Search for a command to run...
31 Oct 1975
મહારથી ની સર્વ વિશેષતાઓને આ વર્ષે ધારણ કરો
31 October 1975 · ગુજરાતી
મીટિંગ માં આવેલાં બધાં ઝોન નાં મહારથી ભાઈ-બહેનો સાથે અવ્યક્ત બાપદાદાએ આ મધુર મહાવાક્ય ઉચ્ચાર્યા:-
પ્લાનિંગ-બુદ્ધિ પાર્ટી છે, સાથે-સાથે સફળતા-મૂર્ત પણ છે. પ્લાનિંગ-બુદ્ધિ પછી સફળતા-મૂર્ત બનાવવામાં જે સમય આપો છો, મહેનત કરો છો એ પરિણામ નીકાળવાં માટે. મહારથીઓની સફળતા વિશેષ એક વાતમાં છે, એ એક વાત કઈ છે? મહારથી ની વિશેષતા શું હોય છે? જે વિશેષતા થી મહારથી બની જવાય, એ શું છે? મહારથીઓની વિશેષતા એ છે જે સર્વની સંતુષ્ટતા નું સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) લે. ત્યારે કહેવાશે મહારથી. સંતુષ્ટતા જ શ્રેષ્ઠતા તથા મહાનતા છે. પ્રજા પણ આ આધારે બનશે. સંતુષ્ટ થયેલી આત્માઓ એમને રાજા માનશે. કોઈ-ને-કોઈ સેવા સહયોગ દ્વારા પ્રાપ્ત કરાવી હોય - સ્નેહ ની, સહયોગ ની, હિંમત-ઉલ્લાસ ની અને શક્તિ અપાવવાની પ્રાપ્તિ કરાવી હોય તો મહારથી અને જો સંતુષ્ટતા નથી કરાવી તો નામ નાં મહારથી છે, તેઓ કામ નાં નથી. મોટાં ભાઈ-બહેનો તો માતા-પિતા સમાન હોય છે. માતા-પિતા બધાને સંતુષ્ટ કરે છે. તો મહારથીઓએ આ ધ્યાન પહેલાં આપવાનું છે. એના માટે સ્વયં ને પરિવર્તન કરવાં પડે. પરંતુ આ સંતુષ્ટતા નું સર્ટીફીકેટ જરુર લેવાનું છે. એ તપાસ કરો કે - “કેટલી આત્માઓ મારા થી સંતુષ્ટ છે? મારે શું કરવાનું છે જે મારા થી બધાં સંતુષ્ટ રહે?”
મહારથી માં સ્વયં ને મોલ્ડ (વાળવાની) કરવાની શક્તિ હોવી જોઈએ. મોલ્ડ કરવા વાળા જ ગોલ્ડ (સોનું) હોય છે. જે મોલ્ડ નથી કરી શકતાં તેઓ રીયલ ગોલ્ડ (સાચું સોનું) નથી, મિક્સ છે. મિક્સ હોવું અર્થાત્ ઘોડેસવાર. મહારથી મોલ્ડ થાય છે. યોજના બનાવવી અર્થાત્ બીજ વાવવું. તો બીજ શક્તિશાળી હોવું જોઈએ. સર્વ ની સંતુષ્ટતાની અને સ્નેહની દુવાઓ, આશીર્વાદ અને સ્નેહ નું પાણી જરુર જોઈએ. નહીં તો યોજના રુપી બીજ તો શક્તિશાળી હોય છે, પરંતુ સ્નેહ અને સહયોગ રુપી પાણી ન મળવાથી ઝાડ નથી નીકળતું (ઉગતું). ક્યારેક ઝાડ નીકળી જાય છે તો ફળ નથી લાગતું, જો ફળ લાગે પણ છે તો બીજી અથવા ત્રીજી કક્ષા નું. એનું કારણ પાણી નું ન મળવું છે. મહારથી - જેમાં સર્વ-ખૂબીઓ હોય અર્થાત્ સર્વ ગુણ સંપન્ન, સર્વ કળાઓ અને સર્વ વિશેષતાઓ હોય - જો એક-બે કળા ઓછી છે તો સર્વ કળા સંપૂર્ણ નથી. સર્વ ગુણ નથી તો મહારથી નાં શીર્ષક થી નીકળી જાય છે. આ સંગઠન મહારથીઓનું છે. નિમંત્રણ મહારથીઓને મળ્યું છે.
સફળતા-મૂર્ત બનવા માટે મુખ્ય બે જ વિશેષતાઓ જોઈએ - એક પવિત્રતા, બીજી એકતા. જો પવિત્રતાની પણ કમી છે તો એકતા માં પણ કમી છે. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય વ્રત ને નથી કહેવામાં આવતી, સંકલ્પ, સ્વભાવ, સંસ્કાર માં પણ પવિત્રતા. સમજો એકબીજાનાં પ્રતિ ઈર્ષા કે ઘૃણા નો સંકલ્પ છે; તો પવિત્રતા નથી, અપવિત્રતા કહેવાશે. પવિત્રતા ની પરિભાષા માં સર્વ વિકારો નો અંશ-માત્ર પણ ન હોવો જોઈએ. સંકલ્પ માં પણ કોઈ પ્રકારની અપવિત્રતા ન હોય. આપ બાળકો નિમિત્ત બનેલાં છો ખૂબ ઊંચા કાર્ય ને સંપન્ન કરવા માટે. નિમિત્ત તો મહારથી રુપ થી બનેલાં છો ને? જો યાદી નિકાળે તો યાદી માં પણ તો સેવાધારી તથા સેવા નાં નિમિત્ત બનેલાં બ્રહ્મા-વત્સ જ મહારથી ની યાદી માં ગણાયેલાં છે. મહારથી ની વિશેષતા ક્યાં સુધી આવી છે - એ તો દરેક સ્વયં જાણે. મહારથી જે યાદી માં ગણવામાં આવે છે એ આગળ ચાલીને મહારથી થશે અથવા વર્તમાન ની યાદી માં મહારથી છે. તો આ બંને વાતો ઉપર ધ્યાન જોઈએ.
યૂનિટી (એકતા) અર્થાત્ સંસ્કાર-સ્વભાવ નાં મિલન ની યૂનિટી. કોઈનો સંસ્કાર અને સ્વભાવ ન પણ મળે તો પણ કોશિશ કરી ને મેળવો. આ છે યૂનિટી. ફક્ત સંગઠન ને યૂનિટી નહીં કહેશું. સેવાધારી નિમિત્ત બનેલી આત્માઓ આ બે વાતો સિવાય બેહદ ની સેવા નાં નિમિત્ત નથી બની શકતી, હદ નાં થઈ શકે છે. બેહદ ની સેવા માટે આ બંન્ને વાતો જોઈએ. સંભળાવ્યું હતું ને - રાસ તાલ મેળવવા પર જ થાય છે - વાહ! વાહ! તો અહીંયા પણ તાલ મેળવવો અર્થાત્ રાસ મેળવવો છે. આટલી આત્માઓ જે જ્ઞાન વર્ણન કરે છે તો સર્વ નાં મુખ થી આ નીકળે છે - આ લોકો એક જ વાત કહે છે, આ સર્વ નો એક જ વિષય, એક જ શબ્દ છે આવું બધાં કહે છે ને? એ જ પ્રકારે સર્વ નાં સ્વભાવ અને સંસ્કાર એક-બે માં મળે, ત્યારે કહેશું રાસ મેળવવો. આની યોજના બનાવી છે? (યોજના સંભળાવવા માં આવી).
ઉદ્દેશ તો રાખ્યો છે સ્થાપના નાં કાર્ય ને પ્રખ્યાત કરવાનો. પ્રખ્યાત કરવાની જે યોજના બનાવી છે એ સારી છે. પ્રખ્યાત કરવા માટે યોજના તો બીજા વર્ષ ની બનાવી છે, પરંતુ આ વર્ષનો જે કંઈ સમય હજું રહેલો છે, આ સમયે જ દરેક સ્થાન પર વર્તમાન વાતાવરણ અનુસાર સંપર્ક માં આવવા વાળી વ્યક્તિ જરુર જોઈએ. બીજા વર્ષ ની સેવાની સફળતા આ વર્ષ નાં આધાર પર થશે. કોઈ પણ પ્રચાર માં આવી સહયોગી આત્માઓ નો સહયોગ જોઈએ, જેનાથી એક તો ‘કમ ખર્ચ બાલા નશીન’ (ઓછા ખર્ચે સુંદર સેવા) દ્વારા મહેનત ઓછી સફળતા વધારે થાય છે. સમય પ્રમાણે તમે તેઓની સેવા કરશો તો સહયોગ નહીં મળી શકે. પરંતુ સમય નાં પહેલાં સેવા કરી સહયોગ લેવાનો પ્રભાવ પડે છે. યોજનાઓ તો બધી ઠીક-ઠાક છે. સર્વ યોજનાઓ જે સંભળાવી તો દરેક વિભાગ નાં વ્યક્તિ જરુર સંપર્ક માં આવવાં જોઈએ. જે રીતે શિક્ષણ નાં વ્યક્તિ સંપર્ક માં આવવાથી બની-બનેલી સ્ટેજ મળશે. કોઈ પણ યોજના ની વિહંગ માર્ગ ની સેવા માટે આ જરુરી છે. ગીતા નાં પોઇન્ટસ (મુદ્દા) થી કાં તો હાહાકાર થશે કાં તો જયજયકાર થશે. પરંતુ પહેલાં હલચલ થાય છે પછી જયજયકાર થાય છે. આવા પોઇન્ટસ ને ક્લિયર (સ્પષ્ટિકરણ) કરવા માટે સર્વ નો સહયોગ જોઈએ. મિનિસ્ટર, વકીલ અને જજ બધાં જોઈએ. જેમ અહીંયા પણ બધાં આવી રહ્યાં છે. ડોક્ટર, વકીલ વગેરે. તો એનાં માટે પણ બધાં નો સંપર્ક જરુર જોઈએ - મિનિસ્ટ્રી એસોસિએશન (મંત્રી સંગઠન) વગેરે નો. હમણાં બધાં સાંભળવાની ઈચ્છા રાખે છે પરંતુ એમાં ચાલવાની હિંમત નથી. સહયોગી બની શકે છે. પહેલાં તેઓની સેવા થી ધરણી તૈયાર કરી પાછળ વિશાળ કાર્ય નું બીજ વાવો.
યોજનાઓ સારી છે. આ વર્ષ માં કોઈ નવી વાત જરુર થવાની છે. વર્ષ ૭૬ માં જેની યોજના બનાવી છે. પણ નિમિત્ત બનવું પડે છે. પરંતુ થવાનું તો ડ્રામા અનુસાર છે પણ જે નિમિત્ત બન્યાં છે, એમનું આખાં બ્રાહ્મણ કુળ માં નામ પ્રસિદ્ધ થાય છે. આ પણ ઈનામ છે. દરેક પોત-પોતાનાં ઝોન ની તરફ મીટિંગ નું પરિણામ નીકાળો. યોજના સેટ કરીને પછી પરિણામ ની મીટિંગ કરો. યોજના માં બધાં હાં-હાં કરે છે. પરિણામ માં ફક્ત પાંચ નીકળે છે. તો પરિણામ ની પણ મીટિંગ રાખો. ઉત્સાહ વધારવાનું પણ લક્ષ રાખો. સર્વ ને વ્યસ્ત રાખો, જેથી તેઓને પણ ખુશી થાય કે અમે પણ આંગળી આપી. ભલે હાર્ડ-વર્કર (સખત પરિશ્રમી) હોય, ભલે પ્લાનિંગ બુદ્ધિ હોય - નાનાં ને પણ આગળ વધારવાનાં છે. નહીં તો એક ઉમંગ અને ઉત્સાહ માં સેવા કરે છે અને બીજા નાં પ્રકંપન, સફળતા માં વિઘ્ન પાડે છે. તો બધાં ની મદદ જોઈએ. દરેક ને કાંઈ-ને-કાંઈ કામ (duty) વહેંચો જરુર. જેમ પ્રસાદ બધાંને આપો છો. તો આ સેવા નો પ્રસાદ પણ બધાંને વહેંચો. બધાનાં ઉત્સાહ નું વાયુમંડળ રહેશે તો વાયુમંડળ નાં પ્રભાવ થી કોઈ પણ બહાર નહીં નીકળે. ભલે ચક્કર લગાવવા વાળા હોય અને ભલે ફીદા થવા વાળા હોય, તો આ વર્ષ માં આ વિશેષતા હોય. જેમ બધાં કહે છે કે મારા બાબા. એમ કહે કે મારી સેવા, મારો કાર્યક્રમ બનેલો છે. એવું ન કહે કે મોટાઓએ બનાવ્યો છે, ચાલશે કે નહીં? ના, મારો કાર્યક્રમ છે. આવો બધાં નો અવાજ હોય, ત્યારે સફળતા નીકળશે (મળશે). બધાંને સેવા ની તક આપો. અચ્છા!
આ અવ્યક્ત વાણી નો સાર
* મહારથીઓની વિશેષતા એ છે કે જે સર્વ ની સંતુષ્ટતા નું પ્રમાણપત્ર લે.
* સંતુષ્ટતા જ શ્રેષ્ઠતા તથા મહાનતા છે.
* મહારથી માં સ્વયં ને મોલ્ડ કરવાની શક્તિ હોવી જોઈએ. જે મોલ્ડ થાય છે એ જ રીયલ ગોલ્ડ થઈ શકે છે.
* સફળતા-મૂર્ત બનવા માટે મુખ્ય બે વિશેષતાઓની ધારણા જોઈએ - એક પ્યોરિટી (પવિત્રતા) અને બીજી યૂનિટી (એકતા).
* પવિત્રતા અર્થાત્ સર્વ વિકારો નાં અંશ માત્ર નું જીવન માં ન હોવું અને એકતા અર્થાત્ સંસ્કાર, સ્વભાવ નાં મિલન ની એકતા હોવી.