Search for a command to run...
22 Jan 1976
વર્તમાન લાસ્ટ (અંતિમ) સમય નો ફાસ્ટ (ઝડપી) પુરુષાર્થ
22 January 1976 · ગુજરાતી
આજે વિશેષ અતિ સ્નેહી, સિકિલધા, મિલન મનાવવાના ચેતન ચાત્રક બાળકો પ્રતિ બાપદાદા મુખડું જોવા માટે આવ્યાં છે. આવાં સદા મિલનનાં સંકલ્પ માં, સદા આ જ લગન માં લાગેલાં બાળકો જેટલું બાપ ને યાદ કરે છે એટલું બાપદાદા પણ રીટર્ન (વળતર) માં કરે છે. આવાં પદ્માપદમ ભાગ્યશાળી આત્માઓ બાપ ને પણ પ્રિય છે અને વિશ્વ ને પણ પ્રિય છે. જેમ બાળકો બાપનું આહવાન કરે છે, એમ વિશ્વની આત્માઓ આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓનું આહવાન કરી રહી છે. એવાં આહવાન નાં આલાપ કાન માં સંભળાય છે? વિશેષ આ નુમા:શામ નાં સમયે જ્યારે સૂર્ય અસ્ત થાય છે, એવાં સમયે બાપ ની સાથે જ્ઞાન-સૂર્ય ની સાથે લક્કી તારાઓ ને, અંધકાર ને દૂર કરવા વાળા, જ્યોતિ-સ્વરુપ સમજી ને આ હદની લાઈટ ને નમસ્કાર કરે છે. આ કોની યાદગાર છે? અનુભવ થાય છે કે રોજ આપ શ્રેષ્ઠ આત્માઓને નમસ્કાર થઈ રહ્યાં છે? કારણ કે બાપ પણ આવી શ્રેષ્ઠ આત્માઓ અથવા વિશ્વ અને બ્રહ્માંડ ની માલિક આત્માઓને રોજ નમસ્કાર કરે છે. તો વિશ્વની આત્માઓએ પણ રોજ નમસ્કાર કરવાનો નિયમ બનાવી લીધો છે. એવાં નમસ્કાર-યોગ્ય સ્વયં ને અનુભવ કરો છો? એવું તો નથી સમજતા ને કે આ ગાયન તથા પૂજન તો જૂનાં અથવા અનન્ય વત્સોનું છે?
નવાં-નવાં, તીવ્ર પુરુષાર્થ થી ચાલવા વાળા, બાપદાદા નાં નયનો માં વિશેષ સમાયેલાં છે. જેમ બાળકોનાં નયનો માં સદા બાપ સમાયેલાં છે. સદા સાથ નો અને સમીપ નો અનુભવ કરે છે. એવાં મોડે થી આવવા છતાં પણ દૂર નથી, સમીપ છે. એટલે લાસ્ટ માં આવવા વાળા બાળકોને ડ્રામા અનુસાર હાઈ જંપ (ઉંચી છલાંગ) દ્વારા ફાસ્ટ અર્થાત્ ફર્સ્ટ જવાનો ગોલ્ડન ચાન્સ (સુવર્ણ તક) વિશેષ મળ્યો છે. આવાં ગોલ્ડન ચાન્સ ને સદા સ્મૃતિ માં રાખતાં પૂરું ધ્યાન રાખો. બાપદાદા પણ નવાં બાળકોનાં ઉમંગ, ઉત્સાહ અને હિંમત ને જોઈ હર્ષિત પણ થાય છે અને સાથે-સાથે સહયોગ અને વિશેષ સ્નેહ પણ આપી રહ્યાં છે.
હવે આ વર્ષે વિશ્વની આત્માઓની અનેક પ્રકારની ઈચ્છાઓ અર્થાત્ કામનાઓ પૂર્ણ કરવાનો દૃઢ સંકલ્પ ધારણ કરો. બીજાની ઈચ્છાઓ પૂર્ણ કરવી અર્થાત્ સ્વયંને ‘ઈચ્છા માત્રમ્ અવિદ્યા’ બનાવવાં. જેમ આપવું અર્થાત લેવું છે, એમ જ બીજાની ઈચ્છાઓ પૂર્ણ કરવી અર્થાત્ સ્વયંને સંપન્ન બનાવવું છે. વર્તમાન લાસ્ટ સમય નો ફાસ્ટ પુરુષાર્થ એ છે - એક જ સમય માં ડબલ કાર્ય કરવાનું છે; એ કયું? અન્ય નાં પ્રતિ આપવું, અર્થાત્ સ્વયંમાં પણ એ કમી ને ભરવી, અર્થાત્ અન્ય ને બનાવવા જ બનવું છે. જેમ ભક્તિમાર્ગ માં જે વસ્તુની કમી હોય છે એ જ વસ્તુ નું દાન કરે છે; તો દાન દેવાથી એ વસ્તુની ક્યારેય કમી નહીં રહે. તો દેવું અર્થાત્ લેવું થઈ જાય છે. એ જ રીતે જે વિષય માં, જે વિશેષતા માં, જે ગુણની સ્વયં માં કમી અનુભવ કરો છો એ જ વિશેષતા અથવા ગુણ નું દાન કરો અર્થાત્ અન્ય આત્માઓ પ્રતિ સેવા માં લગાવો; તો સેવાનું રીટર્ન (વળતર) પ્રત્યક્ષ ફળ અથવા મેવા નાં રુપ માં સ્વયં માં અનુભવ કરશો. સેવા અર્થાત્ મેવો મળવો. હવે એટલો સમય પુરુષાર્થ નો નથી રહ્યો જે પહેલાં સ્વયંનાં પ્રતિ સમય આપો, પછી અન્ય ની સેવાનાં પ્રતિ સમય આપો. ફાસ્ટ પુરુષાર્થ અર્થાત્ સ્વયં અને અન્ય આત્માઓની સાથે-સાથે સેવા થાય, દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં સ્વયં નાં કલ્યાણની અને વિશ્વનાં કલ્યાણની સાથે-સાથે ભાવના હોય. એક જ સેકન્ડ માં ડબલ કાર્ય થાય, ત્યારે જ ડબલ તાજધારી બનશો. જો એક સમય માં એક જ કાર્ય કરશો તો સ્વયંનું અને વિશ્વનું; એક સમયે પણ એક કાર્ય કરવાની પ્રાલબ્ધ નવી દુનિયામાં એક લાઈટ નો તાજ અર્થાત્ પવિત્ર જીવન, સુખ-સંપત્તિ વાળુ જીવન પ્રાપ્ત થશે. પરંતુ રાજ્યનો તખ્ત અને તાજ પ્રાપ્ત નહીં થશે. અર્થાત્ પ્રજા પદ ની પ્રાલબ્ધ થશે. તો ડબલ તાજ પ્રાપ્ત કરવાનો આધાર દરેક સમયે ડબલ સેવા - સ્વયંની અને અન્ય આત્માઓની કરો. આ છે લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ. આવો ફાસ્ટ પુરુષાર્થ કરો છો? આવી ચેકિંગ વિશેષ રુપ થી વર્તમાન સમયે કરો. આ સાધન દ્વારા જ સ્વયંનું અને સમયનું પરિવર્તન કરશો. અચ્છા.
આવી સદા ઉમ્મીદવાર, સ્વયં અને વિશ્વની પરિવર્તક, બાપદાદા સમાન સદા વિશ્વ-કલ્યાણની શુભ ભાવના માં રહેવા વાળી, સર્વ આત્માઓની સર્વ કામનાઓ સંપન્ન કરવા વાળી તીવ્ર પુરુષાર્થી, સમય અને સંકલ્પ ને સેવા માં લગાવવા વાળી વિશ્વ-સેવાધારી, વિશ્વ-કલ્યાણકારી, સર્વશ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ શાંતિ!