Search for a command to run...
5 Jan 1977
ત્યાગી અને તપસ્વી બાળકો સદા પાસે છે
5 January 1977 · ગુજરાતી
આજે નયનો માં સમાયેલાં બાળકો થી નયન મિલન કરી રહ્યાં છે, આવાં બાળકોની દૃષ્ટિ માં બાપદાદા અને બ્રાહ્મણ જ છે અને આ જ તેમની સૃષ્ટિ છે. તેઓ બીજું કંઈ પણ જોતા હોવા છતાં નથી જોતાં કારણ કે બાપ નાં લવમાં (પ્રેમમાં) સદા લવલીન રહે છે. સદા બાપ નાં ગુણો અર્થાત્ જ્ઞાન, સુખ, આનંદ નાં સાગર માં સમાયેલાં રહે છે. એવાં બાળકો ને બાપદાદા પણ જોઈ-જોઈ ને હર્ષિત થાય છે. ભલે શરીર થી કેટલાં પણ દૂર હોય, પરંતુ એવાં બાળકોનું બાપની પાસે સમીપ માં સમીપ સ્થાન સદા માટે ફિક્સ (નિયત) છે. એ કયું સ્થાન છે, જાણો છો?
જે અતિ પ્રિય વસ્તુ હોય છે, તે સમીપ સ્થાન પર હોય છે. એ સ્થાન છે - એક નયન અને બીજું દિલ. તો દિલમાં સમાવા વાળા શ્રેષ્ઠ છે કે નયનો માં સમાવા વાળા શ્રેષ્ઠ છે? બંનેમાં નંબર વન કોણ? બંનેનું મહત્વ એક છે કે અલગ-અલગ? જે સમજે છે બંનેનું મહત્ત્વ એક છે અથવા જે દિલ માં હોય તે નયનો માં હોય છે, તે હાથ ઉઠાવો. જે સમજે છે કે બંનેનું મહત્ત્વ અલગ-અલગ છે, નયનો માં સમાવા વાળા અલગ, દિલમાં સમાવા વાળા અલગ તે હાથ ઉઠાવો. એક હોવા છતાં પણ અલગ-અલગ મહત્વ છે એટલે બંનેય ઠીક છે. જ્યારે આટલાં ત્યાગી અને તપસ્વી બાળકો પોતાનાં અનેક ધર્મો અને પોતાનાં દેહનાં ધર્મ નાં કર્મ માં દરેક રસમ (રીવાજ) નો ત્યાગ કરી બાપદાદા ની યાદ ની તપસ્યા માં લાગેલાં છે, એવાં ત્યાગી અને તપસ્વી બાળકો ને ફેલ (નપાસ) કેવી રીતે કરી શકે છે, એટલે સદા પાસ છે.
વિદેશી બધાં થોડામાં ભણે છે; કારણ કે બીઝી (વ્યસ્ત) રહે છે. બાપદાદાએ એક જ શબ્દ યાદ અપાવ્યો છે, એ કયો શબ્દ છે? એક જ શબ્દ છે પાસ થવાનું છે, પાસે (સમીપ) રહેવાનું છે, અને જે કંઈ વીતી જાય છે એ પાસ (ભૂતકાળ) થઈ ગયું - એક શબ્દ નાં ત્રણ અર્થ છે. આ જ શોર્ટ કટ (ટૂંકો રસ્તો) થઈ જશે; અને પાસ વિથ ઑનર (સન્માન સાથે પાસ) બની જશો. પરંતુ આ અર્થમાં સ્થિત થવા માટે સદૈવ બાપ સમાન સમાવવાની શક્તિ અને બાપ સમાન બનાવવાની શક્તિ, બંને ભરવાની આવશ્યકતા છે કારણ કે બાપ સમાન બનવા માટે જ્યારે સેવાની સ્ટેજ (સ્થાન) પર આવો છો તો અનેક પ્રકારની વાતો સામે આવે છે. એ વાતો ને સમાવવાની શક્તિ નાં આધાર થી માસ્ટર સાગર બની જાઓ છો અને બીજાંઓને પણ બાપ સમાન બનાવી શકો છો. સમાવવું અર્થાત્ સંકલ્પ રુપમાં પણ કોઈની વ્યક્ત વાતો અને ભાવ નું આંશિક રુપ સમાયેલું ન હોય. અકલ્યાણકારી બોલ કલ્યાણની ભાવના માં એવાં બદલાઈ જાય જાણે કે અકલ્યાણ નાં બોલ હતા જ નહીં, એવી સ્ટેજ (સ્થિતિ) ને વિશ્વ-કલ્યાણકારી સ્ટેજ કહેવાય છે. કોઈનાં પણ કોઈ અવગુણ જોતાં એક સેકન્ડમાં એ અવગુણ ને ગુણમાં બદલી દે. નુકસાન ને ફાયદા માં બદલી દે. નિંદા ને સ્તુતિ માં બદલી દે, એવી દૃષ્ટિ અને સ્મૃતિમાં રહેવા વાળા જ વિશ્વ-કલ્યાણકારી કહેવાય છે. વિશ્વ-કલ્યાણકારી જ નહીં, પરંતુ સ્વયં-કલ્યાણકારી પણ બનો. એવી સ્ટેજ (સ્થિતિ) બાપ-સમાન કહેવામાં આવે છે.
સારું, વિદેશી સો સ્વદેશી (વિદેશી જ સ્વદેશી); બાપદાદા તો સ્વદેશી જોઈ રહ્યાં છે, ન કે વિદેશી. સ્વદેશી બાળકોનાં સ્નેહનું યાદગાર પ્રત્યક્ષ ફળ વિશેષ બાપદાદા નું મળવું છે. વિદેશી જ સ્વદેશી બાળકોની અમૃતવેલા ની રુહ-રુહાન ખુબ રમણીક હોય છે. એ સમયે વિશેષ બે રુપ હોય છે - એક અધિકાર રુપ થી મળે છે અને વાતચીત કરે છે; અને બીજું ઉલ્હના (ફરિયાદ) નાં અને તડપી રહેલી આત્માઓનાં રુપ માં વાત કરે છે. બાપદાદા ને સાંભળીને મજા આવે છે. પરંતુ એક વિશેષતા મેજોરીટી (અધિકાંશ) આત્માઓની જોઈ કે વિદેશી સો સ્વદેશી આત્માઓ થોડામાં રાજી થવા વાળી નથી. મેજોરીટી વિશેષ દાવ લગાવે છે. રામ-સીતા પણ બનવા વાળા નહીં, લક્ષ્મી-નારાયણ બનવા ઈચ્છે છે. એટલે શ્રેષ્ઠ લક્ષ્ય રાખવાનાં કારણે બાળકોને બાપદાદા પણ મુબારક (અભિનંદન) આપે છે. તમારે સદા આ જ શ્રેષ્ઠ લક્ષ અને લક્ષણ માં રહેવાનું છે. બાપદાદા ની આગળ છો, દૂર નથી. જે તખ્ત-નશીન છે, તે સદૈવ સમીપ છે. આજે સર્વ વિચારશીલ બાળકો ને એક જ સંકલ્પ છે ‘મિલન’ નો. આવી રીતે સૂતાં-સૂતાં પણ યાદ માં રહેવાનું છે. બાપદાદા પણ ચારે તરફ નાં વિદેશી બાળકોને સમ્મુખ જોતાં યાદ આપી રહ્યાં છે. અચ્છા.
શ્રેષ્ઠ લક્ષ રાખવા વાળી, ખુશી-ખુશી થી બાપ થી સોદો કરવા વાળી, બાપ અને સેવા માં સદા મગ્ન રહેવા વાળી, લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તેથી ઝડપી), સ્નેહી-સહયોગી આત્માઓ ને, બાપ ને પણ આપ સમાન વ્યક્ત રુપ બનાવવા વાળા, કલ્પ પહેલા વાળા, ચમકી રહેલાં તારાઓ પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.