Search for a command to run...
2 Feb 1976
બાપ-સ્નેહી બનવાની નિશાની - ફરિશ્તા-સ્વરુપ બનવું
2 February 1976 · ગુજરાતી
સદા પોતાનું ભવિષ્ય સામે રહે છે? જેટલું નિમિત્ત બનેલી આત્માઓ પોતાનાં ભવિષ્ય ને સદા સામે રાખશે, એટલી અન્ય આત્માઓ ને પણ પોતાનું ભવિષ્ય બનાવવાની પ્રેરણા આપી શકશે. પોતાનું ભવિષ્ય સ્પષ્ટ નથી તો બીજાને પણ સ્પષ્ટ બનાવવાનો રસ્તો નહીં બતાવી શકે. પોતાનું ભવિષ્ય સ્પષ્ટ છે? ‘મહારાજા કે મહારાણી’ - જે પણ બનો, પરંતુ એનાં પહેલાં પોતાનું ભવિષ્ય ફરિશ્તાપણાનું, કર્માતિત અવસ્થાનું - એ સામે સ્પષ્ટ આવે છે? એવો અનુભવ થાય છે કે હું દરેક કલ્પ માં ફરિશ્તા સ્વરુપ માં આ પાર્ટ ભજવી ચૂકી છું અને હવે ભજવવાનો છે? એ ઝલક સામે આવે છે. જેમ દર્પણ માં પોતાનાં સ્વરુપ ની ઝલક જુઓ છો, એમ જ્ઞાન નાં દર્પણ માં પોતાનાં પુરુષાર્થ થી ફરિશ્તાપણા ની ઝલક સ્પષ્ટ દેખાય છે? જ્યાં સુધી ફરિશ્તાપણા ની ઝલક સ્પષ્ટ દેખાશે નહીં, ત્યાં સુધી ભવિષ્ય પણ સ્પષ્ટ નહીં થશે. એ સંકલ્પ આવતો જ રહેશે કે કદાચ હું આ બનું કે તે બનું? પરંતુ ફરિશ્તાપણા ની ઝલક સ્પષ્ટ દેખાશે તો તે પણ દેખાશે. તો એ દેખાય છે કે હજું ઘૂંઘટ માં છે? જેમ ચિત્ર નું અનાવરણ કરાવો છો તો પોતાનાં ફરિશ્તા સ્વરુપ નું અનાવરણ ક્યારે કરશો? જાતે જ કરશો કે ચીફ ગેસ્ટ (મુખ્ય અતિથિ) ને બોલાવશો? આ પુરુષાર્થ ની કમજોરી નો પડદો હટાવો તો સ્પષ્ટ ફરિશ્તા રુપ થઈ જશે.
હવે તો હરતાં-ફરતાં એવો અનુભવ થવો જોઈએ જેમ સાકાર ને જોયાં - ચાલતાં-ફરતાં કાં તો ફરિશ્તા રુપ નો કે ભવિષ્ય રુપ નો અનુભવ થતો હતો, ત્યારે તો બીજાને પણ થતો હતો. હું શિક્ષક છું, હું સેવાધારી છું - એ તો જેવો સમય, એવું સ્વરુપ થઈ જાય છે. હવે સ્વયં ને ફરિશ્તા રુપ માં અનુભવ કરો તો સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર નું રુપ કયું છે? ફરિશ્તા રુપ બનવું. ચાલતાં-ફરતાં ‘ફરિશ્તા સ્વરુપ’. જો સાક્ષાત્ ફરિશ્તા નહીં બનો તો સાક્ષાત્કાર કેવી રીતે કરાવી શકશો? તો શિક્ષકો માટે હવે વિશેષ પુરુષાર્થ કયો છે? એ જ કે ફરિશ્તા આ સાકાર સૃષ્ટિ પર આવ્યાં છે સેવા અર્થ. ફરિશ્તા પ્રગટ થાય છે, પછી સમાઈ જાય છે. ફરિશ્તા સદા આ સાકારી સૃષ્ટિ પર રહેતાં નથી, કર્મ કર્યું અને ગાયબ! તો જ્યારે એવાં ફરિશ્તા થશો તો આ દેહ અને દેહ નાં સંબંધ અથવા જૂની દુનિયામાં પગ નહીં ટકે. જ્યારે કહો છો કે અમે બાપનાં સ્નેહી છીએ; તો બાપ સૂક્ષ્મવતન-વાસી અને તમે આખો દિવસ સ્થૂળવતન-વાસી, તો સ્નેહી કેવી રીતે? તો સૂક્ષ્મવતન-વાસી ફરિશ્તા બનો. સર્વ આકર્ષણો તથા લગાવ નાં સંબંધ અને રસ્તા બંધ કરો તો કહેશે કે બાપ સ્નેહી છો. અહીંયા હોવા છતાં પણ જેમ કે નથી - આ છે છેલ્લી સ્થિતિ. વિશેષ સેવા અર્થ નિમિત્ત છો, તો પુરુષાર્થ માં પણ વિશેષ થવું જોઈએ. જ્યારે બીજાને પણ ચાલતાં-ફરતાં અનુભવ થશે કે તમે લોકો ફરિશ્તા છો, તો બીજા પણ પ્રેરણા લઈ શકશે. જો સાકાર સૃષ્ટિ ની સ્મૃતિ થી દૂર થઈ જાઓ તો જે નાની-નાની વાતો માં સમય ગુમાવો છો, તે નહીં થાય. તો હવે હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લગાવો - સાકાર સૃષ્ટિ થી એકદમ ફરિશ્તા ની દુનિયામાં અથવા ફરિશ્તા સ્વરુપ એને કહેવાય છે હાઈ જમ્પ. તો નાની-નાની વાતો શોભશે નહીં. તો આ બાપની વિશેષ સોગાત (ભેટ) છે. સોગાત લેવી અર્થાત્ ફરિશ્તા સ્વરુપ બનવું. તો બાપ પણ આ ફરિશ્તા સ્વરુપ નું ચિત્ર સોગાત માં આપે છે. આ સોગાત થી જૂની વાતો બધી સમાપ્ત થઈ જશે. ‘શું’ અને ‘કેમ’ ની રટ નથી લગાડવાની. નિર્ણય-શક્તિ, પરખવાની શક્તિ, પરિવર્તન-શક્તિ - જ્યારે આ ત્રણેય શક્તિઓ હશે તો જ એક-બીજા ને ખુશખબરી સંભળાવશો. જો પોતાનામાં પરિવર્તન નથી તો બીજામાં પણ પરિવર્તન નહીં લાવી શકો. અચ્છા!
પરિવર્તન શક્તિવાળા જ સફળ
પ્રશ્ન:- કોઈ પણ યોજના ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવા માટે વિશેષ કઈ શક્તિની આવશ્યકતા છે?
ઉત્તર :- પરિવર્તન કરવાની શક્તિ. જ્યાં સુધી પરિવર્તન કરવાની શક્તિ નહીં હશે, ત્યાં સુધી નિર્ણય ને પણ પ્રેક્ટિકલ માં નથી લાવી શકતાં. કારણ કે દરેક સ્થાન પર, દરેક સ્થિતિ માં, ભલે સ્વયં નાં પ્રતિ કે સેવા નાં પ્રતિ હોય, પરિવર્તન જરુર કરવું પડે છે. જેમ સફળતામૂર્ત્ત બનવા માટે સંસ્કાર અથવા સ્વભાવ પરિવર્તન કરવો પડે છે, એમ જ સેવામાં પોતાનાં વિચારો ને ક્યાંય-ને-ક્યાંય પરિવર્તન કરવાં પડે છે. પરિવર્તન-શક્તિ વાળા કોઈ પણ પરિસ્થિતિ માં સફળ થઈ જાય છે કારણ કે તે બહુરુપી હોય છે. યોજના ને સેવામાં લાવશે અને પોઈન્ટ ને પ્રેક્ટિકલ જીવન માં લાવશે - તો બંને ને માટે પરિવર્તન કરવાની શક્તિ જોઈએ. જ્ઞાન સ્વરુપ હોવાનાં સંબંધ થી એ તો નિર્ણય કરી લો છો કે ‘આ થવું જોઈએ’ પરંતુ પરિવર્તન નથી થતું. એનું કારણ છે પરિવર્તન-શક્તિ ની કમી. જેમનામાં પરિવર્તન-શક્તિ છે, તેઓ સર્વનાં સ્નેહી હશે અને સદા સફળ પણ હશે. સંકલ્પ માં દૃઢતા લાવવાથી પ્રત્યક્ષ ફળ નીકળે છે. પરિવર્તન કરીને સફળ બનવાનું જ છે - એ છે દૃઢ સંકલ્પ. સફળતા સફળતા-મૂર્ત્ત નું આહવાન કરી રહી છે કે સફળતા-મૂર્ત્ત આવે તો હું એમનાં ગળા ની માળા બનું. અચ્છા!