Search for a command to run...
23 Oct 1975
ઇન્તઝાર છોડીને ઇંતઝામ કરો!” (રાહ જોવાનું છોડીને પ્રબંધ કરો!)
23 October 1975 · ગુજરાતી
આજે બાપદાદા વિશ્વની તકદીર બનાવવા વાળા તકદીરવાન બાળકોની તસ્વીર (ચિત્ર) જોઈ રહ્યાં છે. કઈ-કઈ આત્મામાં કઈ-કઈ તકદીરની લકીરો (રેખાઓ) દેખાઈ રહી છે અને કઈ-કઈ હવે સ્પષ્ટ થવાની છે? દરેક ની તકદીર ની લકીર પોત-પોતાની દેખાઈ રહી છે. તકદીર ની રેખાઓમાં મુખ્ય ચાર વિષયો ની ચાર રેખાઓ દેખાઈ રહી છે. ખૂબ થોડા બાળકો છે જેમની ચારેય રેખા સ્પષ્ટ છે અર્થાત્ ચારેય વિષયો માં તદબીર (પુરુષાર્થ) દ્વારા પોતાની ઊંચી તકદીર બનાવી છે. આ પ્રમાણે પાસ વિથ ઓનર્સ (સન્માન સાથે ઉત્તીર્ણ) અને ફર્સ્ટ ક્લાસ (પ્રથમ વર્ગ) અર્થાત્ ફર્સ્ટ ડિવિઝન માં (પ્રથમ શ્રેણી) એવાં તકદીરવાન જ આવશે જેમની ચારેય તકદીર ની લકીરો સ્પષ્ટ છે. પાસ વિથ ઓનર્સ ની તકદીર ની લકીરો ચારેય બાજુ એક સમાન ચમકતી સ્પષ્ટ દેખાય છે. જે છે ‘અષ્ટ રતન’. બીજા નંબર માં પહેલાં ડિવિઝન વાળા સો (૧૦૦) રત્ન, જેમની ચારેય લકીરો દેખાય છે પરંતુ સમાન સ્પષ્ટ રુપ નથી. કોઈ વધારે તેજ છે, કોઈ થોડી ઓછી. બીજું ડિવિઝન સોળ હજાર. એ સોળ હજાર માંથી પહેલાં બે-ત્રણ હજારની રેખાઓમાં ચાર વિષયો માંથી ત્રણ વિષયોમાં ૫૦% માર્કસ થી પાસ છે અને એક વિષયમાં ૨૫% થી પાસ છે અર્થાત્ નહીં નાં બરાબર છે. આવાં સર્વ તકદીરવાનો ની તકદીર જોઈ.
આજે બાપદાદા ચારેય તરફનાં બ્રાહ્મણ બાળકોની જન્મપત્રી જોઈ રહ્યાં હતાં. જન્મપત્રી જોતાં વર્તમાન સમયે મેજોરીટી (અધિકાંશ) ની અંદર એક વિશેષ સંકલ્પ ચાલતો જોયો. તે કયો? વિશ્વની આધારમૂર્ત આત્માઓ પણ કોઈ આધાર ઉપર ઉભેલી જોઈ. એ આધાર કયો? દુનિયાનાં વિનાશકારી સાધનોને જુએ છે તથા પ્રકૃતિ ની હલચલ ક્યારે થાય છે, ક્યાં થાય છે, થાય છે કે નથી થતી? - આ આધાર પર આધારમૂર્ત ને ઉભા રહેલાં જોયાં. આવાં આધાર ઉપર ઉભાં રહેવાવાળા બાળકો થી બાપદાદા નો પ્રશ્ન છે કે સ્થાપના કરવા વાળા વિનાશ નાં આધાર પર રહેશે તો સ્થાપના કરવા વાળાનું ભવિષ્ય શું હશે? વિનાશ જ્વાળા પ્રજ્વલિત કરવાનાં આધારમૂર્ત કોણ? પ્રકૃતિનું પરિવર્તન કરવાવાળા કોણ? પ્રકૃતિ અથવા વિનાશ નાં સાધનો નાં આધાર ઉપર ઉભાં રહેલાં, પુરુષો થી ઉત્તમ પુરુષોત્તમ થઈ શકો છો અથવા પુરુષોત્તમ નાં ઓર્ડર (આદેશ) પર અર્થાત્ શ્રેષ્ઠ સંકલ્પ નાં આધારે, સર્વ આધારમૂર્તો નાં સંપૂર્ણ બનવાનાં આધાર પર વિનાશકારી સાધન અને પ્રકૃતિ પોતાનું કાર્ય કરશે? ઓર્ડર આપવા વાળા કોણ? અધિકારી કોણ - પ્રકૃતિ કે પુરુષોત્તમ? આધારમૂર્ત નું કોઈ આધાર પર રહેવું એમને અધિકારી કહેશે? તો શું જોયું?- ઇંતઝામ કરવા વાળા ઇન્તઝાર માં છે.- ઇંતઝામ કરવામાં અલબેલાપણું અને ઇન્તઝાર કરવામાં સાવચેત છો. આને જોતાં બાપદાદા ને હસવું પણ આવ્યું અને રહેમ પણ આવ્યો, કેમ? માયાની ચતુરાઈ ને હજું સુધી બાળકો પારખી નથી શક્યાં. ઇન્તઝાર ની મીઠી નિદ્રા માં માયા સુવડાવી રહી છે અને બાળકો અડધા કલ્પ નાં સૂવા નાં સંસ્કાર-વશ થઈને કોઈ તો સેકન્ડ નો ઝટકો (ઝોકું) ખાય છે અને પછી હોશ માં આવે છે, પાછાં ઇંતઝામ કરવાનાં જોશમાં આવી જાય છે અને કોઈ તો થોડી મિનિટો માટે સુઈ પણ જાય છે, પછી જોશ અને હોશ માં આવે છે. ત્રીજા પ્રકાર નાં બાળકો ખૂબ આરામ થી સૂતાં-સૂતાં વચ્ચે-વચ્ચે આંખ ખોલીને જોતાં રહે છે કે હમણાં કંઈ થયું, હજું સુધી તો કાંઈ નથી થયું. જ્યારે થશે ત્યારે જોવાઈ જશે. આ દૃશ્ય જોઈ શું હસવું ન આવે?
ત્રીજું નેત્ર મળતાં પણ માયા ને પારખી નથી શકતાં, એટલા માટે માયા ને સારી રીતે પરખવા માટે પરખ-શક્તિ ને વિશેષ રુપ થી સ્વયં માં ધારણ કરો. બે માસ છે કે ચાર માસ છે, આ સમયની ગણતરી ન કરો પરંતુ સ્વયં ને સમર્થ બનાવો, થશે કે નહીં થશે, શું થશે અને ક્યારે થશે? આ સંકલ્પો નાં બદલે પુરુષોત્તમ સ્થિતિ માં સ્થિત થઈ સંગઠન ને સંપૂર્ણ બનાવવાનાં સંકલ્પ નાં આધાર થી પ્રકૃતિને ઓર્ડર આપવાનાં અધિકારી બનો. થવું તો જોઈએ પરંતુ ખબર નહીં શું થશે, કદાચ થશે, બે-ચાર માસ માં તો કાંઈ દેખાતું નથી, સંગમયુગ ચાલીસ વર્ષ નો છે અથવા પચાસ વર્ષ નો છે-આ પ્રકાર નો સંકલ્પ પણ સંપૂર્ણ નિશ્ચય ની આગળ બાપ નાં અથવા સ્વયં નાં સ્થાપના નાં કાર્ય માં વિઘ્ન પાડવા વાળો અતિ સૂક્ષ્મ રુપ નો રોયલ સંશય છે. જ્યાં સુધી આ સંશય છે ત્યાં સુધી સંપૂર્ણ વિજયી નથી બની શકતાં. ગાયન જ છે - ‘નિશ્ચય બુદ્ધિ વિજયંતી’. તો વિજયી આત્મા ને સંશય નાં રોયલ રુપ નાં સંકલ્પ હોઈ ન શકે.
સંપૂર્ણ નિશ્ચય બુદ્ધિ પોતાનાં વિશ્વ-પરિવર્તન નાં કાર્ય માં દિવસ-રાત વ્યસ્ત રહેશે. જેમ કોઈ વિશેષ કાર્યની જવાબદારી હોય છે તો દિવસ-રાત તૈયારી માં લાગી જાઓ છો, નહીં કે રાહ જુઓ છો કે જ્યારે સમય થશે ત્યારે સ્ટેજ સજાવીશું તથા સાધનોને અપનાવીશું. સમય ની પહેલાં તૈયારી કરવામાં આવે છે. તો વિશ્વનાં પરિવર્તન ની જવાબદારી, આ પણ પરિવર્તન સમારોહ હમણાં મનાવવાનો છે. સર્વ આત્માઓને પોત-પોતાનાં અનુસાર સતોપ્રધાન બનાવવાનું અને બાપનો પરિચય આપવાનું વિશાળ વિશ્વ નું સંમેલન કરવાનું છે. એનાં માટે પહેલેથી જ તમારે તમારી સ્થિતિ ની સ્ટેજ બનાવવાની તૈયારી કરવાની છે કે એ સમયે કરશો? જેમ સ્થૂળ સ્ટેજ વગર, ભાષણ કરવું અથવા સંદેશ આપવાનું નથી થઈ શકતું તેમ અંતિમ સમય પર સ્વયં ની સંપૂર્ણ સ્થિતિ ની સ્ટેજ વગર વિશાળ વિશ્વ-સંમેલન માં સંદેશ કેવી રીતે આપી શકશો? અર્થાત્ બાપ ને પ્રસિદ્ધ અથવા પ્રખ્યાત કેવી રીતે કરી શકશો? તો સ્ટેજ ને પહેલેથી તૈયાર કરશો અથવા એ સમયે કરશો? એટલે ઇન્તઝાર ને છોડી ઇંતઝામ માં લાગી જાઓ. આ સંકલ્પ પણ વ્યર્થ સંકલ્પ છે, આ વ્યર્થ ને પણ સમર્થ માં પરિવર્તન કરો. અધિકારી બનો. પ્રકૃતિ ને ઓર્ડર કરવાની સમર્થ સ્ટેજ બનાવો. સંગઠિત રુપ થી સર્વ બ્રાહ્મણ ની અંદર રહેમ ની ભાવના, વિશ્વ-કલ્યાણ ની ભાવના, સર્વ-આત્માઓ ને દુઃખો થી છોડાવવા ની શુભ કામના જ્યાં સુધી દિલ થી ઉત્પન્ન નહીં થશે ત્યાં સુધી વિશ્વ-પરિવર્તન રોકાયેલું છે. હમણાં હલચલ માં છો - એક જ સંકલ્પ માં અચળ અને અટલ નથી. અંગદ સમાન અડોલ બનવું અર્થાત્ અંતિમ ઘડી લાવવી. તો સંગઠિત રુપ માં આવાં એક સંકલ્પ ને અપનાવો અર્થાત્ દૃઢ સંકલ્પ ની એક સાથે આંગળી બધાં આપો, તો આ કળયુગી પર્વત પરિવર્તન કરીને સ્વર્ણિમ દુનિયાને લાવી શકો. સમજ્યાં? શું તૈયારી કરવાની છે? અચ્છા.
અંત માં બાપદાદાએ એક સંકલ્પ માં અંગદ સમાન અચળ રહેવા વાળા ને - આ બધું થયેલું જ છે, એવાં સંપૂર્ણ નિશ્ચય બુદ્ધિ, દરેક સંકલ્પ, બોલ અને કર્મ માં સદા વિજયી, એવાં અધિકારી બાળકોને યાદ-પ્યાર આપ્યાં અને નમસ્તે કર્યું.
દીદીજી ની સાથે
સંગઠન નું બળ અર્થાત્ એક જ સંકલ્પ
રુહાની યાત્રી જે ડબલ યાત્રા કરવાં આવે છે - એક મધુબબન ની યાત્રા, બીજી વિશેષ મધુબન માં રુહાની યાત્રા. તો ડબલ યાત્રા કરવા વાળા યાત્રી જે પણ આવે છે તેઓ આરામ થી પોતાની યાત્રા સફળ કરીને જાય છે. બધાં સંતુષ્ટ રહે છે. ગાવામાં આવે છે કે જો દિલ મોટું છે, તો જગ્યા પણ મોટી છે. સ્થૂળ જગ્યા ભલે ઓછી હોય પરંતુ આવવા વાળાનું, સ્વાગત કરવા વાળાનું અને સેટ કરવા વાળાનું દિલ મોટું છે તો જગ્યાની કમી મહેસૂસ નહીં થશે. પછી ૬૩ જન્મોની, કરેલી યાત્રાઓ થી તો સર્વ સેલ્વેશન (ફળ) સંગમ ની યાત્રા પર વધારે મળે છે. તે જડ ચિત્રો ની યાત્રા કેટલી મુશ્કેલ હોય છે.
આપ સર્વ પણ તો એ ધ્યાન રાખો છો કે અમારું સંગઠન એક સંકલ્પ વાળું ક્યાં સુધી બન્યું છે? શાસ્ત્રો માં ગાયન છે કે બ્રહ્મા ને સંકલ્પ ઉઠ્યો કે સૃષ્ટિ રચે તો સૃષ્ટિ રચાઈ ગઈ. અહીંયા એકલા બ્રહ્મા ની તો વાત નથી, પરંતુ બ્રહ્મા સહિત સર્વ બ્રાહ્મણો નો પણ જ્યારે એક સાથે આ સંકલ્પ ઉઠે કે હવે અમે બધાં એવરરેડી (સદા તૈયાર) છીએ અને નવી દુનિયાની સ્થાપના થવી જ જોઈએ અથવા થશે જ - આવો દૃઢ સંકલ્પ જ્યારે બ્રાહ્મણો ની અંદર ઉત્પન્ન થશે, ત્યારે જ સૃષ્ટિ નું પરિવર્તન થશે અર્થાત્ નવી સૃષ્ટિ ની રચના પ્રેક્ટિકલ (વ્યવહાર) માં દેખાશે. એમાં પણ સંગઠન નું બળ જોઈએ. એક-બે નો અથવા ફક્ત આઠ નો નહીં, પરંતુ સંપૂર્ણ સંગઠન નો એક સંકલ્પ જોઈએ. સંકલ્પ થી સૃષ્ટિ રચવી, એનું રહસ્ય આ પ્રકારે છે. સંકલ્પ ઉત્પન્ન થશે અને સેકન્ડ માં સમાપ્તિ નાં નગારા વાગવાનું શરું થઈ જશે.
એક તરફ સમાપ્તિ નાં નગારા, બીજી તરફ નવી દુનિયાનાં નજારા (દૃશ્યો) સાથે-સાથે દેખાશે. ત્યાં જ વિનાશની અતિ થશે અને ત્યાં જ જળમઈ નાં વચ્ચે ચારેય તરફ વિનાશ માં એક હિસ્સો ધરતી અને બાકી ત્રણ હિસ્સા તો જળમઈ થશે ને? આ જે પણ પાછળ-પાછળ અનેક ધર્મ નાં કારણે અનેક દેશ બન્યાં છે, એ અનેક ધર્મ જ્યારે સમાપ્ત થશે તો અનેક દેશ પણ એક સૈરગાહ (રમણીય સ્થાન હરવા ફરવા માટે) નાં રુપ માં જળ ની વચ્ચે એક ટાપુ ની માફક થઈ જશે. તો એક તરફ વિનાશની અતિ નાં નગારા હશે, બીજી તરફ ફર્સ્ટ પ્રિન્સ (પહેલાં રાજકુમાર) (શ્રી કૃષ્ણ) નાં જન્મ નો અવાજ બુલંદ થશે, એ પાંદડા પર નહીં આવે. દેખાડે છે ને જળમઈ પછી પાંદડા પર શ્રીકૃષ્ણ આવ્યાં. ત્રણ ભાગ જળમઈ હોવાનાં કારણે ભારત જ્યારે પરિસ્તાન બને છે તો એને જળમઈ દેખાડી દીધું છે. આવી રીતે જળમઈ વચ્ચે પહેલું પાંદડું જે પહેલી આત્મા છે એનાં જન્મ નો ચારે તરફ અવાજ પ્રસિદ્ધ થશે કે પહેલો રાજકુમાર પ્રત્યક્ષ થઈ ચૂક્યો છે, જન્મ થઈ ચૂક્યો છે. તો એ પણ અતિ માં હશે અર્થાત્ જળમઈ નાં ત્રણ ભાગ નાં દૃશ્યો હશે અને એક ભાગ ભારત-પરિસ્તાન નાં રુપ માં પ્રગટ થશે. જે દેખાડે છે કે સોના ની દ્વારકા પાણી થી નીકળી આવી, પરંતુ પાણી થી નહીં - ત્રણ ભાગ પાણી માં હશે. એટલે પાણી ની વચ્ચે સોના ની દ્વારકા દેખાશે. એટલે કહેવાય છે કે સોનાની દ્વારકા પાણી માંથી નીકળી આવી. ફક્ત એ વાતનું પૂરું વર્ણન નથી કરી શક્યાં અને એ સમય પર પહેલી આત્મા નાં જન્મની જયજયકાર થશે. આવાં દૃશ્યો સામે આવે છે તો જૂની દુનિયા નાં મહાવિનાશ નાં નગારા અને નવાં પહેલા રાજકુમાર નાં જન્મ નાં દૃશ્યો સાથે-સાથે દેખાશે. જેમ નગારા વગાડતાં પહેલાં નગારા ને ગરમ કરવામાં આવે છે ત્યારે અવાજ બુલંદ થાય છે. આ પણ યોગ અગ્નિ થી નગારું વગાડવાના પહેલાં તૈયારી જોઈએ ત્યારે નગારા માં અવાજ બુલંદ થશે. ઇંતઝામ (તૈયારી) માં લાગેલાં છો ને? ઇન્તઝાર (રાહ જોવા વાળા) કરવા વાળા ને પણ ઇંતઝામ માં લગાડો ત્યારે જયજયકાર થઈ જશે.
જ્યારે શરીર ને ચલાવતા આવડી જશે ત્યારે રાજ્ય ચલાવતાં આવડી જશે. શરીર ને ચલાવવું અર્થાત્ રાજ્ય કરવું. તો રાજ્ય કરવાનાં સંસ્કાર ભરવાં છે ને? નોલેજફુલ (જ્ઞાની) કહેવામાં આવે છે તો ફુલ નોલેજ માં તન, મન, ધન અને જન બધું આવી જાય છે. જો એક નું પણ નોલેજ ઓછું છે તો નોલેજફુલ નહીં કહેવાશે. સમજ્યાં? સદા સફળતામૂર્ત બનવાનો આધાર પણ નોલેજફુલ છે. નોલેજ નથી તો સફળતામૂર્ત પણ નથી થઈ શકતાં. સમયનાં પ્રમાણે પુરુષાર્થ ની ગતિ પણ તીવ્ર હોવી જોઈએ. સમય ની ગતિ ઝડપી છે અને ચાલવા વાળા ની ગતિ ઢીલી છે તો સમય પર કેવી રીતે પહોંચશો? ‘એક બળ, એક ભરોસો’, - આ છે મુખ્ય વિષય. દરેક સમયે એક ની જ યાદ માં એકરસ રહેવું. આ પુરુષાર્થ માં જ સદા સફળ છો તો મંઝિલ પર પહોંચી જ જશો. જે અટૂટ સ્નેહ માં રહે છે એમને સહયોગ પણ સ્વતઃ પ્રાપ્ત થાય છે.
મુરલી છે લાઠી (લાકડી), આ લાઠી નાં આધારે કોઈ કમી પણ હશે તો એ ભરાઈ જશે. આ આધાર જ પોતાનાં ઘર સુધી અને પોતાનાં રાજ્ય સુધી પહોંચાડશે પરંતુ લક્ષ્ય થી, નિયમપૂર્વક નહીં, પરંતુ લગન થી. તો લગન થી મુરલી વાંચવી તથા સાંભળવી અર્થાત્ મુરલીધર ની લગન માં રહેવું. મુરલીધર સાથે સ્નેહ ની નિશાની ‘મુરલી’ છે. જેટલો મુરલી થી સ્નેહ છે એટલો જ સમજો મુરલીધર થી પણ સ્નેહ છે. સાચાં બ્રાહ્મણ ની પારખ મુરલી થી થશે. મુરલી થી લગન અર્થાત્ સાચાં બ્રાહ્મણ. મુરલી થી લગન ઓછી અર્થાત્ હાફ-કાસ્ટ (અડધા) બ્રાહ્મણ. અચ્છા.