Search for a command to run...
20 Oct 1975
સર્વ પ્રાપ્તિઓને સહેજવાનું (સાચવવાનું) સહજ સાધન - પરહેજ (પરેજ)
20 October 1975 · ગુજરાતી
પોતાને માસ્ટર ઓલમાઇટી-ઓથોરિટી (સર્વશક્તિઓનાં અધિકારી) સમજો છો? બાપ દ્વારા જે સર્વ શક્તિઓની, સર્વ જ્ઞાન ની, સ્વ પર રાજ્ય કરવાની અને વિશ્વ પર રાજ્ય કરવાની ઓથોરિટી (અધિકાર) મળી છે તે ઓથોરિટી ને ક્યાં સુધી સ્વરુપ માં લાવ્યાં છો? આ રુહાની નશો નિરંતર બુદ્ધિ માં રહે છે? આખાં દિવસ માં સ્વ પર રાજ્ય કરવાની ઓથોરિટી ક્યાં સુધી પ્રેક્ટિકલ (વ્યવહાર) માં રહે છે, એ ચેકિંગ (તપાસ) કરો છો? જ્ઞાન ની ઓથોરિટી થી શક્તિશાળી સ્વરુપ ક્યાં સુધી રહે છે? સર્વ પ્રાપ્ત થયેલી શક્તિઓની ઓથોરિટી માયા-જીત અને પ્રકૃતિ-જીત બનવામાં ક્યાં સુધી પ્રેક્ટિકલ માં અનુભવ થાય છે? જ્યારે જે શક્તિ દ્વારા જે કાર્ય કરાવવા ઈચ્છો એ જ કાર્ય સફળતા રુપ માં દેખાય - એવી ઓથોરિટી અનુભવ કરો છો? બેહદ નાં બાપ સર્વ બાળકો ને આપ સમાન ઓલમાઇટી ઓથોરિટી બનાવે છે - તો બાપ સમાન બન્યાં છો? ક્યાં સુધી બન્યાં છો, આ ચેકિંગ કરતાં આવડે છે?
કેટલાંક બાળકો બાપદાદા સાથે રુહ-રુહાન કરતાં આ એક વાત વારંવાર કહે છે કે ચેક (તપાસ) કરીએ છીએ, પરંતુ પોતાને ચેન્જ (પરિવર્તન) નથી કરી શકતાં. જાણીએ છીએ, માનીએ છીએ અને વિચારીએ છીએ પરંતુ કરી નથી શકતાં. યુક્તિ ચલાવીએ છીએ પરંતુ મુક્તિ નથી પામતાં, એનાં માટે શું કરીએ? એનું કારણ એક નાનકડી ભૂલ છે જે આ ભૂલ-ભૂલૈયા નાં ચક્કર માં લાવે છે-એ શું છે? જે રીતે દવા ભલે કેટલી પણ સારી હોય પોતાનો ડોઝ (માત્રા) પણ લઈ રહ્યાં છો પરંતુ એકવાર પણ પરહેજ માંથી કોઈ એક વસ્તુ સ્વીકાર કરી લીધી અથવા જે સ્વીકાર કરવાની હતી એ નહીં કરી તો દવા દ્વારા વ્યાધિ થી મુક્તિ નથી મેળવી શકતાં. એ જ પ્રકારે અહીંયા પણ જ્ઞાન રુપી દવા લો છો અર્થાત્ જ્ઞાન ને બુદ્ધિ માં દોડાવો છો-આ યથાર્થ છે કે આ અયથાર્થ છે, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ ખોટું છે કે આ સાચું છે અને આ હાર છે કે આ જીત છે - આ સમજ બુદ્ધિ માં છે? અર્થાત્ સમય પ્રમાણે દવાનો ડોઝ લઈ રહ્યા છો, રુહ-રુહાન કરી રહ્યાં છો, ક્લાસ કરી રહ્યાં છો, સેવા કરી રહ્યાં છો અને આ બધાં ડોઝ લઈ રહ્યાં છો પરંતુ જે પહેલી-પહેલી પરહેજ અને મર્યાદા છે - પહેલી પરહેજ (પરેજી) - ‘એક બાપ બીજું ન કોઈ’ - આ સ્મૃતિ માં અને સમર્થી માં રહેવું-આ મૂળ પરહેજ નિરંતર નથી કરતાં અને ક્યાંક ને ક્યાંક પોતાને એ કહીને દગા માં રાખો છો કે હું તો છું જ શિવ બાબા નો, બીજું મારું છે જ કોણ? પરંતુ પ્રેક્ટિકલ માં એવાં સ્મૃતિ-સ્વરુપ હોવ જે સંકલ્પ માં પણ એક બાપ નાં સિવાય બીજા કોઈ વ્યક્તિ અને વૈભવ, સબંધ-સંપર્ક અથવા કોઈ સાધન સ્મૃતિમાં ન આવે. આ છે કડી અર્થાત્ મુખ્ય પરહેજ. આ પરહેજ માં, અલબેલા હોવાનાં કારણે, મન-મત નાં કારણે, વાતાવરણ નાં પ્રભાવનાં કારણે અથવા સંગદોષ નાં કારણે નિરંતર નથી રહી શકતાં. જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું નથી આપતાં. અલ્પકાળ માટે ફુલ અટેંશન (પૂરું ધ્યાન) રાખો છો પછી ધીરે-ધીરે ‘ફુલ’ ખતમ થઈ, અટેંશન થઈ જાય છે. એ પછી અટેંશન અનેક પ્રકારનાં ટેન્શન (ચિંતા) માં ચાલ્યું જાય છે. પરિસ્થિતિઓ અથવા પરીક્ષાઓ-વશ અટેંશન બદલાઈને ટેન્શન નું રુપ થઈ જાય છે. એ જ કારણે જે રીતે સ્મૃતિ બદલાતી જાય છે તો સમર્થી પણ બદલાતી જાય છે. ઓલમાઈટી ઓથોરિટી નાં બદલે માયા નાં વશીભૂત હોવાનાં કારણે વશીકરણ મંત્ર કામ નથી કરતો અર્થાત્ યુક્તિ-મુક્તિ નથી અપાવતી. અને પછી બૂમો પાડો છો કે ઈચ્છીએ પણ છીએ તો પછી કેમ નથી થતું? તો મૂળ પરહેજ જોઈએ આ એક વાત પર નિરંતર અટેંશન રાખો.
બીજી પરહેજ - બાપે તો અધિકાર આપ્યો છે પોતાની જાતનાં (સ્વયંના) માલિક બનવાનો અને રચયિતા પણા નો પરંતુ રચયિતા બનવાનાં બદલે સ્વયં ને રચના અર્થાત્ દેહ સમજી લો છો. જ્યારે રચયિતા-પણું ભૂલો છો ત્યારે માયા અર્થાત્ દેહ-અભિમાન આપ રચયિતા ની ઉપર રચયિતા બને છે અર્થાત્ પોતાનો અધિકાર રાખે છે. રચયિતા પર કોઈ અધિકાર ન કરી શકે, વિશ્વ નાં માલિક ની ઉપર કોઈ માલિક ન બની શકે. માયા ની આગળ રચના બની જાઓ છો અને અધીન બની જાઓ છો. તો આ માલિકપણાં ની અથવા અધિકારીપણાં ની સ્મૃતિ સ્વરુપ રહેવાની પરહેજ નિરંતર નથી કરતાં?
ત્રીજી પરહેજ - બાપ દ્વારા સર્વનાં ‘ટ્રસ્ટી’ (નિમિત્ત) બન્યાં છો? આ તન નાં પણ ટ્રસ્ટી છો, મન અર્થાત્ સંકલ્પ નાં પણ ટ્રસ્ટી, લૌકિક અથવા અલૌકિક જે પ્રવૃત્તિ મળી છે એમાં પણ ટ્રસ્ટી છો, પરંતુ ટ્રસ્ટી નાં બદલે ગૃહસ્થી બની જાઓ છો. ગૃહસ્થીની દુર્દશાનું મોડલ (નમૂનો) આપ બનાવો છો. કયું મોડલ બનાવો છો જે સર્વ તરફ થી ખેંચાયેલું રહે છે, બીજું ગૃહસ્થી ને ગધેડા નાં રુપ માં દેખાડ્યાં છે. અનેક પ્રકારનાં બોજ (વજન) દેખાડવામાં આવ્યાં છે - આવું મોડલ બનાવો છો ને? જ્યારે ગૃહસ્થી બની જાઓ છો તો મારાપણાં નાં અનેક પ્રકારનાં બોજ થઈ જાય છે. સૌથી રોયલ રુપ નો બોજ છે - આ ‘મારી જવાબદારી છે એને તો નિભાવવી જ પડશે’ અને કોઈ ગૃહસ્થી તો પોતાની કર્મેન્દ્રિયો નાં વશ થઈ અનેક રસ માં સમય વેડફવાનાં ગૃહસ્થીઓ તો ખૂબ છે. આજે કન-રસ વશ (કાન દ્વારા મેળવેલ રસ ને વશ થઈને) સમય વેડફ્યો, કાલે જીભ-રસ વશ સમય વેડફ્યો. આમ ગૃહસ્થી માં ફસાવાનાં કારણે ટ્રસ્ટીપણું (નિમિત્ત ભાવ) ભૂલી જાઓ છો. આ તન પણ મારું નથી, તન નો પણ ટ્રસ્ટી છું. તો ટ્રસ્ટી, માલિક નાં વગર કોઈ પણ વસ્તુ નો પોતાનાં પ્રતિ ઉપયોગ નથી કરી શકતાં. તો કર્મેન્દ્રિયો નાં રસ માં મસ્ત થઈ જવું એને પણ ગૃહસ્થી કહેશું, નહીં કે ટ્રસ્ટી, કારણ કે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ માલિક જેનાં આપ ટ્રસ્ટી છો એમની શ્રીમત એક નાં રસ માં સદા એક-રસ સ્થિતિ માં રહેવાની છે. આ કર્મેન્દ્રિયો દ્વારા એકનો જ રસ લેવાનો છે. તો પછી અનેક કર્મેન્દ્રિયો દ્વારા ભિન્ન-ભિન્ન રસ કેમ લો છો? તો લૌકિક અથવા અલૌકિક પ્રવૃત્તિ માં ગૃહસ્થી બની જાઓ છો. એટલે અનેક પ્રકારનાં બોજ - જેનાં માટે બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે કે બધું મને આપી દો - એ બોજ વ્યર્થ જ પોતાનાં પર ઉપાડીને, બોજ ધારણ કરીને ઉડવા ઇચ્છો છો. પરંતુ ઉડી નથી શકતાં. તો આ પરહેજ ની કમી નાં કારણે યુક્તિ ચલાવો છો પરંતુ મુક્તિ નથી પામતાં.
બાપદાદા ને પણ આવાં બાળકો પર દયા આવે છે. માસ્ટર સાગર અને એક અંજલી નાં (ખોબા) તરસ્યા છો. અર્થાત્ યોગ અને જ્ઞાન દ્વારા જે અનુભવ ની પ્રાપ્તિ થાય છે એ અનુભવ ની અંજલી નાં તરસ્યા છો. એટલે હવે પરહેજ ને અપનાવો તો સર્વ-પ્રાપ્તિઓ સદા અનુભવ થાય. સર્વ-પ્રાપ્તિઓની પ્રોપર્ટી (મિલકત) નાં માલિક. એવાં, બાળક સો માલિક, પ્રાપ્તિ થી વંચિત હોય? એ તો બાપ થી પણ નથી જોવાતું. તો હવે ૬૩ જન્મો નાં ગૃહસ્થી-પણાં નાં સંસ્કાર છોડો. તન નાં અને મન નાં ટ્રસ્ટી બનો. બધી બાપ ની જવાબદારી છે, મારી જવાબદારી નથી, આ સ્મૃતિ થી હલકા બની જાઓ તો પછી જે વિચારશો એ જ થશે અર્થાત્ હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લગાડશો. તો આ રડવાનું બૂમો પાડવાનું રુહ-રુહાન માં પરિવર્તિત થઈ જશે. રુહ-રુહાન દ્વારા રુહો માં રાહત ભરી શકશો. નહીં તો ક્યારેક પોતાની ફરિયાદો અને ક્યારેક પરિસ્થિતિઓ ની ફરિયાદો આમાં જ રુહ-રુહાન નો સમય સમાપ્ત કરી દો છો. તો હવે ફરિયાદો ને રુહાનિયત માં પરિવર્તન કરો, ત્યારે સંગમયુગ નાં સુખો નો અનુભવ કરશો. સમજ્યાં?
એવી સદા રુહાનિયત માં રહેવા વાળી, કદમ-કદમ પર શ્રીમત પર ચાલવા વાળી, એવી આજ્ઞાકારી, ફરમાનબરદાર, અને દરેક ફરમાન ને સ્વરુપ માં લાવવા વાળી, એવી બાપ ની પ્રિય જ્ઞાની તૂ આત્માઓ અને યોગી તૂ આત્માઓ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* ઘણાં બાળકોની બાપદાદા થી એ ફરિયાદ છે કે ઘણું જાણતાં, માનતાં અને વિચારતાં પણ કરી કેમ નથી શકતાં? સર્વ પ્રાપ્તિનો પોતાનાં જીવન માં અનુભવ કેમ નથી કરી શકતાં? એનું કારણ એ છે કે જ્ઞાન-ઔષધીનું સેવન કરવાની સાથે-સાથે ધારણાઓ રુપી પરહેજ નથી રાખતાં અર્થાત્ ઈશ્વરીય મર્યાદા માં નથી રહેતાં.
* પહેલી પરહેજ એક બાપ બીજું ન કોઈ ને ભૂલીને બીજી કોઈ વ્યક્તિ, વૈભવ, સંબંધ, સંપર્ક કે સાધન અપનાવી લો છો, બીજી પરહેજ સ્વયં ને રચયિતા અર્થાત્ આત્મા સમજવાનાં બદલે રચના અર્થાત્ દેહ સમજી લો છો, ત્રીજી પરહેજ ટ્રસ્ટી નાં બદલે ગૃહસ્થી બની જાઓ છો.
* તો હવે પરહેજ ને અપનાવો, ફરિયાદો ને રુહાનિયત માં પરિવર્તિત કરો તો જ સંગમયુગ નાં સુખો નો અનુભવ કરી શકશો.