Search for a command to run...
24 Oct 1975
દરેક બ્રહ્મા-મુખવંશી બ્રાહ્મણ ચૈતન્ય સાલિગ્રામ નું મંદિર છે
24 October 1975 · ગુજરાતી
પોતાને કમળ-પુષ્પ સમાન અતિ ન્યારા અને સદા બાપ નાં પ્યારા અનુભવ કરો છો? કમળ-પુષ્પ એક તો હલકું હોવાનાં કારણે જળ માં રહેતાં પણ જળ થી ન્યારું રહે છે - પ્રવૃત્તિ હોવા છતાં પણ સ્વયં નિવૃત્ત રહે છે. એ જ રીતે આપ સર્વ પણ લૌકિક કે અલૌકિક પ્રવૃત્તિ માં રહેતાં નિવૃત્ત અર્થાત્ ન્યારા રહો છો? નિવૃત્ત રહેવા માટે વિશેષ પોતાની વૃત્તિ ને ચેક કરો. જેવી વૃત્તિ, એવી પ્રવૃત્તિ બને છે. વૃત્તિ કઈ રાખવાની છે? - આત્મિક વૃત્તિ અને રુહાની વૃત્તિ. આ વૃત્તિ દ્વારા પ્રવૃત્તિ માં પણ રુહાનિયત ભરાઈ જશે અર્થાત્ પ્રવૃત્તિ માં રુહાનિયત નાં કારણે અમાનત સમજીને ચાલશો. તો મારા-પણું સહજ જ સમાપ્ત થઈ જશે. અમાનત માં ક્યારેય મારા-પણું નથી હોતું. મારા-પણાં માં જ મોહ ની સાથે-સાથે અન્ય વિકારોની પણ પ્રવેશતા થાય છે. મારા-પણું સમાપ્ત થવું અર્થાત્ વિકારો થી મુક્ત, નિર્વિકારી અર્થાત્ પવિત્ર બનવું જેનાથી પ્રવૃત્તિ પણ પવિત્ર-પ્રવૃત્તિ બની જાય છે. વિકારોનું નષ્ટ થવું અર્થાત્ શ્રેષ્ઠ બનવું. તો શું આમ પોતાને વિકારો ને નષ્ટ કરવાવાળી શ્રેષ્ઠ આત્મા સમજો છો?
પ્રવૃત્તિ ને પવિત્ર-પ્રવૃત્તિ બનાવી છે? સૌથી પહેલી પ્રવૃત્તિ છે પોતાનાં દેહ ની પ્રવૃત્તિ. પછી છે દેહ નાં સંબંધની પ્રવૃત્તિ. તો પહેલી પ્રવૃત્તિ, દેહ ની દરેક કર્મેન્દ્રિયો ને પવિત્ર બનાવવાની છે. જ્યાં સુધી દેહની પ્રવૃત્તિ ને પવિત્ર નથી બનાવી ત્યાં સુધી દેહ નાં સંબંધની પ્રવૃત્તિ ભલે હદની કે ભલે બેહદની હોય, એને પણ પવિત્ર પ્રવૃત્તિ નહીં બનાવી શકો. બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓની પ્રવૃત્તિ કઈ છે? જેમ હદનાં સંબંધની પ્રવૃત્તિ છે એમ બ્રહ્માકુમાર અને કુમારીનાં સંબંધ થી આખાં વિશ્વની આત્માઓ સાથે સાકારી ભાઈ-બહેન નો સંબંધ - આટલી મોટી બેહદની પ્રવૃત્તિ છે. પરંતુ પહેલાં પોતાનાં દેહ ની પ્રવૃત્તિ બનાવો, ત્યારે બેહદ ની પ્રવૃત્તિ ને પણ પવિત્ર બનાવી શકશો. કહેવત છે - ચેરિટી બિગન્સ એટ હોમ (દાન ઘરેથી શરુ થાય) - પહેલાં પોતાનાં દેહ ની પ્રવૃત્તિ અર્થાત્ ઘર ને પવિત્ર બનાવવાની સેવા કરવાની છે. પછી બેહદ ની કરવાની છે. તો પહેલાં પોતાની જાતને પૂછો કે પોતાનાં શરીર રુપી ઘર ને પવિત્ર બનાવ્યું છે? સંકલ્પ ને, બુદ્ધિ ને, નયનો ને અને મુખ ને રુહાની અર્થાત્ પવિત્ર બનાવ્યાં છે? જેમ દિવાળી પર ઘર નાં દરેક ખુણા ને સ્વચ્છ કરો છો, કોઈ એક ખૂણો પણ ન રહીં જાય એટલું ધ્યાન રાખો છો - એમ દરેક કર્મેન્દ્રિયોં ને સ્વચ્છ બનાવી આત્માનો દિપક સદાકાળ નાં માટે જગાડ્યો છે? આ રીતે રુહાની દિવાળી મનાવી છે અથવા હમણાં મનાવવી છે? સૌનાં દિપક અખંડ જગમગી રહ્યાં છે ને? જેમ ગાયન છે કે ઘર-ઘર મંદિર બનશે. એમ પોતાનાં દેહ રુપી ઘર ને મંદિર બનાવ્યું છે? જ્યારે ઘર-ઘર મંદિર બનાવો ત્યારે જ વિશ્વ ને પણ ચૈતન્ય દેવતાઓનું નિવાસ સ્થાન મંદિર બનાવશો.
જેટલાં પણ બ્રાહ્મણ છે દરેક બ્રાહ્મણ ચૈતન્ય સાલિગ્રામ નું મંદિર છે, ચૈતન્ય શક્તિ મંદિર છે, એમ મંદિર સમજતાં એને શુદ્ધ પવિત્ર બનાવ્યું છે? હમણાંના પુરુષાર્થ નાં સમય પ્રમાણે તથા વિશ્વ નાં સંપન્ન પરિવર્તન નાં સમય પ્રમાણે આ સમયે કોઈ પણ કર્મેન્દ્રિય દ્વારા પ્રકૃતિ અથવા વિકારો નાં વશીભૂત ન થવું જોઈએ જેમ મંદિર માં ભૂત પ્રવેશ નથી થતાં. તો દરેક ઘર ને મંદિર બનાવ્યું છે? જ્યાં અશુદ્ધિ હોય છે ત્યાં જ અશુદ્ધ વિકાર અથવા ભૂત પ્રવેશ થાય છે. ચૈતન્ય સાલિગ્રામ નાં મંદિર માં અથવા ચૈતન્ય શક્તિ સ્વરુપ નાં મંદિર માં, અસુર સંહારની નાં મંદિર માં આસુરી સંકલ્પ અથવા આસુરી સંસ્કાર ક્યારેય પ્રવેશ નથી કરી શકતાં. જો પ્રવેશ થાય છે તો કોઈ-ને-કોઈ પ્રકાર ની અશુદ્ધિ અર્થાત્ અસ્વચ્છતા છે. એ રીતે પોતાને ચેક કરો - ક્યાંય પણ કોઈ પ્રકારની અશુદ્ધિ રહી ગઈ હોય તો એને હમણાં જ ખતમ કરો અર્થાત્ સાચી દિવાળી મનાવો. જ્યારે આવી પોતાની પવિત્ર પ્રવૃત્તિ બનાવશો ત્યારે જ વિશ્વ-પરિવર્તન થશે.
અહીંયા મધુબન માં પણ રુહાની યાત્રા કરવા આવો છો તો રુહાની યાત્રા માં પોતાની કમજોરીઓ ને છોડી ને જજો. મધુબન છે જ પરિવર્તન ભૂમિ. પરિવર્તન ભૂમિ માં આવીને પરિવર્તન ન કર્યું તો પરિવર્તન ભૂમિ નો લાભ શું ઉઠાવ્યો? ફક્ત પરિવર્તન ભૂમિ માં પરિવર્તન નથી લાવવાનું પરંતુ સદાકાળ નું પરિવર્તન લાવવાનું છે. મધુબન ને મહાયજ્ઞ અથવા રાજસ્વ અશ્વમેઘ યજ્ઞ કહે છે, તો યજ્ઞ માં આહુતિ નાખવામાં આવે છે. મહાયજ્ઞ માં મહાન આહુતિ નાખીને જાઓ છો કે નાખેલી આહુતિ પાછી લો છો. જે નામ આપો છો એવું કામ પણ કરો છો કે નહીં? નામ છે મહાયજ્ઞ, પરિવર્તન ભૂમિ અને વરદાન ભૂમિ, તો જેવું નામ એવું કાર્ય કરો. જે પ્રતિજ્ઞા કરીને જાઓ છો એને નિભાવતા રહો કે નિભાવવું મુશ્કેલ લાગે છે? નિભાવવામાં ત્રણ પ્રકારની આત્માઓ બની જાય છે. કોઈ તો નિભાવવામાં સાચાં પરવાનાની જેમ સ્વયં ને બાપ પર ન્યોછાવર કરી દે છે અર્થાત્ ફરમાન પર કુરબાન થઈ જાય છે અને કોઈ નિભાવવામાં ભક્ત બની જાય છે અર્થાત્ બાપ પાસે થી જ વારંવાર શક્તિ લેતાં રહે છે અર્થાત્ માંગતા રહે છે, સહન-શક્તિ આપો, તો નિભાવું અને સામનો કરવાની શક્તિ આપો તો નિભાવું - આ રીતે ભીખ માંગતા રહે છે અર્થાત્ ભક્ત બની જાય છે. અને પછી કોઈ ઠગ પણ બની જાય છે - કહે છે અને લખે છે એક અને કરે છે બીજું. બાપ આગળ પણ ઠગી કરે છે, પોતાની ભૂલ છુપાવવાની ઠગી કરે છે - આવાં ઠગ પણ છે. કેટલાકમાં નિભાવવાની શક્તિ છે નહીં, પરંતુ પોતાને બચાવવા માટે પછી બહાનેબાજ બને છે. પોતાની કમજોરીને છુપાવીને બીજાનાં બહાના બનાવતાં રહે છે - ફલાણો સંબંધ આવો છે એટલે આવું થયું અથવા વાયુમંડળ અને વાતાવરણ આવું છે એટલે આવું થાય છે, પરિસ્થિતિ અનુસાર થાય છે આવાં બહાના બનાવતા રહે છે. નિભાવવામાં આટલાં પ્રકારનાં નિભાવવા વાળા બની જાય છે. કહેવું બધાનું એક છે કે મારાં તો એક બાપ બીજું ન કોઈ, જે કહેશે અને કરાવશે એ જ કરશું, પરંતુ કરવામાં અને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અનેક પ્રકારનાં બની જાય છે. એટલે હમણાં સુધી સાધારણ સમજીને જે કર્યું અને વીતી ગયું તે વીતી ગયું કરો અર્થાત્ પોતાનાં પર રહેમ કરો. આ ભૂમિ નાં મહત્વ ને પણ સારી રીતે જાણો. આ ભૂમિ ને સાધારણ ભૂમિ નહીં સમજતાં. મહાન સ્થાન પર આવો છો પોતાને મહાન બનાવવા માટે. મહાન બનવું અર્થાત્ મહત્વને જાણવું. સમજ્યાં?
એવાં સમય પ્રમાણે સ્વયં ને પરિવર્તન કરવાવાળા, વિશ્વ-પરિવર્તન નાં નિમિત્ત બનેલા, બાપની સાથે પ્રીતની રીત નિભાવવા વાળા, બાપ ને સદા પોતાનાં સાથી બનાવવા વાળા અને સદા કમળ-પુષ્પ સમાન સાક્ષી રહેવા વાળા, એવાં સદા સ્નેહી બાળકોને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* જેવી વૃત્તિ, એવી પ્રવૃત્તિ બને છે. આત્મિક કે રુહાની વૃત્તિ થી પ્રવૃત્તિ માં રુહાનિયત ભરાઈ જવાનાં કારણે, અમાનત સમજીને ચાલવાથી મારા-પણું સહજ જ સમાપ્ત થઈ જશે.