Search for a command to run...
9 Dec 1975
મહાવીર અર્થાત્ વિશેષ આત્માઓની વિશેષતાઓ
9 December 1975 · ગુજરાતી
મહાવીર અર્થાત્ મહાવીરો નું સંગઠન. મહાવીર અર્થાત્ વિશેષ-આત્મા. આવાં મહાવીર, વિશેષ આત્માઓનાં સંગઠનની વિશેષતા કઈ હોય છે? વર્તમાન સમયે વિશેષ આત્માઓની વિશેષતા એ હોવી જોઈએ જે એક જ સમયે બધાંની એક-રસ, એક-ટિક સ્થિતિ હોય અર્થાત્ જેટલો સમય, જે સ્થિતિ માં સ્થિત થવાં ઈચ્છો, એટલો સમય, એ સ્થિતિ માં સંગઠિત રુપ માં સ્થિત હોય - સંગઠિત રુપ માં બધાંની સંકલ્પ રુપી આંગળી એક હોય. જ્યાં સુધી સંગઠન નો આ અભ્યાસ નથી, ત્યાં સુધી સિદ્ધિ નહીં થશે. સંગઠન માં જ હલચલ છે, તો સિદ્ધિ માં પણ હલચલ થઈ જાય છે. સિદ્ધિ નું જ્ઞાન છે, પરંતુ સ્વરુપ માં નથી આવતાં. ઓર્ડર (આજ્ઞા) મળે અને રેડી (તૈયાર). વિશેષ નિમિત્ત બનેલી વિશેષ આત્માઓએ જ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવાનું છે ને? હમણાં ઓર્ડર થાય કે પાંચ મિનિટ માટે વ્યર્થ સંકલ્પ બિલકુલ સમાપ્ત કરી બીજરુપ શક્તિશાળી સ્થિતિ માં એક-રસ સ્થિત થઈ જાઓ - તો આવો અભ્યાસ છે? એવું નહીં કોઈ મનન કરવાની સ્થિતિ માં હોય, કોઈ રુહ-રુહાન કરી રહ્યું હોય અને કોઈ અવ્યક્ત સ્થિતિ માં હોય. ઓર્ડર છે બીજરુપ થવાનો અને કરી રહ્યાં છે રુહ-રુહાન તો ઓર્ડર નહીં માન્યો ને? આ અભ્યાસ ત્યારે થશે જ્યારે પહેલાં વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ કરશો. હલચલ હોય જ છે વ્યર્થ સંકલ્પો ની. તો આ વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ માટે પોતાનાં સંગઠન ને શક્તિશાળી તથા એક મત બનાવવા માટે કઈ શક્તિ જોઈએ કે જેનાથી સંગઠન શક્તિશાળી અને એક-મત થઈ જાય અને વ્યર્થ સંકલ્પ પણ સમાપ્ત થઈ જાય?
આનાં માટે એક તો વિશ્વાસ અને સમાવવાની શક્તિ જોઈએ. સંગઠનને જોડવાનો દોરો છે વિશ્વાસ. કોઈએ જે કાંઈ કર્યું, સમજો ખોટું પણ કર્યું, પરંતુ સંગઠન પ્રમાણે અથવા પોતાનાં સંસ્કારો પ્રમાણે તથા સમય પ્રમાણે એમણે જે કર્યું એનો પણ જરુર કોઈ ભાવ-અર્થ હશે. સંગઠિત રુપ માં જ્યાં સેવા છે, ત્યાં એમનાં સંસ્કારો ને પણ રહેમદિલ ની દૃષ્ટિ થી જોતાં, સંસ્કારો ને સામે ન રાખી એમાં પણ કંઈ કલ્યાણ હશે એમની સાથે મળીને ચાલવામાં જ કલ્યાણ છે આવો વિશ્વાસ જ્યારે સંગઠન માં એકબીજા નાં પ્રતિ હોય, ત્યારે જ સફળતા થઈ શકે છે. પહેલેથી જ વ્યર્થ સંકલ્પ ન ચલાવવાં જોઈએ. જેમ કોઈ પોતાની ભૂલને અનુભવ પણ કરે છે પરંતુ એને ક્યારેય ફેલાવશે નહીં પરંતુ એને સમાવશે. બીજું કોઈ એને ફેલાવશે તો પણ ખરાબ લાગશે. એ જ પ્રકારે બીજાની ભૂલને પણ પોતાની ભૂલ સમજી ફેલાવવી ન જોઈએ. વ્યર્થ સંકલ્પ ન ચલાવવા જોઈએ પરંતુ એને પણ સમાવી દેવાં જોઈએ. એટલો એક-બીજા માં વિશ્વાસ હોય! સ્નેહ ની શક્તિ થી ઠીક કરી દેવું જોઈએ. જેમ લૌકિક રીતે પણ ઘર ની વાત બહાર નથી કરતાં, નહીં તો એનાથી ઘરને જ નુકસાન થાય છે. તો સંગઠન માં સાથીએ જે કાંઈ કર્યું એમાં જરુર રહસ્ય હશે, જો એમણે ખોટું પણ કર્યું હોય, તો પણ એને પરિવર્તન કરી દેવું જોઈએ. આ બંન્ને પ્રકારનો વિશ્વાસ રાખી એક-બીજા નાં સંપર્ક માં ચાલવાથી, સંગઠન ની સફળતા થઈ શકે છે. આમાં સમાવવાની શક્તિ વધારે જોઈએ. વ્યર્થ સંકલ્પોને સમાવવાનાં છે. વીતેલા સંસ્કારોની ક્યારેય પણ વર્તમાન સમય માં તુલના ન કરો અર્થાત્ ભૂતકાળ ને વર્તમાનકાળ ન કરો. જ્યારે ભૂતકાળ ને વર્તમાન માં મેળવો છો, આનાથી જ સંકલ્પો ની કતાર લાંબી થઈ જાય છે અને જ્યાં સુધી આ વ્યર્થ સંકલ્પો ની કતાર છે, ત્યાં સુધી સંગઠિત રુપ માં એકરસ સ્થિતિ થઈ નથી શકતી.
‘બીજાની ભૂલ એ પોતાની ભૂલ સમજવી’ - આ છે સંગઠન ને મજબુત કરવું. એ ત્યારે થશે જ્યારે એક-બીજા માં વિશ્વાસ હશે. પરિવર્તન કરવાનો વિશ્વાસ કે કલ્યાણ કરવાનો વિશ્વાસ. જેમ આત્મ-જ્ઞાનીઓની સિદ્ધિ નું ગાયન છે, એમ આપ સર્વ નાં સંગઠન નો એક જ સંકલ્પ હોય. એક સંકલ્પની શક્તિ સંગઠિત રુપ માં ન હોવાનાં કારણે બગડેલાં છે. જેમ બગડેલી શક્તિ છે એમ પરિણામ પણ બગડેલું છે. આમાં સમાવવાની શક્તિ જરુર જોઈએ. જોયું અને સાંભળ્યું - એને બિલકુલ સમાવીને, એ જ આત્મિક દૃષ્ટિ અને કલ્યાણની ભાવના રહે. જ્યારે અજ્ઞાનીઓ માટે કહો છો - અપકારીઓ પર ઉપકાર કરવાનો છે; તો સંગઠન માં પણ એકબીજા પ્રતિ રહેમની ભાવના રહે. હમણાં રહેમની ભાવના ઓછી રહે છે કારણ કે આત્મિક-સ્થિતિ નો અભ્યાસ ઓછો છે.
આવું શક્તિશાળી સંગઠન થવાથી જ સિદ્ધિ થશે. હમણાં તમે સિદ્ધિ નું આહવાન કરો છો, પરંતુ પછી તમારા આગળ સિદ્ધિ સ્વયં ઝુકશે. જેમ સતયુગ માં પ્રકૃતિ દાસી બની જાય છે, એમ સિદ્ધિ તમારાં સામે સ્વયં ઝુકશે. સિદ્ધિ આપ લોકો નું આહવાન કરશે. જ્યારે શ્રેષ્ઠ જ્ઞાન છે, સ્થિતિ પણ શક્તિશાળી છે તો સિદ્ધિ શું મોટી વાત છે? અલ્પકાળ વાળાને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સદાકાળ સ્થિતિ માં રહેવા વાળા ને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, એવું થઈ ન શકે. તો આ સંગઠનની શક્તિ જોઈએ. એકે કાંઈ બોલ્યું, બીજાએ સ્વીકાર કર્યું. સામનો કરવાની શક્તિ બ્રાહ્મણ પરિવાર માં ઉપયોગ નથી કરવાની. એ સામનો કરવાની શક્તિ માયા ની આગળ ઉપયોગ કરવાની છે. પરિવાર થી સામનો કરવાની શક્તિ ઉપયોગ કરવાથી સંગઠન શક્તિશાળી નથી થતું. કોઈ પણ વાત નથી બરાબર લાગતી તો પણ એક-બીજા નો સત્કાર કરવો જોઈએ. એ સમયે કોઈ નાં સંકલ્પ અથવા બોલ ને કાપી ન નાખવાં જોઈએ. એટલે હવે સમાવવાની શક્તિ ને ધારણ કરો.
જેમ સાકાર બાપ ને જોયાં. ઓથોરિટી (સત્તા) હોવા છતાં પણ બાપનાં આગળ બાળકો તો નાનાં જ છે, રચના છે - પરંતુ રચના હોવા છતાં પણ બાળકો સાથે સમ્માન નાં બોલ બોલતાં હતાં. ક્યારેય કોઈને પણ કાંઈ નથી કહ્યું, ઓથોરિટી હોવા છતાં પણ અધિકાર નો ઉપયોગ નથી કર્યો તો પરસ્પર ભાઈ-બહેન નાં સંબંધે તમારે કેવું હોવું જોઈએ?
સંગઠિત રુપ માં આપ બ્રાહ્મણ બાળકોની એકબીજા નાં સંપર્ક ની ભાષા પણ અવ્યક્ત ભાવ ની હોવી જોઈએ. જેમ ફરિશ્તા અથવા આત્માઓ આત્માઓ સાથે બોલી રહી હોય! કોઈની સાંભળેલી ભૂલ નો સંકલ્પ માં પણ સ્વીકાર ન કરવો અને ન કરાવવો જોઈએ. આવી જયારે સ્થિતિ હોય ત્યારે જ બાપ ની જે શુભ કામના છે - સંગઠન ની, એ પ્રેક્ટિકલ માં થશે. એક પણ શક્તિશાળી સંગઠન હોવાથી એક-બીજા ને ખેંચતા ૧૦૮ ની માળાનું સંગઠન એક થઈ જશે. એક-મત નો દોરો હોય અને સંસ્કારો ની સમીપતા હોય ત્યારે-જ માળા પણ શોભશે. દાણો અલગ હશે કે દોરો અલગ-અલગ હશે તો માળા શોભશે નહિં.
હવે પ્રત્યક્ષતા વર્ષ મનાવતાં પહેલાં સ્વયં માં અને નિમિત્ત બનેલાં સેવાધારીઓનાં સંગઠિત રુપ થી આ શક્તિ પણ પ્રત્યક્ષ થવી જોઈએ. જો સ્વયંમાં જ શક્તિની પ્રત્યક્ષતા નહીં થશે, તો બાપ ને પ્રત્યક્ષ કરવામાં જેટલી સફળતા ઈચ્છો છો, એટલી નહીં થશે. ડ્રામા અનુસાર થવાનું છે, એ તો થઈ જ જાય છે. પરંતુ નિમિત્ત બનેલા ને નિમિત્ત બનવાનું ફળ દેખાય, એવું નથી થતું. ભાવિ કરાવી રહી છે.
એટલે સંગઠિત રુપ માં, આવાં વિશેષ પુરુષાર્થ ની લેણ-દેણ અને યાદ ની યાત્રા નાં કાર્યક્રમ થવાં જોઈએ. વિશેષ પુરુષાર્થ અથવા વિશેષ અનુભવો ની આપસ માં લેણ-દેણ થાય. આવું સંગઠન પાંડવો નું હોવું જોઈએ. આવાં વિશેષ યોગ નાં કાર્યક્રમ ચાલતાં રહે તો પછી જુઓ વિનાશ જ્વાળા ને કેવી રીતે હવા લાગે છે. યોગ અગ્નિ થી વિનાશ ની અગ્નિ પ્રજ્વલિત થશે. એ છે વિનાશ-જ્વાળા, આ છે યોગ જ્વાળા. જે જ્વાળા થી જ્વાળા પ્રજ્વલિત થશે. તમારા લોકોનાં યોગ નું સાધારણ રુપ છે તો વિનાશ જ્વાળા પણ સાધારણ છે. સંગઠન શક્તિશાળી હોય. જેમ જ્યારે કોઈ વસ્તુ બને છે તો એમાં પાણી જોઈએ, ઘી જોઈએ અને મીઠું પણ જોઈએ, નહીં તો એ વસ્તુ બની ન શકે. એ રીતે દરેકમાં પોત-પોતાની વિશેષતા છે પરંતુ અહીંયા તો સર્વની વિશેષતાઓનું સંગઠન જોઈએ. કારણ કે સમય પણ હવે ચેલેન્જ (પડકાર) કરી રહ્યો છે ને. અચ્છા! ઓમ શાંતિ!
આ અવ્યક્ત વાણી નો સાર
* સંગઠન માં હલચલ થવાથી જ સિદ્ધિ માં પણ હલચલ થઈ જાય છે. સંગઠિત રુપ થી સર્વ ની સ્થિતિની સંકલ્પ રુપી આંગળી એક થવાથી જ સિધ્ધી થશે.
* વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ માટે, પોતાનાં સંગઠન ને શક્તિશાળી અને એક-મત બનાવવા માટે એક તો એક-બીજા માં વિશ્વાસ અને બીજું સમાવવાની શક્તિ ની આવશ્યકતા છે.
* સામનો કરવાની શક્તિ બ્રાહ્મણ પરિવાર ની આગળ નહીં, માયા ની આગળ ઉપયોગ કરવાની છે. પરિવાર માં સામનો કરવાની શક્તિ નો ઉપયોગ કરવાથી સંગઠન શક્તિશાળી નથી થતું.
* જેમ કોઈ વસ્તુ બનાવવા માટે ઘી, મીઠું અને પાણી બધું જ જોઈએ એમ જ દરેકમાં પોત-પોતાની વિશેષતા તો છે પરંતુ સર્વની વિશેષતાઓનું સંગઠન જોઈએ.