Search for a command to run...
1 Apr 1978
નિરંતર યોગી જ નિરંતર સાથી છે
1 April 1978 · ગુજરાતી
આજે માયાજીત વિજયી રત્નોનું વિશેષ સંગઠન છે. આજ નાં સંગઠન માં બાપદાદા કયાં બાળકો ને જોઈ રહ્યાં છે? જે આદિ થી અંત સુધી બાપદાદા નાં સદા ફેથફૂુલ (વફાદાર), સદા બાપ નાં કદમો પર કદમ રાખવા વાળા, સદા નાં સહયોગી અને સાથી છે. દરેક સમય બાપ અને સેવા માં મગન રહેવા વાળા, સદા શ્રેષ્ઠ મર્યાદાઓની લકીર થી સંકલ્પ માં પણ બહાર ન નીકળવા વાળા મર્યાદા પુરુષોત્તમ, એવાં બાળકો જે સદા દર સેકન્ડ દર સંકલ્પ માં જન્મ-જન્મ સાથે રહે છે. જે હમણાં બાપ થી વાયદો નિભાવે છે કે તમારી સાથે બેસું, તમારી સાથે દર સેકન્ડ દર કર્મ માં સાથ નિભાવું, એવા વાયદા ને નિભાવવા વાળા સપૂત બાળકો ને બાપ પણ જન્મ-જન્માંતર સાથી ભવ નું વરદાન હમણાં આપે છે. સાકાર બાપ ની સાથે ભિન્ન નામ રુપ થી પૂજ્ય માં પણ સાથી અને પૂજારીપણા માં પણ સાથી. જ્ઞાની તૂ આત્મા બનવામાં પણ સાથી અને ભક્ત આત્મા બનવામાં પણ સાથી. એવાં સદા સાથી નું કે તત્વમ નું વરદાન એવી વિશેષ આત્માઓ ને હમણાં પ્રાપ્ત થાય છે.
દરેક મહારથીએ સ્વયં ને ચેક કરવાનું છે કે વર્તમાન સમયે બાપદાદા નાં ગુણો, જ્ઞાન અને સેવા માં સમાનતા અને સાથીપણું ક્યાં સુધી છે? સમાનતા જ સમીપતા ને લાવશે. હમણાંની સ્ટેજ (અવસ્થા) અને ભવિષ્ય સ્ટેજ માં અને દરેક સેકન્ડ સાથીપણા નો અનુભવ જન્મ-જન્માંતર પણ નામ રુપ સંબંધ થી સાથ નાં અનુભવ નાં નિમિત્ત બનશે. વિકર્માજીત બનવામાં પણ સાથી અને રાજા વિક્રમ (વિક્રમાદિત્ય) બનવાનાં સમયે પણ સાથી. દરેક પાર્ટમાં દરેક વર્ણ માં સાથે-સાથે હશે. એનું પણ ગાયન છે સાથે જીવશું સાથે મરશું અર્થાત્ સાથે ચઢશું સાથે પડશું. ચઢતી કળા, ઉતરતી કળા દિવસ અને રાત, બંને માં નિરંતર યોગી, નિરંતર સાથી. જેટલાં હમણાં સંગમ પર સાથ નિભાવવામાં સંપૂર્ણ છો એટલાં જ સમીપ નાં સંબંધી બનવામાં પણ સમીપ હોય છે. વિશ્વની નંબરવન શ્રેષ્ઠ આત્મા નું પણ ડ્રામા ની અંદર મહત્વ છે. એવાં નંબરવન આત્મા નાં સદા સંબંધ માં રહેવા વાળી આત્માઓનું પણ મહત્વ થઈ જાય છે. જેમ આજકાલ પણ અલ્પકાળ નાં સ્ટેટ્સ ને પામવા વાળી આત્માઓ કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બને છે તો એમની સાથે એમનાં પરિવાર નું પણ મહત્વ થઈ જાય છે તો સદાકાળ ની શ્રેષ્ઠ આત્માઓનાં સંબંધ માં આવવા વાળી આત્માઓનું મહત્વ કેટલું ઊંચું હશે. હમણાં થોડી હલચલ થવા દો પછી જુઓ આદિ જૂની આત્માઓ જે સદા સાથ નો સંબંધ નિભાવતી આવી છે એમનું કેટલું મહત્વ થાય છે. જેમ જૂની વસ્તુઓનું મહત્વ રાખે છે, મૂલ્યવાન સમજે છે તેમ આપ આત્માઓનાં મૂલ્ય નું વર્ણન કરતાં-કરતાં ગુણગાન કરતાં-કરતાં સ્વયં ને પણ ધન્ય અનુભવ કરશે. એવી શ્રેષ્ઠ આત્માઓ પોતાને સમજો છો? જેટલાં તમે બાપ નાં ગુણ ગાઓ છો એટલાં જ રિટર્ન માં એવી આત્માઓનાં ગુણગાન કરશે. હમણાં કેમ ગુણગાન નથી કરતાં? સેવા હમણાં કરો છો પરંતુ સંપૂર્ણ ફળ અંતમાં કેમ મળે છે? હમણાં પણ મળે છે પરંતુ ઓછું. એનું કારણ જાણો છો? હમણાં ક્યારેક-ક્યારેક બાપ અને પોતાને ક્યાંક મિક્ષ (ભેગા) કરી દો છો. બાપ નાં ગુણ ગાતાં-ગાતાં પોતાનાં જ ગુણ ગાવાનું શરું કરી દો છો. ભાષા બહુ મીઠી બોલો છો પરંતુ હું-પણા નો ભાવ હોવાનાં કારણે આત્માઓની ભાવના સમાપ્ત થઈ જાય છે. આ જ સૌથી મોટામાં મોટો અતિ સૂક્ષ્મ ત્યાગ છે. આ જ ત્યાગ નાં આધાર પર નંબરવન આત્માએ નંબરવન ભાગ્ય બનાવ્યું અને અષ્ટ રત્ન નંબર નો આધાર પણ આ જ ત્યાગ છે. દર સેકન્ડ, દરેક સંકલ્પ માં બાબા-બાબા યાદ રહે હું-પણું સમાપ્ત થઈ જાય. જ્યારે હું નહીં તો મારું પણ નહીં. મારો સ્વભાવ, મારા સંસ્કાર છે, મારી નેચર છે, મારું કામ કે કર્તવ્ય, મારું નામ, મારી શાન, હું-પણા માં આ મારું-મારું પણ સમાપ્ત થઈ જાય છે. હું-પણું અને મારા-પણું સમાપ્ત થયું-એ જ સમાનતા અને સંપૂર્ણતા છે. સ્વપ્ન માં પણ હું-પણું ન હોય, આને કહેવાય છે, અશ્વમેધ યજ્ઞ માં હું-પણા નાં અશ્વ ને સ્વાહા કરવો. આ જ અંતિમ આહુતિ છે અને આનાં જ આધાર પર અંતિમ વિજય નાં નગાડા વાગશે. સંગઠન રુપ માં આ અંતિમ આહુતિ નો દિલ થી આવાજ ફેલાવો. પછી આ પાંચ તત્વ સદા સર્વ પ્રકાર ની સફળતાઓની માળા પહેરાવશે. હજી સુધી તો તત્વ પણ સેવા માં ક્યાંક-ક્યાંક વિઘ્ન રુપ બને છે. પરંતુ સ્વાહા ની આહુતી આપવાથી આરતી ઉતારશે. ખુશી નાં વાજા વગાડશે. બધી આત્માઓ પોતાની લાંબાકાળ ની ઇચ્છાઓની પ્રાપ્તિ કરતાં મહિમા નાં ઘુંઘરુ પહેરી નાચશે. ત્યારે તો અંતિમ ભક્તિ નાં સંસ્કાર મર્જ થશે. એવી ભક્ત આત્માઓ ને ભક્તપણા નું વરદાન પણ હમણાં જ આપ ઇષ્ટ દેવ આત્માઓ દ્વારા મળશે. કોઈને ભક્ત તૂ આત્મા નું વરદાન, કોઈને આત્મજ્ઞાની ભવ નું વરદાન. સર્વ આત્માઓને હમણાં વરદાની બની વરદાન આપશો. સાકારી રાજ્ય કરવાવાળાઓને રાજ્ય પદ નું વરદાન આપશો. એવાં વરદાની મૂર્ત, કામધેનુ આત્માઓ બન્યાં છો? જે આત્મા જે માંગે તથાસ્તુ. એવી આત્માઓ ને સદા સમીપ અને સાથી કહેવાય છે. અચ્છા.
એવાં સદા શૂરવીર સદા તખ્ત અને તાજધારી, દર સેકન્ડ દર સંકલ્પ માં શ્રેષ્ઠ ત્યાગ થી શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળી, દરેક કદમ માં ફોલો કરવા વાળી, દરેક સમય સર્વ ખજાનાઓથી સંપન્ન અખૂટ ખજાનાઓથી સદા સંપન્ન રહેવા વાળી, લક્ષ અને લક્ષણ સદા સંપૂર્ણ રાખવા વાળી એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીજી થી મુલાકાત:-ભવિષ્યનો પ્લાન બનાવવાનો છે, એનાં માટે સંગઠન ભેગું કર્યુ છે? શું પ્લાન (યોજના) બનાવશો? જે પણ કર્યું છે એ તો બહુ સારું કર્યું અને હવે જે કરશો તે પણ સારું. કોઈ પણ પ્રોગ્રામ કે પ્લાન ની સફળતાં નો આધાર શું હોય છે? રિવાજી રીતે પણ કોઈ કાર્ય ની સફળતા નો આધાર શું હોય છે? કોઈ પણ પ્રોગ્રામ ને સફળ બનાવવા ઇચ્છો છો તો શું વિચારો છો? હમણાં જે કોન્ફરન્સ (સંમેલન) કરી તો એની વિશેષ સફળતાનો આધાર વિશેષ વ્યક્તિ ની પર્સનાલિટી (વ્યક્તિત્વ) નો રહે છે. જેવી પર્સનાલિટી વાળા આવશે એવો અવાજ બુલંદ થશે. જ્યારે પણ તમે પ્રોગ્રામ બનાવો છો તો વિશેષ અવાજ બુલંદ કરવાનું લક્ષ રાખીને પ્લાન બનાવો છો. વિશેષ પર્સનાલિટી વાળા આવે જેનાંથી સ્વતઃ જ અવાજ બુલંદ થઈ જાય. તો પર્સનાલિટી સાધન બની જાય છે. લૌકિક પર્સનાલિટી વાળા બહાર નો આવાજ ફેલાવવાનાં નિમિત્ત બને છે, તેમ આપ વિશેષ નિમિત્ત બનેલાં સેવાધારીઓની વર્તમાન સમય સેવા માં પર્સનાલિટી જોઈએ. પર્સનાલિટી મનુષ્ય ને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો વર્તમાન સમય ની પર્સનાલિટી કઈ જોઈએ? પ્યોરિટી (પવિત્રતા) જ પર્સનાલિટી છે. જેટલી-જેટલી પવિત્રતા હશે તો પવિત્રતા ની પર્સનાલિટી સ્વયં જ સર્વ નું મસ્તક ઝુકાવશે. જેમ ડ્રામા ની અંદર સન્યાસીઓની આગળ પણ મસ્તક ઝૂકાવે છે, પવિત્રતાની પર્સનાલિટી નાં કારણે. પવિત્રતા ની પર્સનાલિટી મોટા-મોટા લોકો નાં પણ મસ્તક ઝુકાવે છે. તો વર્તમાન સમય પવિત્રતા ની પર્સનાલિટી નાં આધાર પર મસ્તક ઝુકશે. અગરબત્તી ની સુગંધ ખેંચે છે ને, તેમ આવવાથી જ પવિત્રતાની સુગંધ અનુભવ થાય. જ્યાં જુએ ત્યાં પવિત્રતા જ પવિત્રતા નજર આવે. વર્તમાન સમયે આનો જ અનુભવ કરવા ઈચ્છે છે. જે ચારે તરફ નજર નથી આવતી. ભલે કેટલી પણ મહાન આત્મા હોય, નામ છે પરંતુ પવિત્રતા નાં વાઈબ્રેશન નથી કારણ કે તે સિદ્ધિ નાં નામ, માન, શાન ને સ્વીકાર કરી લે છે. એટલે પવિત્રતા નાં વાઈબ્રેશન ક્યાંય નથી આવતાં. અલ્પકાળ ની પ્રાપ્તિનું આકર્ષણ હોય છે પરંતુ પવિત્રતા નું આકર્ષણ નથી હોતું. હવે પ્રેક્ટિકલ જીવન માં પવિત્રતા ની પર્સનાલિટી જોઈએ જે પર્સનાલિટી સ્વયં જ આકર્ષણ કરે. ક્યાંય પ્રાઇમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) આવે છે, પર્સનાલિટી છે તો બધાં સ્વત: જ ભાગે છે ને. તો આ પર્સનાલિટી સૌથી નંબરવન છે. હવે આ પ્લાન બનાવો. ધર્માત્માઓને પણ આકર્ષિત કરવા વાળી પણ આ પર્સનાલિટી છે. તેઓ અનુભવ કરે કે જે અમારી પાસે વસ્તુ નથી તે અહીંયા છે. નહીં તો સમજે છે-હાં, કન્યાઓ માતાઓ છે, કામ સારું કરી રહી છે, એ જ ભાવના થી જુએ છે પરંતુ પર્સનાલિટી સમજીને સામે આવે કે આ વિશ્વની મોટામાં મોટી પર્સનાલિટી છે. સમજ્યાં કાંઇ બીજું હતાં અને જોયું કાંઇ બીજું - એવો અનુભવ કરે. જે અમારી બુદ્ધિ માં વાત નથી તે આ લોકો નાં પ્રેક્ટિકલ જીવન માં છે. આ છે મહારથી ને નીચે પાડવાં. જેમ કીડી હાથી ને પાડી દે છે ને. તો આ પર્સનાલિટી માં ઝુકી જાય. હવે સ્વયં નું સ્વરુપ સર્વ પ્રાપ્તિઓનાં ચુંબક નું સ્વરુપ જોઈએ, જે સ્વયં જ સર્વ આકર્ષિત થાય. જ્યાં જુએ, જેને જુએ પ્રાપ્તિ નો અનુભવ થાય. તો પ્રાપ્તિ જ ચુંબક છે અને સર્વ પ્રાપ્તિ સ્વરુપ જ ચુંબક છે.
હમણાં મહેનત, શક્તિ અને ધન પણ લગાવવું પડે છે પછી આ બંનેનું કામ આ પવિત્રતા ની પર્સનાલિટી જ કરશે. હજું વાઈબ્રેશન નથી બદલાયાં. હજું પણ ભિન્ન નજર થી જુએ છે. હવે પોતાનાં વાઈબ્રેશન દ્વારા જે છે જેવાં છો તેવી નજર થી જોઈને વાઈબ્રેશન ફેલાવો અને પોતાની વરદાની, મહાદાની વૃત્તિ થી વાઈબ્રેશન અને વાયુમંડળ ને પરિવર્તન કરો. હજી સુધી બિચારા તડપતાં શોધી રહ્યાં છે ક્યાં જઈએ. તરસી આત્માઓ ને હજી સાગર અને નદીઓ ને સાચાં સ્થાન નો પરિચય નથી મળ્યો એટલે વધારે શોધે છે. તો પોતાનાં લાઈટહાઉસ સ્વરુપ થી મંઝિલ નો રસ્તો બતાવો. અચ્છા.
જાનકી દાદી થી:- લંડન માં પણ ધર્માત્માઓ ને ચાન્સ (તક) છે. જે પણ તક લો એમાં રુહાનિયત નાં આકર્ષણ નું દૃશ્ય જરુર હોય. જેમ તીર્થસ્થાન પર શાંતિ કુંડ કે ગતિ-સદ્દગતિ નાં કુંડ બનાવે છે ને. તો એમ સમજો કે સર્વ પ્રાપ્તિ કુંડ આ જ છે. ન્યારાપણા નો અનુભવ થાય, સાધારણતા હોય પરંતુ શક્તિશાળી હોય અને આ સત્યતા મહેસૂસ થાય. એવી અવસ્થા લેતાં-લેતાં વિશ્વનું રાજ્ય પણ લઈ લેશે. હમણાં તો ફકત પ્રોગ્રામ નું નિમંત્રણ આપે છે પછી જેમ જડ ચિત્રો ને આંખો અને મસ્તક પર લગાવે છે તેમ આપ સૌને એ નજર થી ક્યાં બેસાડે, શું કરે કાંઈ સુઝશે નહીં. મહિમા માં શું બોલે, શું ન બોલે સૂઝશે નહિં. સંગઠન કરવું સારું છે, સંગઠન થી પણ ઉમંગ-ઉલ્લાસ વધે છે. અચ્છા.