Search for a command to run...
18 Jan 1976
સમર્થી દિવસ નાં રુપ માં સ્મૃતિ- દિવસ
18 January 1976 · ગુજરાતી
આજે બાપદાદા પોતાનાં સર્વ લવલીન (પ્રેમ મગ્ન) બાળકો ને જોઈ બાળકોનાં સ્નેહ નો ઉત્તર આપી રહ્યાં છે. સદા બાપ-સમાન વિધાતા અને વરદાતા ભવ! સદા વિશ્વ-કલ્યાણકારી, વિશ્વ નાં રાજ્ય-અધિકારી ભવ! સદા માયા, પ્રકૃતિ અને સર્વ પરિસ્થિતિઓનાં વિજયી ભવ! આજે બાપ-દાદા સર્વ વિજયી બાળકો નાં મસ્તક વચ્ચે વિજય નું તિલક ચમકતું જોઈ રહ્યાં છે. સર્વ બાળકોનાં હસ્તો માં આ વિજયનો ઝંડો જોઈ રહ્યાં છે. દરેકનાં દિલ નો અવાજ ‘વિજય અમારો જન્મ-સિદ્ધ અધિકાર છે’ - આ નારો ગૂંજતો સાંભળી રહ્યાં છે. આજે અમૃતવેલા સર્વ બાળકોનાં સ્નેહ અને આહવાન નાં મીઠાં-મીઠાં આલાપ સાંભળી રહ્યાં હતાં. દૂર-દૂર વિખૂટી પડેલી, તડપતી ગોપિકાઓ નદી નાં સમાન સાગર માં સમાઈ રહી હતી. બાપદાદા પણ બાળકોનાં સ્નેહ નાં સ્વરુપ માં સમાઈ ગયાં. દરેકનાં મીઠાં-મીઠાં મોતી હૃદય નો હાર બની બાપદાદા નાં ગળા માં સમાઈ ગયાં. દરેકનાં ભિન્ન-ભિન્ન સંકલ્પ, વેરાઈટી, મધુર સૂર નાં રુપ માં સંભળાઈ રહ્યાં હતાં. હમણાં-હમણાં ચારેય તરફ બાપદાદા ને યાદની માળાઓ અનેક બાળકો પહેરાવી રહ્યાં છે. આજ નાં દિવસ ને ‘સ્મૃતિ દિવસ’ ની સાથે-સાથે ‘સમર્થી દિવસ’ પણ કહેવાય છે. આજ નાં આ યાદગાર દિવસ પર બાપદાદાએ જેમ આદિ માં બાળકોનાં માથા પર જ્ઞાન-કળશ રાખ્યો, સાકાર દ્વારા શક્તિઓને તન, મન, ધન વિલ (વસિયતનામું) કર્યું, એ જ રીતે સાકાર તન દ્વારા સાકાર પાર્ટ નાં અંતિમ સમયે શક્તિ સેના ને વિશ્વ-કલ્યાણ નાં વિલ પાવરનું વિલ કર્યું. સ્વયં સૂક્ષ્મવતન નિવાસી બની સાકાર માં બાળકો ને નિમિત બનાવ્યાં. એટલે આ સમર્થી દિવસ છે.
આજે બાપ સર્વ બાળકોનાં સ્નેહ ને, અવાજ થી પરે સ્વયં માં સમાવવા જઈ રહ્યાં છે. આ સમયે ચારેય તરફ સર્વ નો ફુલ ફોર્સ થી ઉલ્હના (ફરિયાદ) અને આહવાન નાં મન નો અવાજ આવી રહ્યો છે. બધાં સ્વયં માં સમાવવા જઈ રહ્યાં છે. તમને બધાને સંભળાઈ રહ્યું છે? નવાં-નવાં બાળકોને વિશેષ રુપ થી બાપદાદા યાદ નું રીટર્ન (વળતર) આપી રહ્યાં છે. જેમ જૂનાં બાળકોને ડબલ એન્જિન ની લિફ્ટ મળી, એમ નવાં બાળકોને ગુપ્ત મદદની પ્રાપ્તિનાં અનુભવ ની, ખુશીનાં ખજાના ની વિશેષ લિફ્ટ, બાપદાદા ગિફ્ટ માં આપી રહ્યાં છે. એમની અનેક ફરિયાદ ને સેવા અને સદા સાથ નાં અનુભવ દ્વારા ફરિયાદ ઉમંગ-ઉત્સાહ નાં રુપ માં પરિવર્તન કરી રહ્યાં છે. જેમ નવાં બાળકોનો વિશેષ લગાવ બાપ અને સેવા થી છે, એમ બાપદાદા ની પણ વિશેષ સહયોગ ની નજર નવાં બાળકો પર છે. બાપ પણ આવાં બાળકોની કમાલ નાં ગુણ ગાઈ રહ્યાં છે. અચ્છા!
સર્વ સ્નેહી, સદા એક બાપ નાં લવ માં લીન રહેવા વાળા, બાપદાદા ને પ્રખ્યાત કરવા વાળા, સર્વ આત્માઓ દ્વારા જય-જયકાર ની વિજયમાળાઓ ધારણ કરવાનાં નિમિત્ત બનેલાં, એવાં વિજયી, બાપ-સમાન સર્વ ગુણો ને સાકાર રુપ માં પ્રત્યક્ષ કરવાવાળા, સર્વ સિદ્ધિઓને સેવા પ્રતિ લગાવવા વાળા, એવાં વિશ્વ-કલ્યાણકારી બાપદાદા નાં પણ દિલતખ્ત અધિકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીજી તથા વત્સો ની સામે જોઈ બાપદાદા બોલ્યાં -
“આજે બાળકોનું વિશેષ સ્વરુપ કયું રહ્યું? સ્નેહનાં સ્વરુપ ની સાથે-સાથે ફરિયાદ પણ કરી. જેમ બાપ જ્ઞાન નાં સાગર છે, તો સાગર ની વિશેષતા શું હોય છે? જેટલી લહેરો, એટલો જ શાંત. પરંતુ એક જ સમયે બંન્ને વિશેષતાઓ છે. એમ જ બાપ સમાન બનવા વાળા ની પણ આ વિશેષતા છે કે બહાર થી સ્મૃતિ-સ્વરુપ અને અંદર થી સમર્થી-સ્વરુપ. જેટલાં જ સાકાર સ્વરુપ માં સ્મૃતિ સ્વરુપ એટલાં જ અંદર સમર્થી-સ્વરુપ હોય. બન્નેનું સાથે-સાથે સંતુલન હોય. એવું સંતુલન રહ્યું? જેવો સમય અને જેવો દિવસ એવું સ્વરુપ તો હોય જ છે. પરંતુ અલૌકિકતા એ છે કે બન્નેનાં સંતુલન નું સ્વરુપ સ્પષ્ટ દેખાય. પાર્ટ પણ ભજવી રહ્યાં છે, પરંતુ સાથે-સાથે ‘સાક્ષીપણા’ ની સ્થિતિ પણ હોય. ‘સાક્ષીપણા’ ની સ્થિતિ હોવાથી પાર્ટ પણ એક્યુરેટ (સચોટ) ભજવશે. પરંતુ પાર્ટ નું સ્વરુપ નહીં બની જશે અર્થાત્ પાર્ટ નાં વશ નહીં થશે. વિલ-પાવર હશે.
જે ઈચ્છો, જે ઘડી ઈચ્છો, એવું પોતાનું સ્વરુપ ધારણ કરી શકો છો. આને કહેવાય છે વિલ-પાવર. પ્રેમ-સ્વરુપ માં પણ શક્તિશાળી-સ્વરુપ સાથે-સાથે સમાયેલું હોય. ફક્ત પ્રેમ-સ્વરુપ બની જવું - આ લૌકિકતા થઈ ગઈ. અલૌકિકતા એ છે કે જે પ્રેમ-સ્વરુપ ની સાથે-સાથે શક્તિશાળી સ્વરુપ પણ રહે. એટલે શક્તિશાળી સ્વરુપ નું અંતિમ દૃશ્ય ‘નષ્ટોમોહ: સ્મૃતિ સ્વરુપ’ નું દેખાડ્યું છે. જેટલો અતિ સ્નેહ, એટલાં જ અતિ નષ્ટોમોહ:. તો છેલ્લું પેપર કયું જોયું? સ્નેહ હોવા છતાં પણ નષ્ટોમોહ: સ્મૃતિ-સ્વરુપ. આ જ છેલ્લું પેપર યાદગાર માં પણ ગાયન રુપ માં છે, આ જ પ્રેક્ટિકલ કર્મ કરીને દેખાડ્યું. સાકાર સંબંધ સમ્મુખ હોવા છતાં સમાવવાની પણ શક્તિ અને સહન કરવાની પણ શક્તિ. આ જ બંને શક્તિઓનું સ્વરુપ જોયું. એક તરફ સ્નેહ ને સમાવવો, બીજી તરફ રહેલો છેલ્લો હિસાબ-કિતાબ સહન શક્તિ થી સમાપ્ત કરવો. સમાવવું પણ અને સહન પણ કરવું - બન્નેનું સ્વરુપ કર્મ માં જોયું. શું બાપ નો બાળકો માં સ્નેહ નથી હોતો? સ્નેહનાં સાગર હોવા છતાં પણ શાંત! પોતાનાં શરીર થી પણ ઉપરામ! આ જ અંતિમ સ્થિતિ છે. આ પ્રેક્ટિકલ માં કર્મ કરીને દેખાડ્યું. આ જ (રાત્રિનો) સમય હતો ને. છેલ્લા પેપર ને પહેલાં નંબરમાં પ્રેક્ટિકલ માં કર્યું. સ્વરુપ માં લાવવું સહજ હોય છે, પરંતુ સમાવવું, એમાં વિલ-પાવર જોઈએ. આખો પાર્ટ સમાવવાનો જોયો. કર્મ ભોગ ને પણ સમાવવું અને સ્નેહ ને પણ સમાવવું. એ જ વિલ-પાવર છે. એ જ વિલ-પાવર અંત માં બાળકો ને ‘વિલ’ કર્યો. અચ્છા!