Search for a command to run...
27 Oct 1975
ક્વેશ્ચન (પ્રશ્ન), કરેક્શન (સુધારો) અને કોટેશન થી (ઉદાહરણ) પુરુષાર્થ માં ઢીલાપણું
27 October 1975 · ગુજરાતી
આજે બાપદાદા બેહદ ની ફુલવાડી ને વિશેષ રુપ થી જોઈ રહ્યાં હતાં કે દરેક ફૂલ ની અંદર રુપ, રંગ અને કેટલી સુગંધ છે. રુપ અર્થાત્ સાકારી સ્વરુપ માં નયન અને ચેન માં અર્થાત્ ચહેરા માં બ્રાહ્મણ-પણા નો અને ફરિશ્તા-પણા નો, શ્રેષ્ઠ પાર્ટધારી આત્માની સ્મૃતિ નો નશો અને ખુશી પ્રત્યક્ષ રુપ માં કેટલી દેખાય છે? રંગ અર્થાત્ નિરંતર બાપ નાં સંગ નો રંગ અર્થાત્ સદા સાથી બનવાનો રંગ કેટલો ચઢેલો છે? સુગંધ અર્થાત્ સદા રુહાની વૃત્તિ અને દૃષ્ટિ ક્યાં સુધી અપનાવી છે? દરેક માં આ ત્રણ વિશેષતાઓ જોઈ.
આ વિશેષતા જોતાં એક હજું વિચિત્ર વિશેષતા જોઈ. એ શું જોયું કે જે વિશેષ ફૂલો માં બાપદાદા ની નજર છે, ઉમંગ અને ઉલ્લાસ ની ઝલક પણ છે, ઉમ્મીદવાર પણ છે, સર્વ બ્રાહ્મણ પરિવાર નો સ્નેહ પણ છે, લક્ષ પણ ખૂબ શ્રેષ્ઠ છે અને કદમ પણ તીવ્ર ગતિ નાં છે - પરંતુ હમણાં-હમણાં આ જ રુપ માં દેખાઈ રહ્યાં છે (જે વર્ણન કર્યું છે); થોડા સમય પછી બાપ ની નજર માં રહેવાવાળા પર માયા નાં રોયલ રુપ ની નજર લાગવાનાં કારણે રુપ રંગ બદલાઈ જાય છે. કદમોની તીવ્ર ગતિ યથાર્થ માર્ગ નાં બદલે વ્યર્થ માર્ગ પર તીવ્ર ગતિ થી ચાલવા લાગે છે. ફરિશ્તાપણાનાં નશા નાં બદલે અને ઈશ્વરીય ખુશી નાં બદલે અનેક પ્રકારનો નશો કે જે વિનાશી નશો છે, સાથે-સાથે સાધનો નાં આધાર પર જે પ્રાપ્ત થયેલી ખુશી અને નશો છે - એમાં મસ્ત થઈ જાય છે. સદા બાપ નાં સંગનાં રંગ નાં બદલે અર્થાત્ એક બાપ નો સહારો લેવાનાં બદલે સમય-પ્રતિ-સમય જે આત્માઓથી અલ્પકાળ નો સહારો મળે છે એ આત્માઓને જ સાકારી સહારો બનાવી દે છે. અર્થાત્ સંગ નાં રંગ માં રંગાઈ જાય છે. આમાં પણ અધિકાંશ બાળકોમાં એક વાત દેખાઈ.
અધિકાંશ આ બ્રાહ્મણ જીવન નાં આદિ માં અર્થાત્ પહેલાં-પહેલાં જ્યારે બાપ દ્વારા બાપ નો પરિચય, જ્ઞાન નો ખજાનો પ્રાપ્ત થાય છે, પોતાનાં જન્મ-સિધ્ધ અધિકાર ની ખબર પડે છે, યાદ દ્વારા અનુભવ પ્રાપ્ત થાય છે, દુઃખ, ‘સુખ’ માં બદલાઈ જાય છે, અશાંતિ, ‘શાંતિ’ માં બદલાઈ જાય છે અને ભટકવાનું બંધ થઈ, ઠેકાણું મળી જાય છે - એ શરુઆતની સ્થિતિ માં ખૂબ સારા, તીવ્ર ઉમંગ-ઉલ્લાસ વાળા, ખુશી માં ઝૂમવા વાળા, સેવા માં રાત-દિવસ એક કરવા વાળા, સંબંધ અને શરીર ની સુધબુધ ભૂલેલાં, એવાં ફર્સ્ટ ક્લાસ સેવાધારી, જ્ઞાન સ્વરુપ અને શક્તિ સ્વરુપ સ્વયં ને પણ અનુભવ કરે છે અને અન્ય બ્રાહ્મણ પણ એમને એવાં જ અનુભવ કરે છે. પરંતુ આદિ પછી ફરી જયારે મધ્ય માં આવે છે તો પુરુષાર્થ થી, પોતાની સેવા થી, ખુશી અને ઉમંગ થી સંતુષ્ટ નથી રહેતાં. પોતાની જાત ને સવાલ કરતાં રહે છે કે - “પહેલાં આવું હતું હમણાં આવું કેમ, પહેલાં જેવો ઉમંગ ક્યાં જતો રહ્યો? પહેલાં વાળી ખુશી ગુમ કેમ થઈ ગઈ? ચઢતી કળા નાં બદલે રુકાવટ કેમ થઈ ગઈ? જ્યારે જ્ઞાન ગુહ્ય થઈ રહ્યું છે, સમય સમીપ આવી રહ્યો છે, સેવા નાં સાધન પણ ખૂબ પ્રાપ્ત થઈ રહ્યાં છે અને છતાં પણ પહેલાં જેવો અનુભવ કેમ નથી થતો?” અધિકાંશ નો આ અનુભવ જોયો. હવે એનું કારણ શું?
કારણ એ છે - જ્યારે સેવા માં અને બ્રાહ્મણ પરિવાર નાં સંપર્ક માં તથા સેવા દ્વારા જે પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે એમાં ચાલતાં-ચાલતાં કોઈ હદ ની પોઝીશન માં (પદ) આવી જાય છે. કોઈ હમશરીક સેવા-સાથીઓ તથા સંપર્ક માં આવવા વાળા પોતાનાં સાથીઓનો વિરોધ કરવામાં લાગી જાય છે, કોઈ સ્થૂળ સેલ્વેશન (બચાવ) લેવામાં લાગી જાય છે અર્થાત્ સેલ્વેશન નાં આધાર પર સેવા અને પુરુષાર્થ કરે છે, કોઈ ક્વેશ્ચન (પ્રશ્ન) અને કરેક્શન (સુધારો) કરવામાં લાગી જાય છે અને પછી કોઈ બીજા નાં કોટેશન (ઉદાહરણ) દેવામાં લાગી જાય છો અર્થાત્ બીજાનાં દૃષ્ટાંત થી પોતાનો સિદ્ધાંત બનાવવા લાગી જાય છે. આ પાંચ માંથી કોઈ-ને-કોઈ ઉલ્ટો માર્ગ અપનાવી લે છે. બાપે કહ્યું કે સદા તપસ્વી બનીને પોતાની ઈશ્વરીય બ્રાહ્મણ પણા ની, સર્વસ્વ ત્યાગી ની પોઝિશન (સ્થિતિ) માં સ્થિત રહો. પરંતુ હદ ની પોઝિશન કે - “હું સૌથી વધારે સેવાધારી છું, પ્લાનિંગ-બુદ્ધિ છું, ઇન્વેન્ટર (શોધક) છું, ધન નો સહયોગી છું, દિવસ-રાત તન લગાવવા વાળો છું અર્થાત્ હાર્ડ-વર્કર (મહેનતું) છું કે ઇન્ચાર્જ (સંચાલક) છું.” - આ પ્રકાર નાં હદ નું નામ, માન અને શાન નાં એ ઉલ્ટા પોઝિશન ને પકડી લે છે. અર્થાત્ યથાર્થ મંઝિલ થી વ્યર્થ માર્ગ પર તીવ્ર ગતિ થી ચાલવા લાગે છે.
બાપે કહ્યું - સેલ્વેશન આર્મી છો અર્થાત્ અન્ય આત્માઓને સેલ્વેશન આપવા માટે છો પરંતુ હદ નાં સેલ્વેશન નું આ સાધન હશે તો સેવા કરશું, પહેલાં સાધન આપો પછી સેવા કરશું. સાધન પણ સેવા-અર્થ નહીં, પરંતુ પોતાનાં સુખ નાં અર્થ માંગે છે. જો આ કરવામાં આવે તો ખૂબ સેવા કરી શકું છું, એક્સ્ટ્રા (વધારાનો) સ્નેહ, રિગાર્ડ (સમ્માન) આપવામાં આવે, એક્સ્ટ્રા ખાતરી કરવામાં આવે અને વિશેષ નામ લેવામાં આવે - આવાં પ્રકારનાં સેલ્વેશન નાં આધાર પર પોતાનો પુરુષાર્થ કરવામાં લાગી જાય છે. એટલે આધાર ખોટો હોવાનાં કારણે તેમને પોતાની ઉન્નતિ નો અનુભવ નથી થતો.
એ જ પ્રકારે બાપે કહ્યું - માયા થી વિરોધ કરવાનો છે. પરંતુ માયા નાં તો મિત્ર બની જાય છે અર્થાત્ આસુરી સંસ્કારો રુપી આસુરી સંપ્રદાય નાં બદલે ઈશ્વરીય સંપ્રદાય અર્થાત્ એક-બે માં વિરોધ કરતાં રહે છે - “આ આવું કરે છે તો હું આનાથી પણ વધારે કરીને દેખાડું, આ સેવાધારી છે તો હું પણ સેવાધારી છું.” આ આગળ છે તો હું પાછળ કેમ? હું ગુપ્ત પુરુષાર્થી છું, મને ઓળખતા નથી અને નિમિત્ત શિક્ષક થી તો હું વધારે સેવાધારી છું. શિક્ષક થી પણ વિરોધ કરે છે. તમે અનુભવી નથી, હું તો અનુભવી છું, તમે અભણ છો, હું ભણેલી છું. આમ એક-બે માં વિરોધ કરવાથી પોતાની સદાકાળ ની શ્રેષ્ઠ પોઝિશન ગુમાવી દે છે. એકબીજા નાં વિરોધનાં કારણે માયા થી વિરોધ કરવામાં કમજોર બની જાય છે અર્થાત્ વિજયી નથી બની શકતાં.
એ જ પ્રકારે ક્વેશ્ચન (પ્રશ્ન), કરેક્શન (સુધારો), અને કોટેશન આપવામાં તો ખૂબ હોશિયાર, વકીલ અને જજ બની જાય છે. બાપ ને કરેક્શન આપતાં રહે છે. પોતાની જાતને છોડાવવા માટે અર્થાત્ પોતાની ભૂલને છુપાવવા માટે કોટેશન આપશે. “મારાથી મોટા મહારથી પણ આવું કરે છે. આ સમસ્યા પર ફલાણા ને બાપદાદાએ આવું કહ્યું હતું, એટલે મેં પણ એ શ્રીમત માની. ફલાણી તારીખ ની મુરલીમાં આ વાત કહેવામાં આવી છે, એ જ પ્રમાણે હું આ કરી રહ્યો છું.” સમય અને પરિસ્થિતિઓને નથી જોતાં પરંતુ શબ્દ પકડી લે છે. આ જ ભૂલો નાં કારણે એક ભૂલ થી અનેક ભૂલો વધતી જાય છે. અલબેલાપાણા નાં સંસ્કાર વધતાં જાય છે. પુરુષાર્થ ની ગતિ તીવ્ર થી મધ્યમ થઈ જાય છે.
બાપે કહ્યું છે કે માસ્ટર ત્રિકાળદર્શી અર્થાત્ ત્રણેય કાળો ને જાણવા વાળા છો. આ ધારણા ને અપનાવવા નાં કારણે પોતાનું કરેક્શન કરવાનાં બદલે બીજાનું કરેક્શન કરતાં રહેશે. બીજાનાં કરેક્શન માં બાપ સાથે કનેક્શન તોડી દે છે. એટલે શક્તિહીન હોવાનાં કારણે ઉલઝતા (મૂંઝાતા) રહે છે. સુખ-શાંતિ તથા અતીન્દ્રિય સુખ ની અનુભૂતિ નું ઠેકાણું નજર નથી આવતું. પરચિંતન પતન ની તરફ લઈ જાય છે. સમજ્યાં? આ વાતો માં આવવાનાં કારણે જે આદિ નો નશો અને ખુશી નો અનુભવ થાય છે એ ખતમ થઈ જાય છે. એટલે સ્વયં ને ચેક કરો કે આ પાંચ માંથી કોઈ પણ ઉલ્ટા અથવા વ્યર્થ માર્ગ પર ચાલીને સમય બરબાદ તો નથી કરી રહ્યાં? ચેક કરો અને પછી પોતાને ચેન્જ (પરિવર્તન)) કરો તો પછી ચઢતી કળા ની તરફ ચાલવા લાગશો. આવો અધિકાંશ આત્માઓ નો અનુભવ બાપદાદાએ જોયો.
હવે મેળા નો અંત છે. તો અંત માં અંતિમ આહુતિ નાખો, અર્થાત્ સદાકાળ નાં માટે પોતાને સમર્થ બનાવો. પરિણામ તો સંભળાવશે ને. તો વર્તમાન સમય નાં પુરુષાર્થીઓનાં ચાલતાં-ચાલતાં થોભી જવાનાં સમાચાર સંભળાવ્યાં. હવેથી પરિવર્તન ભૂમિનું પરિવર્તન સદા સાથે રાખજો. આને કહેશું મેળો મનાવવો અર્થાત્ સ્વયંને સંપન્ન બનાવવાં. અચ્છા!
આમ એક સેકન્ડ માં સ્વયંને દૃઢ સંકલ્પ થી પરિવર્તન કરવા વાળી, પોતાની વૃત્તિ દ્વારા વાયુમંડળ ને સતોપ્રધાન બનાવવા વાળી અને નજર થી નિહાલ કરવા વાળી આવી બાપની સદા સાથી, સહયોગી અને શક્તિશાળી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પોતાનાં રુપ, રંગ અને સુગંધ ને જોવાની છે. રુપ અર્થાત્ ચહેરા માં બ્રાહ્મણપણા અથવા ફરિશ્તાપણા ની ઝલક, રંગ અર્થાત્ નિરંતર બાપ નાં સંગ નો રંગ અને સુગંધ અર્થાત્ રુહાનિયત ક્યાં સુધી આવી છે?