Search for a command to run...
7 Jan 1978
વિદેશી બાપની વિદેશી બાળકો સાથે મુલાકાત
7 January 1978 · ગુજરાતી
આજે વિદેશી બાપ આ સાકાર દુનિયાનાં વિદેશી બાળકો ને મળવા આવ્યાં છે. છે બંનેય વિદેશી. આજે વિશેષ વિદેશી બાળકોને મળવા કેમ આવ્યાં છે, પોતાની વિશેષતાઓ ને જાણો છો? જે વિશેષતા નાં કારણે બાપ પણ વિશેષ રુપ થી આવ્યાં છે. વિદેશીઓમાં કઈ વિશેષતા છે? બાપ જાણે છે કે મારા જ કલ્પ પહેલા વાળા બાળકો જે દૂર-દૂર આ વ્યક્ત દેશોમાં ભિન્ન નામ, રુપ, ધર્મ માં ચાલ્યાં ગયાં હતાં તે ફરી થી પોતાનાં વિખૂટા પડેલાં બાપ કે પરિવાર ને મળવા પોતાનાં અસલી સ્થાન પર આવી પહોંચ્યાં છે. એવો અનુભવ થાય છે? જેટલી આપ સૌને બાપ ને પામવાની અને પોતાનાં પરિવાર ને પામવાની ખુશી છે, એનાથી પણ વધારે બાપ ને ખુશી છે. કારણ કે બાપ જાણે છે કે બાળકો જ ઘર નો શૃંગાર છે. જેમ શૃંગાર વગર કોઈપણ વ્યક્તિ કે સ્થાન સારું નથી લાગતું એમ જ બાપ ને પણ બાળકોનાં શૃંગાર વગર સારું નથી લાગતું. વિદેશી આત્માઓ ની એક વિશેષતા નાં કારણે વિશેષ બાપ ને વધારે પ્રેમ છે. કઈ વિશેષતા? જેમ ભારત માં એક રમત રમતાં હોય છે જેમાં ઘણી વસ્તુઓને કપડા માં અંદર છુપાવીને રાખે છે, ઉપર થી કપડાનું કવર કરી દે છે અને બાળકોને કહે છે કવર ઉતારીને બધી વસ્તુઓ ને જુઓ પછી કવર લગાવી દે છે, પછી બાળકોની બુદ્ધિનું પેપર (પરીક્ષા) લેતાં હોય છે કે કઈ-કઈ વસ્તુઓ હતી અને કેટલી વસ્તુઓ હતી. પછી જ્યાં જેવી વસ્તુઓ હતી, જેટલી હતી એટલી યાદ કરી લે છે અને સંભળાવે છે, પછી એમને નંબર મળે છે. આ બુદ્ધિ ની રમત બાળકો ને રમાડતાં હોય છે. એમ જ વિદેશી બાળકો પણ ભિન્ન ધર્મ, ભિન્ન ફિલોસોફી, ભિન્ન પ્રકારની રહન-સહન - આ કવર ની અંદર છુપાયેલાં બાપ ને, જે છે, જેવાં છે, એવાં જાણી લીધાં, આવી બુદ્ધિની કમાલ નાં કારણે વિદેશી બાળકો થી સ્નેહ છે. સમજ્યાં.
આ બુદ્ધિ ની રમત માં કોટો માં કોઈ પાસ થયાં છે એવાં બાળકો ને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. આપ સૌ પણ હર્ષિત થાઓ છો? બાપ વધારે હર્ષિત થાય છે કે આપ સૌ વધારે હર્ષિત થાઓ છો? સદૈવ આ જ ખુશી નાં ગીત ગાતા રહો કે જે પામવાનું હતું, એ પામી લીધું. આ ખુશીમાં રહેવાથી કોઈ પણ પ્રકારની ઉલ્ઝન (મૂંઝવણ) કે ઉદાસી આવી નથી શકતી અર્થાત માયાપ્રુફ બની જશો. એવાં માયાં પ્રુફ બની જાઓ જે આપ સૌનું ઉદાહરણ બાપદાદા સૌને દેખાડે. એવાં ઉદાહરણ બન્યાં છો? કોણ સમજે છે કે અમે એવાં ઉદાહરણ બન્યાં છીએ જે વિશ્વની આગળ બાપ-દાદા અમને રાખી શકે છે? એવરરેડી નહીં રેડી છો? કારણ કે વિદેશમાં રહેવા વાળા બાળકો ને આ એક વિશેષ લિફ્ટ છે જે સ્વયં ને વિશ્વ ની આગળ પ્રખ્યાત કરી બાપ નો પરિચય આપે છે - આવી સેવા કરવાથી એક્સ્ટ્રા માર્કસ મળી જશે. આવી સેવા કરી છે કે કરવાની છે? ભારતની આત્માઓ આપ સૌને જોઇ સમજશે કે આ લોકોએ બાપ ને ઓળખી લીધાં પણ અમે લોકોએ નથી ઓળખ્યાં. તમારો પરિચિત થયેલો ચહેરો જોઈ ભારતવાસીઓ ને પશ્ચાતાપ થશે કે અમે અમારા ભાગ્ય ને ખોઈ બેઠાં. એટલે આપ સર્વ સેવાનાં પ્રતિ નિમિત્ત છો. હમણાં દિલ્લી કોન્ફરન્સ (સંમેલન) માં પણ આપ સર્વ વિદેશ થી આવેલાં બાળકો ની વિશેષ આ જ સેવા છે કે જે પણ આત્માને કોઈ જુએ તો દરેક ચહેરા થી બાપ દ્વારા પ્રાપ્ત થયેલી અવિનાશી ખુશી, અતીન્દ્રિય સુખ ની અવિનાશી શાંતિ ની ઝલક દેખાઈ આવે. આપ સર્વનાં ચહેરા બાપ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રોપર્ટી (મિલકત) દેખાડવાનો અરીસો બની જશે. એવી સેવા કરવા વાળા ને બાપ-દાદા દ્વારા વિશેષ માર્કસ નું ઈનામ મળશે. આ સેવા તો સહજ છે ને કે મુશ્કેલ છે?
જેમ કોઈ પણ પ્રકારની લાઈટ પોતાની તરફ આકર્ષિત જરુર કરે છે, એમ આપ સર્વ આત્માઓ પણ (લાઈટ) (પ્રકાશ) અને માઈટ (શક્તિ) રુપ છો, બાપની તરફ આકર્ષિત કરો. સમજ્યાં કોન્ફરન્સ માં શું સેવા કરવાની છે? વિદેશમાં રહેવા વાળા બાળકો ની પાસે માયા આવે છે? ગભરાવવા વાળા તો નથી ને? ચેલેન્જ કરવા વાળા છો ને. માયાને ચેલેન્જ કરો છો કે આવો અને વિદાઈ લઈ જાઓ. માયા નું આવવું અર્થાત્ અનુભવી બનવું. એટલે માયા થી ક્યારે ગભરાવવું નહીં. ગભરાશો તો એ પણ વિકરાળ રુપ ધારણ કરશે. ગભરાશો નહીં તો નમસ્કાર કરશે. છે કાંઈ નહીં. કાગળ નો વાઘ છે. કાગળ નાં વાઘ થી ગભરાવવા વાળા છો શું? વિકરાળ રુપ ધારણ કરે છે પણ છે શક્તિહીન. જેમ અહીયાં પણ ભયાનક ચહેરા લગાવી ડરાવે છે પરંતુ અંદર તો મનુષ્ય જ હોય છે. બહાર નું કવર ઉતારી દો તો કોઈ ડર નથી. પરંતુ જો બહારનાં રુપ ને જોઈ ગભરાશો તો ફેલ (નપાસ) થઈ જશો. માયા થી હાર વધારે થાય છે કે વિજય વધારે થાય છે?
વિદેશ થી આવેલાં બાળકો માંથી કોણ સમજે છે કે અમે ૧૦૮ ની માળા નાં મણકાઓમાં છીએ? નિશ્ચયની વિજય તો થઈ જ જાય છે. ક્યારેય પણ લક્ષ કમજોર નહીં રાખતાં. સદા શ્રેષ્ઠ લક્ષ રાખજો કે અમે જ કલ્પ પહેલાં વાળા વિજયી હતાં અને સદા રહીશું. તો સદા સ્વયં ને વિજયી રતન જ અનુભવ કરશો.
ઘણાં દેશો થી આવેલાં છે. જે-જે દેશ થી બાપ નાં બાળકો નીકળ્યાં છે એ સ્થાનો નું પણ મહત્વ છે. આ સ્થાન પણ કોઈને કોઈ રુપમાં યાદગાર બની જાય છે. તમે લોકો વિશેષ એ સ્થાનો પર ચક્કર લગાવતાં રહેશો. (લાઈટ બંધ થઈ ગઈ) અશરીરી બનવું એટલું જ સહજ હોવું જોઈએ. જેમ સ્થૂળ વસ્ત્ર ઉતારો છો એમ આ દેહ અભિમાન નું વસ્ત્ર સેકન્ડ માં ઉતારવાનું છે. જ્યારે ઇચ્છો ધારણ કરો, જ્યારે ઈચ્છો ન્યારા થઈ જાઓ. પરંતુ આ અભ્યાસ ત્યારે થશે જ્યારે કોઈ પણ પ્રકારનું બંધન નહીં હશે. જો મન્સા સંકલ્પ માં પણ બંધન છે તો ન્યારા (ડીટેચ) થઈ નહીં શકો. જેમ કોઇ તંગ (નાનું) કપડું હોય છે તો સહજ અને જલ્દી નથી ઉતારી શકતાં. એ પ્રકારે જો મન્સા, વાચા, કર્મણા, સંબંધ માં જો અટેચમેન્ટ (મોહ) છે, લગાવ છે તો ન્યારા નહીં થઇ શકશો. આવો અભ્યાસ સહજ કરી શકો છો. જેવો સંકલ્પ કર્યો, એવું સ્વરુપ થઈ જાય. સંકલ્પ ની સાથે-સાથે સ્વરુપ બની જાઓ છો કે સંકલ્પ નાં પછી સમય લાગે છે સ્વરુપ બનવામાં? સંકલ્પ કર્યો અને અશરીરી થઈ જાઓ. સંકલ્પ કર્યો માસ્ટર પ્રેમ નાં સાગર ની સ્થિતિ માં સ્થિત થઇ જાઓ અને એ સ્વરુપ થઈ જાય. આવી પ્રેક્ટિસ છે? હવે આ જ પ્રેક્ટિસ ને વધારો. આ પ્રેક્ટિસ નાં આધાર પર સ્કોલરશીપ લઈ લેશો.
હજી સુધી વિદેશીઓએ એક પ્લાન પ્રેક્ટિકલ નથી કર્યો. યાદ છે કે કયો પ્લાન આપ્યો હતો. હજી ભારત નાં કુંભકરણ ખુબ સૂતેલાં છે. હવે જોશે કોન્ફરન્સ માં કેવી રીતે છાંટા લગાડો છો! જેઓ બિલ્કુલ ગાઢ નિંદ્રા માં સૂતેલાં છે એમને પાણી નાં છાંટા નાખીને ઉઠાડવા પડે છે. આ પ્લાન પ્રેક્ટિકલ માં લાઓ. એવું થાય કે તમારી સામે આવતાં જ તેઓ સમજી જાય કે અમારે લોકોએ પણ જાગવું જોઈએ અને બનવું જોઈએ. બધાનું એમનાં અવાજ તરફ ન ઈચ્છતાં પણ ધ્યાન જાય. કોઈ પણ તરફ થી એવાં કોઈ તૈયાર કર્યાં છે?
સર્વ સેવાસ્થાન બરાબર ચાલી રહ્યાં છે? સર્વ સ્વયં અને સેવા થી સંતુષ્ટ છો? તમે મોસ્ટ લક્કી (સૌથી ભાગ્યશાળી) છો. સમજો છો કે અમે વિશેષ સિકીલધા લાડલા છીએ. સર્વ સેવાકેન્દ્રમાં રેસ માં નંબરવન કોણ છે? દરેક દેશની પોતાની વિશેષતા પણ છે, લંડન તો નિમિત્ત હોવાનાં કારણે પ્લાનિંગ સેવાકેન્દ્ર બની ગયું છે. આ વિશેષતા નાં કારણે લંડન ને નંબરવન કહેશું. પરંતુ સેવાધારી અને અવાજ ફેલાવવા વાળા વિશેષ ક્વોલીટી (ગુણવત્તા) ની સર્વિસ માં ગયાના નંબરવન છે. સંખ્યાનાં હિસાબ થી મોરેશિયસ નંબરવન છે અને લુસાકા આટલું બધું સહન કર્યાં પછી પણ પરિસ્થિતિ ને પાર કરવામાં, હલચલ ની પરિસ્થિતિ હોવા છતાં અચળ રહેવામાં, નંબરવન છે. ઓસ્ટ્રેલિયા ની પણ વિશેષતા છે, એક-એક દિપક થી અનેક દિપક જગાવીને દીપમાળા કરવામાં નંબરવન છે. ઓસ્ટ્રેલિયા હજી વધારે આગળ વધી શકે છે. પ્લાનિંગ બુદ્ધિ છે અને પ્લાન પણ બહુ સારા બનાવે છે. જો એ જ બધાં પ્લાન પ્રેક્ટિકલ માં લાવે તો લંડન થી પણ નંબરવન થઈ શકે છે. પરંતુ હજી બુદ્ધિ સુધી પ્લાન છે, પ્રેક્ટિકલ માં નથી કર્યા.
એક-એક રત્ન વૈલ્યુએબલ (અમૂલ્ય) છે પરંતુ પોતાની વેલ્યુ ને સ્ટેજ સુધી નથી લાવ્યાં. બાપ-દાદા ની ઉમ્મીદ છે આ (મારીયા) કરી શકે છે. ફક્ત ત્યાગ અને તપસ્યા નો ડ્રેસ પહેરી પછી સ્ટેજ પર આવો તો વિજય તમારા ગળા નો હાર બની જશે. સેવા કરીને પછી કોઈ ને ભારતમાં સાથે લઇ આવો. ઓસ્ટ્રેલિયાની ની ધરતી સારી છે.
જર્મની થી પણ અવાજ નીકાળવા વાળી આત્માઓ નીકળી શકે છે. મહેનત સારી કરી રહ્યાં છે. હવે ત્યાંથી પણ એવા કોઈ પ્રેક્ટિકલ માં વિશેષ ઉદાહરણ જોઈએ, જેમને સામે જોતાં આત્માઓને વિશેષ પ્રેરણા મળે. પરંતુ હિંમત અને ઉલ્લાસ માં નંબરવન છે. લેસ્ટર તો લંડન ની સાથે છે. લેસ્ટર વાળા ઓની પણ કમાલ છે, લેસ્ટર માં નિશ્ચય-બુદ્ધિ વિજયન્તિ બાળકો ખૂબ સારા છે. પરિવાર નાં પરિવાર ઉદાહરણ આપવા માટે ખૂબ સારા તૈયાર થયાં છે. બાપ-દાદા નાં દિલ પસંદ છે. નૈરોબી અને બુલવાયા તીવ્ર પુરુષાર્થી, લગન માં મગન રહેવામાં ઓછાં નથી. નંબર આગળ છે. શમા પર પરવાના બનવાનું ઉદાહરણ પ્રેક્ટિકલ માં જોયુ ને. જો આ નિમિત્ત બનેલી આત્મા ક્યાંય પણ પોતાનો અનુભવ સંભળાવે તો એમનો અવાજ પણ કાંઈક કાર્ય કરી શકે છે. હોંગકોંગ ની ધરતી માં સ્નેહી અને સહયોગી આત્માઓની વિશેષતા છે અને શક્તિશાળી આત્માઓ પણ હોંગકોંગ ની ઘરતી માં છે પરંતુ હમણાં છુપાયેલી છે. સમય આવતાં હોંગકોંગ ની ધરતી પર છુપાયેલાં રત્ન બધાને દેખાશે. તો દરેક વિદેશ નાં સેવાકેન્દ્ર ની પોત પોતાની વિશેષતા છે, એટલે બધાં નંબરવન છે. કેનેડા પણ હવે આમાં નંબર લઈ રહ્યું છે, તૈયાર થઈ રહ્યું છે. કેનેડા ની ધરતી માં પણ વિશેષતા છે, જે ત્યાંથી જો એક પણ નીકળી આવ્યું તો સહજ જ એક અનેકો ને નીકાળી શકે છે. ઉમ્મીદવાર છે. એક પણ નીકળી આવશે તો પછી વાર નહીં લાગે. લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) જશે, મહેનત સારી કરી રહ્યાં છે, લગન પણ સારી છે. મહેનત પણ સારી છે. શુભ ભાવના પણ સારી છે. શુભ ભાવના પોતાનું ફળ જરુર આપે છે.
છતાં પણ કમાલ જનક ની છે જે વિદેશ ની ધરતી પર સદા ઉમંગ, ઉત્સાહ વધારવાનાં નિમિત્ત બનેલી છે. પાન નું બીડું ઉઠાવ્યું છે. સહયોગી હાથ ખૂબ જ સારા છે તો પણ કહેશું પાન નું બીડું ઉઠાવ્યું છે. જેમ જેમ વિનાશ નો સમય આવતો જશે તો વાતાવરણ ને જોઈ આપ સંદેશ આપવા વાળાઓ ને શોધશે કે આ કયાં ફરિશ્તા હતાં, જેમણે અમને બાપ નો પરિચય આપ્યો. સેવા માં જ્યાં પણ પગ રાખ્યો છે, ત્યાં સફળતા ન થાય, એવું થઈ ન શકે. કોઈ ધરતી જલ્દી થી ફળ આપે છે, કોઈ ધરતી ફળ આપવામાં સમય લે છે, પણ ફળ જરુર આપે છે.
જેમ ભારત માં ટ્રેન જાય છે તો વચ્ચે-વચ્ચે આપણા સ્થાન, સેવાકેન્દ્ર છે એમ જ વિમાન જ્યાં જ્યાં રોકાય ત્યાં પણ સેવાકેન્દ્ર હોય. થવાનું જ છે બાકી વિદેશ વાળાઓની દોડ સારી ચાલી રહી છે. અચ્છા.
પાર્ટીઓથી:-
૧) વૃત્તિ ચંચલ થવાનું કારણ તથા અચળ બનવાની સહજ યુક્તિ :
વૃત્તિ ચંચલ થવાનું કારણ કેમ અને શું - આ બે શબ્દ હલચલ માં લાવે છે અને એક શબ્દ નથિંગ ન્યુ અચળ બનાવી દે છે. અને થવાનું જ છે અને થયેલું જ છે. આનાં સિવાય બીજી કોઈ વાત નથી તો ચંચળ થશો? નથિંગ ન્યુ તો કેમ અને શું સમાપ્ત થઈ જાય છે. કેવી પણ વાત આવી જાય, ભલે મન્સા ની, ભલે વાણી ની, ભલે સંપર્ક સંબંધ ની, પરંતુ નથિંગ ન્યુ. કેમ અને શું નો ક્વેશ્ચન (પ્રશ્ન) નવી વસ્તુ માં લાગે છે. નથિંગ ન્યુ માં ન ક્વેશ્ચન અને ન આશ્ચર્ય. તો આ જ પાઠ ને રિવાઈઝ કરીને પાક્કો કરો.
૨) માયાની ચાલ થી બચીને સદા વિજયી બનવાની વિધિ
માસ્ટર સર્વશક્તિમાન ની સ્ટેજ પર સ્થિત રહો. માસ્ટર સર્વશક્તિમાન અર્થાત્ વિજયી રત્ન. માયા અંદર થી બિલ્કુલ જ શક્તિહીન છે, એનું બહારનું રુપ જોઈ ગભરાઓ નહીં, એને જીવતી સમજી મૂર્છિત ન થઈ જાઓ, માયા મૂર્છિત થયેલી જ છે. પરંતુ ક્યારેક-ક્યારેક મૂર્છિત ને જોઈને પણ મૂર્છિત થઇ જાઓ છો. હવે એને ખુશી-ખુશી વિદાય આપો. નોલેજફુલ ની સ્ટેજ પર રહો તો કયારેય દગો નહીં ખાઈ શકો.
૩) અમરનાથ બાપ દ્વારા સંગમ પર પણ સદા અમર રહેવાનું વરદાન
‘અમર ભવ’ આ વરદાન આ જન્મ માં પણ અને ભવિષ્ય માં પણ પ્રાપ્ત થાય છે. સંગમ પર માયા થી બચવાનું અમર વરદાન અને ભવિષ્ય માં અકાળે મૃત્યુ થી બચવાનું વરદાન મળેલું છે. અમર ભવ નું વરદાન પામવા વાળા ને માયા હલાવી નથી શકતી, દૂર થી પણ નજર નથી નાખી શકતી. સદા નમસ્કાર કરે છે. સદા સ્મૃતિ રાખો કે અમને અમર ભવ નું વરદાન મળેલું છે. વરદાન વાળી આત્મા નિશ્ચય બુદ્ધિ હોવાનાં કારણે વિજયન્તિ હોય છે. જેમને આ વરદાન નો નશો રહે છે એ સ્વપ્ન માં પણ માયા થી મૂર્છિત નથી થઈ શકતાં. બાપ દ્વારા વરદાન મળવું કોઈ નાની વાત છે શું? સદ્દગુરુ સ્વયં વરદાન આપે તો કેટલો નશો રહેવો જોઈએ. અચ્છા.