Search for a command to run...
18 Jan 1977
૧૮ જાન્યુઆરી નું વિશેષ મહત્વ
18 January 1977 · ગુજરાતી
બધાં સ્મૃતિ-સ્વરુપ અર્થાત્ સમર્થી-સ્વરુપ સ્થિતિ માં સ્થિત છો? આજનો દિવસ વિશેષ રુપમાં સ્મૃતિ-સ્વરુપ બનવાનો છે. બાપદાદા નાં સ્નેહમાં સમાયેલા અર્થાત્ બાપ સમાન બનવા વાળા, સ્નેહ ની નિશાની છે - સમાનતા. તો આજે આખો દિવસ સ્મૃતિ-સ્વરુપ અર્થાત્ બાપ સમાન સ્વયં ને અનુભવ કર્યો? બાપદાદા નાં સ્નેહ નો રિસ્પોન્સ (જવાબ) ‘બાપ સમાન ભવ’ નું વરદાન અનુભવ કર્યું? આજનો વિશેષ દિવસ સ્વત: અને સહજ અને થોડા સમય માં બાપ સમાન સ્થિતિ અનુભવ કરવાનો દિવસ છે. જેમ બધાં યુગોમાં સંગમયુગ સહજ પ્રાપ્તિ નો યુગ ગાવામાં આવે છે, એમ બ્રાહ્મણો માટે સંગમયુગ માં પણ આ દિવસ વિશેષ સર્વ શક્તિઓનું વરદાન પ્રાપ્ત થવાનો, ‘બાપ સમાન’ સ્થિતિ નો અનુભવ કરવાનો ડ્રામા માં નોંધાયેલો છે. વિશેષ દિવસ નું વિશેષ મહત્વ જાણી, મહાન રુપ થી મનાવ્યો? અમૃતવેલા થી બાપદાદાએ વિશેષ અનુભવો નાં ગોલ્ડન ચાન્સ (સોનેરી તક) ની લોટરી ખોલી છે. એવી લોટરી લેવાનાં અધિકાર ને અનુભવ કર્યો? સ્નેહયુક્ત, યોગયુક્ત, સર્વશક્તિઓ યુક્ત, સર્વ પ્રકારની પ્રકૃતિ કે માયાનાં આકર્ષણ થી પરે (ઉપરામ) રહ્યાં? આજે બાપદાદાએ બાળકોનાં પુરુષાર્થ નું રીઝલ્ટ (પરિણામ) જોયું. રીઝલ્ટ માં શું જોયું, જાણો છો?
ઘણાં બાળકો બાપદાદા નાં મસ્તક નાં તાજ નાં રુપ માં જોયાં અને કેટલાંક બાળકો ગળા નાં હાર નાં રુપ માં જોયાં; અને કેટલાંક બાળકો હાથ નાં શૃંગાર નાં રુપ માં જોયાં. હવે દરેક પોતાને પૂછે કે “મારું સ્થાન ક્યાં છે?” (જ્યાં બાબા બેસાડશે) બાબા બેસાડે, પરંતુ બેસવું તો તમારે પડશે ને! બાપ ની આજ્ઞા બહુ મોટી છે. એને જાણો છો ને? વિદેશી સો સ્વદેશી શેમાં હશો? બધાં વિદેશી તાજ માં આવશે તો સ્વદેશી ક્યાં જશે? તાજ માં તો બહુ થોડાં હોય છે. મેજોરીટી (અધિકાંશ) ગળા અને હાથ નાં શૃંગાર છે. તાજધારી અર્થાત્ બાપ નાં તાજમાં ચમકતા રતન, જેની વિશેષ પૂજા થાય છે એમની નિશાની છે સદા બાપ માં સમાયેલા અને સમાન. એમનાં દરેક બોલ અને કર્મ થી સદા અને સ્વત: બાપ પ્રત્યક્ષ થશે. એમની સીરત (ચરિત્ર) અને સૂરત (ચહેરો) ને જોઈ દરેકનાં મુખ થી આ જ બોલ નીકળશે કે કમાલ છે, કે બાપે આવાં યોગ્ય બનાવ્યાં! તેમનાં ગુણ જોઈને બધાં નિરંતર બાપદાદા નાં ગુણ ગાશે. એમની દૃષ્ટિ બધાંની વૃત્તિ ને પરિવર્તન કરશે. એવી સ્થિતિ વાળા મસ્તક નાં તાજ ગવાય છે.
ગળા નો શૃંગાર અર્થાત્ સેકન્ડ નંબર (બીજો નંબર) સદૈવ પોતાનાં ગળા નાં અવાજ અર્થાત્ મુખ નાં અવાજ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવાનાં પ્રયત્ન માં રહે છે. સદા બાપદાદા ને પોતાની સામે રાખે છે; પરંતુ સમાયેલા નથી રહેતાં. સદા બાપદાદા નાં ગુણ ગાતા રહે પરંતુ સ્વયં સદા ગુણ-મૂર્ત નથી રહેતાં. સમાન બનવાની ભાવના અને શ્રેષ્ઠ કામના રાખે છે પરંતુ દરેક પ્રકારની માયા નાં પ્રહાર નો સામનો નથી કરી શકતાં. એવી સ્થિતિ વાળા ગળા નો શૃંગાર છે.
ત્રીજો પ્રકાર તો સહજ જ સમજી ગયાં હશો, હાથ ની નિશાની છે સહયોગ ની, જે કોઈ પણ પ્રકાર થી, મન થી, વાણી થી અથવા કર્મ થી, તન-મન કે ધન થી બાપ નાં કર્તવ્ય માં સહયોગી થાય છે, પરંતુ સદા યોગી નથી હોતાં - એવાં પણ અનેક બાળકો છે. બાપદાદાએ રીવાઇસ કોર્સ ની સાથે રિયલાઈઝેશન (મહેસુસતા) કોર્સ પણ આપ્યો છે. હવે બાકી શું રહ્યું? શું કમી રહી ગઈ છે બાકી?
નષ્ટોમોહા સ્મૃતિ-સ્વરુપ થઈ ગયાં કે હજી થવાનું છે? ફાઇનલ (અંતિમ) વિનાશ સુધી રોકાયેલાં છો શું? રાહ તો નથી જોઈ રહ્યાં ને? વિનાશ ની રાહ જોવી અર્થાત્ પોતાનાં મૃત્યુ ની ડેટ (તારીખ) ની સ્મૃતિ રાખવી, પોતાનાં ડેથ (મૃત્યુ) નું આવાહન કરી રહ્યાં છો? કેટલાં સંકલ્પ કરી રહ્યાં છો, વિનાશ કેમ નથી થયો? ક્યારે થશે? કેવી રીતે થશે? સંગમયુગ સુંદર લાગે છે કે સતયુગ? તો ગભરાઓ છો કેમ કે વિનાશ કેમ નથી થયો? જો સ્વયં આ પ્રશ્ન થી પ્રસન્ન છો તો બીજા ને પણ પ્રસન્ન કરી શકો છો. સ્વયં જ ક્વેશ્ચન (પ્રશ્ન) માં છો તો બીજા પણ જરુર પૂછશે. એટલે ગભરાશો નહીં. કોઈ પૂછે છે કે વિનાશ કેમ નથી થયો, તો એમ જ એને કહો કે તમારા કારણે નથી થયો. બાપ ની સાથે અમે બધાં પણ વિશ્વ-કલ્યાણકારી છીએ. વિશ્વનાં કલ્યાણમાં તમારા જેવી બીજી આત્માઓનું કલ્યાણ રહેલું છે. એટલે હજી પણ ચાન્સ (તક) છે. થાય છે શું કે જ્યારે કોઈ ક્વેશ્ચન કરે છે તો તમે લોકો સ્વયં જ ‘કેમ’ ‘શું’ માં કન્ફ્યુઝ (મૂંઝાઈ) થઈ જાઓ છો - હા “કહ્યું તો છે, લખેલું તો છે, થવો તો જોઈતો હતો”. એટલે બીજાને સંતુષ્ટ નથી કરી શકતાં. ફલક (નશા) થી કહો કે કલ્યાણકારી બાબા નાં આ બોલ માં પણ કલ્યાણ સમાયેલું છે. એમને અમે જાણીએ છીએ, તમે પણ આગળ જતાં જાણશો. ડરો નહીં. ‘શું કહીશું, કેવી રીતે કહીશું’ એવું વિચારીને કિનારો નહીં કરો. જે લોકોને કહ્યું છે, તેમનાં ડર નાં કારણે કિનારો ન કરો. શું કરશો? જો ઉલ્ટો (ઊંધો) પ્રોપોગન્ડા (પ્રચાર) કરશો તો તે ઉલ્ટા બોલ અનેકો ને સુલ્ટા (સીધાં) બનાવી દેશે. પ્રત્યક્ષતા નું સાધન બની જશે. બાળકો પણ પૂછતાં રહે છે, તો લોકોએ પૂછ્યું તો શું મોટી વાત થઈ! વિચારે છે “આ કરીએ કે ન કરીએ? પ્રવૃત્તિને કેવી રીતે ચલાવીએ! વ્યવહાર ને કેવી રીતે સેટ કરીએ (ગોઠવીએ)! બાળકોનાં લગ્ન કરીએ કે ન કરીએ! મકાન બનાવીએ કે નહીં?” હકીકત માં આ ક્વેશ્ચન નું વિનાશ ની ડેટ થી કોઈ કનેક્શન (સંબંધ) નથી. જો પ્રોપર્ટી (સંપત્તિ) છે અને બનાવવાનો સંકલ્પ છે તો એનાથી સિદ્ધ થાય છે કે સ્વયં પ્રતિ યુઝ (ઉપયોગ) કરવાની ભાવના છે. જો ઈશ્વરીય સેવામાં લગાવવું જ છે તો મકાન બનાવવું કે એમ જ પ્રોપર્ટી રાખવી એનો તો ક્વેશ્ચન જ નથી ઉઠતો. પરંતુ આવશ્યકતા છે અને ડાયરેક્શન (માર્ગદર્શન) પ્રમાણે બનાવો પણ છો, તો એ બનાવવું વ્યર્થ નહીં જાય, પરંતુ જમા થશે. તો વિનાશ નાં કારણે ગભરાવાની વાત જ નથી, કારણ કે શ્રીમત પર ચાલવું અર્થાત્ ઇન્સ્યોરન્સ (વીમો) કરવો. તેનું એમને ફળ મળી જ જાય છે.
બાકી રહ્યો લગ્ન કરાવવાનો કે કરવાનો કવેશ્ચન (પ્રશ્ન). આનાં માટે તો પહેલેથી જ ડાયરેક્શન છે, જ્યાં સુધી સ્વયં ને અને અન્ય આત્માઓ ને બચાવી શકો છો ત્યાં સુધી બચાવો. વિનાશ જો ન થયો તો શું વિનાશ નાં કારણે પવિત્ર રહેતાં હતાં શું? પવિત્રતા તો બ્રાહ્મણ જન્મ નો સ્વધર્મ છે. પવિત્રતા નો સંકલ્પ બ્રાહ્મણ જન્મ નું લક્ષ અને લક્ષણ છે. જેનું નિજી લક્ષણ જ પવિત્રતા છે એનું વિનાશની ડેટ સાથે કોઈ કનેક્શન (સંબંધ) નથી. આ તો સ્વયં ની કમજોરી છુપાવવાનું બહાનું છે. કારણ કે બ્રાહ્મણ બહાનાબાજી બહું જાણે છે. સારું, બાકી રહી બીજા નાં લગ્ન કરાવવાની વાત. એનાં માટે જ્યાં સુધી બચાવી શકો, બચાવો. સ્વયં કમજોર બની એને ઉત્સાહ નહીં અપાવો. મન માં પણ આ સંકલ્પ ન કરો કે હવે તો કરવું જ પડશે. દસ વર્ષ પહેલાં પણ જેમને બચાવી ન શક્યાં તો એમનું શું કર્યું! સાક્ષી થઈને સંકલ્પ થી, વાણી થી પણ બચાવવાનો પ્રયત્ન કર્યો, એમ જ હમણાં પણ એ જ પ્રકારે દૃઢ રહો. બાકી જેમને પડવું જ છે એમને શું કરશો! વિનાશ નાં કારણે સ્વયં હલચલ માં ન આવો. તમારી હલચલ અજ્ઞાનીઓને પણ હલચલ માં લાવશે. તમે અચળ રહો. ફલક (નશા) થી, નિર્ભયતા થી બોલો. પછી એ લોકો પોતે જ ચૂપ થઈ જશે, કંઈ બોલી નહીં શકે. તમે નિશ્ચય બુદ્ધિ થી સંકલ્પ રુપ માં પણ સંશય-બુદ્ધિ નહીં બનો. રૉયલ રુપ નો સંશય છે કે ‘આવું થવું તો જોઈતું હતું’, ખબર નહીં બાબાએ કેમ એવું કહ્યું હતું. પહેલેથી જ બાપદાદા કહી દેતાં હતાં. હવે સામે કેવી રીતે જઈશું? આ રૉયલ રુપનો સંશય, દુનિયા વાળાઓને પણ સંશય-બુદ્ધિ બનાવવાનાં નિમિત્ત બનશે. “હા! કહ્યું છે, હજી પણ કહેશે” - આ જ નિશ્ચય અને નશામાં રહો તો તેઓ નમસ્કાર કરવા આવશે કે ધન્ય છે તમારો નિશ્ચય. સમજ્યાં? ગભરાશો નહીં, શું જેલમાં જવાથી ડરો છો? ડરતા નથી, ગભરાઓ છો. સામનો કરવાની શક્તિ નથી. એમ જ કહો કે જે કંઈ કહ્યું હતું એમાં કલ્યાણ હતું. હમણાં પણ છે. અમે હજી પણ કહીએ છીએ. એમને જો ઈશ્વરીય નશા અને રમણીકતા થી સંભળાવો તો તેઓ વધારે જ હસશે. પરંતુ પહેલાં સ્વયં મજબૂત બનો. સમજ્યાં?
આજે બધાનાં સંકલ્પ પહોંચ્યાં, બધાં રાહ જોતા હતાં ૧૮ તારીખે શું કહેશે. હવે સાંભળ્યું? બાપદાદા સાથે છે; કોઈ કંઈ કરી નથી શકતું; કહી નથી શકતું, સળગતી ભઠ્ઠી માં પણ પૂંગરાં (બિલાડી નાં બચ્ચાં) સલામત રહ્યાં, આ તો કંઈ પણ નથી. વાળ પણ વાંકો નહીં કરી શકે. સાધારણ સાથ નથી, સર્વશક્તિમાન નો સાથ છે. એટલે નિશ્ચયબુદ્ધિ વિજયન્તી.
ડેટ (તારીખ) કહેવાની જરુર જ નથી. ક્યારેય પણ ફાઇનલ વિનાશ ની ડેટ ફિક્સ (નક્કી) નથી થઈ શકતી. જો ડેટ ફિક્સ થઈ જાય તો બધી સીટ પણ ફિક્સ થઈ જાય, પછી તો પાસ વિથ ઑનર્સ (સન્માન સહિત પાસ) ની લાંબી લાઇન થઇ જાય. એટલે ડેટ થી નિશ્ચિંત રહો. જ્યારે બધાં નિશ્ચિંત થશે તો ડેટ આવી જ જશે. જ્યારે બધાં આ સંકલ્પ થી નિરસંકલ્પ થશે એ જ ડેટ વિનાશ ની હશે. અચ્છા.
આવી અચળ, અટલ, અખંડ, સદા દરેક પરિસ્થિતિ માં પણ શ્રેષ્ઠ સ્થિતિ માં અડોલ, સર્વ ગુણો અને સર્વ શક્તિઓનાં સ્તંભ સ્વરુપ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.