Search for a command to run...
25 Oct 1975
બેહદ ની શિક્ષિકા સમજીને વૈરાગ્ય વૃત્તિ ને ધારણ કરો
25 October 1975 · ગુજરાતી
પંજાબ અને ગુજરાત ઝોન ની ટીચર્સ નાં સાથે અવ્યક્ત બાપદાદા નાં ઉચ્ચારેલાં મધુર મહાવાક્ય:-
સ્વયં ને માસ્ટર વિશ્વ નાં શિક્ષક સમજો છો અથવા પોત-પોતાનાં સેવાકેન્દ્રોની કે હું ફલાણા સ્થાનની શિક્ષક છું, એ બુદ્ધિમાં રહે છે? એ બુદ્ધિમાં રહેવું જોઈએ કે હું વિશ્વની નિમિત્ત બનેલી માસ્ટર વિશ્વ-શિક્ષક છું! હદ યાદ રહે છે કે બેહદ? બેહદ નો નશો અને બેહદ ની સેવા ની યોજના ચાલે છે કે પોતાનાં સ્થાનની યોજના ચાલે છે? બેહદ નો નશો રહેશે ત્યારે વિશ્વ નાં માલિક બનશો. જો હદ નો નશો અને હદ ની સ્મૃતિ રહે છે, તો વિશ્વ નાં માલિકપણાં નાં સંસ્કાર નહીં બને, પછી તો નાનાં-નાનાં રાજા બનશો. વિશ્વ-મહારાજન ની પ્રાલબ્ધ પામવાની નિશાનીઓ હમણાંથી જ દેખાશે, જે રીતે કોઈ પણ પહેલી (કોયડું) ઉકલાવી હોય તો એની નિશાનીઓ પૂછે છે જેનાથી કેટલી પણ કઠિન પહેલી હોય, એ જલ્દી ઉકેલાઈ જાય છે. તો અહીંયા પણ કોણ શું બને છે, એ પહેલી છે, તો આ નિશાનીઓથી પારખી શકાય છે. પોતાની જાતને પણ ખબર પડી શકે છે કે હું પોતાનાં પુરુષાર્થ પ્રમાણે શું બની શકુ છું.
શિક્ષકો સ્વતંત્ર છે, કોઈ કર્મ-બંધન નથી ફક્ત સેવા નું બંધન છે. એ બંધન, બંધન નથી, પરંતુ બંધન-મુક્ત કરવા વાળું છે. જ્યારે બધી વાતો માં સ્વતંત્ર છો, તો શિક્ષકો ની બેહદ ની બુદ્ધિ હોવી જોઈએ. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી બેહદ ની સેવા માં સહયોગ આપવાની તક સ્વયં લેવી જોઈએ. કારણ કે જેટલો સ્વયં બેહદ ની સેવાનો અનુભવ કરશો એટલાં જ વધારે અનુભવીમૂર્ત કહેવાશો. અનુભવી-મૂર્ત ની જ કિંમત હોય છે, જેમ જૂનાં જમાના નાં જે અનુભવી હોય છે એમની સલાહ ની કિંમત હોય છે કે આ જૂનાં અનુભવી છે. તો અહીંયા પણ અનુભવી બનવું જોઈએ. સ્વયં તક લેવી જોઈએ. કાર્યક્રમ પ્રમાણે કરવું એમાં અડધો ભાગ પોતાનો હોય, અડધો બીજાનો થઈ જાય છે. જે રીતે કમાણી નો ભાગ હોય છે. તો કાર્યક્રમ પ્રમાણે કરવામાં અડધો થઈ જાય છે. જે સ્વયં તક લે છે એને પૂરું જ મળે છે. એવું નહીં કહો કે મને યોગ્ય સમજવામાં આવે. હું સ્વયં બનીને બતાવું. આફરીન (આશીર્વાદ) એને મળે છે જે સ્વયંને ઓફર (અર્પણ) કરે છે. એવું ક્યારેય નહીં વિચારતા કે રાહ જોતા કે મને તક મળશે તો કરીશ અથવા મને આગળ વધારવામાં આવશે તો વધીશ. એ પણ આધાર થયો. શિક્ષક તો સ્વયં આધારમૂર્ત છે. તો જે આધારમૂર્ત છે તે કોઈનો આધાર નથી લેતાં. આ પણ લોટરી નહીં ગુમાવતાં. સ્વયં, સ્વયં ને ઓફર કરો અને બેહદ નાં અનુભવી બનો. બેહદ નાં બુદ્ધિવાન બનો. તક લેતા જાઓ તો તક મળતી રહેશે. આને કહેવાશે માસ્ટર વિશ્વ-શિક્ષક. બાકી છે પોત-પોતાનાં સેવાકેન્દ્ર નાં શિક્ષક. જેમ બાપ ને જોયા એક સ્થાન મધુબન માં રહેતાં ચારે તરફની યોજના બનાવતાં હતાં, નહીં કે ફક્ત મધુબન ની. એ જ રીતે નિમિત્ત ક્યાંય પણ રહેતાં હોવ, પરંતુ બેહદની યોજનાઓ બનાવતાં રહો. એવી છે સર્વ બેહદ ની બુદ્ધિ વાળી શિક્ષિકાઓ? ચારે તરફ ચક્કર લગાવો છો કે ફક્ત પોતાનાં એરિયા (વિસ્તાર) માં ચક્કર લગાવો છો? જે જેટલાં ઈશ્વરીય સેવા-અર્થ ચક્કર લગાવે છે એટલાં જ ચક્રવર્તી રાજા બને છે. સારું, આ તો થઈ બેહદ નાં શિક્ષકો નાં નિમિત્ત. હમણાં તો ભવિષ્ય યોજના બતાવી.
બેહદની વૈરાગ્ય વૃત્તિ ને શિક્ષકો પોતાનામાં અનુભવ કરે છે? બેહદની વૈરાગ્ય વૃત્તિ એ છે કે પોતાનાં સેવાકેન્દ્ર અથવા જિજ્ઞાસુઓ થી લગાવ નહીં. જ્યારે આ લગાવ થી બેહદ નો વૈરાગ્ય થશે ત્યારે જયજયકાર થશે. બધાં સ્થૂળ, સૂક્ષ્મ સાધનો થી બેહદ નો વૈરાગ્ય. આવી ધરણી બની છે કે થોડું સેવાકેન્દ્ર થી બદલી કરે તો હલશો (ડગમગશો)? જિજ્ઞાસુઓ પર તરસ નહીં પડે? જરા પણ એમનાં પ્રતિ સંકલ્પ નહીં આવે? એવું સ્વયં ને ચેક કરવું જોઈએ કે આવું પેપર આવે તો નષ્ટોમોહા છીએ? એ છે લૌકિક સંબંધ અને આ છે સેવાનો સંબંધ. જો એ સંબંધ માં મોહ જાય તો આપ સર્વ વાણી ચલાવો છો (ચર્ચા કરો છો). આ અલૌકિક સેવાનાં સંબંધ છે, આમાં જો તમારો મોહ હશે તો આવવા વાળા વિદ્યાર્થીઓ આની પર વાણી ચલાવશે (વાતો કરશે). તો પોતાની મહીન (સૂક્ષ્મ) રુપ થી તપાસ કરો કે હમણાં કોઈ ઓર્ડર (આદેશ) હોય તો એવરરેડી (સદા તૈયાર) છીએ? આ સેવાકેન્દ્રની સેવા સારી છે, તો સારી સેવા થી પણ લગાવ તો નથી ને? જ્યારે બધાથી ઉપરામ હોવ ત્યારે બેહદની વૈરાગ્ય વૃત્તિ કહેવાશે. પોતાનાં શરીર થી પણ ઉપરામ. જેમ કે નિમિત્ત સેવા-અર્થ ચલાવો છો.
લગાવ ની નિશાની એ છે કે બુદ્ધિ વારંવાર બાપ થી હટીને એ તરફ જાય તો સમજો લગાવ છે. પોતાની જાતથી પણ લગાવ ન હોય. જે પોતાનામાં વિશેષતા છે, કોઈ માં હેન્ડલિંગ પાવર (સંભાળવાની કે વહીવટ કરવાની શક્તિ) સારી છે અથવા કોઈ માં વાણીની શક્તિ છે તો કહેશે હું આવી છું. પરંતુ આ તો બાપદાદા ની દેણ છે, પોતાનાં જ્ઞાનની વિશેષતા, વિશેષતા કોઈ પણ હોય, એનાથી પણ લગાવ નહીં. એમાં પણ અભિમાન આવી જાય છે. આને બદલે તો આ બુદ્ધિમાં રાખો કે - “આ બાપથી મળેલો વારસો છે. જે સર્વ-આત્માઓ પ્રતિ અમને મળ્યો છે, જે આપી રહ્યાં છીએ, અમે તો નિમિત્ત છીએ.” આવું બેહદ ની વૈરાગ્ય વૃત્તિ નું સંગઠન શિક્ષકોનું હોવું જોઈએ. જે ચાલવાથી, જોવાથી અને બોલવાથી સહુને અનુભવ થાય કે આ બેહદ નાં વૈરાગી છે. જ્ઞાન થી સેવા કરવામાં હોશિયાર છે, એ તો સહુ અનુભવ કરે છે. હવે બેહદ નાં વૈરાગ્ય નો અનુભવ કરો, જે બીજા પણ અનુભવ કરે. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* શિક્ષકો સ્વતંત્ર છે, કોઈ કર્મ-બંધન નથી, ફક્ત સેવાનું બંધન છે. આ બંધન પણ બંધન-મુક્ત કરવા વાળું છે.
* શિક્ષકોએ જ્યાં સુધી થઈ શકે, ત્યાં સુધી બેહદ ની સેવા માં સહયોગ આપવાની તક સ્વયં લેવી જોઇએ ત્યારે અનુભવી-મૂર્ત બની શકશો. અનુભવી-મૂર્ત ની કિંમત થાય છે.
* જે જેટલાં ઈશ્વરીય સેવા-અર્થ ચક્કર લગાવતા રહે છે એટલા જ ચક્રવર્તી રાજા બને છે.
* જ્યારે પોતાનાં સેવાકેન્દ્ર અને જિજ્ઞાસુઓનાં લગાવ થી બેહદ નો વૈરાગ્ય હશે ત્યારે જયજયકાર થશે.
* પોતાનામાં કોઈ વિશેષતા છે તો એનાથી પણ લગાવ ન થવો જોઈએ. બુદ્ધિમાં સમજવાનું છે કે આ બાપ થી મળેલો વારસો છે.