે પરખવાની શક્તિ. સંસ્કારો દ્વારા, વાણી દ્વારા અને ચલન દ્વારા પારખવું એ તો સાધારણ વાત છે પરંતુ સંકલ્પો નાં પ્રકંપન દ્વારા પારખવું - આને કહેવામાં આવે છે પરખવાની શક્તિ સમજ્યાં? મહારથીઓની પરખવાની શક્તિ આ છે.
આ શક્તિ એટલી ત્યારે વધશે જે ભલે કોઈ સામે ન પણ હોય પરંતુ આવવા વાળું હોય અથવા દૂર પણ હોય, પરંતુ દૂર હોવા છતાં પણ પરખવાની શક્તિ નાં આધાર થી એ રીતે એમને પારખી શકશે જેમ કે કોઈ સામે વાળા ને પારખી શકાય છે. આને જ બીજા શબ્દો માં ‘શક્તિઓની સિદ્ધિ’ કહેવામાં આવી છે આ સિદ્ધિ પ્રાપ્ત થશે. જેમ આત્મ-જ્ઞાનીઓને પણ આ સિદ્ધિ હોય છે કે જબાન થી કોઈ બોલ ન પણ બોલે પરંતુ તેઓ શું બોલવા માંગે છે એ સમજી જાય છે, શું કરવાનાં છે એને પહેલાં પારખી લે છે. તો અહીંયા પણ આ પરખવાની શક્તિ સિદ્ધિ નાં રુપ માં પ્રાપ્ત થશે. પરંતુ ફક્ત આ શક્તિઓને યથાર્થ રીતે કાર્યમાં લાવવાની છે - ન વ્યર્થ ગુમાવો, ન વ્યર્થ કાર્ય માં લગાડો. પછી આ સિદ્ધિ તથા શક્તિ ખૂબ કલ્યાણ નાં નિમિત્ત બને છે. એ પણ આવશે. જેમને જોતાં સહુનાં મુખ થી શક્તિઓની મહિમા જે ભક્તિ માં નીકળી છે - આપ આ છો, આ છો! આ બધી મહિમા પહેલાં પ્રત્યક્ષ રુપ માં થશે. જે પછી યાદગાર માં ચાલી આવશે. એ પણ સ્થિતિ થવાની છે પરંતુ થોડા સમય માટે અને થોડા ની. એટલે કહે છે કે જે અંત સુધી હશે તેમને આ બધાં દૃશ્યો જોવાનાં અને અનુભવ થવાનાં પ્રાપ્ત થશે. અંત સુધી આંગળી (સહયોગ) દેવા માટે પાર્ટ પણ આવો શક્તિઓનો હશે ને? શક્તિ તથા પાંડવ. પરંતુ શક્તિ સ્વરુપ નો હશે, કમજોરો નો નહીં. એકદમ સાથે-સાથે થશે. એક તરફ હાહાકાર અને બીજી તરફ જયજયકાર. એ પણ અતિ માં અને આ પણ અતિ માં થશે. અચ્છા!
આ અવ્યક્ત વાણી નો સાર
* મહારથીઓની પરખવાની શક્તિ એ છે કે તેઓ સંકલ્પો નાં પ્રકંપન દ્વારા કોઈ પણ આત્મા ને પારખી શકે છે કે આ કેટલી ટકાવારી માં રુહાની સ્થિતિ માં રહેવા વાળી છે.
* શક્તિઓ તથા સિદ્ધિઓને યથાર્થ રીતે કાર્યમાં લાવવાની છે, ન વ્યર્થ ગુમાવવાની છે ન વ્યર્થ કાર્યમાં લગાડવાની છે. ત્યારે આ સિદ્ધિ તથા શક્તિ ખૂબ કલ્યાણ નાં નિમિત્ત બને છે.