Search for a command to run...
28 October 1975 · ગુજરાતી
કુમારીઓની સાથે ઉચ્ચારેલાં અવ્યક્ત બાપદાદા નાં અવ્યક્ત બોલ:-
સર્વ કુમારીઓએ જે બાપ થી પહેલો વાયદો કર્યો છે કે ‘એક બાપ, બીજું ન કોઈ’ - એ નિભાવે છે? આ વાયદા ને સદા નિભાવવા વાળી કુમારી વિશ્વ-કલ્યાણ નાં અર્થ નિમિત્ત બને છે. કુમારીઓનું પૂજન થાય છે, પૂજન નો આધાર છે ‘સંપૂર્ણ પવિત્ર.’ તો કુમારીઓનું મહત્વ પવિત્રતા નાં આધાર પર છે. જો કુમારી, કુમારી હોવા છતાં પણ પવિત્ર નથી તો કુમારી જીવન નું મહત્વ નથી. તો કુમારીપણાની જે વિશેષતા છે, એને સદા સાથે-સાથે રાખજો, એને છોડતાં નહીં. નહીં તો પોતાની વિશેષતા ને છોડવાથી વર્તમાન જીવન નું અતિ-ઇન્દ્રિય સુખ અને ભવિષ્ય નાં રાજ્ય નું સુખ બંને થી વંચિત થઈ જશો. બ્રહ્માકુમારી હોવા છતાં પણ, સાંભળશો, બોલશો કે - અતીન્દ્રિય સુખ સંગમ નો વારસો છે પરંતુ અનુભવ નથી થતો. જ્યારે સદા કુમારી જીવન નું મહત્વ સ્મૃતિ માં રાખશો તો સફળ શિક્ષક અથવા બ્રહ્માકુમારી બની શકશો. જ્યારે આવું લક્ષ છે તો કુમારીપણા ની વિશેષતા નાં લક્ષણ સદા કાયમ રહે. ભલે માયા કેટલી પણ આ વિશેષતાને હલાવવા ઈચ્છે તો પણ ‘અંગદ’ નાં સમાન કાયમ રહે.
કુમારી નિર્બન્ધન તો છે પરંતુ ડર રહે છે કે ક્યાંક કુમારી હોવાથી માયા નાં વશ ન થઈ જાઉં. જો આ કારણ ને કુમારી મિટાવી દે તો જોવાની ટ્રાયલ (પ્રયત્ન) કરવાની જરુરત નથી. બીજું - પરિવર્તન કરવાની શક્તિ જોઈએ. કોઈ પણ આત્મા હોય, કેવી પણ પરિસ્થિતિ હોય પરંતુ સ્વયં ને પરિવર્તન કરવાની શક્તિ હોય, ત્યારે જ સફળ શિક્ષક અને સેવાધારી બની શકશે. સંપૂર્ણ પવિત્રતા અને પરિવર્તન-શક્તિ - આ બંને વિશેષતાઓથી સેવા, સ્નેહ અને સહયોગ માં વિશેષ આત્મા બની શકશે. નહીં તો ટ્રાયલની લિસ્ટ (યાદી) માં રહેશે. સમર્પિત ની લિસ્ટમાં નહીં આવી શકે. આ બંને વિશેષતાઓને કાયમ રાખવા વાળી કુમારી જ ગાયન-પૂજન યોગ્ય હશે. અલપકાળ નો વૈરાગ્ય નહીં, પરંતુ સદાકાળ નો વૈરાગ્ય. અર્થાત્ ‘ત્યાગ અને તપસ્યા’ - ત્યારે કહેશે વિશેષ કુમારી. હમણાં તો નિમિત્ત ને ધ્યાન રાખવું પડે છે. કારણ કે હજું સુધી વિશેષતા દેખાડી નથી. એટલે સેવા રોકવી પડે છે. કોઈ ફરિયાદ કોઈ દ્વારા ન સાંભળવામાં આવે, ત્યારે જ સંપૂર્ણ શિક્ષક અથવા સો બ્રાહ્મણો થી ઉત્તમ કન્યા બની શકે છે. અચ્છા! ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* મારો તો ‘એક બાપ બીજું ન કોઈ’ - આ વાયદા ને સદા નિભાવવા વાળી કુમારી વિશ્વ-કલ્યાણ અર્થ નિમિત્ત બને છે.
* જો કુમારી, કુમારી હોવા છતાં પણ પવિત્ર નથી તો કુમારી જીવન નું મહત્વ નથી.
* સંપૂર્ણ પવિત્રતા અને પરિવર્તન-શક્તિ થી સેવા, સ્નેહ અને સહયોગ માં વિશેષ આત્મા બની શકાય છે.
* સદાકાળ નો વૈરાગ્ય, ત્યાગ અને તપસ્યા હોય, ત્યારે કહેશે વિશેષ કુમારી.