Search for a command to run...
15 October 1975 · ગુજરાતી
આપ દરેક કર્મ કરીને દેખાડવાનાં નિમિત્ત છો. દરેક શિક્ષક ની પાછળ જોઈને ચાલવા વાળા, કરવા વાળા, આગળ વધવા વાળા ની કેટલી મોટી લાઈન હોય છે? તો શિક્ષક સાચ્ચી લાઈન પર ચલાવવાનાં નિમિત્ત છે. તે રોકાય છે તો આખી લાઈન રોકાઈ જાય છે, તમારી લાઈન ની જવાબદારી છે. આવી જવાબદારી સમજીને ચાલો તો દરેક કર્મ કેવું કરશો? એમ પણ કહેવામાં આવે છે - જવાબદારી મોટામાં મોટી શિક્ષક છે. જેમ શિક્ષક જીવન બનાવે છે ને, એમ જવાબદારી પણ જીવન બનાવવાની શિક્ષા આપે છે. તો દરેક શિક્ષક ની ઉપર એટલી વિશાળ જવાબદારી છે. આવું સમજવાથી પણ પોતાના ઉપર ધ્યાન રહેશે. હમણાં ધ્યાન રહેશે તો બાપ અને સેવા નાં સિવાય બીજું કાંઈ બુદ્ધિ માં રહેશે જ નહીં. જવાબદારી મોટાપણું લાવે છે. જો જવાબદારી નથી તો બાળપણ આવી જાય છે. જવાબદારી હોવાથી અલબેલાપણું સમાપ્ત થઈ જાય છે. શિક્ષકે દરેક સંકલ્પ, દરેક કદમ પાછળ, વિચારવું જોઈએ કે મારી પાછળ કેટલી જવાબદારી છે. એવું પણ નથી કે આ જવાબદારી ભારે કરશે - બોજ (ભાર) રહેશે. ના, જેટલી આ જવાબદારી ઉપાડશો એટલાં જે અનેકોનાં આશીર્વાદ મળે છે તો એ બોજ ખુશી માં બદલાઈ જાય છે. એ બોજ અનુભવ નથી થતો, હલ્કા રહો છો. જેમ બ્રહ્મા બાપ નિમિત્ત બન્યાં એમ તમે બધાં નિમિત્ત છો. તો તમારે બધાએ બ્રહ્મા બાપ ને ફોલો (અનુકરણ) કરવાં જોઈએ. જવાબદારી અને હલ્કાપણું બંનેનું સંતુલન હતું, એમ જ ફોલો ફાધર (બાપનું અનુસરણ કરો). શિક્ષક નું સ્લોગન ફોલો ફાધર. ‘ફોલો ફાધર’ નહીં તો સફળ શિક્ષક નહીં. શિક્ષક નું પહેલું પ્રમાણપત્ર છે સ્વયં સંતુષ્ટ રહેવું અને બીજાને સંતુષ્ટ કરવાં. પહેલાં નંબર શિક્ષક ની નિશાની સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવાં. શિક્ષક સંતુષ્ટ કેમ નહીં રહેશે? શિક્ષકો ને તક કેટલી છે? એક તક સમર્પણ થવાની, બીજી સેવાની તક, ત્રીજી નિમિત્ત બનવાથી પોતાનાં ઉપર ધ્યાન રાખવાની તક અને ચોથી જેટલાં ને આપ-સમાન બનાવશે, એમાં પુરુષાર્થ ની સફળતા ની તક. સૌથી વધારે પુરુષાર્થ માં નંબર લેવાની તક. આવવા વાળા વિદ્યાર્થીઓ ને તો હંસ અને બગલા એક સાથે રહેવું પડે છે. શિક્ષકો ને વાતાવરણ ની પણ તક સારી મળે છે. તો શિક્ષક બનવું અર્થાત્ લોટરી લેવી. શિક્ષકો નો ડ્રામા માં ખૂબજ સારો પાર્ટ છે. શિક્ષકોએ પોતાનાં ભાગ્ય ને જોઈને ખુશ થવું જોઈએ. પોતાની પ્રાપ્તિ ની યાદી સામે રાખો કે શું મળ્યું છે? કેટલું મળ્યું છે? તે જુઓ છો? અમૃતવેલા રુહ-રુહાન બધાં કરો છો? જે રુહ-રુહાન કરવાથી રસ નો અનુભવ કરી લે છે તેઓ આખાં દિવસ માં સફળ રહેશે. અલબેલા તો નથી રહેતાં, સદા પોતાની ઉપર ધ્યાન રહે છે અને રસ પણ આવે છે? એક છે નિયમ નિભાવવા વાળા, બીજા પ્રાપ્તિ કરવા વાળા. આપ સર્વ તો પ્રાપ્તિ કરવા વાળા છો ને?
આ અવ્યક્ત વાણી નો સાર
* જવાબદારી મોટામાં મોટી શિક્ષક છે. જેમ શિક્ષક જીવન બનાવે છે એમ જવાબદારી પણ જીવન બનાવવાની શિક્ષા આપે છે. જવાબદારી મોટાપણું લાવે છે અને એનાથી અલબેલાપણું સમાપ્ત થઈ જાય છે.
* શિક્ષકો નું સ્લોગન છે - ‘ફોલો ફાધર’. ફોલો ફાધર નહીં તો સફળ શિક્ષક નહીં.