Search for a command to run...
2 Jan 1978
જ્ઞાન ચંદ્રમા અને જ્ઞાન સિતારો ની રીમઝીમ
2 January 1978 · ગુજરાતી
બાપદાદા બધાં લવલી (પ્રેમાળ) અને લક્કી (ભાગ્યશાળી) બાળકોને જોઇને હર્ષિત થઇ રહ્યાં છે. દરેક નાં મસ્તક પર તકદીર નાં તારાઓ ચમકતાં જોઈ રહ્યાં છે. સાકારી સૃષ્ટિ ની આત્માઓ આકાશની તરફ જુએ છે અને આકાશ થી પણ પરે રહેવા વાળા બાપ સાકારી સૃષ્ટિ માં ધરતી નાં તારાઓ જોવા આવ્યાં છે. જેમ ચંદ્રમાની સાથે તારાઓની રિમઝિમ અતિ સુંદર લાગે છે એમ જ બ્રહ્મા ચંદ્રમા બાળકો અર્થાત્ તારાઓથી જ સજે છે. માઁ નો સ્નેહ બાળકો થી વધારે હોય છે કે બાળકોનો માઁ થી વધારે હોય છે? તો બ્રહ્મા નો વધારે છે કે બ્રાહ્મણો નો? બાળકો રમત માં વ્યસ્ત હોય છે તો માઁ ને ભૂલી જાય છે. માતા ની મમતા બાળકો ને યાદ કરાવે છે. એમ પણ જો સ્નેહ ન હોય તો બાળકો ને પ્રાપ્તિ પણ નથી થતી.
આજે અમૃતવેલા વિશેષ આ સમયે મધુબન ની સંગઠિત આત્માઓ બાપ ની યાદ ની સાથે-સાથે બ્રહ્મા માઁ ની યાદ માં વધારે હતી. આજે વતનમાં પણ બાપ સૂર્ય ગુપ્ત હતાં પરંતુ ચંદ્રમા અર્થાત્ બ્રહ્મા-મોટી માઁ બ્રાહ્મણ બાળકો કે તારાઓની સાથે મિલન મનાવવામાં લવલીન હતાં. આજે વતન માં કયું દૃશ્ય હતું? માતા-પિતા અને બાળકોની રુહ-રુહાન સદા ચાલે છે પરંતુ આજે હતી માતા-પિતા ની. શું રુહ-રુહાન હશે જાણો છો?
આજે અમૃતવેલાએ બ્રહ્મા બ્રાહ્મણોનાં સ્નેહ માં વિશેષ હતાં. કારણ કે મધુબન જે બ્રહ્માની સાકાર રુપ માં કર્મ-ભૂમિ, સેવા-ભૂમિ કે માઁ અને બાપ બંને રુપ થી સાકાર રુપમાં બાળકોની મિલન ભૂમિ છે, એમ સ્વયં દ્વારા તન અને મન દ્વારા સજાવેલી એવી ભૂમિ પર રિમઝિમ જોઈ આજે બ્રહ્મા બાપ અથવા માઁ ને સાકાર રુપમાં સાકાર સૃષ્ટિ ની વિશેષ યાદ આવી. બ્રહ્મા બોલ્યા - “ચંદ્રમાનો તારાઓથી એક-સમાન રુપ નાં મિલન માં હજી સુધી કેટલો સમય છે? અર્થાત્ વ્યક્ત અને અવ્યક્ત રુપ નું મિલન ક્યાં સુધી? જવાબ શું મળ્યો હશે?
બાપ બોલ્યાં - “જ્યારે માઁ કહેશે કે બધાં એવરરેડી છે.” એટલે બ્રહ્મા માઁ પરિક્રમા લગાવવાં નીકળી. ચારે તરફનું ચક્કર લગાવતાં દરેક બ્રાહ્મણની રુહાનિયત જોતાં રહ્યાં. ચક્કર લગાવ્યાં પછી વતન માં જ્યારે રુહ-રુહાન થઈ તો બ્રહ્મા બોલ્યાં - મારા બાળકો લક્ષ માં નંબરવન છે; બધાની અંદર સમય ની પ્રતીક્ષા છે, સમય પર તૈયાર થઈ જ જશે. બાબા બોલ્યાં - “રાજધાની તૈયાર થઈ ગઈ છે? બ્રહ્મા આજે બ્રાહ્મણ બાળકો નો પક્ષ લઈ રહ્યાં હતાં. બ્રહ્મા બોલ્યાં ૧૬,૧૦૮ ની માળા તો તૈયાર થયેલી જ છે. બ્રાહ્મણો ની સંખ્યા કેટલી બતાવો છો? શું ૫૦ હજાર માંથી ૧૬,૧૦૮ નહીં નીકળશે? મણકા તૈયાર છે પણ નંબરવાર પરોવવા માટે છેલ્લી ઘડી હજી બાકી છે, મણકા નક્કી થઈ ગયાં છે, જગ્યાં નક્કી નથી થઈ. જગ્યા માં છેલ્લો તે પહેલો થઈ શકે છે. આજે બ્રહ્માએ ૧૬,૧૦૮ મણકાઓ અર્થાત્ બધાં સહયોગી આત્માઓની તકદીરની લકીર (રેખા) ફાઇનલ કરી દીધી. આ કારણે ભાગ્યવિધાતા, ભાગ્ય વહેંચવા વાળા બ્રહ્મા ને જ કહે છે અને યાદગાર રુપ માં પણ જન્મપત્રી, જન્મદિવસ પર કે નામ સંસ્કાર પર બ્રાહ્મણ જ જન્મ-પત્રી બનાવે છે. તો બ્રહ્મા માઁ એ ૧૬,૧૦૮ મણકાઓની નિશ્ચિત તકદીર સંભળાવી. આપ સૌ તો એમાં છો ને.
આજે વિશેષ બ્રહ્મા દ્વારા વિદેશી કે દેશી બંને તરફ નાં બાળકોની મહિમા નાં ગુણગાન થઈ રહ્યાં હતાં. જેમ આદિ માં આવેલાં બાળકોનાં ભાગ્યની મહિમા છે એમ જ અવ્યક્ત રુપ માં પાલના લેવા વાળા નવાં બાળકો ની પણ એટલી જ મહિમા છે. જેમ આદિ માં કોઈ પ્રેક્ટિકલ જીવન નો પ્રભાવ નહોતો ફક્ત એક બાપ નો સ્નેહ જ પ્રમાણ હતું. ભવિષ્ય શું થવાનું છે - આ કાંઈ સ્પષ્ટ નહોતું, ગુપ્ત હતું. પરંતુ આત્માઓ શમા પર પૂરી પતંગે (ફિદા) હતી. એમ જ નવાં બાળકોની સામે અનેક જીવન નાં પ્રમાણ છે. આદિ મધ્ય અને અંત સ્પષ્ટ છે. ૮૪ જન્મો ની જન્મ-પત્રી સ્પષ્ટ છે. પુરુષાર્થ અને પ્રાલબ્ધ બંનેય સ્પષ્ટ છે પરંતુ બાપ અવ્યક્ત છે. બાપની પાલના અવ્યક્ત રુપ માં હોવા છતાં વ્યક્ત રુપ નો અનુભવ કરાવે છે. અવ્યક્ત ને વ્યક્ત અનુભવ કરવાં, સમીપ અને સાથે નો અનુભવ કરવો - આ કમાલ નવાં બાળકોની છે. જેમ આદિ નાં બાળકો ની કમાલ છે એમ જ લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) જવા વાળા ની પણ કમાલ છે. એવી કમાલ નાં ગુણગાન કરી રહ્યાં હતાં. સાંભળી આજ ની રુહ-રુહાન.
ફરિયાદો ની માળાઓ પણ ખુબ હતી. જે ફરિયાદોની માળાઓ બ્રહ્મા ને સ્નેહ રુપ બનાવી રહી હતી. સંભળાવ્યું ને, કે આજે બ્રહ્મા વિશેષ બાળકોનાં સ્નેહ માં સમાયેલાં હતાં. સ્નેહ ની મૂર્તિ હોવા છતાં ડ્રામા ની સીટ ઉપર સેટ હતાં. એટલે સ્નેહ ને સમાવી રહ્યાં હતાં. આપ સૌ પણ સાગર નાં બાળકો સમાવવા વાળા છો ને. દેખાડી પણ શકો છો અને સમાઈ પણ શકો છો. મર્જ (સમાવવું) અને ઇમર્જ (પ્રગટ) કરવું સારી રીતે જાણો છો ને. કારણ કે છો જ હીરો એક્ટર. જ્યારે ઈચ્છો જેવું ઈચ્છો એવું રુપ ધારણ કરી શકો છો. અર્થાત્ પાર્ટ ભજવી શકો છો. અચ્છા-
એવાં સદા સ્નેહી, સર્વ શક્તિઓથી સંપન્ન, સદા અતિ પ્યારા અને અતિ ન્યારા, સદૈવ પોતાની તકદીર નાં ચમકતા તારા ને જોવા વાળા, સર્વશ્રેષ્ઠ તકદીરવાન, વર્તમાન અને ભવિષ્ય તખ્તનશીન, એવાં પદમપતિ સેકન્ડ માં સ્વયં ને કે સર્વ ને પરિવર્તન કરવા વાળા વિશ્વ-કલ્યાણકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીઓ થી મુલાકાત:-
આજે અમૃતવેલાએ બ્રહ્માએ જે વિશેષ આત્માઓની તકદીર ની લકીર ફાઇનલ કરી હતી એમાં ફાઇનલ ક્યાં રતન હશે? ૮ રતન ફાઇનલ થયાં હશે? માઁ-બાપ ની પાસે તો નિશ્ચિત છે જ. બાકી છે સ્ટેજ (મંચ) પર પ્રસિદ્ધ કરજો. બાપ ની પાસે ૧૦૮ જ નિશ્ચિત છે, કેમ? બાપ ની પાસે ભવિષ્ય પણ એવું જ સ્પષ્ટ છે જેવું વર્તમાન. અનન્ય બાળકો પાસે પણ ભવિષ્ય એવું જ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે કારણ કે બાપ ની સાથે સર્વ કાર્ય માં સમીપ અને સહયોગી છે તો અષ્ટ રતન ચીફ જસ્ટિસ છે. જસ્ટિસ નો નિર્ણય હાં કે નાં નો ફાઈનલ હોય છે. બાપ પ્રેસિડેન્ટ છે પણ બાળકો ચીફ જસ્ટિસ છે. જજમેન્ટ બાળકોનું છે. ચીફ જસ્ટિસ નો નિર્ણય સદા યથાર્થ હોય છે. જસ્ટિસ ની ઉપર ચીફ જસ્ટિસ હાં કે નાં કરી શકે છે પરંતુ ચીફ જસ્ટિસની જજમેન્ટ ની બહુ (કિંમત) વેલ્યુ હોય છે. એટલે જ્યાં સુધી ભવિષ્ય પણ વર્તમાન ની સમાન સ્પષ્ટ ન હોય તો જજમેન્ટ યથાર્થ કેવી રીતે આપી શકે? વર્તમાન અને ભવિષ્યની સમાનતા એને જ બાપની સમાનતા કહેવાય છે. એવી સ્ટેજ (અવસ્થા) અનુભવ માં લાવ્યાં છો?
આજે સાકારી રુપ માં યાદ કર્યા હતાં કે અવ્યક્ત રુપ માં? તારાઓ ને જોઈને ચંદ્રમા યાદ આવે છે ને એટલે આજે બ્રહ્માએ પણ યાદ કર્યા. અચ્છા.
ગુજરાત ની પાર્ટી થી મુલાકાત:-
ગુજરાત ને વિશેષ લાસ્ટ સો ફાસ્ટ જવાનું વરદાન મળેલું છે. ગુજરાત વાળાઓને આ નશો રહે છે કે ડ્રામા અનુસાર અમને આત્માઓ ને વિશેષ ભાગ્ય પ્રાપ્ત છે. જેમ સ્થાનનાં હિસાબ થી ગુજરાત મધુબન ની વધારે સમીપ છે એમ જ પુરુષાર્થ માં સમીપતા લાવવાનું સ્વત: વરદાન પણ ડ્રામા અનુસાર પ્રાપ્ત છે કારણ કે જેમ સ્થાનનાં હિસાબ થી સમીપ છો એમ જ્ઞાન ની ધારણા નાં હિસાબ થી ધારણા યોગ્ય ધરતી છે. જેમ ધરતી સારી હોય તો ફળ જલ્દી નીકળે છે. મહેનત ઓછી અને ફળ વધારે નીકળે છે. તો ગુજરાત ને ધરતીનું અને સમીપ હોવાનું વરદાન છે. એવી વરદાની આત્માઓ પુરુષાર્થ માં કેટલી તેજ હશે? ધારણા નાં વિષય માં ગુજરાત દેશનાં નિવાસીઓને લિફ્ટ છે. કળયુગી દુનિયાનાં હિસાબ થી અતિ તમોપ્રધાન નાં હિસાબ થી તો પણ સારું કહેશું. એટલે ગુજરાત ને પોતાનાં બંને વરદાનો ની લિફ્ટનાં આધાર થી ફર્સ્ટ (પ્રથમ) માં પહોંચવું જોઈએ. વરદાનો નો લાભ લો તો દરેક મુશ્કેલ વાત સહજ અનુભવ કરશો. જોવામાં ખુબ મુશ્કેલ હશે પરંતુ અતિ સહજ રીતે હલ થઈ જશે. આને કહેવાય છે પહાડ પણ રુ સમાન બની જશે. રાઈ તો પણ કડક હોય છે, રુ નરમ અને હલકું હોય છે. તો એવો અનુભવ કરો છો?