Search for a command to run...
19 Oct 1975
વૃક્ષપતિ દ્વારા કલ્પવૃક્ષની દુર્દશા નાં આંખે જોયેલાં હાલ
19 October 1975 · ગુજરાતી
આજે વૃક્ષપતિ અને આદિ દેવ બંનેય પોતાનાં વૃક્ષની દેખ-રેખ કરવાં ગયાં. આદિ દેવ અર્થાત્ સાકાર મનુષ્ય સૃષ્ટિ નાં રચયિતા બાપ (પ્રજાપિતા બ્રહ્મા) એમણે જ્યારે વૃક્ષ ને ચારે તરફ થી જોયું તો શું જોયું? દરેક મનુષ્ય આત્મા રુપી પાંદડું જૂનું તો થઈ જ ગયું છે પરંતુ અધિકાંશ પાંદડાઓ ને બીમારી પણ લાગેલી છે જેનાથી એ પાંદડા નાં રંગ-રુપ બદલાયેલાં છે અર્થાત્ રોનક બદલાયેલી છે. એક તરફ રાજ્ય-સત્તા ને જોઈ, બીજી તરફ ધર્મ સત્તા, ત્રીજી તરફ ભક્તિ ની સત્તા, ચોથી તરફ પ્રજા ની સત્તા - આ ચારેય સત્તાઓ બિલકુલ અંદર થી શક્તિહીન, ખોખલી દેખાઈ. અંદર ખાલી, બહાર થી ફક્ત રુપ રહેલું હતું. જે રીતે ઉધઈ લાગે છે તો અંદર થી ખવાયેલું હોય છે ફક્ત બહાર નું રુપ જ દેખાય છે, એમ જ રાજ્ય સત્તા માં રાજ્ય ની સત્તા નહોતી. નામ રાજ્ય પરંતુ અંદર દિવસ-રાત એક બીજા માં ખેંચાતાણ અર્થાત્ ઈર્ષ્યા ની અગ્નિ સળગી રહી હતી. રાજ્ય થી સુખો ની પ્રાપ્તિ તો શું પરંતુ એક મિનિટ પણ ચેન નથી. નિદ્રા નું પણ ચેન નથી. જે માનવ જીવન માં આખાં દિવસ નાં થાક ને, સંકલ્પો ને સમાવવાનું સાધન નિદ્રા નો નિયમ બનેલો છે, તે અલ્પકાળ નું પણ ચેન ભાગ્ય માં નથી. અર્થાત્ ભાગ્યહીન રાજ્ય. ન રાજ્યસત્તા, ન રાજ્ય દ્વારા અલ્પકાળ ની પ્રાપ્તિની સત્તા, આવું સત્તાહિન્ રાજ્ય જોયું. સદા ભય નાં ભૂતો ની વચ્ચે ખુરશી પર બેઠેલા જોયાં. આ જોયા પછી બીજી તરફ શું જોયું?
ધર્મસત્તા - ધર્મ સત્તા માં કંઈક થોડા ઘણાં નાનાં-નાનાં નવાં પાંદડા દેખાઈ રહ્યાં હતાં, પરંતુ એ પાંદડાઓને બહુજ જલ્દી અહંકાર અર્થાત્ સ્વ-અભિમાન અને સિદ્ધિ સ્વીકાર નાં પક્ષી ખાઈ રહ્યાં હતાં. બીજી તરફ શું જોયું-નામ ધર્મ પરંતુ છે અતિ કુકર્મ. કુકર્મ અર્થાત્ વિકર્મ નો કીડો એમની ધર્મસત્તા અર્થાત્ શક્તિ ને ખત્મ કરી રહ્યો છે. અનેક પ્રકારનાં ઉલ્ટા નશા માં ચૂર, ધર્મ નાં હોશ થી બેહોશ હતાં. તો ધર્મસત્તા પણ બહાર નાં આડંબર રુપ માં જોઈ. ત્યાગ, તપસ્યા અને વૈરાગ્ય નાં બદલે લોકો ને રિદ્ધિઓ-સિદ્ધિઓ માં રમતાં જોયાં. વૈરાગ્ય નાં બદલે રાગ-દ્વેષ માં જોયા. અધિકાંશ જે રીતે રાજ્ય સત્તા લોટરી નો જુગાર રમી રહી છે એમ જ તેઓ ધર્મ સત્તા હોવા છતાં પણ ભૂલેલા ભક્તો સાથે અલ્પકાળ ની સિદ્ધિઓ નો જુગાર રમી રહ્યાં હતાં. મોટા-મોટા દાવ લગાવી રહ્યાં છે - આ પ્રાપ્ત કરાવી દઈશ તો આટલું આપવું પડશે, બીમારીને મટાડશું તો આટલું દાન-પુણ્ય કરવું પડશે. આવી સિદ્ધિઓનાં જુગાર નો દાવ લગાવી રહ્યાં છે. પછી શું જોયું?
ભક્તિ ની સત્તા - એમાં શું જોયું? અંધશ્રદ્ધા ની પટ્ટીઓ આંખો પર બાંધેલી છે - અને શોધી રહ્યાં છે મંઝિલ (લક્ષ) ને. આ રમત જોઈ છે ને, જો આંખો પર પટ્ટી બાંધેલી હોય છે તો પછી રસ્તો કેવી રીતે શોધે છે? જ્યાંથી અવાજ આવશે ત્યાં ચાલવા લાગશે. અંદર ગભરાહટ હશે કારણ કે આંખો પર પટ્ટી છે. તો ભક્ત પણ અંદર થી દુઃખ અશાંતિ થી ગભરાઈ રહ્યાં છે. જ્યાંથી કોઈ અવાજ સાંભળે છે કે ફલાણી આત્મા બહુજ જલ્દી પ્રાપ્તિ કરાવે છે તો એ અવાજ ની પાછળ અંધશ્રદ્ધા થી ભાગી રહ્યાં છે. કોઈ ઠેકાણું નથી. બીજી તરફ ઢીંગલીઓ નાં ખેલ માં એટલાં મસ્ત કે જો કોઈ ઘર (પરમધામ) નો સાચ્ચો રસ્તો બતાવે તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી. ભક્તિ ની સત્તા છે અતિ સ્નેહ ની પરંતુ સ્નેહ ની સત્તા સ્વાર્થ માં બદલાઈ ગઈ છે. સ્વાર્થ નાં બોલ પ્રસિદ્ધ થાય છે. બધાં જ સ્વાર્થ માં ભિખારી દેખાયાં - શાંતિ આપો, સુખ આપો, સંબંધી નું આયુષ્ય લાંબુ આપો, સંપત્તિ માં વૃદ્ધિ થાય, આ આપો, આ આપો, તે આપો - આવી ભીખ માંગવા વાળા ભિખારી હતાં. તો ભક્તો ને ભિખારી રુપ માં જોયાં હજી આગળ ચાલો.
પ્રજા ની સત્તા - પ્રજા માં શું જોયું? બધાં ચિંતા ની ચિતા પર બેઠેલાં છે. ખાઈ પણ રહ્યાં છે, ચાલી પણ રહ્યાં છે અને કોઈ કર્મ પણ કરી રહ્યાં છે પરંતુ સદૈવ એ ભય નો સંકલ્પ છે કે હમણાં કાંડી અર્થાત્ આગ લાગી કે લાગી. સંકલ્પો માં સ્વપ્ન ની જેમ એ દેખાતું રહે છે કે હમણાં પકડાઈ ગયાં કે પકડાઈ ગયાં - ક્યારેક રાજ્ય સત્તા દ્વારા, ક્યારેક પ્રકૃતિ ની આપદાઓ દ્વારા, ક્યારેક ડાકુઓ દ્વારા - આવાં જ સંકલ્પો માં સ્વપ્ન જોતાં રહે છે. આવી ચિંતાઓ ની ચિતા ઉપર સવાર, હેરાન, દુઃખી અને અશાંત હતાં જાણે કોઈ રસ્તો નજર ન આવે જેનાથી પોતાને બચાવી શકે. ત્યાં જાય તો આગ છે, ત્યાં જઈએ તો પાણી છે. એમ ચારે તરફની ટેન્શન (ચિંતા) ની વચ્ચે ગભરાયેલા નજર આવ્યાં આ હતી આજ ની સૈર.
જ્યારે આ સૈર કરીને પાછા વળ્યાં તો નવાં વૃક્ષની કલમ ને જોઈ. કલમ માં કોણ હતાં? આપ સર્વ પોતાને કલમ સમજો છો? જ્યારે જૂનાં વૃક્ષ ને બીમારી લાગી ગઈ, જડજડીભૂત થઈ ગયું તો હવે નવું વૃક્ષારોપણ આપ આધાર મૂર્તિઓ દ્વારા જ થશે. બ્રાહ્મણ છે જ નવા વૃક્ષની જડ અર્થાત્ ફાઉન્ડેશન (પાયો), તમે છો ફાઉન્ડેશન. તો જોયું કે ફાઉન્ડેશન કેટલું શક્તિશાળી નિમિત્ત બનેલું છે. બ્રહ્મા બાપ ને ચારે તરફની દુર્દશા જોતાં સંકલ્પ આવ્યો કે હમણાં-હમણાં બાળકો નાં તપસ્વી રુપ દ્વારા યોગ અગ્નિ દ્વારા આ જૂનાં વૃક્ષ ને ભસ્મ કરી દે. એટલામાં તપસ્વી-રુપ બ્રાહ્મણ અથવા રુહાની સેના ઈમર્જ (જાગૃત) કરી. બધાં તપસ્વી રુપ માં પોત-પોતાનો યથા શક્તિ ફોર્સ (શક્તિ) લગાવી રહ્યાં હતાં. યોગ-અગ્નિ પ્રજવલિત થયેલી દેખાઈ રહી હતી. સંગઠન રુપ માં યોગ-અગ્નિ નો પ્રભાવ સારો જરુર હતો, પરંતુ વિશ્વ નાં વિનાશ અર્થ વિશાળ રુપ નહોતું. ફોર્સ હતો પરંતુ ફુલફોર્સ નહોતો. અર્થાત્ સર્વ બ્રાહ્મણો નાં નંબર અનુસાર યથા-શક્તિ ફુલ સ્થિતિ જે દરેક બ્રાહ્મણ ને પોત-પોતાનાં નંબર પ્રમાણે સંપૂર્ણ અર્થાત્ ફુલ સ્થિતિ પ્રાપ્ત કરવાની હતી, એમાં ફુલ નહોતાં અર્થાત્ સંપન્ન નહોતાં એટલે ફુલ ફોર્સ નહોતો, જે એક ધક થી વિનાશ થઈ જાય અથવા જૂનું વૃક્ષ ભસ્મ થઈ જાય. હવે શું કરશો? બ્રહ્મા બાપ નાં સંકલ્પ ને સાકાર માં લાવો. બાપ-સ્નેહી બની આ વિશાળ કાર્ય માં સહયોગી બનો. પરંતુ કબ (ક્યારે) નહીં, હમણાં થી જ સ્વયંને સંપન્ન બનાવો. સમજ્યાં? અચ્છા.
આવાં સંકલ્પ ને સાકાર કરવા વાળા, સ્નેહનું રિટર્ન (વળતર) સહયોગ માં આપવા વાળા, સદા રહેમદિલ, વિશ્વ કલ્યાણકારી સ્થિતિ માં સ્થિત થવા વાળા, અચળ અને અડોલ રહેવા વાળા અને આવાં સદા શુભ ચિંતન માં રહેવા વાળા શુભ-ચિંતક બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* આ કલ્પ-વૃક્ષ નાં દરેક મનુષ્ય આત્મા રુપી પાંદડું જૂનું તો થઈ જ ગયું છે, સાથે જ એમાં બીમારીઓ પણ લાગેલી છે જેનાથી એનો રંગ રુપ બદલાયેલો છે અર્થાત્ રોનક નથી. ચારેય પ્રકારની સત્તાઓ-રાજ્ય સત્તા, ધર્મ સત્તા, ભક્તિ સત્તા તથા પ્રજા સત્તા - બિલકુલ અંદર થી શક્તિહીન, ખોખલી દેખાઈ, બહાર થી ફક્ત એનું રુપ જ રહેલું છે.