Search for a command to run...
23 Jan 1977
સ્વમાન ની સીટ પર સેટ થઈને કર્મ કરવા વાળા જ મહાન્
23 January 1977 · ગુજરાતી
જેમ બાપદાદા નાં મહત્વ ને સારી રીતે જાણો છો એ જ રીતે આ સંગમયુગી બ્રાહ્મણ જન્મ ને તથા શ્રેષ્ઠ આત્માનાં પોતાના શ્રેષ્ઠ પાર્ટ ને એટલો જ સારી રીતે જાણો છો? જેમ બાપ મહાન્ છે, તેમ જ બાપ ની સાથે જે આત્માઓ નો દરેક કદમ (પગલે) તથા દરેક ચરિત્ર ની સાથે સંબંધ તથા પાર્ટ છે, તે પણ મહાન્ છે. આ મહાનતા ને સારી રીતે જાણતાં દરેક કદમ ઉપાડવાથી દરેક કદમ માં પદમો ની પ્રાપ્તિ સ્વતઃ જ થઈ જાય છે કારણ કે બધો આધાર સ્મૃતિ પર છે. સ્મૃતિ સદા શક્તિશાળી અને મહાન્ રહે છે કે ક્યારેક મહાન્ અને ક્યારેક સાધારણ રહે છે? જે જેવા હોય છે, તેવા જ તે હંમેશા પોતાને સ્વત: જ સમજીને ચાલે છે. તે ક્યારેક સ્મૃતિ અને ક્યારેક વિસ્મૃતિ માં નથી આવતાં. એમ જ જ્યારે તમે ઉચ્ચ બ્રાહ્મણ છો, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ આત્માઓ છો અને વિશેષ પાર્ટધારી છો, પછી પોતાનાં આ અંતિમ જન્મનાં આ રુપ ની, પોતાની પોઝિશન (પદ) ની તથા પોતાનાં વ્યવસાય ની સ્મૃતિ ક્યારેક વિશેષ અને ક્યારેક સાધારણ કેમ રહે છે? વારંવાર ઉતાર અને ચઢાવ કેમ થાય છે? શું એનાં કારણ ને સમજો છો? જ્યારે નિજી (મૂળ) સ્વરુપ છે અને જન્મ જ મહાન્ છે, તો પોતાનાં જીવન ની અને જન્મ ની મહાનતા ને ભૂલો છો કેમ? ભૂલવાનું ત્યારે થાય છે જ્યારે પાર્ટ ભજવવા માટે ટેમ્પરરી (અલ્પકાલિન) રુપ બનાવવામાં આવે છે. નિજી રુપ ન હોવાનાં કારણે વારંવાર સ્મૃતિ વિસ્મૃતિ થતી રહે છે. અહીંયા કેમ ભુલવાનું થાય છે? દેહ અભિમાન નાં કારણે. દેહ અભિમાન કેમ આવે છે? આ બધાં કારણો ને તો ઘણાં સમય થી જાણો છો ને? જાણવા છતાં પણ નિવારણ નથી કરી શકતાં. એનું કારણ શક્તિ ની કમી છે કે દૃઢતા નથી. એ પણ લાંબાસમય થી જાણો છો, પછી પણ નિવારણ કેમ નથી કરી શકતાં? તે જ વાત વારંવાર અનુભવ માં આવવાનાં કારણે પરિવર્તન કરવું તો સહજ અને સદાકાળ માટે થવું જોઈએ ને.
જેમ લૌકિક રીત માં ખબર પડી જાય છે કે આ વાત નાં કારણે નુકસાન થાય છે, પરિણામ સારું નથી નીકળતું તો એક વાર દગો ખાધાં પછી જાતે જ સાવચેત થઇ જાય છે નહીં કે વારંવાર દગો ખાય છે? દેહ-અભિમાન નાં કારણે અથવા કોઈ પણ કમજોરીનાં વશીભૂત થવાથી પરિણામ શું આવે છે? - આ વાતનાં અનેકવાર અનુભવી થઈ ચૂક્યાં છો. અનુભવી થયાં પછી પણ દગો ખાઓ છો, તો એવાં ને શું કહેવામાં આવશે? આનાથી સિદ્ધ થાય છે કે પોતાની મહાનતા ને પોતે જ સદા જાણી ને નથી ચાલતાં. પોતાની મહાનતા ને ભૂલો છો કેમ? કારણ? - કારણ કે વિઘ્ન-વિનાશક, સર્વ પરિસ્થિતિઓ ને સમાપ્ત કરવા વાળા, સ્વ-સ્થિતિ અને પોઝિશન નાં શ્રેષ્ઠ સ્થાન અને સ્વમાન ની સીટ જે બાપદાદાએ સંગમ યુગ પર આપી છે એ સીટ પર સેટ નથી થતાં. પોતાની સીટ ને છોડીને વારંવાર નીચે આવી જાઓ છો. સીટ પર રહેવાથી સ્વમાન પણ જાતે જ સ્મૃતિ માં રહે છે. લૌકિક રીતે પણ કોઈ સાધારણ આત્મા ને સીટ મળી જાય છે તો સ્વમાન જ વધી જાય છે, એ નશા માં જાતે જ સ્થિત થઈ જાય છે. એ જ રીતે સદા પોતાની સીટ પર રહો તો સ્વમાન નિરંતર સ્મૃતિ માં રહે, સમજ્યાં?
સીટ થી નીચે આવવું અર્થાત્ સ્મૃતિ થી નીચે વિસ્મૃતિ માં આવવું. ઉંચી સીટ પર સેટ રહેવાની ચેકિંગ (તપાસ) કરો. સીટ પર સેટ થવાથી જાતે જ તે સંસ્કાર અને કર્મ પરિવર્તન માં આવી જાય છે. સમજ્યાં? કમજોરી નાં બોલ બ્રાહ્મણો ની ભાષા જ નથી. શૂદ્રપણા ની ભાષા ને કેમ પ્રયોગ કરો છો? પોતાનો દેશ અને પોતાની ભાષા નો નશો રહે છે ને. પોતાની ભાષા ને ભૂલીને બીજા ની ભાષા કેમ બોલો છો? તો હવે આ પરિવર્તન કરો. પહેલાં ચેક કરો, પછી બોલો. સીટ પર સેટ થઈને પછી સંકલ્પ તથા કર્મ કરો. આ સીટ પર રહેવાથી સ્વતઃ જ મહાનતા નું વરદાન પ્રાપ્ત થઈ જાય છે. તો વરદાની સીટ ને છોડીને મહેનત કેમ કરો છો? મહેનત કરતાં-કરતાં પછી થાકી પણ જાઓ છો અને દિલશિકસ્ત થઈ જાઓ છો. એટલે હવે સહજ સાધન અપનાવો. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* પોતાનાં જન્મ અને જીવન ની મહાનતા ને ભૂલવાનાં કારણે જ અવસ્થા માં વારંવાર ઉતાર-ચઢાવ થતો રહે છે.
* જેમ બાપ મહાન્ છે, એમ બાપ ની સાથે-સાથે જે આત્માઓનાં દરેક કદમ અને દરેક ચરિત્ર ની સાથે સંબંધ છે તથા પાર્ટ છે તે પણ મહાન્ છે. એવું સમજી ને કદમ ઉઠાવવા થી દરેક કદમો માં પદમો ની કમાણી સ્વતઃ જ થઈ જાય છે.
* પોતાનાં જીવન ની, જન્મ ની મહાનતા ને ભૂલવાનું કારણ એ છે કે સ્વમાન ની સીટ, જે બાપદાદાએ સંગમ પર આપી છે, એનાં પર સદા સેટ નથી રહેતાં.