Search for a command to run...
19 October 1975 · ગુજરાતી
આજે સાંભળ્યું કે બ્રહ્મા બાબા શું ઈચ્છે છે? - લશ્કર તૈયાર ઈચ્છે છે - તો સાકાર માં નિમિત્ત બનેલી આત્માઓની હવે લશ્કર ને તૈયાર કરવામાં તીવ્ર ગતિ જોઈએ. તીવ્રગતિ અર્થાત્ ક્વિક (જલ્દી) થવું જોઈએ. ક્વિક અર્થાત્ વિચાર્યું અને કર્યું. સંકલ્પ અને કર્મ માં સમાનતા આવી જાય, પ્લાન (યોજના) અને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં સમાનતા હોય - એવી ગતિ છે? કે યોજનાઓ બહુજ બનાવો છો - પ્રેક્ટિકલ ઓછું થાય છે? સંકલ્પ બહુજ કરો છો પરંતુ કર્મ માં ઓછા આવે છે? સંકલ્પ અને કર્મ માં સમાનતા જ સંપૂર્ણતા ની નિશાની છે. આ નિશાની થી જ પોતાનાં નિશાના ને જજ (નિર્ણય) કરી શકશો કે કેટલાં સમીપ છો? તો પોતાનું એવું ઝુંડ તૈયાર કરો જેને જોઈને હજું પણ હિંમત ઉલ્લાસ માં આવીને ફોલો (અનુસરણ) કરે. જેમ સાકાર બાપ નું સેમ્પલ (ઉદાહરણ), પુરુષાર્થીઓનાં પુરુષાર્થ ને સિમ્પલ (સરળ) કરી દે છે. એવાં સેમ્પલ તૈયાર કરો જેને જોઈને અન્ય નો પુરુષાર્થ સિમ્પલ થઈ જાય - આવું ઝુંડ તૈયાર છે? એવી શક્તિઓની લલકાર કરવા વાળું ઝુંડ હોય જે માયા ને પણ લલકાર કરવા વાળું હોય, ભલે એ માયા કોઈ પણ પ્રકારની સત્તાવાળાઓમાં જ કેમ ન હોય.
જુગાર માં હાર તો એમની છે જ - કલ્પ પહેલાં જ યાદગાર માં પણ જુગાર બતાવ્યો છે પરંતુ યથાર્થ રુપ નથી દેખાડ્યું. કૌરવ પોતાનાં જુગાર માં લાગેલાં છે અને ધર્મ સત્તા વાળા પોતાનાં જુગાર માં લાગેલાં છે, જુગાર માં છે તેઓની હાર થવાની છે અને પાંડવો નો ઝંડો બુલંદ થવાનો છે - આવી લલકાર કરવા વાળા નિર્ભય, માયા નાં તોફાનો થી પણ ન ડરવા વાળા, નિરંતર વિજય ની ચેલેન્જ (પડકાર) કરવા વાળા આ સેના નાં ઈન્ચાર્જ બને ત્યારે બીજા પણ ફોલો કરશે. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* સંકલ્પ અને કર્મ આ બન્ને માં સમાનતા લાવવી જ સંપૂર્ણતા ની નિશાની છે.
* એવાં સેમ્પલ તૈયાર થાય જેનાં પુરુષાર્થ ને જોઈને અન્ય પુરુષાર્થીઓનો પુરુષાર્થ સિમ્પલ થઈ જાય.
* હવે પાંડવો નાં ઝુંડનો ઝંડો બુલંદ થવાનો છે.
* એવું લશ્કર તૈયાર કરવું જોઈએ જે ઝડપી હોય અર્થાત્ વિચાર્યું અને કર્યું.
* નિરંતર વિજયની ચેલેન્જ કરવા વાળી અર્થાત્ માયા નાં તોફાનો થી પણ ન ડરવા વાળી નિર્ભિક આ સેના ની ઈન્ચાર્જ બને ત્યારે બીજા પણ ફોલો કરશે.