Search for a command to run...
1 Feb 1976
રુહાની શમા અને ત્રણ પ્રકારનાં રુહાની પરવાના
1 February 1976 · ગુજરાતી
આજે રુહાની શમા રુહાની પરવાનાઓ ને જોઈ રહી છે. બધાં પરવાના એક જ શમા પર સ્વાહા થવા માટે નંબરવાર પ્રયત્ન માં લાગેલાં છે. જે નંબરવન પરવાનાં છે એમને સ્વયં નો અર્થાત્ આ દેહ-ભાન નો, દિવસ-રાત નો, ભૂખ અને તરસ નો, પોતાનાં સુખનાં સાધનો નો, આરામ નો - કોઈ પણ વાત નો આધાર નથી. સર્વ પ્રકાર ની દેહની સ્મૃતિ થી ખોવાયેલાં છો, અર્થાત્ નિરંતર શમા નાં લવ (પ્રેમ) માં લવલીન (પ્રેમ મગન) થયેલાં છો? જેમ શમા જ્યોતિ-સ્વરુપ છે, લાઈટ-માઈટ રુપ છે, એમ શમા નાં સમાન સ્વયં પણ લાઈટ-માઈટ રુપ છો? બીજા પ્રકારનાં પરવાના, શમાની લાઈટ અને માઈટ ને જોતાં એમની તરફ આકર્ષિત જરુર થાય છે, સમીપ જવા ઈચ્છે છે, સમાન બનવા ઈચ્છે છે, પરંતુ દેહ-ભાન ની સ્મૃતિ કે દેહ નાં સંબંધ ની સ્મૃતિ, દેહ નાં વૈભવ ની સ્મૃતિ, દેહ-ભાન ને વશ તમોગુણી સંસ્કારોની સ્મૃતિ સમીપ જવાનું સાહસ અથવા હિંમત ધારણ કરવા નથી દેતી. આ ભિન્ન-ભિન્ન સ્મૃતિઓનાં ચક્કર માં સમય ગુમાવી દે છે! પહેલો નંબર છે લવલીન પરવાના અર્થાત્ બાપનાં સમાન સ્વરુપ અને શક્તિઓ ધારણ કરવા વાળા, બાપનાં સર્વ ખજાના સ્વયં માં સમાવવા વાળા, સમાન બનવું અર્થાત્ સમાઈ જવું અર્થાત્ મર મિટવા વાળા. બીજો નંબર - અનેક પ્રકાર નાં ચક્કર લગાવવા વાળા અને અનેક સ્મૃતિઓનાં ચક્કર લગાવવા વાળા. તે છે સમાવવા વાળા, આ છે વિચારવા વાળા. ત્રીજા નંબરનાં પરવાના - શમા ને જોઈ આકર્ષિત પણ થાય છે, વિચારે પણ છે પરંતુ દુવિધા નાં ચક્કર માં રહે છે. અર્થાત્ બે નાવ (હોડી) માં પગ રાખવા ઈચ્છે છે. માયા નું, અલ્પકાળ નું સુખ પણ ઈચ્છે છે અને શમા દ્વારા અથવા બાપ દ્વારા અવિનાશી પ્રાપ્તિ પણ ઈચ્છે છે. આ છે વારંવાર પૂછવા વાળા. તે વિચારવા વાળા અને આ છે પૂછવા વાળા “આવું કરીએ કે ન કરીએ? પ્રાપ્તિ થશે કે નહીં થશે? થઈ શકે છે, કે નથી થઈ શકતી? મુશ્કેલ છે કે સહજ છે? આ એક રસ્તો સાચ્ચો છે કે બીજો પણ છે?” - એવું સ્વયં થી અથવા અન્ય અનુભવી આત્માઓથી પૂછવા વાળા. ઈચ્છા છે પરંતુ ‘ઈચ્છા માત્રમ અવિદ્યા’ થવાનું સાહસ જ નથી. મળવા પણ ઈચ્છે છે, પરંતુ જીવતે-જીવ મરવા નથી ઈચ્છતા. જીવતે-જીવ મરવું અથવા છોડવામાં હૃદય વિદીરણ થાય છે. આવાં ત્રણ પ્રકાર નાં પરવાના શમા પર આવે છે.
હવે પોતે-પોતાને પૂછો કે હું કયો પરવાનો છું? અનેક પ્રકારની સ્મૃતિઓનાં ચક્કર સમાપ્ત થયાં છે કે હજી સુધી પણ કોઈ-ને-કોઈ ચક્કર પોતાની તરફ ખેંચી લે છે? જો કોઈ પણ વ્યર્થ સ્મૃતિ નાં ચક્કર હજી સુધી લગાવો છો તો સ્વદર્શન ચક્રધારી, સંગમયુગી બ્રાહ્મણો નું શીર્ષક પ્રાપ્ત નહીં થઈ શકે! જે સ્વદર્શન-ચક્રધારી નથી, તે ભવિષ્ય નાં ચક્રવર્તી રાજા પણ નહીં હશે. ૬૩ જન્મ ભક્તિ-માર્ગ નાં અનેક પ્રકારનાં વ્યર્થ ચક્કર લગાવવામાં ગુમાવ્યાં. એ જ સંસ્કાર હવે સંગમ પર પણ ન ઈચ્છવા છતાં પણ કેમ ઈમર્જ (જાગૃત) કરી લો છો? ચક્કર લગાવવામાં પ્રાપ્તિનો અનુભવ થાય છે કે નિરાશા થાય છે? ૬૩ જન્મ ચક્કર લગાવતાં, બધુંજ ગુમાવતાં, સ્વયં ને અને બાપ ને ભૂલતાં હજું સુધી પણ થાક્યાં નથી? કે ઠેકાણું મળવા છતાં પણ ચક્કર લગાવો છો? અવિનાશી પ્રાપ્તિ થતાં, વિનાશી અલ્પ-કાળ ની પ્રાપ્તિ હજું પણ આકર્ષિત કરે છે? હજું સુધી કોઈ અન્ય ઠેકાણું પ્રાપ્તિ કરાવવા વાળું નજર આવે છે શું? કે શ્રેષ્ઠ ઠેકાણું જાણતાં હોવા છતાં પણ અલ્પકાળ નાં ઠેકાણાં આઈવેલ અર્થાત્ આવા સમયને માટે બનાવીને રાખ્યાં છે? એવાં પણ બહુજ ચતુર છે. લેવાનાં સમયે બધું લેવામાં હોશિયાર છે, પરંતુ છોડવાના સમયે બાપ સાથે ચતુરાઈ કરે છે. શું ચતુરાઈ કરે છે? છોડવાનાં સમયે ભોળા બની જાય છે. “પુરુષાર્થી છીએ, સમય પર છૂટી જશે, સંજોગો એવાં છે, હિસાબ-કિતાબ ભારે છે, ઈચ્છું છું પરંતુ શું કરું? ધીરે-ધીરે થઈ જ જશે” - આવાં ભોળા બની વાતો બનાવે છે. નોલેજફુલ (જ્ઞાનવાન) બાપ ને પણ નોલેજ આપવા લાગી જાય છે! કર્મોની ગતિને જાણવા વાળા ને પોતાની કર્મ-કહાનીઓ સંભળાવી દે છે. અને લેવાનાં સમયે ચતુર બની જાય છે. ચતુરાઈ માં શું બોલે છે - “તમે તો રહેમદિલ છો, વરદાતા છો. હું પણ અધિકારી છું, બાળક બન્યો છું તો પૂરો અધિકાર મને મળવો જોઈએ.” લેવામાં પૂરું લેવું છે અને છોડવામાં કાંઈ-ને-કાંઈ છુપાવવું છે અર્થાત્ કાંઈ-ને-કાંઈ પોતાનાં જૂનાં સંસ્કાર, સ્વભાવ તથા સંબંધ - એ પણ સાથે-સાથે રાખતા રહેવું છે. તો ચતુર થઈ ગયાં ને. લેશે પૂરું પરંતુ આપશે યથા-શક્તિ. આવી ચતુરાઈ કરવા વાળા કઈ પ્રારબ્ધ ને મેળવશે. આવાં ચતુર બાળકો સાથે ડ્રામા અનુસાર કઈ ચતુરાઈ થાય છે?
સ્વર્ગનાં અધિકારી તો બધાં બની જાય છે, પરંતુ રાજધાની માં નંબરવાર તો હોય જ છે ને. સ્વર્ગનો વારસો બાપ સર્વ ને આપે છે, પરંતુ સીટ દરેકની પોતાનાં નંબરની છે. તો ડ્રામા-અનુસાર જેવો પુરુષાર્થ, એવું પદ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. બાપ નંબર નથી બનાવતાં, કોઈને રાજાનું, કોઈને પ્રજાનું જ્ઞાન અલગ-અલગ નથી આપતાં; કોઈને સૂર્યવંશી, કોઈને ચંદ્રવંશી નું અલગ ભણતર નથી ભણાવતાં કોઈને મહારથી, કોઈને ઘોડેસવાર ની છાપ નથી લગાડતાં, પરંતુ ડ્રામા અનુસાર જેવું અને જેટલું જે કરે છે એવું જ પદ પ્રાપ્ત કરે છે. એટલે જેમ લેવામાં ચતુર બનો છો એમ આપવામાં પણ ચતુર બનો, ભોળા ન બનો! માયાની ચતુરાઈ ને જાણીને માયાજીત બનો. તપાસ કરો કે એક યથાર્થ ઠેકાણા નાં બદલે બીજું કોઈ અલ્પ-કાળ નું ઠેકાણું હજું સુધી રહી તો નથી ગયું; જ્યાં ન ઈચ્છવા છતાં પણ બુદ્ધિ જતી રહે છે? બુદ્ધિનું ક્યાંય જવાનો અર્થ છે કે ઠેકાણું છે. તો સર્વ હદનાં ઠેકાણા તપાસ કરીને હવે સમાપ્ત કરો. નહીં તો આ ઠેકાણા સદાકાળ નાં શ્રેષ્ઠ ઠેકાણા થી દૂર કરી દેશે. બાપ શ્રીમત સ્પષ્ટ આપે છે કે ‘આમ કરો’ પરંતુ બાળકો ‘આમ ને કેમ’ માં બદલી લે છે. ‘કેવી રીતે’ ને સમાપ્ત કરી, જેમ બાપ ચલાવી રહ્યાં છે, એમ ચાલો. અચ્છા!
શમા-સમાન લાઈટ-હાઉસ, માઈટ હાઉસ નંબરવન પરવાના, અનેક ચક્કર સમાપ્ત કરી સ્વદર્શન ચક્રધારી બનવા વાળા, વિશ્વનાં માલિક બનવાનાં અધિકાર ને પ્રાપ્ત કરવા વાળા, બાપની શ્રીમત પર દરેક કદમ ઉઠાવવા વાળા, આવાં કદમો માં પદ્મો ની શ્રેષ્ઠ કમાણી જમા કરવા વાળા, સદા લવલીન રહેવા વાળા પરવાના ને બાપ શમા નાં યાદ-પ્યાર અને નમસ્તે!