Search for a command to run...
15 Oct 1975
આત્મ-ઘાતી મહાપાપી ન બનીને ડબલ અહિંસક બનવાની યુક્તિઓ
15 October 1975 · ગુજરાતી
આજે બાપદાદા બાળકોનાં ગુણગાન કરી રહ્યાં હતાં. ગુણગાન કરતાં જોયું કે ડ્રામાની અંદર બાળકો નો કેટલો ઉંચો અને સર્વશ્રેષ્ઠ પાર્ટ છે. એ પણ કલ્પ માં આ જ સંગમયુગ પર જ મહિમા યોગ્ય બને છે. આ જ યુગ માં સ્વયં પરમાત્મા પણ આપ શ્રેષ્ઠ આત્માઓની મહિમા ગાએ છે. આ સમયે જ તમે ડબલ મહિમા નાં અધિકારી બનો છો. એક બાપ સમાન માસ્ટર સાગર બનો છો, અને જે બાપ નાં ગુણ છે અથવા શક્તિઓ છે એ બંને માં માસ્ટર બનો છો. સાથે-સાથે આત્માની શ્રેષ્ઠ સ્થિતિ ની પણ મહિમા છે - સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ... આ મહિમા નો પણ પ્રેક્ટિકલ માં (વ્યવહારમાં) અનુભવ હમણાં કરો છો. સોળ કળાઓ શું છે? મર્યાદાઓ શું છે? આ સર્વ વાતો નું જ્ઞાન આ સમયે જ ધારણ કરો છો. ત્યારે જ ડબલ મહિમા નાં યોગ્ય બનો છો. બે જહાન (લોક) નાં માલિક બનો છો, ડબલ પૂજા નાં યોગ્ય બનો છો. ડબલ વારસો ‘મુક્તિ અને જીવન-મુક્તિ’ આ બંને નાં અધિકારી બનો છો, ડબલ તાજધારી બનો છો, ડબલ અહિંસક બનો છો અને ડબલ બાપ નાં લાડકા અને સિકીલધા બાળકો બનો છો. આવાં બાળકોની શ્રેષ્ઠતાનાં ગુણગાન કરી રહ્યાં હતાં કે બાળકો કેવાં બાળક બનીને વિશ્વ નાં માલિક નાં પણ માલિક બની જાય છે. એવી પોતાની મહિમા શું પોતે પણ સિમરણ કરી હર્ષિત થાઓ છો? આ સિમરણ થી ક્યારેય પણ માયા નો વાર થઈ નહીં શકે.
બાપ આજે જોઈ રહ્યાં હતાં કે કયાં-કયાં બાળકો કઈ સ્થિતિ સુધી પહોંચ્યા છે? મુખ્ય વાત છે બાપ સમાન સર્વગુણો માં માસ્ટર સાગર ક્યાં સુધી બન્યાં છે? સર્વ શક્તિઓ નો વારસો પ્રેક્ટિકલ જીવનમાં ક્યાં સુધી અનુભવ કર્યો છે? સાથે-સાથે આત્માની જે શ્રેષ્ઠ તથા મહાન સ્થિતિ છે - સંપૂર્ણ નિર્વિકારી, સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપન્ન, મર્યાદા પુરુષોત્તમ અને સંપૂર્ણ અહિંસક - આ મહાનતા ને ક્યાં સુધી જીવનમાં લાવી છે? ગુણ સંપન્ન અવસ્થાનું ફક્ત ગાયન જ છે અને સર્વગુણ સંપન્ન ની અવસ્થા માં કદાચ એક પણ ગુણ ની કમી છે તો એમને ફુલ મહિમા નાં યોગ્ય નહીં કહેશે. તો પોતે પોતાને ચેક (તપાસ) કરો કે સર્વ ગુણો માંથી કેટલાં ગુણો માં અને કેટલી ટકાવારી માં સ્વયંમાં ગુણોની કમી છે. સોળ કળા અર્થાત્ સર્વ વિશેષતાઓમાં સંપન્ન અર્થાત્ જેવો સમય એવું સ્વરુપ બનાવી શકો, અને જેવો સંકલ્પ એવું સ્વરુપ લાવી શકો. બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં પુરુષાર્થ ની વિધિ દ્વારા સર્વ સિદ્ધિઓ સમય પર સ્વયં નાં પ્રતિ અથવા સર્વ-આત્માઓની સેવા નાં પ્રતિ કાર્ય માં લગાવી શકો. સર્વ-શક્તિઓને અનુભવમાં લાવતાં સર્વ-આત્માઓનાં પ્રતિ તેઓની આવશ્યકતા પ્રમાણે, વરદાની રુપ માં આપી શકો. સર્વ વાતોમાં સંતુલન રાખી શકો અર્થાત્ હમણાં-હમણાં લવફુલ (પ્રેમાળ) અને હમણાં-હમણાં લોફુલ (કાયદેસર) બની શકો. હમણાં-હમણાં મહાકાળી રુપ અને હમણાં-હમણાં શીતળા રુપ બની શકો. એવી સર્વ વિશેષતાઓ અર્થાત્ સોળે કળા સંપન્ન. આનાં માટે સર્વ-કર્મેન્દ્રિયો અને સર્વ-આત્મિક શક્તિઓ, મન, બુદ્ધિ અને સંસ્કાર - આ સર્વ પર અધિકાર જોઈએ. એવાં અધિકારી જ સોળે કળા સંપન્ન બની શકે છે.
કોઈ પણ કમજોરી વાળા કળા નથી દેખાડી શકતાં અર્થાત્ વિશેષતાઓ નથી દેખાડી શકતાં અને ન અનુભવ કરાવી શકે છે. એ જ રીતે પોતાને ચેક કરો કે સર્વ વિશેષતાઓ ધારણ કરી છે અર્થાત્ સોળે કળા સંપૂર્ણ બન્યાં છીએ? સંપૂર્ણ નિર્વિકારી અર્થાત્ સર્વ વિકાર સર્વ વંશ-સહિત, અંશ-માત્ર પણ અર્થાત્ સંકલ્પ અથવા સ્વપ્ન-માત્ર માં પણ ન હોય. એને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ અર્થાત્ દરેક સંકલ્પ, દરેક સેકન્ડ અને દરેક કદમ શ્રીમત અનુસાર અર્થાત્ મર્યાદા પ્રમાણે હોય. સંકલ્પ પણ અથવા એક કદમ પણ ઈશ્વરીય મર્યાદાની લકીર (રેખા) ની બહાર ન હોય. અમૃતવેલા થી રાત્રે સૂતાં સુધી દરેક કદમ મર્યાદા અનુકૂળ, સ્મૃતિ, વૃત્તિ, અને દૃષ્ટિ પણ સદા મર્યાદા પ્રમાણે હોય. એવાં મર્યાદા પુરુષોત્તમ ક્યાં સુધી બન્યાં છો?
ડબલ અહિંસક અર્થાત્ અપવિત્રતા અર્થાત્ ‘કામ મહાશત્રુ’ સ્વપ્ન માં પણ વાર ન કરે. સદા ભાઈ-ભાઈ ની સ્મૃતિ સહજ અને સ્વતઃ અર્થાત્ સ્મૃતિ સ્વરુપ માં હોય. એવાં ડબલ અહિંસક, આત્મઘાત નું મહાપાપ પણ નથી કરતાં. આત્મઘાત અર્થાત્ પોતાની સંપૂર્ણ સતોપ્રધાન સ્થિતિ થી નીચે પડીને પોતાનો ઘાત નથી કરતાં. ઊંચાઈ પર થી નીચે પડવું જ ઘાત છે. આત્મા નાં અસલી ગુણ-સ્વરુપ અને શક્તિ-સ્વરુપ સ્થિતિ થી નીચે આવવું અર્થાત્ વિસ્મૃત થવું એ પણ પાપ નાં ખાતા માં જમા થાય છે. એટલે કહેવાય છે આત્મઘાતી મહાપાપી. સાથે-સાથે અહિંસક આત્મા ક્યારેય ખૂન નથી કરતી. ખૂન કરવું અર્થાત્ હિંસા કરવી. તો આપ સર્વ માંથી કોઈ ખૂન કરે છે? જે બાપ દ્વારા દિવ્ય-બુદ્ધિ અથવા દિવ્ય-વિવેક અથવા ઈશ્વરીય-વિવેક મળ્યો છે તે માયા વશ, પરમત વશ, કુસંગ વશ કે પરિસ્થિતિ નાં વશ જો ઈશ્વરીય વિવેક ને દબાવો છો, તો સમજો કે ઈશ્વરીય વિવેક નું ખૂન કરો છો, અથવા દિવ્ય બુદ્ધિનું ખૂન કરો છો. પછી બુમો પાડો છો કે ઈચ્છતો તો નથી પરંતુ કરી લીધું, ન ઈચ્છવા છતાં પણ થઈ ગયું. આ છે ઈશ્વરીય વિવેકનું ખૂન કરવું. ખોટું બોલવું, ચોરી કરવી, ઠગી કરવી તથા દગો દેવો એને પણ હિંસા અથવા મહાપાપ કહેવામાં આવે છે. તો આપ બ્રાહ્મણ ચોરી કઈ કરો છો? શૂદ્રપણા નાં સંસ્કાર, સ્વભાવ અથવા બોલ તથા કોઈ નાં પ્રતિ ભાવના, બ્રાહ્મણ બન્યાં પછી કાર્ય માં લગાડો છો અથવા અપનાવો છો તો શૂદ્રો ની વસ્તુ ચોરી કરો છો. જ્યારે આ બ્રાહ્મણો ની વસ્તુ જ નથી. તો બીજાની વસ્તુઓનો ઉપયોગ કરવો અર્થાત્ બ્રાહ્મણ બન્યાં પછી આસુરી અથવા શૂદ્રપણા નાં સંસ્કાર કે સ્વભાવ ધારણ કરવા અર્થાત્ હિંસા કરવી છે. એમ જ ખોટું કઈ રીતે બોલો છો? કહો છો અમે ટ્રસ્ટી છીએ - બધું જ તમારું છે - તન, મન અને ધન બધું જ તમારું. પછી હું-પણા માં મોહવશ થઈને ચાલો છો. તો હું-પણુ લાવવું કે મારું સમજવું એ પણ ખોટું થયું ને? કહેવું તારું અને કરવું મારું - ખોટું થયું ને? વાયદો કરો છો તમારાથી ખાઉં, તમારાથી જ બેસું, તમારી સાથે બોલું અને તમારી સાથે જ સર્વ-સંબંધ નિભાવું - પરંતુ પ્રેક્ટિકલ માં અન્ય આત્માઓ સાથે પણ સંબંધ તથા સંપર્ક રાખો છો. બાપની સ્મૃતિ નાં બદલે અન્ય સ્મૃતિ પણ સાથે-સાથે રાખો છો. તો આ પણ ખૂન થયું ને? વાયદો છે કે મારા તો એક બાપ, બીજું ન કોઈ. જો એ નથી નિભાવતાં તો આ પણ ખોટું થયું. તે જ રીતે દગો અને ઠગી કઈ કરો છો? સૌથી મોટો દગો સ્વયં ને આપો છો કે જે જાણવા છતાં, માનવા છતાં પણ સ્વયં ને શ્રેષ્ઠ પ્રાપ્તિ થી વંચિત કરી દો છો - આ થયું સ્વયં ને દગો આપવો. દગા ની નિશાની છે જેમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. સાથે-સાથે બ્રાહ્મણ પરિવાર માં પણ દગો આપો છો. કહેવું એક અને કરવું બીજું, પોતાની કમજોરી ને છુપાવીને બહાર થી પોતાનું નામ પ્રસિદ્ધ કરવું અથવા પોતાને સારા પુરુષાર્થી સિદ્ધ કરવાં. આ એક-બીજા ને દગો આપો છો. કોઈ પણ ભૂલ કરીને છુપાવવી એ પણ દગો આપવો છે અથવા ઠગી કરવી છે. તો ડબલ અહિંસક અર્થાત્ પુણ્ય આત્મા, મહાન આત્મા, જેનાથી કોઈ પ્રકાર નું પાપ ન થાય. આમ પોતાને ચેક કરો કે આત્માની સર્વશ્રેષ્ઠ સ્થિતિ જે હમણાં સંભળાવી એ ક્યાં સુધી ધારણ કરી છે? આવી સર્વશ્રેષ્ઠ આત્માઓનું બાપ પણ ગાયન કરે છે. તો આજે આવાં બાળકો નાં ગુણગાન કરી રહ્યાં હતાં અથવા માળા સુમિરણ કરી રહ્યાં હતાં. અચ્છા.
આવાં સર્વ મહાન, સર્વ યોગ્યતાઓ-સંપન્ન, ગાયન અને પૂજન યોગ્ય અને ડબલ અહિંસક બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ શાંતિ!
આ અવ્યક્ત વાણી નો સાર
* આ સંગમયુગ પર આપ બાળકો ડબલ મહિમાનાં અધિકારી બનો છો. એક બાપ સમાન ગુણ અને શક્તિઓનાં માસ્ટર સાગર બનો છો, સાથે-સાથે આત્માની સર્વશ્રેષ્ઠ સ્થિતિની મહિમા - સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, સંપૂર્ણ અહિંસક અને મર્યાદા પુરુષોત્તમ નાં યોગ્ય બનો છો.
* સોળે કળા સંપન્ન બનવા માટે સર્વ-કર્મેન્દ્રિયો અને સર્વ આત્મિક શક્તિઓ પર અધિકાર જોઈએ.
* જે વ્યક્તિ માં સર્વ વિકાર સર્વ વંશ સહિત અંશ-માત્ર અથવા સ્વપ્ન-માત્ર માં પણ ન હોય એને કહેશે - સંપૂર્ણ નિર્વિકારી.
* અમૃતવેલા થી લઈને રાત્રે સૂતાં સુધી દરેક સંકલ્પ, દરેક સેકન્ડ, દરેક બોલ, દરેક કર્મ, દરેક પગલું ઈશ્વરીય મર્યાદા ની અનુકૂળ હોય - આવાં વ્યક્તિને જ મર્યાદા પુરુષોત્તમ કહેશે.
* ડબલ અહિંસક અર્થાત્ અપવિત્રતા અર્થાત્ કામ મહાશત્રુ સ્વપ્ન માં પણ વાર ન કરે, સદા ભાઈ-ભાઈ ની સહજ સ્મૃતિ રહે, આવાં ડબલ અહિંસક પોતાનાં સંપૂર્ણ સતોપ્રધાન સ્થિતિ થી પડીને આત્મઘાત નથી કરતાં.