Search for a command to run...
6 Dec 1975
અલૌકિક શમા પર રુહાની પતંગિયા બનીને સ્વાહા થાઓ
6 December 1975 · ગુજરાતી
પોતાને આખી દુનિયાની વચ્ચે ચમકી રહેલાં વિશેષ લક્કી (ભાગ્યશાળી) તારા અનુભવ કરો છો? એવાં લક્કી જેમનું ગાયન સ્વયં બાપ કરે છે! આનાથી શ્રેષ્ઠ ભાગ્ય બીજા કોઈનું હોઈ શકે છે? સદા આવી ખુશી રહે છે, જે પોતાની ખુશીને જોતાં જોવા વાળાનાં દુઃખનાં વાદળ અને દુઃખની ઘટાઓ સમાપ્ત થઈ જાય, દુઃખ ને ભૂલી સુખ નાં ઝૂલામાં ઝૂલવા લાગી જાય! એવાં પોતાને અનુભવ કરો છો? જેમ ગાયન છે - પારસ નાં સંગમાં લોખંડ પણ પારસ બની જાય છે; એમ આપ પારસમણિઓનાં સંગ થી અન્ય આયર્ન-એજેડ (કળયુગી) આત્માઓ ગોલ્ડન (સ્વર્ણ) બની જાય, એવી અવસ્થા અનુભવ કરો છો? કોઈ પણ આત્મા ભિખારી બનીને આવે અને એ માલામાલ થઈ ને જાય, એવી સ્વયંની તકદીર ની તસ્વીર રોજ પોતાનાં દર્પણ માં જુઓ છો? કયાં સમયે જુઓ છો? શું અમૃતવેલા? જોવાનો સમય નિશ્ચિત છે કે ચાલતાં-ફરતાં જ્યારે આવે ત્યારે જોતાં રહો છો? આખાં દિવસમાં કેટલીવાર જુઓ છો? વારંવાર જુઓ છો કે એક જ વાર? આજકાલ ની ફેશન છે કે વારંવાર પોતાનો ચહેરો જુએ છે. તેઓ જુએ છે પોતાનાં ફીચર્સ (ચહેરો) અને આપ જુઓ છો પોતાનું ફ્યુચર (ભવિષ્ય). તમારું ફીચર્સ તરફ ધ્યાન નથી પરંતુ દરેક સમયે પોતાનાં ફ્યુચર ને શ્રેષ્ઠ બનાવવાનું જ ધ્યાન છે. તો પોતાની તકદીર ની તસ્વીર જુઓ છો કે મારી તસવીર માં ક્યાં સુધી રુહાનિયત વધી રહી છે? જેમ એ લોકો લૌકિક દૃષ્ટિ થી રુપ માં અને ચહેરા માં પોતાની લાલી ને જુએ છે કે ક્યાં સુધી ‘લાલ’ થયા છે; અને આપ સહુ અલૌકિક તસવીર (છબી) જોતાં “રુહાનિયત” રુપી લાલી ને જુઓ છો.
આજે તો વિશેષ દૂર દેશી અને ડબલ વિદેશી અર્થાત્ ત્રિકાળદર્શી બાળકો થી વિશેષ મળવા આવ્યાં છે. આ પણ વિશેષ લક્ક (ભાગ્ય) થયું ને? આવાં લક્કી પોતાને સમજો છો? પદ્મા-પદમ ભાગ્યશાળી પોતાને સમજો છો કે સૌભાગ્યશાળી કે પદ્મા-પદમ શબ્દ પણ કાંઈ નથી? પોતાને શું સમજો છો? કહો પદમ તો અમારા કદમો માં સમાયેલાં છે. જેના કદમો માં અનેક પદમ ભરેલા હોય એ સ્વયં શું થયાં? જેમ કોઈ પણ વિશેષતા સંભળાવે છે અને પોતાની શ્રેષ્ઠતા વર્ણન કરે છે તો કહે છે ને એ તો અમારા પગ ની નીચે છે, આ અમારી આગળ શું છે? એ જ રીતે પદમ તો તમારા પગ ની નીચે છે. એવાં શ્રેષ્ઠ લક્કી છો? ફક્ત પોતાનાં ભાગ્ય નું સ્મરણ કરો તો શું બની જશો? ભાગ્યનું સ્મરણ કરતાં-કરતાં બાપ થી પણ સર્વ-શ્રેષ્ઠ અને બાપ નાં પણ મસ્તક નાં તાજ બની જશો. પોતાની સર્વશ્રેષ્ઠ સ્થિતિ નું યાદગાર ચિત્ર જોયું છે? તમારા સર્વશ્રેષ્ઠ ભાગ્યની નિશાની નું યાદગાર ચિત્ર કયું છે કે જેનાથી સર્વ થી ઊંચા પ્રસિદ્ધ થાઓ છો? વિરાટ સ્વરુપ માં બ્રાહ્મણો ની સર્વશ્રેષ્ઠ યાદગાર માં ચોટી દેખાડી છે. ચોટી થી ઊંચું કંઈ હોય છે શું? શક્તિ સેના પણ એવી પોતાને લક્કી સમજે છે? આ (મીરા લન્ડન ની) સૌથી અધિક પોતાને લક્કી સમજે છે, કારણ કે એની પોતાની હમજીન્સ માં (સાથીઓમાં) તો આ એક જ વિશેષ રત્ન છે ને હમણાં.
બાપ પણ આજે વિશેષ બાળકોનું વિશેષ ભાગ્ય જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. કેવી રીતે ખૂણે-ખૂણે થી વિદેશ નાં ખૂણાઓથી પણ નીકળીને પોતાનાં ઘરે પહોંચી ગયાં છે. બાપ પણ ઘરે આવેલાં બાળકોને, જે અડધા કલ્પ ની આશા લગાડતા હવે અહિયાં સુધી પહોંચી ગયા છે, તો બાળકો ને પોતાનાં ઠેકાણા પર આવેલાં જોઈને તથા સર્વ આશાઓ પૂરી થતી જોઈને બાપ પણ હર્ષિત થાય છે. વિદેશી સંગઠન ની વિશેષતા શું છે? વિદેશીઓને જોઈને બાપ પણ વિદેશીઓની વિશેષતા જોતાં વિશેષ હર્ષિત થાય છે. કારણ કે ભલે મેજોરીટી (અધિકાંશ) ભારતવાસીઓ છે પરંતુ હવે વિદેશી કહેવડાવે અને કહેવાય છે. તો મેજોરીટી માં જે પહેલી વિશેષતા છે, આવવાથી જ પતંગિયાં નાં સમાન શમા ઉપર બળીને મરી જવું (ન્યોછાવર થવું) એમાં પછી વિચારવું નહીં. સાંભળ્યું, અનુભવ કર્યો અને ચાલવા લાગ્યાં. તો વિદેશીઓમાં આ વિશેષતા ભારતવાસીઓ થી વિશેષ છે. ભારતવાસી પહેલાં સવાલ કરશે, પછી વિચારશે, એનાં પછી સ્વાહા થશે. વિદેશ થી જે નીકળેલી આત્માઓ છે એમની શમા પર પતંગિયાં ની સમાન સ્વાહા થવાની વિશેષતા છે. સમજ્યાં? જેમ કોઈ દૂર બેસેલું ખૂબ જ તડપન માં (તરફડતું) હોય અને એવી તડપતી આત્મા ને ઠેકાણું મળી જાય તો આવી તડપતી આત્માઓ મેજોરીટી રુપ થી વિદેશી સંગઠન માં દેખાય છે. સમજ્યાં? પોતાની વિશેષતા ને. પતંગિયું હોવાનાં કારણે આપમેળે એમનો પુરુષાર્થ ‘યાદ’ અને ‘સેવા’ નાં સિવાય બીજો કાંઈ રહેતો નથી. એટલે ફાસ્ટ (તીવ્ર) જાય છે.
આપ સર્વ ક્યારે, કેમ અને શું આ સવાલ કરો છો? માયા નાં વાર થી હાર ખાવા વાળા છો કે સદા વિજયી છો? માયા ને હાર ખવડાવવા વાળા છો, ન કે ખાવા વાળા. તો વિદેશીઓને બાપ ની વિશેષ લિફ્ટ પણ છે જે લિફ્ટ ની ગિફ્ટ (ભેંટ) નાં કારણે ફાસ્ટ જઈ રહ્યાં છે. આ વિશેષતા ને સદા કાયમ રાખજો. ‘કેમ અને શું’ નાં સવાલ નાં બદલે સદા માસ્ટર ત્રિકાળદર્શી સ્ટેજ (સ્થિતિ) પર સ્થિત થઈ અને દરેક કાર્ય તથા સંકલ્પ ને એ જ પ્રમાણે સ્વરુપ માં લાવો. જ્યારે ત્રિકાળદર્શી છો તો પછી કેમ અને શું આ સવાલ સમાપ્ત થઈ જશે ને? તો સદા માસ્ટર ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત રહો, સદા પોતાને એક બાપ ની યાદ માં સમાયેલાં બાપ-સમાન સમજીને ચાલો. જેમ તત્વયોગી સદા એ જ લક્ષ રાખે છે કે તત્વ માં સમાઈ જાઉં તથા લીન થઈ જાઉં - પરંતુ એ ક્યારેય અનુભવ નથી કરતાં. આ સમયે જ્ઞાન નાં આધાર પર તમે સમજો છો કે બાપ ની યાદ માં સમાઈ જવું અથવા લવલીન (પ્રેમ મગ્ન) થઈ જવું, પોતાની જાતને ભૂલી જવું એને જ તેઓ એક થઈ જવું કહે છે. જ્યારે લવ (પ્રેમ) માં લીન થઈ જાઓ છો અર્થાત્ લગન માં મગ્ન થઈ જાઓ છો તો બાપ નાં સમાન બની જાઓ છો, આને જ તેઓએ સમાઈ જવું કહી દીધું છે. તો આવો અનુભવ કરો છો? આત્મા બાપ નાં પ્રેમ માં પોતાને બિલકુલ ખોવાયેલી અનુભવ કરે, શું આવો અનુભવ થાય છે? જેમ કોઈ સાગર માં સમાઈ જાય તો એ સમયે એનો અનુભવ શું હશે? સિવાય સાગર બીજું કાંઈ નજર નહીં આવશે. તો બાપ અર્થાત્ સર્વ ગુણો નાં સાગર માં સમાઈ જવું. આને કહેવામાં આવે છે લવલીન થઈ જવું અર્થાત્ બાપ નાં સ્નેહ માં સમાઈ જવું. બાપ માં નથી સમાવાનું, પરંતુ બાપ ની યાદ માં સમાઈ જવાનું છે. શું આવો અનુભવ થાય છે ને?
વિદેશ પાર્ટી ને જોઈ બાપદાદા તેમનાં ભવિષ્ય ને જોઈ રહ્યાં છે. વિદેશ પાર્ટી નું ભવિષ્ય શું છે? સતયુગ નું નહીં, સતયુગ નું ભવિષ્ય તો રાજા-રાણી છે પરંતુ સંગમ નું ભવિષ્ય શું છે? (બાપને પ્રત્યક્ષ કરવાનું) પરંતુ એ ક્યારે કરશો? એની તારીખ શું છે? જ્યાં સુધી તારીખ નક્કી નહીં કરો ત્યાં સુધી શક્તિશાળી યોજના નહીં બને. વિદેશીઓ દ્વારા જ ભારતનાં કુંભકર્ણ જાગવાનાં છે. જો આપ સર્વ પણ વિચારશો કે કરી લઈશું તો તેઓ પણ કહેશે - ‘હાં, જાગી જઈશું’. એટલે જગાડવા વાળાએ ફુલ ફોર્સ થી (સંપૂર્ણ બળથી) સ્વયંની શક્તિશાળી યોજના બનાવવી પડે. આ વર્ષે આ-આ કરવાનું જ છે ત્યારે તેઓ પણ વિચારશે કે આ વર્ષ માં જાગવાનું જ છે. હજું જગાડવા વાળા નો પણ સમય નિશ્ચિત નથી. એટલે જાગવા વાળા પાસે પણ સમય નિશ્ચિત નથી. જેમ જગાડવા વાળા વિચારે છે - કરવું તો છે, એ જ રીતે તેઓ પણ વિચારે છે, જાગવું તો છે અંતમાં જાગી જઈશું. એટલે વિદેશીઓનું ભવિષ્ય શું રહ્યું? ભારતનાં નામી-ગ્રામીઓને જગાડવાનાં છે. આ છે વિદેશીઓનું ભવિષ્ય. સાધારણ કુંભકર્ણ નહીં પરંતુ નામી-ગ્રામી કુંભકર્ણો ને જગાડવાનાં છે. જે એક ને જગાડવાથી અનેક જાગી જાય એને કહેવાય છે નામી-ગ્રામી. ધરણી અથવા સ્ટેજ તો તૈયાર થઈ રહી છે. હવે ફક્ત પાર્ટધારીઓ એ પાર્ટ ભજવવાનો છે પરંતુ પાર્ટ પણ હીરો પાર્ટ, સાધારણ પાર્ટ થી નહીં થશે. હીરો પાર્ટ ભજવવાથી કુંભકર્ણ પણ જાગીને ‘સાંભળ્યું-સાંભળ્યું’ કરશે. અચ્છા!
આવી તકદીર જગાડવાનાં નિમિત્ત બનેલ જાગતી જ્યોતિ, સદા સ્વયં નાં અને સમય નાં મૂલ્યને જાણવા વાળી, એવી અમૂલ્ય રત્ન, વિશ્વ નાં શોકેસ માં વિશેષ પ્રસિદ્ધ થવા વાળી સર્વ સિદ્ધિ-સ્વરુપ, દરેક સંકલ્પ ને સ્વરુપ માં લાવવા વાળી બાપ-સમાન સર્વ ગુણોને સેવા અને સ્વરુપ માં લાવવા વાળી, આવી વિશેષ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
સંગઠન સાથે મુલાકાત
સમયની સમીપતાની નિશાની છે કે દરેક કદમ માં સદા સફળતા સમાયેલી હોય. સફળતા થશે કે નહીં એ સ્વપ્ન માં પણ સંકલ્પ નહીં આવશે. દરેક કાર્ય કરવાની પાછળ નિશ્ચિત રુપ થી સફળતા દેખાશે. કરીએ કે ન કરીએ અથવા થશે કે નહીં, એ સંકલ્પ પણ નહીં ઉઠે. જે થવાનું જ છે એ ઓટોમેટિકલી થતું રહેશે. સફળતા બ્રાહ્મણોનાં રસ્તામાં ફૂલોની સમાન આવાહન કરે છે. જેમ કોઈ પણ પ્રખ્યાત વ્યક્તિ આવે છે તો એમનાં રસ્તા માં ફૂલોને પાથરી દે છે અને એનાથી તેઓનું સ્વાગત કરે છે. તો જેમ વિશેષ આત્મા થતાં જાઓ છો એમ સફળતા ફૂલો નાં સમાન આવાહન કરે છે. આવાહન કરે છે કે સફળતા-મૂર્ત મને અપનાવે. સ્વયં ને આવાહન નથી કરવું પડતું સફળતા નું. પરંતુ સફળતા-મૂર્ત નું સફળતા આવાહન કરે છે. આ ફરક પડી જાય છે. અચ્છા!
આ અવ્યક્ત વાણી નો સાર
* સદા એવી ખુશી માં રહો કે તમારી ખુશી ને જોતાં જોવા વાળા નાં દુઃખ નાં (શોક નાં) વાદળ તથા દુઃખ ની ઘટાઓ સમાપ્ત થઈ જાય અને તેઓ સુખ નાં ઝૂલા માં ઝૂલવા લાગી જાય.
* સ્વયં ની અલૌકિક તસવીર ને જોતાં રુહાનિયત રુપી લાલી સદા જોતાં રહો કે ક્યાં સુધી ચહેરા માં રુહાની લાલી વધી છે?
* વિરાટ રુપ માં બ્રાહ્મણો ની યાદગાર ચોટી દેખાડી છે. જે તમારા સર્વશ્રેષ્ઠ ભાગ્યની નિશાની નું યાદગાર ચિત્ર છે.
* વિદેશ થી જે નીકળેલી આત્માઓ છે એમની શમા પર પતંગિયાં સમાન સ્વાહા થવાની વિશેષ વિશેષતા છે.
* સદા માસ્ટર ત્રિકાળદર્શીની સ્થિતિ માં રહેવાથી બધાં સવાલ સમાપ્ત થઈ જશે.
* સદા પોતાને એક બાપ ની યાદ માં સમાયેલાં બાપ-સમાન સમજીને ચાલો. બાપ માં નથી સમાવાનું પરંતુ બાપ ની યાદ માં સમાઈ જવાનું છે.