Search for a command to run...
3 February 1976 · ગુજરાતી
આજ-કાલ ની દુનિયામાં ધર્મ અને કર્મ - બંનેય વિશેષ ગાવામાં આવે છે. ધર્મ અને કર્મ - આ બંનેય આવશ્યક છે. પરંતુ આજકાલ ધર્મ વાળા અલગ, કર્મ વાળા અલગ થઈ ગયાં છે. કર્મ વાળા કહે છે કે ધર્મની વાતો નહીં કરો, કર્મ કરો અને ધર્મ વાળા કહે છે કે અમે તો છીએ જ કર્મ-સન્યાસી. પરંતુ સંગમ પર બ્રાહ્મણ ‘ધર્મ અને કર્મ’ ને કમબાઈન્ડ (સંયુક્ત) કરે છે. તો આખાં દિવસમાં ધર્મ અને કર્મ સંયુક્ત રુપ માં રહે છે? ધર્મ નો અર્થ છે - દિવ્ય ગુણ ધારણ કરવાં. સર્વ પ્રકારની ધારણાઓ જ્ઞાન-સ્વરુપ ની, દિવ્ય ગુણો ની અને યાદ-સ્વરુપ ની ધારણા. કોઈ પણ ધારણા, એને ધર્મ કહેવાય છે. તો આખાં દિવસ માં ભલે કેવી પણ જવાબદારી નું કર્મ હોય, સ્થૂળ કર્મ હોય, સાધારણ કર્મ હોય કે બુદ્ધિ લગાવવાનું કર્મ હોય - પરંતુ દરેક કર્મ માં ધારણા અર્થાત્ કર્મ અને ધર્મ કમબાઈન્ડ રહે છે? અધિકાંશ નું પરિણામ શું છે?
જેમ કહેવત છે કે ‘એક મ્યાન માં બે તલવાર નથી રહી શકતી’ અથવા એક હાથ માં બે લાડવા નથી આવતાં. પરંતુ સંગમ પર અસંભવ વાત પણ સંભવ થઈ જાય છે. અહીંયા એક જ સમય માં બંને વાતો સાથે-સાથે છે. ‘ધર્મ પણ હોય અને કર્મ પણ હોય’ - એનો જ અભ્યાસ શીખવાડે છે. તો સંગમયુગ વિશેષ યુગ છે. એટલે વિશેષ છે, કારણ કે જે-જે વિશેષતાઓ બીજા યુગો માં નથી હોઈ શકતી, એ બધી વિશેષતાઓ સંગમ પર હોય છે. એટલે આને ‘વિશેષ-યુગ’ કહે છે. તો જે આ વાત નાં કમબાઈન્ડ રુપ માં અભ્યાસી છે, એ જ કમબાઈન્ડ રુપ સંગમ નું - બાપ અને બાળક અને પ્રારબ્ધ નું - શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ - આ બંને નાં કમબાઈન્ડ રુપ નાં અનુભવી બની શકે છે અથવા અધિકારી બની શકે છે. તો બંનેય સાથે-સાથે રહે છે? અધિકાંશ નું રહે છે કે નહીં? શું પરિણામ સમજો છો? બધાં અભ્યાસ માં લાગેલાં છો? જ્યારે આ નિરંતર કમબાઈન્ડ રુપ થઈ જાય ત્યારે જ પ્રાલબ્ધ નું કમબાઈન્ડ રુપ - શ્રી લક્ષ્મી શ્રી નારાયણનું ધારણ કરી શકશો. કર્મ માં જો ધર્મ કમબાઈન્ડ નથી તો સાધારણ કર્મ થઇ ગયું ને. એટલે દરેક કર્મ માં ધર્મ નો રસ ભરવો જોઈએ.
એ તપાસ કરવી પડે કે ધર્મ અને કર્મ બંને સાથે છે અથવા ધર્મ નો કિનારો કરી કર્મ કરી રહ્યાં છે કે ધર્મનાં સમયે કર્મ નો કિનારો તો નથી કરી દેતાં? આ પણ નિવૃત્તિ થઈ ગઈ, જેમ નિવૃત્તિ માર્ગ માં એકલા છે. પ્રવૃત્તિ અર્થાત્ કમબાઈન્ડ, તો જ્યારે આદિ પાર્ટ થી કમબાઈન્ડ છે, પ્રવૃત્તિ માર્ગ વાળા છે તો પુરુષાર્થ માં પણ પ્રવૃત્તિ નો પુરુષાર્થ હોય. નિવૃત્તિ માર્ગ નો ન હોય અર્થાત્ એકલા ન હોય. જેમ તેઓ છોડીને કિનારો કરીને ચાલ્યાં જાય છે, એ જ રીતે ધર્મ ને છોડી કર્મ માં લાગી ગયાં, એ પણ નિવૃત્તિ માર્ગ થઈ ગયો. તો સદા પ્રવૃત્તિ માર્ગ રહે. આવો અભ્યાસ જ્યારે બધાંનો સંપન્ન થઈ જાય ત્યારે સમય પણ સંપન્ન થાય. કારણ કે પ્રવૃત્તિ માર્ગ નાં સંસ્કાર પુરુષાર્થી જીવનમાં ભરવાનાં છે. તો હમણાંથી આ કમબાઈન્ડ રુપ નાં સંસ્કાર નહીં ભરશો તો ત્યાં કેવી રીતે થશે? વન્ડરફુલ (અદ્ભૂત) પ્રવૃત્તિ માર્ગ છે ને. ધર્મ અને કર્મ નો પ્રવૃત્તિ માર્ગ કહો કે કર્મ અને યોગ નો પ્રવૃત્તિ માર્ગ કહો, વાત એક જ થઈ જાય છે. અચ્છા!