Search for a command to run...
13 Jan 1978
ઈન્તઝાર (પ્રતીક્ષા) નાં પહેલાં ઇન્તઝામ (પ્રબંધ) કરો
13 January 1978 · ગુજરાતી
બાપ બાળકો ને જોઈ સદા હર્ષિત થાય છે. દરેક બાળક વર્તમાન સમયે વિશ્વની સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ છે અને ભવિષ્ય માં પણ વિશ્વ દ્વારા પૂજનીય છે. એવી સર્વ શ્રેષ્ઠ ગાયન અને પૂજન યોગ્ય યોગી તૂ આત્માઓ, જ્ઞાની તૂ આત્માઓ, દિવ્ય-ગુણધારી, સદા વિશ્વ નાં સેવાધારી બાપદાદા નાં સદા સ્નેહ અને સહયોગ માં રહેવા વાળા - એવાં બાળકોને જોઈ બાપ ને કેટલી ખુશી થાય છે! નંબરવાર હોવા છતાં પણ છેલ્લા નંબર નો મણકો પણ વિશ્વની આગળ મહાન છે. એમ પોતાની મહાનતા ને, પોતાની મહિમા ને જાણતાં, ચાલતાં રહો છો કે ચાલતાં-ચાલતાં પોતાને સાધારણ સમજી લો છો? અલૌકિક બાપ દ્વારા પ્રાપ્ત થયેલ અલૌકિક જીવન, અલૌકિક કર્મ સાધારણ નથી. છેલ્લા નંબરનાં મણકા ને પણ આજે અંત સુધી ભક્ત આત્માઓ આંખો પર રાખે છે. કારણ કે છેલ્લો નંબર પણ બાપદાદા નાં નયનો નો તારો છે, નૂરે રતન છે. એવાં નૂરે રતન ને હજું સુધી પણ નયનો ઉપર રખાય છે. પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય ને જાણતાં, વર્ણન કરતાં અજાણ નહીં બનો. એક વાર પણ મન થી, સાચાં દિલ થી પોતાને બાપનાં બાળક નિશ્ચય કર્યાં એ એક સેકન્ડ ની મહિમા અને પ્રાપ્તિ ખૂબ મોટી છે. ડાયરેક્ટ બાપ નાં બાળક બનવું - જાણો છો કેટલી મોટી લોટરી છે. એક સેકન્ડમાં નામ સંસ્કાર શુદ્ર થી બ્રાહ્મણ બની જાય છે. સંસાર બદલાય જાય - સંસ્કાર બદલાઈ જાય, દૃષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ બધું બદલાઈ જાય એક સેકન્ડ ની રમત માં. આવી શ્રેષ્ઠ સેકન્ડ ભૂલી જાઓ છો. દુનિયા વાળા હજી સુધી નથી ભૂલ્યાં. આપ આત્માઓ ચક્કર લગાવતાં બદલાઈ પણ ગયાં પરંતુ દુનિયા વાળા નથી ભૂલ્યાં. હમણાં આપ સૌનું ભાગ્ય વર્ણન કરતાં એટલાં ખુશ થાય છે - સમજે છે ભગવાન જ મળી ગયાં. જ્યારે દુનિયા વાળા નથી ભૂલ્યાં, તમે સ્વયં અનુભવી મૂર્ત તો સર્વ પ્રાપ્તિ કરવા વાળી આત્માઓ છો, તો પછી ભૂલી કેમ જાઓ છો? ભૂલવું જોઈએ નહીં પરંતુ ભૂલી જાઓ છો.
આ નવાં વર્ષમાં બાપ-દાદા ને કઈ નવીનતા દેખાડશો. જે સમય આપ્યો હતો એ પ્રમાણે તો બધાં સંપૂર્ણ જ દેખાવાં જોઈએ. લક્ષ્ય પ્રમાણે સર્વ બ્રાહ્મણ આત્માઓનો પોતાનો પુરુષાર્થ સંપન્ન થવો જોઈએ. તમે તો પરિવર્તન માટે તૈયાર છો ને! હમણાં જે સમય મળ્યો છે એ બ્રાહ્મણોનાં સ્વયં નાં પુરુષાર્થ માટે નથી પરંતુ દરેક સંકલ્પ, દરેક બોલ દ્વારા દાતા નાં બાળકો વિશ્વની આત્માઓ પ્રતિ પ્રાપ્ત થયેલાં ખજાનાઓ ને આપવા અર્થ છે. તે એક્સ્ટ્રા (વધારા નો) સમય સ્વયં નાં પુરુષાર્થ પ્રતિ નહીં પરંતુ બીજાઓનાં પ્રતિ સમય, ગુણ અને ખજાનો આપવા માટે છે. બાપે જે કાર્ય માટે સમય અને ખજાના આપ્યાં છે જો એનાં બદલે સ્વયં પ્રતિ સમય અને સંપત્તિ લગાવો છો તો આ પણ અમાનત માં ખયાનત થાય છે. આ વિશેષ વર્ષ બ્રાહ્મણ આત્માઓનાં પ્રતિ મહાદાની વરદાની બનવાનું છે. જેમ તમે લોકો કાર્યક્રમ બનાવો છો કે આ મહિનામાં વિશેષ યોગ નો કાર્યક્રમ થશે, બીજા મહિનામાં વિશેષ સેવા નો થશે. એમ જ ડ્રામા પ્લાન અનુસાર આ એક્સ્ટ્રા સમય મહાદાની બનવા માટે મળ્યો છે. હમણાં સુધી જૂની ભાષા, જૂની વાતો, જૂની રીત રિવાજ એ સારી રીતે બધું જાણો છો. આ વર્ષ નો સમય આનાં માટે નથી. જેમ બાપ ની આગળ સ્વયં ને સમર્પિત કર્યાં એમ હવે પોતાનો સમય અને સર્વ પ્રાપ્તિઓ, જ્ઞાન,ગુણ અને શક્તિઓ વિશ્વની સેવા અર્થ સમર્પિત કરો. જે સંકલ્પ ઉઠે છે તો ચેક કરો એ વિશ્વ સેવા પ્રતિ છે. એમ સેવા પ્રતિ અર્પણ થવાથી સ્વયં સંપન્ન સહજ થઈ જશો. જેમ જ્યારે કોઈ સેવાનો વિશેષ કાર્યક્રમ બનાવો છો તો વિશેષ કાર્ય માં વ્યસ્ત હોવાનાં કારણે સ્વયંના આરામ કે સ્વયનાં પ્રતિ સેલ્વેશન (રાહત) આપવા વાળી કે ચાલતાં-ચાલતાં અન્ય આત્માઓ દ્વારા આવેલી નાની-નાની પરીક્ષાઓ પર ધ્યાન નથી આપતાં. અવોઇડ (ટાળવું) કરો છો. કારણ કે સદા કાર્ય ને સામે રાખો છો અને વ્યસ્ત રહો છો. સ્વયં પ્રતિ સમય ન લગાડતાં સેવામાં વિશેષ લગાવો છો. એમ જ આ નવાં વર્ષ માં દરેક સેકન્ડ અને સંકલ્પ ને સેવા પ્રતિ સમજવાથી, આ કાર્યમાં વ્યસ્ત રહેવાથી પરીક્ષાઓને પાસ એવી રીતે કરશો જેમ કાંઈ છે જ નહીં. સંકલ્પ પણ નહીં આવે કે આ વાત શું હતી અને શું થયું. સ્વયંને સમર્પણ કરવાથી આ સેવાની લગનમાં આ નાનાં મોટા પેપરો અને પરીક્ષાઓ સ્વતઃ જ સમર્પણ થઇ જશે. જેમ અગ્નિ ની અંદર દરેક વસ્તુ નું નામ રુપ બદલાય જાય છે એમ પરીક્ષાનું નામ રુપ બદલાઈ પરીક્ષા પ્રાપ્તિ નું રુપ બની જશે. માયા શબ્દ થી ગભરાશો નહીં, સદા વિજયી બનવાની ખુશીમાં નાચતાં રહેશો. માયા ને પોતાની દાસી અનુભવ કરશો તો દાસી સેવાધારી બનશે કે ગભરાવશે? સ્વયં સમર્પણ થઈ જાઓ સેવામાં તો માયા સ્વતઃ જ સમર્પણ થઇ જશે. પરંતુ સમર્પણ નથી થતાં તો માયા પણ સારી રીતે ચાન્સ (તક) લે છે. ચાન્સ લેવાનાં કારણે બ્રાહ્મણો ની પણ ચાન્સલર બની જાય છે. માયા ને ચાન્સલર બનવા નહીં દો. સ્વયં સેવાનો ચાન્સ લઈ ચાન્સલર બનો. હવે સાંભળ્યું સમય કેમ મળ્યો છે. હવે કોઈ કમ્પલેન (ફરિયાદ) નહીં કરતાં. સમય નાં હિસાબ થી દરેકે કમ્પલીટ (સંપૂર્ણ) થવાનું છે. કમ્પલીટ આત્મા ક્યારે કમ્પલેન નથી કરતી. થઈ જ જાય, થાય જ છે, આ ભાષા નથી બોલતી. નવું વર્ષ, નવી ભાષા, નવાં અનુભવ. જૂની વસ્તુઓ સાચવવી સારી લાગે છે પરંતુ વાપરવી સારી નથી હોતી. તો તમે યુઝ (વાપરો) કેમ કરો છો? ૫૦૦૦ વર્ષ માટે સંભાળીને રાખી દો. જૂનાં થી પ્રીત નહીં રાખો.
સદૈવ ભક્ત આત્માઓ, ભિખારી આત્માઓ અને તરસી આત્માઓની સામે પોતાને સાક્ષાત બાપ અને સાક્ષાત્કાર મૂર્ત સમજી ને ચાલો. ત્રણેય લાઈન (કતાર) લાંબી છે. આ ક્યુ (કતાર) ને સમાપ્ત કરવામાં લાગી જાઓ. તરસી આત્માઓ ની તરસ છુપાવો, ભિખારીઓ ને દાન આપો. ભક્તો ને ભક્તિનું ફળ બાપ નાં મિલન નો રસ્તો બતાવો. આ કતાર ને સમ્પન્ન કરવામાં વ્યસ્ત રહેશો તો સ્વયં નાં પ્રતિ કેમ ની કતાર સમાપ્ત થઈ જશે. સમયની પ્રતીક્ષા માં નહીં રહો પરંતુ ત્રણે પ્રકારની આત્માઓને સંપન્ન બનાવવાની તૈયારી માં રહો. હવે તો નહીં પૂછશો ને કે વિનાશ ક્યારે થશે. કતાર ને સમાપ્ત કરો તો પરિવર્તન નો સમય પણ સમાપ્ત થઇ જશે. સંગમ નો સમય સતયુગ થી શ્રેષ્ઠ નથી લાગતો? થાકી ગયાં છો શું? જ્યારે પૂછો છો વિનાશ ક્યારે થશે તો થાક્યાં છો ત્યારે તો પૂછો છો. બાપ નો બાળકો પ્રતિ અતિ સ્નેહ છે. બાપ ને આ મેળો સારો લાગે છે. અને બાળકો ને સ્વર્ગ સારું લાગે છે. સ્વર્ગ તો ૨૧ જન્મ મળશે જ પરંતુ આ સંગમ નહીં મળે. તો થાકી નહીં જાઓ. સેવા માં લાગી જાઓ તો પ્રત્યક્ષ ફળ અનુભવ કરશો. ભવિષ્ય ફળ તો તમારું નિશ્ચિત છે જ પરંતુ પ્રત્યક્ષ ફળ નાં અનુભવ નું સુખ આખાં કલ્પ માં નહીં મળશે. એટલે ભક્તો ની પોકાર સાંભળો. રહેમદિલ બનો, મહાદાની બની મહાન પુણ્ય આત્મા નો પાર્ટ ભજવો. અચ્છા.
એવા બાપ નાં ફરમાનબરદાર દૃઢ સંકલ્પ અને સેકન્ડ માં આજ્ઞાકારી બાપ સમાન સદા વિશ્વનાં કલ્યાણકારી મહાદાની મહાન વરદાની સર્વ ને સમ્પન્ન કરવા વાળા સદા સ્વયં ને સેવામાં તત્પર કરવા વાળા એવાં બાપ સમાન બાળકો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીજી થી વાતચીત
બધાને એક વાતની પ્રતીક્ષા છે એ કઈ વાત છે? જે શરું ની પહેલી (કોયડો) છે હું કોણ ? એ જ અંત સુધી પણ છે. બધાને પ્રતીક્ષા છે અંતે પણ ભવિષ્ય માં હું કોણ અથવા માળામાં હું ક્યાં, હવે આ પ્રતીક્ષા ક્યારે પૂરી થશે? બધાં એકબીજા ની સાથે રુહરુહાન પણ કરે છે ૮ માં કોણ હશે, ૧૦૦ માં કોણ હશે, ૧૬૦૦૦ તો કોઈ સવાલ જ નથી. છેલ્લે પણ ૮ માં કે ૧૦૦ માં કોણ હશે. વિદેશી વિચારે છે અમે કઈ માળામાં હોઈશું છેલ્લે આવવા વાળા વિચારે છે અમે કઈ માળામાં હોઈશું અને શરું માં આવવા વાળા પછી વિચારે છે લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લા તે પેહલાં) છે. ખબર નહીં કે અમારું સ્થાન છે કે છેલ્લા વાળાઓનું છે? છેવટે હિસાબ શું છે? ચોપડી તો બાપ પાસે છે ને. ફિક્ષ (નક્કી) નથી કર્યા. તમે લોકો પણ ચિત્ર સ્પર્ધા કરી તો ચિત્ર કેવી રીતે પસંદ કર્યા. પહેલાં થોડા અલગ કર્યા પછી એમાંથી એક, બે, ત્રણ નંબર લગાવ્યાં. પહેલાં પસંદ કરવાનાં હોય પછી નંબરવાર નક્કી થાય છે. તો હવે પસંદ કર્યાં છે, પરંતુ નક્કી નથી થયાં. (પાછળ આવા વાળા નું શું થશે) સદૈવ અમુક જગ્યા અંત સુધી પણ હોય છે. આરક્ષણ થાય છે તો પણ છેલ્લે સુધી અમુક કોટા (ભાગ) રાખતાં હોય છે પરંતુ એ કોટો માં કોઈ, કોઈ માં કોઈ હોય છે.
સારું તમે બધાં કઈ માળા માં છો? પોતાનામાં ઉમ્મીદ રાખો. કોઈને કોઈ એવી વન્ડરફુલ (અદ્દભુત) વાત થશે કે જેનાં આધાર પર તમારા બધાની ઉમ્મીદો પૂરી થઇ જશે. અષ્ટ રત્નો ની વિશેષતાં એક વિશેષ વાત થી છે. અષ્ટ રતન પ્રેક્ટિકલ માં જેમ યાદગાર છે. વિશેષ તો જે અષ્ટ શક્તિઓ છે એ દરેક શક્તિ એમનાં જીવનમાં પ્રેક્ટિકલ (પ્રત્યક્ષ) દેખાશે. જો એક શક્તિ પણ પ્રેક્ટિકલ જીવન માં ઓછી દેખાય છે તો જેમ મૂર્તિની એક ભુજા ખંડિત હોય તો એ પૂજનીય નથી હોતી, એ જ પ્રકારે જો એક શક્તિની પણ કમી દેખાય છે તો અષ્ટ દેવતાઓની યાદીમાં હજી સુધી નક્કી નહીં કહેવાશે. બીજી વાત અષ્ટ દેવતાઓ ભક્તો માટે વિશેષ ઇષ્ટ મનાય છે. ઇષ્ટ અર્થાત મહાન પૂજ્ય. ઇષ્ટ દ્વારા દરેક ભક્ત ને દરેક પ્રકારની વિધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ જે અષ્ટ રતન હશે એ સર્વ બ્રાહ્મણ પરિવારની આગળ હજી પણ ઇષ્ટ અર્થાત દરેક સંકલ્પ અને ચલન દ્વારા વિધિ અને સિદ્ધિ નું માર્ગદર્શન કરવા વાળા સર્વની સામે એમ જ મહાન મૂર્ત માનવામાં આવશે. તો અષ્ટ શક્તિઓ પણ હશે અને પરિવારની સામે ઇષ્ટ અર્થાત શ્રેષ્ઠ આત્મા, મહાન આત્મા, વરદાની આત્મા નાં રુપમાં હશે. આ છે અષ્ટ રત્નો ની વિશેષતા. અચ્છા.
મધુબન નિવાસી ભાઈ-બહેનનો સાથે:-
મધુબન નિવાસી બધાં સદા બાપ ની યાદ માં લવલીન રહેવા વાળા છો ને. બાપ સમાન સદા અથક અને સદા ડબલ લાઈટ સ્થિતિ માં સ્થિત છો ને. જે જેટલાં હલ્કા હોય એટલા અથક હોય. કોઈ પણ પ્રકારનો બોજ થકાવે છે. જેમ શરીર થી બોજ વાળા પણ થાકી જાય, હલ્કા થાકતાં નથી. એમ કોઈ પણ પ્રકાર નો બોજ ભલે મન્સા નો હોય, ભલે સંપર્ક, સંબંધ નો હોય પરંતુ બોજ થકાવટ લાવશે. મધુબન નિવાસીઓ ને અથક ભવ નું વરદાન મળેલું છે. તો અથક છો ને? હજું પણ મેળો ચાલે? જેટલાં આગળ ચાલશો એટલો આ મેળો મોટો જ થશે, ઓછો નહીં જેટલો વધારતાં જશો એટલો વધતો જશે. કેટલાં પણ પ્લાન બનાવો, જેટલાં બનાવશો એટલો વધતો જશે કારણ કે સંગમ પર ઈશ્વરીય પરિવાર ની વૃદ્ધિ થાય છે. જેટલો સમય ઓછો એટલી વૃદ્ધિ વધારે. એવું તો નથી સમજતાં કે હજી ઘણાં આવશે તો અમે રહી જઈશું. જે પોતે ત્યાગી મૂર્ત બને એમનાં માટે બધાનો સ્વતઃ જ ખ્યાલ રહે છે. તો તમે લોકો તો નિષ્કામી છો ને. જેટલાં દરેક કામનાથી ન્યારા રહેશો એટલી દરેક કામના સહજ પૂરી થઈ જશે. ખુશી માં, પ્રાપ્તિ માં થકાવટ નથી હોતી. મધુબન નિવાસીઓએ પુરુષાર્થ ની નવી યુક્તિઓ નીકાળવી જોઈએ. જે બધાં અનુસરણ કરે. નવું વર્ષ શરું થયું તો નવી વાત નીકાળવી જોઈએ. સહજ પુરુષાર્થની નવી શોધ કરો અને પ્રેક્ટિકલ અનુભવ કરી બીજાને સંભળાવો. સર્વ આત્માઓ તમને ઉંચી નજર થી જુએ છે. જેમ આકાશની ઉપર ચમકતાં તારાઓ ને ઉંચી નજર થી જુઓ છો એમ તમને બધાને સર્વશ્રેષ્ઠ મહાન, ભાગ્યશાળી, સમીપ આત્માઓ ની નજર થી જુએ છે. તો જે નજર થી જુએ છે એમાં જ સ્થિત રહો. તમારું ઉઠવું, બેસવું, ચાલવું બધાં ચરિત્રનાં રુપ માં જુએ છે. જેમ બાપ નાં દરેક કર્તવ્ય ને તમે ચરિત્ર નાં રુપમાં જોયું ને. તો દરેક કર્મ કરતાં ચરિત્રવાન થઈને ચાલવું પડે, સાધારણ નહીં. મધુબન વિશ્વ ની આગળ સ્ટેજ છે. સ્ટેજ પર જે એક્ટર હોય છે એમનું દરેક એક્ટ પર કેટલું ધ્યાન રહે છે. હાથ ઉઠાવશે તો પણ ધ્યાન થી. કારણ કે એમને ખબર છે અમને બધાં જોવા વાળા છે. તમારા દરેક કાર્ય નું મહત્વ છે. બાપદાદા પણ જેટલું મધુબન ની આત્માઓ નું મહત્વ છે, એ જ મહત્વ થી જુએ છે. અચ્છા.
નવો પ્લાન બનાવો કે સ્વત: અને સહજયોગી કેવી રીતે બનીએ. કારણ કે બધાં આ વર્ષ માં આ જ લક્ષ રાખીને ચાલી રહ્યાં છે કે હવે લાસ્ટ માં સહજયોગ અને સ્વતઃયોગ નો અનુભવ જરુર થવો જ જોઈએ. તો સહજયોગ કયાં આધાર થી થાય અને સ્વતઃ યોગી કઈ યુક્તિ થી બની શકાય? આ પ્લાન બનાવો અને અનુભવ કરો પછી બધાને સંભળાવો તો તેઓ તમારા ગુણ-ગાન કરશે. મહેનત ઓછી અને સફળતા વધારે, એવાં નવાં પુરુષાર્થ નાં પ્લાન બનાવો. પ્લાન એવાં તૈયાર કરો, જેને જોઇ બધાં મધુબન નિવાસીઓ ને થેન્સ (ધન્યવાદ) કરે.
પાર્ટીઓ સાથે:-
૧. દુનિયાનાં વાઈબ્રેશન થી અથવા માયા થી સેફ (સલામત) રહેવાનું સાધન
સદા એક બાપ બીજું ન કોઈ આ જ લગનમાં મગન રહે છે એ માયાનાં દરેક પ્રકારનાં વાર થી બચેલાં રહે છે. જેમ જ્યારે લડાઈ નાં સમયે બોમ્બ નાખે છે તો અંડરગ્રાઉન્ડ થઈ જાય છે, તો એની અસર એમને નથી થતી તો એમ જ જ્યારે એક લગન માં મગન રહો છો તો દુનિયાનાં વાઈબ્રેશન થી, માયા થી બચેલાં રહેશો, સદા સલામત રહેશો. માયાની હિંમત નથી જે વાર (હુમલો) કરે. લગન માં મગન રહો. આ જ છે સેફટી (સલામતી) નું સાધન.
૨. બાપ નાં સમીપ રત્નો ની નિશાની
બાપનાં સમીપ રહેવા વાળાઓની ઉપર બાપનાં સત નાં સંગ નો રંગ ચઢેલો હશે. સત નાં સંગ નો રંગ છે રુહાનિયત. તો સમીપ રતન સદા રુહાની સ્થિતિ માં સ્થિત હશે. શરીર માં રહેતાં ન્યારા, રુહાનિયત માં સ્થિત રહેશે. શરીર ને જોવા છતાં પણ ન જુએ અને આત્મા જે ન દેખાવવા વાળી વસ્તુ છે, એ પ્રત્યક્ષ દેખાય એ જ કમાલ છે. રુહાની મસ્તી માં રહેવા વાળા જ બાપ ને સાથી બનાવી શકે છે કારણ કે બાપ રુહ છે.
૩. જુની દુનિયાનાં સર્વ આકર્ષણો થી પરે રહેવાની સહજ યુક્તિ
સદૈવ નશા માં રહો કે અમે અવિનાશી ખજાનાનાં માલિક છીએ. જે બાપ નો ખજાનો જ્ઞાન, સુખ, શાંતિ, આનંદ છે... એ સર્વ ગુણ અમારાં છે. બાળક બાપ ની પ્રોપર્ટી (મિલકત) નો સ્વતઃ જ માલિક હોય છે. અધિકારી આત્મા ને પોતાનાં અધિકાર નો નશો રહે છે, નશામાં બધું ભુલાઈ જાય છે ને. કોઈ સ્મૃતિ નથી હોતી, એક જ સ્મૃતિ રહે કે બાપ અને હું - આ જ સ્મૃતિ થી જૂની દુનિયાનાં આકર્ષણ થી આપમેળે પરે થઈ જશો. નશામાં રહેવાવાળા ની સામે સદા નિશાન (લક્ષ) પણ સ્પષ્ટ હશે. નિશાન છે ફરિશ્તાપણાનું અને દેવતાપણાનું.
૪. એક સેકન્ડનો વન્ડરફુલ ખેલ છે જેનાથી તમે પાસ વિથ ઓનર બની જાઓ
એક સેકન્ડ નો ખેલ છે હમણાં-હમણાં શરીર માં આવવું અને હમણાં-હમણાં શરીર થી અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઇ જવું. આ સેકન્ડ નાં ખેલ નો અભ્યાસ છે? જ્યારે ઇચ્છો જેમ ઇચ્છો એવી સ્થિતિમાં સ્થિત રહી શકો. અંતિમ પેપર સેકન્ડ નું જ હશે, જે આ સેકન્ડ નાં પેપર માં પાસ થયાં એ જ પાસ વિથ ઓનર થશે. જો એક સેકન્ડ ની હલચલ માં આવ્યાં તો નપાસ, અચળ રહ્યાં તો પાસ. એવી કન્ટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) છે? હવે આવો અભ્યાસ તીવ્ર રુપ નો હોવો જોઈએ. જેટલાં હંગામા હોય એટલી સ્વયં ની સ્થિતિ અતિ શાંત. જેમ સાગર બહાર અવાજ સંપન્ન હોય છે અંદર બિલ્કુલ શાંત, એવો અભ્યાસ જોઈએ. કન્ટ્રોલિંગ પાવર વાળા જ વિશ્વ ને કન્ટ્રોલ કરી શકે છે. જે સ્વયં ને નથી કરી શકતાં તેઓ વિશ્વ નું રાજ્ય કેવી રીતે કરશે. સમેટવાની શક્તિ જોઈએ. એક સેકન્ડમાં વિસ્તાર થી સાર માં ચાલ્યાં જાઓ અને એક સેકન્ડમાં સાર થી વિસ્તારમાં આવી જાઓ આ જ છે વન્ડરફુલ ખેલ.
૫. અતીન્દ્રિય સુખનાં ઝૂલા માં ઝૂલતાં રહો તમને બધી આત્માઓ સુખમાં ઝૂલતાં જોઈ દુઃખી થી સુખી બની જાય. તમારા નયન, મુખ, ચહેરો સર્વ સુખ આપે, એવાં સુખદાયી બનો. એવાં સુખદાયી જે બને એને સંકલ્પ માં પણ દુઃખ ની લહેર આવી નથી શકતી. અચ્છા.
૬. મધુબન માં દરેક કદમ માં સહજ કમાણી નો અનુભવ થાય છે? મધુબન ને વરદાન ભૂમિ કહેવાય છે. તો વરદાન સહજ પ્રાપ્તિ ને જ કહેવાય છે. તો મધુબન માં આવવાથી જ મહેનત કરવાનું સમાપ્ત થઈ જાય છે અને સહજ પ્રાપ્તિ થવાની શરુ થઈ જાય છે. તો આ થોડા સમય માં કેટલી કમાણી જમા કરી? મધુબન માં આવવું અર્થાત્ કમાણી ની ખાણ ભેગી કરવી. તો આવું મહત્વ જાણતાં થોડા સમય માં ખજાનો જમા કર્યો કારણ કે મધુબન છે જ ડાયરેક્ટ બાપદાદાની કર્મ ભૂમિ, ચરિત્ર ભૂમિ, સેવા ભૂમિ, તપસ્યા ભૂમિ. અહીંયા તપસ્યા નું વાયબ્રેશન, વાયુમંડળ છે. આ બધી વાતો આ ભૂમિ પર આવવાથી સહજ અનુભવ કરી શકાય છે. જેમ કોઈ વિશેષ કમાણી ની સીઝન (ઋતુ) હોય છે તો કમાણી વગર રહી નથી શકતાં. નિંદ્રા નો સમય પણ ત્યાગી દે છે. તો મધુબન એક્સ્ટ્રા લોટરી છે કમાણી કરવાની. તપસ્વી કુમાર છો ને. તપસ્વી ની તપસ્યા ફક્ત બેસતાં સમયે નહીં, તપસ્યા અર્થાત્ લગન, ચાલતાં-ફરતાં, ભોજન કરતાં પણ લગન છે ને. એક ની યાદ માં, એક નાં સાથ માં ભોજન સ્વીકાર કરવું એ તપસ્યા થઈ ને. જે પણ તક મળે છે એને સારી રીતે લઈને સંપન્ન બનો અને બીજાઓ ને પણ બનાવો.
૭. જ્ઞાન સાગર નાં બાળકો સદા જ્ઞાન રત્નો થી જ રમતાં રહો છો? સૌથી મોટામાં મોટા, અવિનાશી રત્ન જ્ઞાન રત્ન છે. જ્ઞાન સાગર નાં બાળકો જ્ઞાન રત્નો થી રમશે. અડધો કલ્પ પથ્થર બુદ્ધિ રહ્યાં અને પથ્થરો સાથે રમ્યાં, એટલે દુઃખ અશાંતિ રહી. તમે શેનાથી રમો છો? જ્ઞાન રત્નો થી. જેમ રાજા નાં બાળકો સોનાં ચાંદી નાં રમકડા થી રમે છે તો જ્ઞાન સાગર નાં બાળકો સદા જ્ઞાન રત્નો થી રમે છે. જ્ઞાન રત્નો માં રમવાથી ક્યારેય દુઃખ-અશાંતિ ની લહેર આવી નથી શકતી. જ્ઞાન રત્ન પણ છે, નોલેજ પણ છે. નોલેજ નાં આધાર થી દુઃખ અશાંતિ ની લહેર આવી નથી શકતી. હવે નવું જીવન છે, દુઃખ અશાંતિ નું જીવન એવું લાગશે - મારું નથી, બીજાનું જીવન હતું. વીતેલાં જીવન પર હસવું આવશે.
૮. બધાં સંતુષ્ટ મણીઓ છો ને. મણી સદૈવ મસ્તક ની વચ્ચે ચમકે છે. તાજ ની અંદર સુંદર મણિઓ હોય છે. તો જે સંતુષ્ટ મણી છે એ સદૈવ બાપ નાં મસ્તક માં રહે છે અર્થાત્ બાપની યાદ માં રહે છે, બાપ પણ એમને યાદ કરે છે. જ્યારે બાળકો બાપ ને યાદ કરે છે તો બાપ પણ રિટર્ન (વળતર) આપે છે. સદા બાપ ની યાદ માં રહેવા વાળા દરેક પરિસ્થિતિ માં સંતુષ્ટ રહેશે. ભલે પરિસ્થિતિ અસંતોષ ની હોય, દુઃખની ઘટના હોય પરંતુ સદા સુખી. દુઃખની પરિસ્થિતિ માં સુખ ની સ્થિતિ એકરસ હોય. નોલેજની શક્તિ નાં આધાર પર પરિસ્થિતિ જે પહાડ નાં જેવી છે, એ પણ રાઈ અનુભવ થશે અર્થાત્ કાંઈ નહીં કારણ નથિંગ-ન્યુ. એવી સ્થિતિ છે? કાંઈ પણ થઈ જાય, નથિંગ ન્યુ, એને કહેવાય છે મહાવીર.
૯. પોતાને પદમાપદમ ભાગ્યશાળી સમજો છો? દરેક કદમ માં પદમો ની કમાણી જમા થઈ રહી છે. એવાં અણગણિત પદમો નાં માલિક અનુભવ કરો છો. આખી સૃષ્ટિ ની અંદર આવું પોતાનું શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળા કોટો માં કોઈ છે ને. જે ગાયન છે કોટોમાં કોઈ, કોઈ માં પણ કોઈ એ આપણું આત્માઓનું ગાયન છે, કારણ કે સાધારણ રુપ માં આવેલાં બાપ ને અને બાપ નાં કર્તવ્ય ને જાણવું એ કોટોમાં કોઈ નો પાર્ટ છે. જાણી લીધું, માની લીધું, અને પામી લીધું. જયારે વિશ્વ નાં માલિક આપણાં થઈ ગયાં તો વિશ્વ આપણું થઈ ગયું ને. જેમ બીજ આપણા હાથમાં છે તો વૃક્ષ તો છે જ ને. જેને શોધતાં હતાં એને પામી લીધાં. ઘરે બેઠા ભગવાન મળી ગયાં. તો કેટલી ખુશી હોવી જોઈએ. ભગવાને મને પોતાનાં બનાવ્યાં, એવી ખુશી માં રહો તો ક્યાંય પણ આંખ નહીં ડુબે. સામે જોતા પણ નજર નહીં જશે. બાપ મળ્યાં બધું જ મળી ગયું એ જ સૌથી વધારે ખુશી છે, એ જ ખુશી માં મન થી નાચતાં રહો. આનાથી વધારે ખુશીની વાત છે જ શું? એટલે ગાયન છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ ગોપીઓ ને પૂછો.
૧૦. સદા પોતાને ખુશનસીબ સમજો છો? આખા વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ નસીબ અર્થાત્ તકદીર અમારી છે, એવો નિશ્ચય રહે છે? અમારાં જેવું ખુશનસીબ બીજું કોઈ હોઈ ન શકે. બાપે સ્વયં આવીને પોતાનાં બનાવ્યાં. એ ભાગ્ય નું વર્ણન કરતાં સદા ખુશીમાં નાચતાં રહો. એમનું નસીબ શું હશે? હમણાં-હમણાં સુખ હશે, હમણાં-હમણાં દુઃખ હશે, પરંતુ તમારું નસીબ અવિનાશી છે. સદા એવાં આનંદ સ્વરુપ નસીબવાળા છો. જે સ્વપ્ન માં પણ નહોતું એ પ્રાપ્તિ થઈ ગઈ, બાપ મળ્યાં બધું જ મળી ગયું. એ જ ખુશી માં રહો તો સદા સમર્થી સ્વરુપ રહેશો.
૧૧. સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ જીવન ગવાયેલું છે. બ્રાહ્મણો નું નામ પણ ઊંચું, કામ પણ ઊંચું અને સ્થિતિ પણ ઊંચી. જેમ બ્રાહ્મણો ની મહિમા ઊંચી છે એમ પોતાને સાચાં બ્રાહ્મણ અર્થાત્ ઉંચી સ્થિતિ વાળા અનુભવ કરો છો. ઊંચે થી ઊંચા બાપ અને ઊંચે થી ઊંચા આપ. બાપ અને આપ બંને ઊંચા, આ સ્મૃતિમાં રહો તો કર્મ અને સંકલ્પ આપમેળે ઊંચા રહેશે. યોગ અગ્નિ થી જૂનાં ખાતાં ભસ્મ કરો. એવી અગ્નિ તેજ હોય જેથી વ્યર્થ નું નામનિશાન ખતમ થઈ જાય. સંગમ પર જુનું ખાતું ખતમ કરી નવું ચાલુ કરવાનું છે. જો જુનું ખાતું પણ ચાલતું રહેશે તો જે પ્રાપ્તિ થવી જોઈએ ખુશી ની એ નહીં થશે, હમણાં-હમણાં કમજોર, હમણાં સમર્થ હશો. બાપ સદા સમર્થ છે, તો બાળકો એ પણ સદા સમર્થ બનવાનું છે. અચ્છા.
૧૨. સદૈવ સ્વયં ને સર્વ શ્રેષ્ઠ મહાન આત્મા સમજો છો. મહાન આત્મા જેની સ્મૃતિ થી સ્વત: દરેક સંકલ્પ અને દરેક કર્મ મહાન અર્થાત્ સર્વ શ્રેષ્ઠ હોય છે. જેમ આજકાલ ની દુનિયામાં અલ્પકાળ ની પોઝીશન (પદ) વાળી આત્માઓ પોતાની પોઝીશન ની સ્મૃતિ માં રહેવાનાં કારણે દિવસ રાત સ્વતઃ જ એ જ નશામાં રહે છે એમ બાપ દ્વારા પ્રાપ્ત થયેલી પોઝીશન ને સ્મૃતિ માં રાખવી સહજ અને સ્વત: છે. જેવી પોઝીશન છે એવાં જ કર્મ, જેવું નામ એવાં જ શ્રેષ્ઠ કર્મ પણ છે એટલે વર્તમાન સમય સહજયોગી ની સાથે કર્મયોગી પણ કહેવાશો. કર્મયોગી અર્થાત્ દરેક કર્મ દ્વારા બાપ થી સ્નેહ અને સંબંધ નો દરેક આત્મા ને સાક્ષાત્કાર થશે. જેમ હદની આત્માઓ થી સ્નેહ રાખવા વાળી આત્માનાં એમનાં ચહેરા અને ઝલક થી દેખાઈ આવે છે કે કોઈનાં સ્નેહમાં લવલીન છે. એમ પોતાને જ પૂછો કે દરેક કર્મ બાપની સાથે સ્નેહી આત્માનો અનુભવ કરાવે છે. આને જ કહેવાય છે કર્મયોગી. કર્મયોગી કે સહજ રાજયોગી ની પરિભાષા ઘણી ગુહ્ય છે. કર્મયોગી કે સહજ રાજયોગી નો દરેક સંકલ્પ બાપનાં સ્નેહ નાં વાઇબ્રેશન ફેલાવવા વાળો હશે જેમ જડ ચિત્રો પણ શાંતિ નાં અલ્પકાળ નાં વાઇબ્રેશન હજી સુધી પણ આત્માઓ ને આપવાનું કાર્ય કરી રહ્યાં છે તો અવશ્ય ચૈતન્ય રુપ માં સંકલ્પ દ્વારા, વાણી દ્વારા, કર્મ દ્વારા વિશ્વમાં સદા સુખ-શાંતિ, બાપનાં સ્નેહ નાં વાયબ્રેશન ફેલાવવાનું કર્તવ્ય કર્યું છે. ત્યારે તો જડ ચિત્રોમાં પણ શાંતિ છે. જ્યારે વિજ્ઞાન નાં સાધન ગરમી કે શરદી નાં વાઈબ્રેશન નું વાયુમંડળ બનાવી શકે છે તો માસ્ટર સર્વશક્તિમાન પોતાનાં સાઈલેન્સ અર્થાત્ યાદની શક્તિ થી પોતાની લગન ની સ્થિતિ દ્વારા જે વાયુમંડળ તથા વાયબ્રેશન ફેલાવવા ઈચ્છે એ બધું બનાવી શકે છે. એવી પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. હમણાં-હમણાં સુખ અથવા શાંતિ નું વાયુમંડળ કે શક્તિરુપ નું વાયુમંડળ બનાવી શકો છો. જે વાયુમંડળ ની અંદર જે પણ આત્માઓ હોય એ અનુભવ કરે કે અહીંયા દુઃખ થી સુખનાં વાયુમંડળ માં આવી ગયાં છીએ. અનુભવ કરે કે અહીંયા બહુ સુખ મળી રહ્યું છે. જેમ એરકન્ડિશન માં ઠંડી કે ગરમી નો અનુભવ કરે છે કે સાચે જ ગરમી થી ઠંડી હવામાં આવી ગયાં છીએ. ઠંડી થી ગરમી માં આવી ગયાં છીએ. એમ તમારી ચલન અને ચહેરા દ્વારા તમારી સંકલ્પ શક્તિ દ્વારા સુખ શાંતિ અને શક્તિ નો અનુભવ કરે. જેમ એક સેકન્ડ માં અંધકાર થી પ્રકાશ નો અનુભવ કર્યો ને. એમ આજકાલ નાં મનુષ્ય પોતાની શક્તિ થી અનુભવ નહીં કરી શકે પરંતુ આપ સૌએ પોતાની પ્રાપ્તિ નાં આધાર થી, યાદ નાં આધાર થી અનુભવી બનાવવાં પડશે. આ છે વાસ્તવિક સહજ રાજયોગ અથવા કર્મયોગ ની પરીભાષા. સ્વયં પ્રતિ શાંતિ કે શક્તિ નો અનુભવ કર્યો એ કોઇ મોટી વાત નથી પરંતુ પોતાની યાદ ની શક્તિ દ્વારા હવે વિશ્વમાં વાઈબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવો. ત્યારે કહેવાશે નંબરવન સહજ રાજ્યોગી. ફક્ત સ્વયં સંતુષ્ટ નહીં રહી જાઓ, સંતુષ્ટ રહેજો અને સર્વ ને સંતુષ્ટ કરવાનાં છે. આ છે યોગી નું કર્તવ્ય. અચ્છા.
બાપ દ્વારા સદા ખુશ રહેવાનું સાધન મળેલું છે ને. કેવી પણ પરિસ્થિતિ હોય પરંતુ તમારી પાસે સાધન છે તો સદા ખુશ રહેશો. ફક્ત બાપને યાદ કરવાનું સાધન જ બહુ મોટું છે. બાબા કહેવું અને ખુશી પ્રાપ્ત થવી. આવું સાધન સદા ઉપયોગ કરતાં રહો. બાબા શબ્દ યાદ કરવો અર્થાત્ સ્વીચ ઓન થવી. જેમ સ્વીચ ઓન કરવાથી અંધકાર ભાગી જાય છે. એમ જ બાબા કહેવું અર્થાત્ આ અંધકાર કે દુઃખ-અશાંતિ, મૂંઝવણ, ઉદાસી, ટેન્શન બધાની સેકન્ડ માં સમાપ્તિ થઈ જાય છે. એવો મંત્ર બાપે આપ્યો છે. એક જ શબ્દ નો તો મંત્ર છે, ફક્ત બાબા. કેવો પણ સમય હોય આ મંત્ર એક સેકન્ડમાં પાર કરી લેવા વાળો છે. ફક્ત આ મંત્ર ને વિધિપૂર્વક સમય પર કાર્ય માં લગાવો. આ એક શબ્દ નો મંત્ર વન્ડરફુલ જાદુ કરવા વાળો છે. આ એક શબ્દ નાં મંત્ર દ્વારા જે ઈચ્છો એ લઈ શકો છો. ભલે સુખ શાંતિ, ભલે શક્તિ, આનંદ જે ઈચ્છો બધી પ્રાપ્તિ કરાવવા વાળો મંત્ર છે. એટલે જાદુ મંત્ર કહેવાય છે. બાપ તો સદા એ જ બાળકો પ્રતિ કામના કરે છે કે બાપ સમાન બેહદ નાં સેવાધારી બનવાનું છે. તે બધી છે હદની જવાબદારીઓ પરંતુ બાપની જવાબદારી છે બેહદ ની. તો બેહદની જવાબદારી માં બાપ સમાન બનવું પડે ને. જેમ હદની જવાબદારી નિભાવવામાં સમય, શક્તિ આપવી પડે છે ને. તો બાપની આ શુભકામના પણ પૂરી કરવાની જ છે. હવે રાજયોગી બનવાનું છે. રાજયોગી રાજરાજેશ્વર બનશે. તો પહેલી સ્ટેજ (અવસ્થા) છે રાજયોગી ની. રાજયોગી બનવું કઠીન નથી. ઘરબાર છોડવા વાળા યોગી બનવું કઠીન હોય છે. અચ્છા.
૧૩. આ સમયે બે કાર્યો સાથે-સાથે થઈ રહ્યાં છે. એક તરફ પાછળ નો હિસાબ-કિતાબ ચૂક્તું કરી રહ્યાં છો અને બીજી તરફ ભવિષ્ય અને વર્તમાન પણ જમા કરી રહ્યાં છો. એકનાં લાખ જમા થવાનો સમય હમણાં છે એટલે સદૈવ આ વાત પર અટેન્શન જોઈએ કે દરેક સમયે જમા થાય છે. ચૂક્તું કરતાં સમયે પણ જમા કરી શકો છો. કારણ કે ચૂક્તું કરવાનું સાધન છે યાદ. યાદ થી જમા પણ થાય છે અને ચૂક્તું પણ થાય છે. એવું ન થાય ચૂક્તું કરવામાં જ સમય ચાલ્યો જાય. જો ટ્રસ્ટી બનીને ચૂક્તું કરો છો તો પણ જમા થાય છે. વિધિપૂર્વક કાર્ય કરીને પણ ચૂક્તું ની સાથે-સાથે જમા પણ થશે.
૧૪. સ્વદર્શન ચક્રધારી છો ને. સ્વદર્શન ચક્રધારી સો ભવિષ્ય છત્રધારી. જો સ્વદર્શન ચક્રધારી નથી તો છત્રધારી પણ નથી. સ્વદર્શન ચક્ર અનેક વ્યર્થ ચક્કરો ને સમાપ્ત કરી દે છે. સ્વદર્શન ચક્ર ની આગળ કોઈ ચક્ર થોભી નથી શકતું. સેકન્ડમાં સમાપ્ત થઈ જશે. તો પોતાનાં અલંકાર સદા કાયમ રાખો છો કે ક્યારેક થાકી જાઓ છો? સ્વદર્શન ચક્ર ધારણ કરવું અર્થાત્ હલ્કા રહેવું. હલ્કી વસ્તું જે હોય છે એને સદા ધારણ કરવી મુશ્કેલ નથી હોતી. સ્વદર્શન ચક્રધારી બનવું જ હલ્કા બનવાનું છે. તો નિરંતર આ જ ચક્ર ફરતું રહે. એને છોડશો નહીં કારણ કે પ્રાપ્તિ નો અનુભવ છે ને.
૧૫. જેટલી તરસી આત્માઓની તરસ બુઝાવો છો એટલાં સ્વયં પણ તૃપ્ત આત્મા રહેશો. બીજાને ખુશી આપવી અર્થાત્ સ્વયં ખુશ રહેવું. જેમ દાન આપવાથી ધન વધે છે, એમ અન્ય આત્માઓ ને ખુશી, શાંતિ, શક્તિ આપવાની નથી પણ ભરવાની છે. જ્યારે લગન લાગી જાય છે સેવાની, તો નિંદ્રા માં પણ સ્વપ્ન માં પણ સેવા કરશો. સ્વપ્ન માં પણ સેવા નાં સારા-સારા પ્લાન આવશે, જેમ યોગ દ્વારા ટચિંગ થઇ છે. લગન નું રિટર્ન (વળતર) સ્વપ્ન માં પણ મળે છે, આને કહેવાય છે લગન માં મગન. આપ બાળકોનાં માટે બ્રાહ્મણો નો સંસાર, સંસાર છે બાકી અસંસાર છે. જોતાં હોવા છતાં પણ નથી જોતાં, રહેતાં હોવા છતાં પણ નથી રહેતાં. એટલે જ સેવાધારી નાં સ્વપ્ન માં શું આવશે, બાપ અને સેવા, બીજું કાંઈ છે જ નહીં. અચ્છા.
૧૬. માયાને એક શબ્દ થી મૂર્છિત કરો - એ શબ્દ કયો? ‘બાબા’ જ્યાં બાબા છે ત્યાં માયા નથી. જો દિલ થી, સંબંધ થી, સ્નેહ થી બાબા કહ્યું અને માયા ભાગી. જેમ કેટલો પણ મોટો ડાકુ હોય પણ જ્યારે પકડાઈ જાય તો મોટો ડાકુ પણ બકરી બની જાય છે. તો બાબા શબ્દ નીકળવો અને ડાકુ નું પકડાઈ જવું. માયા જે સેકન્ડ પહેલાં વાઘનાં રુપ વાળી હતી એ સેકન્ડ પછી બકરી બની જાય છે. તો આ સાધન ને સદા સાથે રાખો. બાબા ભૂલ્યાં એટલે બધું જ ભૂલ્યાં. સાધન સહજ છે ફક્ત ઘડી-ઘડી ઉપયોગ કરવાની રીત આવડવી જોઈએ. સેકન્ડ માં પરિવર્તન થાય એને કહેવાય છે ઉપયોગ કરવાની રીત આવડે છે. સદા આ યાદ રાખો મારા બાબા, જ્યારે મારા બાબા આવી ગયું તો માયા ભાગી ગઈ.
૧૭. સહજયોગી ની સ્ટેજ સ્વતઃ બની રહે એની વિધિ:- અમૃતવેલા નાં મહત્વ ને જાણો. અમૃતવેલા છે દિવસ ની આદિ (શરુઆત). જે અમૃતવેલા અર્થાત્ આખાં દિવસ નાં આદિ નાં સમયે પાવરફુલ સ્થિતી બનાવશે તો આખો દિવસ મદદ મળશે. આખાં દિવસ નું જીવન મહાન બની જશે. કારણ કે જ્યારે અમૃતવેલા વિશેષ બાપ થી શક્તિ ભરી લીધી તો શક્તિ સ્વરુપ બની ચાલવાથી મુશ્કેલ નહીં થશે, ભલે કેવું પણ કાર્ય હોય મુશ્કેલી નો અનુભવ નહીં, પરંતુ પ્રાપ્ત શક્તિ નાં આધાર થી સહજ થઇ જશે. આનાથી સહજયોગી ની સ્ટેજ (અવસ્થા) સ્વતઃ બની જશે. અમૃતવેલા ને મીસ (છોડી દેવું) કરવું અર્થાત્ સંગમની વિશેષ પ્રાપ્તિ ને ખતમ કરવી. જે પણ ઈશ્વરીય મર્યાદા છે એ મર્યાદાઓ પૂર્વક જીવન પસાર કરવાથી વિશ્વની આગળ એક્ઝામ્પલ (ઉદાહરણ) બની જાઓ. વિશ્વ તમારાં જીવન ને જોતાં પોતાનું જીવન બનાવશે, તો મર્યાદાની લકીર (રેખા) ની અંદર રહો તો માયા આવી ન શકે. કાંઈ પણ થાય પરંતુ સ્વયં નો ઉમંગ-ઉત્સાહ દરેક સેકન્ડે નવો હોવો જોઈએ. સ્વયંનાં ઉમંગ-ઉત્સાહ નો આધાર સ્વયં છો, એમાં કોઈ બીજું રોકી નથી શકતું, એમાં સદા ચઢતી કળા હોવી જોઈએ. થોભવું કામ છે કમજોરો નું. અચ્છા.