Search for a command to run...
14 Nov 1978
સમય ની પોકાર
14 November 1978 · ગુજરાતી
સદા સ્વયં ને ઊંચે થી ઊંચા બાપ નાં ડાયરેક્ટ ઈશ્વરીય સંતાન સમજતાં સદા સમર્થ સ્થિતિ માં રહો છો? જેમ બાપ સદા સમર્થ છે તેમ બાપ સમાન સમર્થ બન્યાં છો? વર્તમાન સમય નાં પ્રમાણે જ્યારે આપ સૌ પહેલાથી જ સમયની ચેલેન્જ પ્રમાણે એવર રેડી છો તો સમય પ્રમાણે હવે વ્યર્થ નું ખાતું નામ માત્ર હોવું જોઈએ. જેમ કહેવત છે ને લોટ માં મીઠું સમાન. એમ સમર્થ નું ખાતું ૯૯ ટકા હોવું જોઈએ, ત્યારે જ ભવિષ્ય નવી દુનિયામાં ૧૦૦ ટકા સતોપ્રધાન રાજ્ય નાં અધિકારી બની શકશો. હવે તો ભવિષ્ય રાજ્ય કે તમારાં પોતાનું રાજ્ય આપ સૌનું આહવાન કરી રહ્યું છે-કોનું આહવાન કરી રહ્યું છે? સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ આત્માઓનું. સમય પ્રમાણે વર્તમાન અવસ્થા નો ચાર્ટ નીકાળો? સમર્થ કેટલું અને વ્યર્થ કેટલું? સંકલ્પ અને સમય બંને નો ચાર્ટ રાખો. આખાં દિવસની દિનચર્યા માં કયું ખાતું વધારે હોય છે! જો હજી સુધી પણ વ્યર્થ નું ખાતું ૫૦% કે ૬૦% છે તો એવાં પરિણામ વાળા ને કયાં સમય નાં રાજ્ય અધિકારી કહેશો? શું સતયુગ નાં પહેલાં રાજ્ય નાં કે સતયુગ નાં મધ્યકાળ નાં કે ત્રેતા નાં આદિકાળ નાં? આદિકાળ નાં વિશ્વ અધિકારી એ જ બની શકે જે આત્માઓ નો વર્તમાન સમય, સંકલ્પ અને સમય પર અધિકાર છે. એવી અધિકારી આત્માઓ જ વિશ્વની આત્માઓ દ્વારા સતોપ્રધાન આદિકાળ માં સર્વ નો સત્કાર પ્રાપ્ત કરી શકે છે.
પહેલાં સ્વરાજ્ય પછી છે વિશ્વનું રાજ્ય. જે સ્વરાજ્ય નથી કરી શકતાં તે વિશ્વ નાં રાજ્ય અધિકારી નથી બની શકતાં. એટલે હવે સ્વયં પોતાને ચેક કરો. અંતરમુખી બની સ્વચિંતન માં રહો. જે આદિ માં પહેલા દિવસ ની પહેલી (રહસ્ય) સંભળાવાય છે “હું કોણ?” હવે ફરીથી એ જ પહેલી ને પોતાનાં સંપૂર્ણ સ્ટેજ નાં પ્રમાણે, શ્રેષ્ઠ સ્થિતિ નાં પ્રમાણે બાપ દ્વારા પ્રાપ્ત ટાઇટલ નાં પ્રમાણે ચેક કરો, વ્હોટ એમ આઈ (હું શું છું)? આ પહેલી હવે ઉકેલવાની છે. પોતાનાં આખાં દિવસ ની સ્થિતિ દ્વારા સ્વયં ને જાણી શકો છો કે આદિકાળ નાં અધિકારી છો કે સતયુગ નાં કે મધ્યકાળ નાં અધિકારી છો? જ્યારે લક્ષ છે આદિકાળ નાં અધિકારી બનવાનું તો એ જ પ્રમાણે પોતાનાં વર્તમાન ને સદા સમર્થ બનાવો. જ્ઞાન નાં મનન ની સાથે પોતાની સ્થિતિ ની ચેકિંગ બહુ જરુરી છે. દરેક દિવસ નાં જમા થયેલાં ખાતા માં સ્વયં થી સંતુષ્ટ છો કે હજી સુધી પણ એ જ કહો છો કે જેટલું ઇચ્છીએ છે એટલાં નથી. હજી સુધી આવું પરિણામ ન હોવું જોઈએ. જે સ્વયં થી સંતુષ્ટ નહીં હશે તે વિશ્વની આત્માઓ ને સંતુષ્ટ કરવા વાળા કેવી રીતે બની શકશે. સતયુગ નાં આદિકાળ માં આત્માઓ તો શું પ્રકૃતિ પણ સંતુષ્ટ છે, કારણ કે સંપૂર્ણ છે, તો સંતુષ્ટમણી બનો. સમજ્યાં હવે શું કરવાનું છે?
સેવાનું સાધન જે હજી સુધી છે એ પ્રમાણે સેવા તો કરી જ રહ્યાં છો - લગન થી કરી રહ્યાં છો, મહેનત પણ બહુ કરો છો, ઉમંગ-ઉલ્લાસ પણ ખુબ સારો છે, પરંતુ સેવાની સાથે વિશ્વની સેવા અને સ્વયં ની સેવા હોય. વિશ્વ નાં પ્રતિ પણ રહેમદિલ અને સ્વયં પ્રતિ પણ રહેમદિલ બનો. બંને સાથે-સાથે જોઈએ. સમય ની પ્રતીક્ષા નથી કરવાની કે ત્યાં સુધી સંપન્ન થઈ જઈશું. જ્યારે આત્માઓને કહો છો કે કાલે નહીં પણ આજે, આજે નહીં પણ હમણાં કરો, એમ પહેલાં સ્વયં થી વાતો કરો - એવાં એવર રેડી (સમય થી પહેલાં તૈયાર) છો? સદા આ સ્મૃતિ રહે છે કે હમણાં નહીં તો ક્યારેય નહીં. એવી સ્વયં થી રુહરુહાન કરો. અચ્છા. સંભળાવ્યું તો ઘણું છે - હવે બાપ શું ઈચ્છે છે? હવે સંભળાવવાનો સમય નથી પરંતુ જોવાનો સમય છે. બાપ એક-એક રતન ને સંપન્ન અને સંપૂર્ણ જોવા ઈચ્છે છે. સમજ્યાં.
એવી ઈશારા થી સમજવા વાળી, સાંભળવા અને કરવામાં સમાનતા લાવવા વાળી, સદા સમર્થ બાપ ની સમર્થ યાદ માં રહેવા વાળી, સમર્થ સ્થિતિ માં રહેવા વાળી સફળતા મૂર્ત શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદપ્યાર નમસ્તે.
દાદીઓની સાથે મુલાકાત:- મહારથીઓ ને જોઈને બધાં ખુશ થાય છે, કેમ ખુશ થાય છે? કારણ કે મહારથી સાકાર બાપ નાં સમાન બધાની આગળ સાકાર રુપ માં સંપન્ન અને શ્રેષ્ઠ છે. એટલે મહારથીઓને જોઈ બાપ પણ હર્ષિત થાય છે કારણ કે સમાન છે. તો સમાન ને જોઈ હર્ષ થાય છે. સંગમ પર જ બાપ બાળકો ને સેવા નાં તખ્તનશીન બનાવે છે - આ સંગમયુગ ની રીત પોતાનાં હાથે થી ભવિષ્યમાં પણ તખ્તનશીન બનાવશે. સ્વયં ગુપ્ત રુપમાં તખ્તનશીન બાળકો ને જુએ પણ છે, સહયોગી પણ છે પરંતુ પ્રેક્ટિકલ તખ્તનશીન બાળકો ને જ બનાવે છે. આ રીત હમણાં થી જ આરંભ થાય છે.
કરન કરાવનહાર છે-તો કરનહાર નો પણ પાર્ટ ભજવ્યો અને હવે કરાવનહાર નો પણ પાર્ટ ભજવી રહ્યાં છે. બાપ નું તખ્ત હોવાનાં કારણે તખ્તનશીન બનવામાં બોજ અનુભવ નથી થતો, કારણ કે બાપ નું તખ્ત છે ને. અને બાપે સ્વયં તખ્તનશીન બનાવ્યાં. આ નિમિત્ત બનવાનું તખ્ત કેટલું સહજ છે. તખ્ત ની વિશેષતા છે, આ તખ્ત માં જ વિશેષ જાદુ ભરેલું છે, જે મુશ્કેલ, સેકન્ડ માં સહજ થઈ જાય છે. આ નિમિત્ત બનવાનું તખ્ત સમય પ્રમાણ, ડ્રામા પ્રમાણ સર્વશ્રેષ્ઠ તખ્ત અને અતિ સફળતા સંપન્ન તખ્ત ગવાયેલું છે. જે પણ તખ્ત પર બેસે સફળતા મૂર્ત. આ અનાદિ આદિ વરદાન છે તખ્ત ને. આ તખ્ત નાં તખ્તનશીન પણ ગુહ્ય રહસ્ય અને રાજયુક્ત આત્માઓ જ બને છે. બાપદાદા મહારથીઓને વર્તમાન સમયે પણ ડબલ તખ્તનશીન જુએ છે. દિલતખ્ત તો છે જ પરંતુ આ નિમિત્ત બનવાનું તખ્ત બહુ થોડા ને પ્રાપ્ત થાય છે. આ પણ રાઝ (રહસ્ય) બહુ ગુહ્ય છે. અચ્છા.
મધુબન નિવાસી ભાઈઓ થી:- મધુબન નિવાસીઓએ બહુ સાંભળ્યું છે બાકી સાંભળવાનું કંઈ રહ્યું છે? સન્મુખ સાંભળ્યું, રિવાઇઝ કોર્સ સાંભળ્યો હવે બાકી શું સાંભળવાનું રહ્યું? જેટલાં તીર ભર્યા છે એટલાં છોડ્યાં છે? મધુબન નિવાસીઓ ને ત્રણ પ્રકારની સેવા નો ચાન્સ છે - કયાં પ્રકારની સર્વિસ નો વિશેષ ચાન્સ છે? વિશેષ મધુબન નિવાસીઓને સહજ સર્વિસ નું સાધન આ વરદાન ભૂમિ કે ચરિત્ર ભૂમિ નો આધાર છે, આ ભૂમિ નાં ચરિત્ર ની મહિમા જો કોઈ આત્માને સંભળાવો તો જેમ ગીતા સાંભળવામાં એટલો રસ નથી લેતાં જેટલો ભાગવત સાંભળવામાં, તો એવાં પ્રેક્ટિકલ ચરિત્ર સંભળાવવાનું સાધન મધુબન વાળાઓ ને છે. આ સ્થાન અને ચરિત્ર નો પણ પરિચય આપો તો આત્માઓ ખુશીથી નાચવાં લાગશે. જ્યારે પણ કોઈ આવે છે તો વિશેષ ચરિત્ર ભૂમિ ને જાણવા અને અનુભવ કરવા આવે છે તો મધુબન નિવાસી ભાગવત દ્વારા સર્વિસ કરી શકે છે કે અહીંયા આવું થાય છે. તો તમે લોકો આ ધરણી ની વિશેષતા નું મહત્ત્વ સંભળાવાનાં નિમિત્ત છો. જે નજર થી બધી આત્માઓ એક-એક રતન ને જુએ છે એ જ રીતે એમને બાપ ની તરફ આકર્ષિત કરો તો કેટલી સેવા છે? અહીંયા બેઠાં પ્રજા બની શકે છે કે ફેમિલી બની શકે છે. જેમ તાજમહેલ નાં ગાઈડ (માર્ગદર્શક) કેટલાં રમણીકતા થી તામહેલ નો ઈતિહાસ સંભળાવે છે એમ ચરિત્ર સંભળાવો તો એમને સહજ જ યાદ રહેશે અને સેવા નું ફળ તમને મળી જશે. જે પણ આવે એમને ખુશી-ખુશી થી, ઉમંગ થી, લગન થી, મહત્વ માં સ્થિત થઈને જો મહત્વ સંભળાવો તો બહુ અધિક ફળ લઈ શકો છો - આવી સેવા કરવાથી ખુબ ખુશી રહેશે. તો સેવા પણ રહે, યાદ પણ રહે અને પ્રાપ્તિ પણ રહે બીજું શું જોઈએ? એવા લકી (ભાગ્યશાળી) છો મધુબન નિવાસી.
આ વર્ષમાં વિશેષ સ્વયં અને સેવા નું બેલેન્સ (સંતુલન) જોઈએ. સેવાની સાથે સ્વયં નું વ્યક્તિત્વ અને પ્રભાવ અથવા ધારણા મૂર્ત નો પ્રભાવ સોનામાં સુગંધ ભળવાનું કામ કરશે. કોઈપણ જુએ તો અનુભવ કરે જ્ઞાનમૂર્ત અને ગુણમૂર્ત. બંનેની સમાનતા દેખાઈ આવે. હજી સુધી અવાજ આવે છે કે જ્ઞાન ઊંચું છે પરંતુ ચલન એવી નથી. તો બંને નાં બેલેન્સ નું અટેંશન રાખવાથી પ્રજા કે વારિસ દેખાઈ આવશે. સર્વિસ નાં સાધન તો બહુ છે - હજી ધર્મ નેતાઓ સુધી નથી પહોંચ્યાં, જે લાસ્ટ યુદ્ધ છે, જેનાથી ચારે તરફ આવાજ ફેલાઈ જાય. આ થશે જ્ઞાન ની વાત થી. જેમ ગીતાનાં ભગવાન ની વાત થી નામ પ્રસિદ્ધ થવાનું છે. આનાં માટે નાના-નાના ગ્રુપ બનાવી ને ચારે તરફ પહેલાં થોડાં પોતાના સહયોગી બનાવો, વિદ્યાર્થીઓની સ્પર્ધા રાખીને, પછી એમાંથી એક પસંદ કરો. એમ દરેક સ્થાન પર નાના-નાના ગ્રુપ બને અને પછી એ બધાનું એક જગ્યા પર સંગઠન થાય પછી નામ પ્રસિદ્ધ થશે. આ વર્ષ છે જ છે જ નામ પ્રસિદ્ધ કરવાનું વર્ષ. અચ્છા.