Search for a command to run...
9 February 1976 · ગુજરાતી
સેવાધારી સંગઠન ની સાથે મુલાકાત કરતા સમયે જે પ્રશ્નોત્તર નાં રુપ માં વાર્તાલાપ થયો, એ અહીંયા પ્રસ્તુત છે
પ્રશ્ન:- સર્વ પોઈન્ટ્સ (મુદ્દાઓ) નો સાર એક શબ્દ માં સંભળાવો?
ઉત્તર:- પોઈન્ટ્સ નો સાર - પોઈન્ટ રુપ અર્થાત્ બિંદુ રુપ થઈ જવું.
પ્રશ્ન :- બિંદુ રુપ સ્થિતિ હોવાથી કઈ ડબલ પ્રાપ્તિ થાય છે?
ઉત્તર :- બિંદુરુપ અર્થાત્ શક્તિશાળી સ્થિતિ, જેમાં વ્યર્થ સંકલ્પ નથી ચાલતાં અને બિંદુ અર્થાત્ ‘બીતી સો બીતી’ ‘(વીત્યું તે વીત્યું).’ એનાથી કર્મ પણ શ્રેષ્ઠ થાય છે અને વ્યર્થ સંકલ્પ ન હોવાનાં કારણે પુરુષાર્થ ની ગતિ પણ તીવ્ર હશે. એટલે બીતી સો બીતી ને સમજી-વિચારીને કરવાનું છે. વ્યર્થ જોવું, સાંભળવું અથવા બોલવું બધું બંધ. સમર્થ આંખો ખુલ્લી હોય અર્થાત્ સાક્ષીપણા ની સ્ટેજ (સ્થિતિ) પર રહો.
પ્રશ્ન :- કમળ-પુષ્પ સમાન ન્યારા બનાવવાની યુક્તિ શું છે?
ઉત્તર :- કોઈ ની પણ કમજોરી જોઈને એમનાં વાતાવરણ નાં પ્રભાવમાં ન આવો, તો એનાં માટે એ આત્માનાં પ્રતિ રહેમ ની દૃષ્ટિ વૃત્તિ હોય અને સામનો કરવાની નહીં, અર્થાત્ એ આત્મા ભૂલ ને પરવશ છે, એનો દોષ નથી - એ સંકલ્પ થી એ વાતાવરણનો કે વાત નો પ્રભાવ આપ આત્મા પર નહીં થશે. આને જ કહેવાય છે કમળ-પુષ્પ સમાન ન્યારા.
પ્રશ્ન :- સફળતામૂર્ત બનવા માટે શું કરવાનું છે?
ઉત્તર :- બદલો નથી લેવાનો, પરંતુ સ્વયં ને બદલવાનું છે. મહાવીર બનવાનું છે, મલ્લ-યુદ્ધ નથી કરવાનું. મલ્લ-યુદ્ધ કરવું એટલે જો કોઈએ કોઈ વાત કહી તો એમનાં પ્રતિ સંકલ્પ ચાલવા લાગે - આ શું કર્યું, આ કેમ કહ્યું આને કહેવામાં આવે છે મન્સા થી કે વાચા થી મલ્લ-યુદ્ધ કરવું. નમવું અર્થાત્ ઝૂકવું. તો જ્યારે નમશો ત્યારે જ નમન યોગ્ય થશો. એવું નહીં સમજો કે અમે તો સદૈવ ઝૂકતાં જ રહીએ છીએ પરંતુ અમારું કોઈ માન નથી. જે ઝુકતાં નથી અથવા ખોટું બોલે છે એમનું જ માન છે - ના. એ અલ્પકાળ નું છે. પરંતુ હવે દૂરંદેશી બુદ્ધિ રાખો. અહીંયા જેટલાની આગળ ઝુકશો અર્થાત્ નમ્રતા નાં ગુણ ને ધારણ કરશો તો આખું કલ્પ જ સર્વ આત્માઓ મારી આગળ નમન કરશે. સતયુગ ત્રેતા માં રાજા નાં આદર થી ખભા થી નહીં પરંતુ મન થી ઝુકશે અને દ્વાપર, કળયુગ માં ખભા ઝુકાવશે.