Search for a command to run...
16 October 1975 · ગુજરાતી
મહારથી બાળકોએ વર્તમાન સમયે કયો પોતામેલ રાખવાનો છે? હમણાં મહારથીઓની સિઝન (ઋતુ) છે સિદ્ધિ સ્વરુપ બનવાની. તેમનાં દરેક બોલ અને સંકલ્પ સિદ્ધ થાય. એ ત્યારે થશે જ્યારે તેમનાં દરેક બોલ અને દરેક સંકલ્પ ડ્રામા અનુસાર સત્ અને સમર્થ હોય. તો મહારથી હવે આ પોતામેલ રાખે કે આખાં દિવસ માં જે એમનાં સંકલ્પ ચાલે છે કે મુખ થી જે બોલ નીકળે છે તે કેટલાં સિદ્ધ થાય છે? સંકલ્પ છે બીજ, જે સમર્થ બીજ હશે તેનું ફળ સારું નીકળે છે. એને કહેવાશે સંકલ્પ-સિદ્ધ થવો. તો આખાં દિવસ માં કેટલાં સંકલ્પ અને બોલ સિદ્ધ થાય છે? જે બોલ્યાં ડ્રામા અનુસાર, એ જ બોલ્યાં અને જે થવાનું છે એ જ બોલ્યાં. એમાં દરેક બોલ અને સંકલ્પ ને સમર્થ બનાવવામાં ધ્યાન રાખવું પડે. તો મહારથીઓનો પોતામેલ હવે આ હોવો જોઈએ. જેમ ભક્તિ માં પણ કહેવાય છે કે આ સિદ્ધ-પુરુષ છે. તો અહીંયા પણ જેનો સંકલ્પ અને બોલ સિદ્ધ થાય છે તો એ સિદ્ધિ નાં આધાર પર તે પ્રસિદ્ધ બને છે. જો સિદ્ધ નથી તો પ્રસિદ્ધ નથી. ભક્તિ માં કેટલાક દેવીઓ અને દેવતાઓ પ્રસિદ્ધ થાય છે, કેટલાક પ્રસિદ્ધ નથી થતાં. તે દેવતા અને દેવી તો માનવામાં આવે છે પરંતુ પ્રસિદ્ધ નથી થતાં. તો સંકલ્પ અને બોલ સિદ્ધ થવો એ આધાર છે પ્રસિદ્ધ થવાનો. આનાથી ઓટોમેટિકલી (આપોઆપ) અવ્યક્ત ફરિશ્તા બની જશો અને સમય બચી જશે. વાણી માં આવવું ઓટોમેટિકલી સમાપ્ત થઈ જશે કારણ કે સાઈલેન્સ-હોમ (શાંતિ ધામ) માં જવાનું છે ને? તો એ શાંતિ નાં અને આકારી ફરિશ્તાપણા નાં સંસ્કાર પોતાની તરફ ખેંચશે. સેવા પણ એટલી વધતી જશે કે જે વાણી દ્વારા સેવા કરવાની તક જ નહીં મળે. જરુર નયનો દ્વારા અને પોતાનાં હર્ષિત મુખ દ્વારા, મસ્તક માં ચમકતી મણી દ્વારા સેવા કરી શકશો. પરિવર્તન થશે ને? આ અભ્યાસ ત્યારે વધશે જ્યારે આ પોતામેલ રાખશો - આ છે મહારથીઓનો પોતામેલ. મહારથી એવો પોતામેલ તો નહીં રાખે ને કે કોને દુઃખ આપ્યું અથવા કયાં વિકાર નાં વશ થયા? એ તો ઘોડેસવાર નું કામ છે. મહારથીઓનો પોતામેલ પણ મહાન છે. એ રીતે આપસમાં ગુહ્ય પુરુષાર્થ ની યોજના બનાવો. એટલે વચ્ચે-વચ્ચે સમય મળે છે. મેળા માં તો સમય નથી મળતો ને? મેળા માં પછી બીજા પ્રકાર ની સેવા માં તત્પર હોવ છો. મેળા માં છે આપવાનો સમય અને મેળા પછી સ્વયં ને ભરવાનો સમય મળે છે. મેળા માં આપવામાં જ દિવસ-રાત સમાપ્ત થઈ જાય છે ને?
બાપદાદા પણ જાણે છે કે જ્યારે આટલી આત્માઓ ને આપવાનાં નિમિત્ત બનો છો તો જરુર આપવાની યોજનાઓ તથા સંકલ્પ ચાલશે. ત્યારે તો સંતુષ્ટતા નું સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) ઓટોમેટિકલી મળી જાય છે. સર્વની સંતુષ્ટતા એ પણ પોતાનાં પુરુષાર્થમાં હાઈ જમ્પ (ઉંચી છલાંગ) આપવામાં સહયોગ આપે છે. એ તો કરવું જ પડશે પરંતુ આ બધી પછીની વાતો છે. નોંધ તો બધાં કરો છો ને? પછી એને બેસીને રિવાઇઝ (પુનરાવર્તન) કરજો. હમણાં તો જે મળે છે તે બુદ્ધિમાં જમા (ભેગું) કરતા જાઓ છો પછી બેસીને જયારે રિવાઇઝ કરીને એની મહિનતા (સૂક્ષ્મતા) અને ગુહ્યતા માં જશો તો બીજાને પણ ગુહ્યતા માં લઈ જઈ શકશો. હમણાં જે કંઈ ચાલી રહ્યું છે, જે રીતે ચાલી રહ્યું છે, બાપદાદા સંતુષ્ટ અને હર્ષિત છે. અચ્છા.