Search for a command to run...
22 Jan 1977
સ્વયં નું પરિવર્તન જ વિશ્વ-પરિવર્તન નો આધાર
22 January 1977 · ગુજરાતી
બાપદાદા પોતાની ફૂલવાડી ને જોઈ પણ રહ્યાં છે અને સદા જોતાં પણ રહે છે. અમૃતવેલા થી લઈને ફૂલવાડી ને જુએ છે, આજે પણ બાપદાદા ફૂલવાડી ને જોઈ રહ્યાં હતાં કે દરેક કેવાં પ્રકારનાં, કેટલાં સુગંધી અને કેવાં રુપ, રંગ વાળા ફૂલ છે. કળી છે કે કળી થી ફૂલ બન્યાં છે? દરેક ની વિશેષતા શું છે અને આવશ્યકતા શું છે? સુગંધિત તો બન્યાં, પરંતુ એ સુગંધ અવિનાશી અને દૂર સુધી ફેલાય એવી છે? એક ફૂલ હોય છે જેની સુગંધ સામે થી આવે છે, દૂર થી નથી આવતી. તો અહીંયા પણ સુગંધિત તો બન્યાં છે, પરંતુ જ્યારે બાપનાં સન્મુખ કે સેવા નિમિત્તે આત્માઓની સામે જાય છે તો સુગંધ હોય છે, પરંતુ સેવા વગર સાધારણ કર્મ કરતાં કે શરીર નિર્વાહ કરતા તે સુગંધ નથી રહેતી. કોઈ-કોઈ ફૂલ દૂર થી પણ આકર્ષણ કરે છે. રંગ, રુપ નાં આધાર પર આકર્ષણ કરે છે ન કે સુગંધ નાં આધાર પર. રંગ, રુપ, સુગંધ વગેરે બધામાં સંપન્ન હોય - એવાં બહુ થોડાંક જ પસંદ કરેલાં ફૂલ જોયાં. રંગ, રુપ અર્થાત્ સેન્સીબલ (સમજદાર) છે અને સુગંધ વાળા ઈસેન્સફુલ (સારયુક્ત) છે. મેજોરીટી (અધિકાંશ) સમજદાર છે. ઇસેન્સ્ફુલ થોડાંક છે. સેન્સ (સમજ) નાં આધાર પર સેવાધારી તો બની ગયાં છે, પરંતુ રુહાની સેવાધારી બને - એવાં ઓછા છે. કારણ? જેમ બાપ નિરાકાર સો સાકાર બની સેવા નો પાર્ટ ભજવે છે, એમ બાળકોને આ ‘મંત્ર નું યંત્ર’ ભુલાઈ જાય છે કે અમે પણ નિરાકાર સો સાકાર રુપમાં પાર્ટ ભજવી રહ્યાં છીએ. ‘નિરાકાર સો સાકાર’ - આ બંને સ્મૃતિ સાથે-સાથે નથી રહેતી. ક્યાંક નિરાકાર બની જાય તો ક્યાંક સાકારી થઈ જાય છે. સદા આ યંત્ર યાદ રહે કે ‘નિરાકાર સો સાકાર’ - આ પાર્ટ ભજવી રહ્યાં છીએ. આ સાકાર સૃષ્ટિ, સાકાર શરીર સ્ટેજ (મંચ) છે. સ્ટેજ અને પાર્ટધારી બંને અલગ-અલગ હોય છે. પાર્ટધારી સ્વયં ને ક્યારેય સ્ટેજ નહીં સમજે. સ્ટેજ આધાર છે, પાર્ટધારી આધાર મૂર્ત છે, માલિક છે. આ શરીર ને સ્ટેજ સમજવાથી સ્વયં ને પાર્ટધારી સ્વતઃ જ અનુભવ કરશો. તો કારણ શું થયું? સ્વયં ને ન્યારા કરતાં નથી આવડતું.
સદૈવ એમ સમજીને ચાલો કે હું વિદેશી છું. પારકા દેશ અને જૂના શરીર માં વિશ્વ-કલ્યાણ નો પાર્ટ ભજવવા માટે આવ્યો છું. તો પહેલો પાઠ કમજોર હોવાનાં કારણે સેન્સીબલ (સમજદાર) બન્યાં છો, પરંતુ ઇસેન્સ (સુગંધ) ઓછી છે. રુપ, રંગ છે પરંતુ સુગંધ અવિનાશી અને ફેલાય એવી નથી. એટલે હવે ફરીથી બાપદાદાએ પહેલો પાઠ રિપીટ (પુનરાવર્તન) કરવો પડે છે. સેકન્ડ માં સ્વયં નું પરિવર્તન સહજ કરશો. પહેલા સ્વયં પોતાને પૂછો કે સ્વયંના પરિવર્તન માં કેટલો સમય લાગે છે. કોઈ પણ સંસ્કાર, સ્વભાવ, બોલ કે સંપર્ક યથાર્થ નહીં પરંતુ વ્યર્થ છે તો વ્યર્થ ને પરિવર્તન કરી શ્રેષ્ઠ બનાવવામાં કેટલો સમય લાગે છે? સૂક્ષ્મ સંકલ્પો ને, સંસ્કારો ને જે વિચાર્યું અને કર્યું. ચેક કર્યું અને ચેન્જ કર્યું - એવી તેજ સ્પીડ (ગતિ) ની મશીનરી (યંત્ર) છે?
વર્તમાન સમયે એવી સ્વયંના પરિવર્તન ની મશીનરી ફાસ્ટ સ્પીડ ની જોઈએ, ત્યારે જ વિશ્વ-પરિવર્તન નું મશીન તેજ થશે. હમણાં સ્થાપના નાં નિમિત્ત બનેલી આત્માઓનાં વિચારવામાં અને કરવામાં અંતર છે કારણ કે જૂનાં ભક્તિનાં સંસ્કાર સમય પ્રતિ સમય જાગૃત થઈ જાય છે. ભક્તિમાં પણ વિચારવાનું અને કહેવાનું ઘણું હોય છે. ‘આ કરીશું, આ કરીશું’ - આવું કહેવાનું ઘણું હોય છે, પરંતુ કરવાનું ઓછું હોય છે. કહે છે, બલિહાર (કુરબાન) જઈશું, પરંતુ કરતાં કંઈ પણ નથી. કહે છે ‘તારું’, માને છે ‘મારું’ (અર્થાત્ પોતાનું), એમ અહીંયા પણ વિચારે ઘણું છે, રુહ-રુહાન નાં સમયે વાયદા ઘણાં કરે છે - “આજ થી બદલીને દેખાડીશું. આજે આ છોડીને જઈ રહ્યાં છીએ. આજે આ સંકલ્પ કરીએ છીએ”. પરંતુ કહેવા અને કરવામાં અંતર છે. વિચારવા અને કરવામાં અંતર છે. આમ વિનાશનાં નિમિત્ત બનેલી આત્માઓ વિચારે છે પરંતુ કરી નથી શકતી. તો હવે બાપ સમાન બનવાની પહેલાં આ એક વાત માં સમાન બનો અર્થાત્ સ્વયં નું પરિવર્તન કરવાની મશીનરી તેજ કરો. આ અંતર ને ઘટાડવાનો મંત્ર કે યંત્ર કહ્યું કે ‘સાકાર સો નિરાકાર’ માં પાર્ટ ભજવવા વાળા છો. આ મંત્ર થી વિચારવા અને કરવાનાં અંતર ને ઘટાડો. આ જ આવશ્યકતા છે. સમજ્યાં, હવે શું કરવાનું છે?
સ્વયંના પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન થશે. વિશ્વ-પરિવર્તન ની તારીખ નહીં વિચારો. સ્વયંના પરિવર્તન નો સમય નિશ્ચિત કરો. સ્વયં ને સંપન્ન કરો તો વિશ્વનું કાર્ય સંપન્ન થઇ જ જશે. વિશ્વ-પરિવર્તન નો સમય તમે છો. સ્વયં પોતાનામાં જ જુઓ કે બેહદ ની રાત સમાપ્ત થવામાં કેટલો સમય છે? સંપૂર્ણતા નો સૂર્ય ઉદય થવો અર્થાત્ રાત, અંધકાર સમાપ્ત થવો. બાપ ને પૂછો છો કે બાપ તમને પૂછે? આધાર મૂર્ત તમે છો. અચ્છા.
આમ સેકન્ડમાં પરિવર્તન કરવા વાળા, વિચારવા અને કરવામાં સમાન બનવા વાળા, નિરંતર ‘નિરાકાર સો સાકાર’ મંત્ર સ્મૃતિ સ્વરુપ માં લાવવા વાળા, સંપન્ન બની વિશ્વ પર માસ્ટર જ્ઞાન સૂર્ય સમાન અંધકાર ને સમાપ્ત કરવા વાળા, સદા ન્યારા અને સદા બાપ નાં પ્યારા એવી વિશેષ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી ની સાથે:-
વિનાશ ની તારીખ ની ખબર છે? ક્યારે વિનાશ થવાનો છે? જલ્દી વિનાશ ઇચ્છો છો કે હા અને ના ની ઇચ્છા થી પરે (ઉપરામ) છો? વિનાશ નાં બદલે સ્થાપના નાં કાર્ય ને સંપન્ન બનાવવામાં બધાં બ્રાહ્મણો એક જ દૃઢ સંકલ્પ માં સ્થિત થઈ જાય તો પરિવર્તન થયેલું જ છે. જેમ વિનાશ ની તારીખ માં બધાં એકમત થઇ ગયાં ને. એમ કોઈ પણ સંપન્ન બનવાની વિશેષ વાત લક્ષ માં રાખીને પછી તારીખ ફિક્સ (નક્કી) કરો - થવાનું જ છે. ત્યારે સંપન્ન થઇ જશો. હમણાં સંગઠિત રુપમાં એક જ દૃઢ સંકલ્પ પરિવર્તન નો નથી કરતાં. કોઈ કરે છે કોઈ નથી કરતું. એટલે વાયુમંડળ પાવરફુલ (શક્તિશાળી) નથી બનતું. માઇનોરિટી (ઘણાં ઓછા) હોવાનાં કારણે જે કરે છે એનું વાયુમંડળ માં પ્રસિદ્ધ રુપ થી દેખાતું નથી. એટલે હવે એવાં પ્રોગ્રામ બનાવો, જે એવાં વિશેષ ગ્રુપનાં કર્તવ્ય વિશેષ હોય - દૃઢ સંકલ્પ થી કરીને બતાવજો. જેમ શરુઆત માં પુરુષાર્થ નાં ઉત્સાહ ને વધારવા માટે ગ્રુપ્સ (વર્ગ) બનાવતા હતાં અને પુરુષાર્થ ની રેસ કરતા હતાં, એકબીજા ને સહયોગ કરીને ઉત્સાહ વધારતા હતાં, એમ હવે એવાં તીવ્ર પુરુષાર્થીઓનું ગ્રુપ બને, જે આ પાનનું બીડું ઉઠાવે કે જે કહેશો તે જ કરીશું, કરીને દેખાડીશું. જેમ શરુઆત માં બાપ સાથે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી કે મરીશું, ખતમ થઇ જઈશું, સહન કરીશું, માર ખાઈશું, ઘર છોડી દઈશું, પરંતુ પવિત્રતા ની પ્રતિજ્ઞા સદા કાયમ રાખીશું - એવી શેરનિયોં (સિંહણ) નાં સંગઠને સ્થાપના નાં કાર્યમાં નિમિત્ત બનીને દેખાડ્યું, કંઈ વિચાર્યું નહીં, કંઈ જોયું નહીં - કરીને દેખાડ્યું, એમ જ હવે એવું ગ્રુપ જોઈએ. જે લક્ષ રાખ્યું એ લક્ષ ને પૂર્ણ કરવા માટે સહન કરીશું, ત્યાગ કરીશું, સાચું-ખોટું સાંભળીશું, પરીક્ષાઓ પાસ કરીશું પરંતુ લક્ષ ને પ્રાપ્ત કરીને જ રહીશું. એવાં ગ્રુપ સેમ્પલ (ઉદાહરણ) બને ત્યારે એમને બીજાં પણ ફૉલો (અનુસરણ) કરે. જે આદિ (શરુઆત) માં સો અંતમાં. એવાં મેદાન માં આવવા વાળા, જે નિંદા, સ્તુતિ, માન-અપમાન બધાંને પાર કરવા વાળા હોય - એવું ગ્રુપ જોઈએ. કોઈ પણ વાતમાં સાંભળવું કે સહન કરવું, કોઈ પણ પ્રકાર થી, આ તો કરવું જ પડશે, કેટલું પણ સારું કરશો, પરંતુ સારાને વધારે સાંભળવું, સહન કરવું પડે છે - એવી સહન-શક્તિ વાળું ગ્રુપ હોય. જેમ શરુઆત માં પવિત્રતા નાં વ્રત વાળું ગ્રુપ મેદાનમાં આવ્યું તો સ્થાપના થઈ, એમ હવે આ ગ્રુપ મેદાન માં આવે ત્યારે સમાપ્તિ થાય. આવું ગ્રુપ નજર માં આવે છે? જેમ તે પાર્લામેન્ટ (સંસદ) બનાવે છે ને - આ પછી સંપન્ન બનવાની પાર્લામેન્ટ હોય, નવી દુનિયા, નવું જીવન બનાવવાનાં વિધાન બનાવવા વાળી વિધાનસભા હોય. હવે જોશે કયું ગ્રુપ બનાવો છો. વિદેશી પણ આવું જ ગ્રુપ બનાવજો. સાચાં બ્રાહ્મણ બનીને દેખાડજો. મધુબન થી શું બનીને જઇ રહ્યાં છો? જ્યાંથી આવ્યાં છો ત્યાં પહોંચતાં જ બધાં સમજે કે આ તો અવતાર અવતરિત થયાં છે. જ્યારે એક અવતાર દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે તો આટલા બધાં અવતાર જ્યારે ઉતરશે તો કેટલી મોટી ક્રાંતિ થઇ જશે! વિશ્વમાં ક્રાંતિ લાવવા વાળા અવતાર છો - એવું સમજીને કાર્ય કરવાનું છે. અચ્છા.
આ ગ્રુપ ને કયું ગ્રુપ કહીશું? બાપદાદા આ ગ્રુપ ને મેસેન્જર (સંદેશ આપવા વાળા) ગ્રુપ નાં રુપમાં જોઈ રહ્યાં છે. એક-એક અનેક આત્માઓ ને બાપ નો સંદેશ આપવા વાળા છે. એવાં પોતાને સમજો છો? હવે જોશે કે કયો માળી, કયું ફૂલ લાવે છે અને કેટલો મોટો ગુલદસ્તો તૈયાર કરે છે! સદૈવ માળી પોતાનાં માલિક ને ખુબ પ્રેમ થી ગુલદસ્તો બનાવીને પેશ (ભેટ) કરે છે, તો બાપ પણ જોશે. કહ્યું ને સુગંધ વાળો હોવો જોઈએ. રુહાનિયત ની સુગંધ હોય. પોતાને માળી સમજો છો? આટલાં બધાં તૈયાર થઈ જશો તો વિશ્વનું કલ્યાણ થઇ જશે. બાપદાદા ની આ જ ઉમ્મીદ છે.
બધાં પાંડવ કલ્પ પહેલાની જેમ પોતાની ઊંચી સ્ટેજ (અવસ્થા) ને પ્રાપ્ત કરતાં દેહ-અભિમાન થી પૂર્ણ રીતે થી મુક્ત થઇ ગયાં છો? જેમ પાંડવો ને દેખાડે છે કે પહાડો ઉપર ઓગળી ગયાં અર્થાત્ સમાપ્ત થયાં. એ રીતે દેહ-અભિમાન ની સ્થિતિ થી સમાપ્ત થઈ ગયાં છો? હજી બધાં પાંડવ સમાન મરજીવા નથી બન્યાં? મરજીવા અર્થાત્ દેહભાન થી મરવું. તો મરજીવા બન્યાં છો? મરવું તો મરવું કે હજી મરી રહ્યાં છો? એવું હોય છે શું? એક સ્થાન થી મરવું બીજા સ્થાન માં જીવવાનું હોય છે. આ બધામાં હોય છે ને? અહીં પણ દેહ-અભિમાન થી મરવું અને દેહી-અભિમાન થી જીવવું. એમાં કેટલો સમય જોઈએ? ઓછામાં ઓછા છ મહિના તો થઈ ગયાં છે ને. પાંડવ પ્રસિદ્ધ છે ઉંચી સ્ટેજ ને પ્રાપ્ત કરવામાં. એટલે પાંડવો નાં શરીર પણ લાંબા-લાંબા દેખાડે છે. શરીર નહીં પરંતુ આત્માની સ્ટેજ એટલી ઊંચી હોય. તો એ જ પાંડવ છો ને. તીવ્ર પુરુષાર્થ નું સહજ સાધન છે - દૃઢ સંકલ્પ. દેહી-અભિમાની બનવા માટે પણ દૃઢ સંકલ્પ કરવાનો છે કે હું શરીર નથી, આત્મા છું. સંકલ્પ માં દૃઢતા નથી તો કોઈ પણ વાત માં સફળતા નથી. કોઈ પણ વાત માં જ્યારે દૃઢ સંકલ્પ રાખે છે ત્યારે જ સફળતા થાય છે. દૃઢ સંકલ્પ વાળા જ માયાજીત હોય છે. માયા થી હારવા વાળા તો નથી ને? જ્યારે માયા ને પારખતા નથી ત્યારે જ દગો ખાઓ છો. પારખવા વાળા ક્યારેય દગો નથી ખાઈ શકતાં. લકી (નસીબદાર) છો જે પ્રાપ્તિનાં પહેલા વારસો લેવાનો અધિકાર પ્રાપ્ત થયો. જ્યારે ખુશીઓનાં સાગર બાપ નાં બન્યાં તો કેટલી ખુશી હોવી જોઈએ! અપ્રાપ્તિ શું છે, જેથી ખુશી ગાયબ થાય છે? જ્યાં પ્રાપ્તિ થાય છે, ત્યાં ખુશી થાય છે. અલ્પકાળની પ્રાપ્તિ વાળા પણ ખુશ થાય છે. તો સદાકાળની પ્રાપ્તિ વાળાઓએ સદા ખુશ રહેવું જોઈએ. ક્યારેક-ક્યારેક ખુશીમાં રહેશો તો અંતર શું થયું? જ્ઞાની અર્થાત્ સદા ખુશ. અજ્ઞાની અર્થાત્ ક્યારેક-ક્યારેક ખુશ. તો સદા ખુશ રહેવાનો દૃઢ સંકલ્પ કરીને જજો.
ટીચર્સ ની સાથે:-
ટીચર્સ અર્થાત્ ફરિશ્તા. ટીચર નું કામ છે - પંડા બનીને યાત્રીઓને ઊંચી મંજિલ પર લઈ જવાં. ઊંચી મંજિલ પર કોણ લઇ જઇ શકશે? જે સ્વયં ફરિશ્તા અર્થાત્ ડબલ લાઈટ (હલકા) હશે. હલકા જ ઊંચે જઈ શકે છે. ભારે નીચે જશે. ટીચર નું કામ છે ઊંચી મંજિલ પર લઈ જવું. તો પોતે શું કરશો? ફરિશ્તા થશો ને. જો ફરિશ્તા નહીં તો પોતે પણ નીચે રહેશો અને બીજાને પણ નીચે લાવશો. પોતાને ફરિશ્તા અનુભવ કરો છો? બિલકુલ હલકા. દેહ નો પણ બોજ (ભાર) નહીં. માટી બોજ વાળી હોય છે ને. દેહભાન પણ માટી છે. જ્યારે એનું ભાન છે તો ભારે રહેશો. એનાથી પરે હલકાં અર્થાત્ ફરિશ્તા હશો. તો દેહ નાં ભાન થી પણ હલકાપણું. દેહનાં ભાન થી પરે તો બીજી બધી વાતો થી સ્વતઃ જ પરે થઈ જશો. ફરિશ્તા અર્થાત્ બાપ ની સાથે બધાં સંબંધ હોય. પોતાનાં દેહની સાથે પણ સંબંધ નહીં. બાપે આપેલું તન પણ બાપ ને આપી દીધું હતું. પોતાની વસ્તુ બીજાને આપી દીધી તો પોતાનો સંબંધ ખતમ થયો. બધો હિસાબ-કિતાબ બાપ થી, બીજા કોઈ થી નહીં. તમારી પાસે બેસું, તમારી સાથે બોલું, તો લેવડ-દેવડ બધાં ખાતા બાપ ની સાથે થયાં ને? જ્યારે એક બાપ સાથે બધાં ખાતા થયાં તો બીજા બધાં ખાતા ખતમ થઈ ગયાં ને? ટીચર અર્થાત્ જેનાં બધાં ખાતા બાપ સાથે અર્થાત્ બધાં સંબંધ બાપ સાથે. જ્યારે બાપનાં બન્યાં તો પાછલાં ખાતા બધાં ખતમ થઈ ગયાં. આને જ કહેવાય છે સંપૂર્ણ બેગર (ભિખારી). બેગર નું કોઈ બેંક બેલેન્સ (જમા રકમ) નથી હોતું. ખાતું નહીં, કોઈ સંબંધ નહીં. ન કોઈ વ્યક્તિ થી, ન કોઈ વૈભવ થી - બધાં ખાતા સમાપ્ત. પાછલાં કર્મોનાં ખાતામાં કોઈ પણ બેંક બેલેન્સ ન હોવું જોઈએ. એવી ચેકિંગ (તપાસ) કરવાની છે. એવાં ઘણાં હોય છે કે મૃત્યુ પછી કોઈ સડી ગયેલું ખાતું રહી જાય છે તો પાછળ વાળાને હેરાન કરે છે. તો ચેક કરો છો કે બધાં ખાતા સમાપ્ત છે? સ્વભાવ, સંસ્કાર, સંપર્ક, બધી વાતો, બધાં સંબંધ ખતમ. પછી ખાલી થઈ જશો ને. જ્યારે આટલા હલકાં બનો ત્યારે પંડા બની બીજાઓને ઊંચા ઉઠાવી શકશો. તો સમજ્યાં, ટીચર્સે શું કરવાનું હોય છે? ટીચર બનવું સહજ છે કે મુશ્કેલ? ટીચર બનવું પણ બાપ સમાન બનવું થયું તો જે ટીચર ની સીટ લે છે તે બાપ સમાન બને છે. ટીચર બને છે અર્થાત્ જવાબદારી નો સંકલ્પ લે છે. તો બાપ પણ એટલો સહયોગ આપે છે. જે જેટલી જવાબદારી લે, એટલો જ બાપ સહયોગ આપવા માટે જવાબદાર છે. જ્યારે બાપ જવાબદારી લઈ લે તો મુશ્કેલ થયું કે સહજ? જ્યારે બાપ ને જવાબદારી આપી દીધી, તો સ્વયં ન ઉઠાવવી જોઈએ. જેમનાં નિમિત્ત બનો, એમની જવાબદારી પોતાની સમજો છો તો મુશ્કેલ થઈ જાય છે. જવાબદાર બાપ છે ન કે તમે. સ્વયં પોતાની ઉપર બોજ તો નથી રાખી લેતાં? ઘણાંને બોજ ઉઠાવવાની આદત હોય છે. કેટલું પણ કહો તો પણ ઉઠાવી લે છે. આ ન થઈ જાય, આવું ન થઈ જાય, આ વ્યર્થ નો બોજ છે, બોજ બાપની ઉપર છોડી દો. બાપનાં બની બાપ નાં ઉપર છોડવાથી સફળતા પણ વધારે, ઉન્નતી પણ વધારે અને સહજ થઇ જશે. ટીચર્સ તો બાપદાદા ને પ્રિય છે, કેમ? તો પણ હિંમત તો રાખી છે ને. બાપદાદા હિંમત જોઈને હર્ષિત થાય છે, પરંતુ હિંમતહીન જોઈને આશ્ચર્ય પણ થાય છે. ટીચર્સ ને ‘કેમ’ અને ‘શું’ નાં ક્વેશ્ચન (પ્રશ્ન) માં ન જવું જોઈએ. નહીં તો તમારી ‘ક્યૂ’ (કતાર) પણ એવી થઇ જશે. ટીચર અર્થાત્ ફુલ સ્ટોપ (પૂર્ણ વિરામ) ની સ્થિતિ માં સ્થિત. ક્વેશ્ચન વાળા પ્રજા માં આવી જાય છે. ફુલ સ્ટોપ અર્થાત્ રાજા. ક્વેશ્ચન વાળાને ક્યારેય અતીન્દ્રિય સુખ નથી મળતું. એટલે ટીચર્સ ની વિશેષ ધારણા ફુલ સ્ટોપ ની સ્ટેજ (સ્થિતિ) છે. ટીચર્સ અર્થાત્ ઇન્વેન્ટર (આવિષ્કારી) બુદ્ધિ, ફક્ત પ્રોગ્રામ પ્રમાણે જ ચાલવા વાળી નહીં. ઇન્વેન્શન કરવાવાળા. શું એવી નવી વાત કાઢીએ, જેથી સહજ અને વધારે માં વધારે ને સંદેશ પહોંચી જાય. આ ઇન્વેન્શન દરેકે કરવાનું છે. અચ્છા.