Search for a command to run...
23 Jan 1976
લાસ્ટ (અંતિમ) સ્ટેજ (સ્થિતિ) નો પુરુષાર્થ
23 January 1976 · ગુજરાતી
પ્રત્યક્ષતા વર્ષ મનાવવા માટે બધાએ બાપદાદા ને ન્યુઝ પેપર (સમાચાર પત્ર) અને કાર્ડસ દ્વારા વિશેષ રુપ થી પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ સેવા નાં આવશ્યક સાધન છે. પરંતુ આ સમાચાર પત્ર અને કાર્ડસ વગેરે તો એ દિવસે જોયું, વાંચ્યું અથવા સાંભળ્યું; પછી સ્મૃતિ માં સમાઈ જાય છે. સમાપ્ત તો નહીં કહેશું કારણ કે સમય પર આ સ્મૃતિ, જે હમણાં સમાઈ ગઈ, એ સ્વરુપ માં આવશે. એટલે સમાપ્ત નહીં કહેશું. પરંતુ સમાઈ ગઈ કહેશું. આનાથી પણ ધરની માં થોડું ઘણું સ્નેહનું અને પરિચય નું જળ પડ્યું. પરંતુ આ બીજ થી પ્રત્યક્ષતા નું ફળ કેવી રીતે નીકળે? પાણી તો નાખ્યું, શેના માટે નાખ્યું? ફળ નાં માટે. તે ફળ કેવી રીતે નીકળશે, અર્થાત્ સંકલ્પ પ્રેક્ટિકલ સ્વરુપ માં કેવી રીતે આવશે? એનાં માટે સદૈવ તો કાર્ડ નહીં છપાવતાં રહો?
આજકાલ અધિકાંશ આત્માઓની ઈચ્છા શું છે? સુખ-શાંતિ ની પ્રાપ્તિ ની ઈચ્છા તો છે, પરંતુ વિશેષ જે ભક્ત આત્માઓ છે એમની ઈચ્છા શું છે? અધિકાંશ ભક્તોની ઈચ્છા ફક્ત એક સેકન્ડ માટે પણ લાઈટ (પ્રકાશ) જોવાની છે. તો એ ઈચ્છા કેવી રીતે પૂર્ણ થશે? એ ઈચ્છા પૂર્ણ કરવાનાં સાધન બ્રાહ્મણો નાં નયન છે. આ નયનો દ્વારા બાપ નાં જ્યોતિ સ્વરુપ નો સાક્ષાત્કાર થાય. આ નયન, નયન નહીં દેખાશે પરંતુ પ્રકાશ નો ગોળો દેખાશે. જેમ આકાશ માં ચમકતાં તારાઓ દેખાય છે, એમ આ આંખો નાં તારા, તારાઓ સમાન ચમકતાં દેખાઈ આવે. પરંતુ એ ત્યારે દેખાશે જ્યારે સ્વયં લાઈટ-સ્વરુપ માં સ્થિત રહેશો. કર્મ માં પણ લાઈટ અર્થાત્ હલ્કાપણું અને સ્વરુપ પણ લાઈટ, સ્ટેજ પણ લાઈટ હોય. જ્યારે આવો પુરુષાર્થ અથવા સ્થિતિ તથા સ્મૃતિ-સ્વરુપ વિશેષ આત્માઓનું રહેશે, તો વિશેષ આત્માઓને જોઈ સર્વ પુરુષાર્થીઓ નો પણ આ જ પુરુષાર્થ રહેશે. વારંવાર કર્મ કરતાં તપાસ કરો કે કર્મ માં લાઈટ અર્થાત્ હલ્કાપણું છે? કર્મ નો બોજ તો નથી? કર્મ નો બોજ પોતાની તરફ ખેંચશે. જો કર્મ માં બોજ નથી તો પોતાની તરફ ખેંચશે નહીં પરંતુ કર્મયોગ માં પરિવર્તન થઈ જશે.
તો પ્રત્યક્ષતા વર્ષ મનાવવાનું સ્વરુપ અને સાધન એ જ બધાની બુદ્ધિ માં છે ને? એવો પ્લાન (યોજના) બનાવ્યો છે ને? જેમ સાકાર માં જોયું કે જેટલું અતિ કર્મ માં આવવું, વિસ્તાર માં આવવું, રમણીકતા માં આવવું, સંબંધ અને સંપર્ક માં આવવું, એટલું જ હમણાં-હમણાં સંબંધ-સંપર્ક માં આવતાં પણ ન્યારા બની જવું. જેમ સંબંધ તથા કર્મ માં આવવું સહજ, એમ જ ન્યારા થવું પણ સહજ. એવી પ્રેક્ટિસ જોઈએ. અતિ નાં સમયે એક સેકન્ડ માં અતિ થઈ જાય. હમણાં-હમણાં અતિ, હમણાં-હમણાં અંત. આ છે છેલ્લા વર્ષ નો અથવા છેલ્લી સ્થિતિ નો પુરુષાર્થ. આવી યોજનાઓ બનાવો. આ રિહર્સલ (પૂર્વ અભ્યાસ) કરો અને ડ્રિલ કરો અતિ અને અંત ની ડ્રિલ. હમણાં-હમણાં અતિ સંબંધ માં અને હમણાં-હમણાં જેટલાં સંપર્ક માં એટલા ન્યારા. જેમ લાઈટ હાઉસ માં સમાઈ જવું! લાઈટ-હાઉસ અર્થાત્ પોતાનો જ્યોતિ દેશ. હમણાં-હમણાં કર્મક્ષેત્ર, હમણાં-હમણાં પરમધામ. અચ્છા!
માતાઓ સાથે મધુર મુલાકાત કરતાં સમયે ઉચ્ચારેલાં અવ્યક્ત બાપ-દાદા નાં મધુર મહાવાક્ય:-
દુઃખ અથવા ગાળ (અપશબ્દ) માં પણ કલ્યાણ
બાપ-દાદા નો માતાઓ સાથે આદિ થી વિશેષ સ્નેહ છે. યજ્ઞ ની સ્થાપના માં પણ વિશેષ કોનો ભાગ રહ્યો, નિમિત્ત કોણ બન્યું? અને અંત માં પણ પ્રત્યક્ષતા અને વિજય નો નારો લગાવવા માં નિમિત્ત કોણ બનશે? માતાઓ. સંગમ પર ગોપિકાઓ નો વિશેષ પાર્ટ છે, ગોપી-વલ્લભ ગાવામાં આવ્યું છે. માતાઓ સદૈવ એ ઈચ્છા રાખે છે - એવાં અમને પોતાનાં બનાવે જે શ્રેષ્ઠ હોય, સારો વર મળે, સારું ઘર મળે. જ્યારે બાપે પોતાનાં બનાવ્યાં તો બીજું શું જોઈએ? કોઈ પણ આ કલ્યાણકારી યુગ માં પરિસ્થિતિ આવે છે તો તે પરિસ્થિતિ ને ન જોતાં, વર્તમાન ને ન જોતાં, વર્તમાન માં ભવિષ્ય ને જુઓ. સમજો કોઈ દુઃખ આપે છે અથવા ગાળ આપે છે, તો એમાં પણ એ જુઓ કે મારું કલ્યાણ છે. કલ્યાણ એ છે કે એ દુઃખ અથવા ગાળ જ સુખદાતા ની યાદ ની નજીક લાવશે. બહાર નાં રુપ થી ન જુઓ, કલ્યાણ નાં રુપ થી જુઓ તો કોઈ પણ પરિસ્થિતિ, કઠિન પરિસ્થિતિ નહીં લાગે. આનાંથી પોતાની ઉન્નતિ કરી શકશો. અચ્છા!