Search for a command to run...
8 February 1976 · ગુજરાતી
યથાર્થ શિક્ષકની વિશેષતાઓને બતાવતા પરમ શિક્ષક શિવબાબા બોલ્યા:-
શિક્ષકોએ વિશેષ બે વાતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બંને વાતો કઈ છે? મધુબન થી, બાપ ની સાથે તથા દૈવી પરિવાર ની સાથે મર્યાદા-પૂર્વક કનેક્શન હોય. મર્યાદા પૂર્વક કનેક્શન એ છે કે જે પણ સંકલ્પ અથવા કર્મ કરો છો, એને દરેક સમયે કરેક્શન કરવાનાં અભ્યાસી હોય. બે વાતો - એક યથાર્થ કનેક્શન અને બીજું દરેક સમયે પોતાનું દરેક કરેક્શન કરવાનું ધ્યાન. જો બંનેય વાતો માંથી એકમાં પણ કમી છે તો સફળતામૂર્ત્ત નહીં બની શકો. કરેક્શન કરવા માટે સદૈવ સાક્ષી પણાની સ્થિતિ જોઈએ. જો સાક્ષી થઈને કરેક્શન નહીં કરો તો યથાર્થ કનેક્શન રાખી નહીં શકો. તો એ સદૈવ ચેક કરો કે દરેક સમયે દરેક વાતમાં કરેક્શન કરો છો? એક છે બુદ્ધિનું કરેક્શન જેને યાદ ની યાત્રા કહેવાય છે બીજું છે સાકાર કર્મ માં આવતાં, સાકાર પરિવાર અથવા સાકાર સંબંધ નાં કનેક્શન માં આવવું. બંનેય કનેક્શન ઠીક હોય. સાકાર માં કનેક્શન માં આવવામાં મર્યાદાપૂર્વક છો? જેમ રુહાની પરિવાર નું કનેક્શન રુહાનિયત નાં બદલે દેહ-અભિમાનનું કનેક્શન છે તો એ પણ યથાર્થ કનેક્શન ન થયું.
જે કરેક્શન અને કનેક્શન કરવાનું જાણે છે, તે સદા રુહાની નશા માં હશે. એમનું ન્યારા પણા અને પ્યારા પણા નું સંતુલન હશે. જુઓ, ફક્ત સંતુલન (બેલેન્સ) નો ખેલ દેખાડવા માટે કેટલાં કમાણીનાં સાધન બન્યાં છે, તે છે સર્કસ. સંતુલન ને કમાલ નાં રુપ માં દેખાડે છે. તો અહીંયા પણ જો સંતુલન હશે તો કમાલ પણ થશે અને કમાણી પણ થશે. જો જરા પણ ઓછું અથવા વધારે થઈ જાય છે તો ન કમાલ થાય છે, ન કમાણી. જેમ કોઈ પણ ખાવાની વસ્તુ બનાવે છે, જો એમાં બધી વસ્તુઓ નું સંતુલન ન હોય તો કેટલી પણ સારી વસ્તુ હોય પરંતુ એમાં સ્વાદ નહીં આવે. તો પોતાનાં જીવનને પણ શ્રેષ્ઠ અને સફળ બનાવવા માટે સંતુલન રાખો અર્થાત્ સમાનતા રાખો.
બીજી વાત - જેવી સમસ્યા હોય, જેવો સમય હોય, તો એ રીતે પોતાનાં શક્તિશાળી રુપ ને બનાવી શકો. જો પરિસ્થિતિ સામનો કરવાની છે, તો સામનો કરવાની શક્તિ નું સ્વરુપ થઈ જાઓ. જો પરિસ્થિતિ સહન કરવાની છે, તો સહન શક્તિ નું સ્વરુપ થઈ જાઓ. એવો અભ્યાસ હોય. શિક્ષક એટલે સંતુલન. જેવો સમય, એવું સ્વરુપ ધારણ કરવાની શક્તિ હોય. સ્નેહની જગ્યાએ જો શક્તિને ધારણ કરો છો અને શક્તિ ની જગ્યાએ જો સ્નેહ ને ધારણ કર્યો તો આને શું કહેશો? અર્થાત્ જેવો સમય, એવું સ્વરુપ ધારણ કરવાની શક્તિ નથી. તો સેવા નું પરિણામ પણ નથી નીકળતું અને સફળ પણ નથી થતાં. ‘જો નંબરવન શિક્ષક બનવું છે તો કોઈ પણ ધારણા પહેલાં સ્વયં કરો, પછી કહો. એવું નહીં કે પોતે કરો નહીં, ફક્ત બીજા ને કહો.’ જે બીજાને માર્ગદર્શન આપો છો, તે પહેલાં સ્વયમાં જુઓ કે એ તમારામાં છે? બીજાને કહો કે સહનશીલ બનો અને પોતે ન હોય તો તે શિક્ષક નથી. ટીચર્સ એટલે શિક્ષક અર્થાત્ શિક્ષા આપવા વાળા. જો સ્વયં શિક્ષા સ્વરુપ નથી તો તે યથાર્થ શિક્ષક કહેવાઈ ન શકે. સદૈવ એ સુવિચાર યાદ રાખો - શિક્ષક અર્થાત્ શિક્ષા-સ્વરુપ અને સંતુલન રાખવા વાળા. હવે ગુણવાન શિક્ષક બનવાનું છે. સંખ્યા (કવોન્ટીટી) પર નજર ન હોય. ગુણવાન જ સર્વનાં કલ્યાણ નાં નિમિત્ત બની શકે છે. તો હવે શિક્ષકની સંખ્યા નથી વધારવાની પરંતુ ગુણવત્તા વધારવાની છે. સમજ્યાં!