Search for a command to run...
13 October 1975 · ગુજરાતી
પોતાની નવી દુનિયા માં કૃષ્ણ સાથે ઝૂલો કોણ ઝૂલશે? ઝૂલવામાં મજા છે. ઝૂલાવવા વાળા નો પાર્ટ જ અલગ છે. જે અહીંયા પોતાનાં જીવનમાં, જીવન નાં આદિ થી અંત સુધી બાપની સાથે રહ્યાં છે અર્થાત્ બુદ્ધિયોગ થી સાથે રહ્યાં છે - સાકાર રુપ માં સાથે રહેવું એ તો લક (ભાગ્ય) છે. પરંતુ સાકાર ની સાથે હોવા છતાં પણ બુદ્ધિ નો સાથ જો સદા રહ્યો છે, જીવન નાં આદિ થી અંત સુધી સાથે રહ્યાં છે, તેઓ જ ત્યાં પણ દરેક જીવનની આયુ નાં ભિન્ન-ભિન્ન પાર્ટ માં, બાળપણ માં પણ સાથે રહેશે, ભણતર માં પણ સાથે રહેશે, રમવામાં પણ અને પછી રાજ્ય કરવામાં પણ સાથે રહેશે. તો અહીંયા સદા સાથે રહેવા વાળા ત્યાં પણ સદા સાથે રહેશે. જેમ એ પહેલી આત્મા ને નશો અને ખુશી હશે એમ જ સાથે રહેવા વાળી આત્માઓ ને પણ એવો જ નશો અને ખુશી હશે. જે હમણાં બાપ-સમાન બને છે એમને ત્યાં પણ સમાન નશો હશે. તો સર્વ-સ્વરુપ થી સાથે રહેવું - એ પણ વિશેષ પાર્ટ છે. બાળક, યુવા અને વાનપ્રસ્થ બધી અવસ્થાઓમાં સાથે. એનો આધાર અહીંયા નાં જીવન નાં આદિ, મધ્ય અને અંત સુધી સાથ નિભાવવાનો છે. મજા તો એમાં છે ને? જે પહેલા માં સાથે રહે છે તેઓ પછી ૮૪ જન્મોમાં જ, ભક્તિકાળ માં અલ્પકાળ નાં રાજા બનવામાં અથવા કોઈ પણ પાર્ટ ભજવવા માં પણ કોઈ-ને-કોઈ સાથનો સંબંધ કાયમ કરતાં રહેશે. ભક્તિ પણ સાથે-સાથે શરું કરશે. ચઢશે પણ સાથે, અને પડશે પણ સાથે. તો હમણાંનો સાથ નિભાવવાનો આધાર આખાં કલ્પ નાં સાથ નો આધાર બની જાય છે. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* જે અહીંયા સંગમયુગ માં બુદ્ધિયોગ થી બાપ ની સદા સાથે રહે છે એ જ આખાં કલ્પ માં, જીવનનાં ભિન્ન-ભિન્ન પાર્ટ માં પણ સાથે રહેશે.
* જે હમણાં બાપ-સમાન બને છે એમને ભવિષ્ય માં પણ પહેલી આત્મા નાં સમાન જ નશો અને ખુશી કાયમ રહેશે.