Search for a command to run...
27 Nov 1978
અલ્પકાળ નાં નામ અને માન થી ન્યારા જ સર્વ નાં પ્યારા બની શકે છે
27 November 1978 · ગુજરાતી
આજે બાપદાદા વિશેષ બાળકો થી મિલન મનાવવા આવ્યાં છે, જેમ બાળકો નિરંતર યોગી છે અર્થાત્ બાપ નાં સ્નેહ નાં સાગર માં સદા લવલીન છે, એમ જ બાપ પણ બાળકોનાં સ્નેહ માં નિરંતર બાળકો નાં ગુણ ગાએ છે. દરેક બાળક ની ગુણ માળા અને દરેક બાળક નાં શ્રેષ્ઠ ચરિત્ર નાં ચિત્ર બાપદાદા ની પાસે છે. બાપદાદા ની પાસે બહુ મોટું, બહુ જ સુંદર ચૈતન્ય મૂર્તિઓનું મંદિર કહો કે ચિત્રશાળા કહો સદા સામે છે. દરેક નાં ચિત્ર અને માળા સદા બાપ જોતાં રહે છે. કોઈની માળા મોટી છે, કોઈ ની નાની છે. તમારે બધાએ તો એક બાપ ને યાદ કરવા પડે-બાપદાદાએ તો બધાં બાળકોને યાદ કરવા પડે - એક ને પણ ભૂલી ન શકે. જો ભૂલે તો ફરિયાદ ની માળા પહેરવી પડે. તો બાળકો ફરિયાદ ની માળા પહેરાવે બાપ વિજયી માળા પહેરાવે. બહુ જ હોશિયાર છે બાળકો! મદદ લેવામાં હોશિયાર છે - હિમ્મત રાખવામાં નંબરવાર છે - સાંભળ્યું તો ઘણું છે હવે બાકી શું કરવાનું છે? હવે તો ફકત મિલન મનાવતાં રહેવાનું છે. જેમ હમણાનું મિલન સંપન્ન અવસ્થા (સ્ટેજ) નો અનુભવ કરાવે છે એમ નિરંતર મિલન મનાવો. સાંભળવાનું રિટર્ન (વળતર) સદા બાપ સમાન સંપૂર્ણ સ્વરુપ માં દેખાડો. અનેક તડપતી આત્માઓની પ્રતીક્ષા ને સમાપ્ત કરો - સંપન્ન દર્શનીય મૂર્ત બની અનેકોને દર્શન કરાવો. હવે દુઃખ અશાંતિ ની અનુભૂતિ અતિ માં જઈ રહી છે - એને પોતાની અંતિમ સ્ટેજ દ્વારા સમાપ્ત કરવાનું કાર્ય તીવ્રતા થી કરો. માસ્ટર રચતા ની સ્ટેજ પર સ્થિત થઈ પોતાની રચનાની બેહદ દુઃખ અને અશાંતિ ની સમસ્યા ને સમાપ્ત કરો - દુઃખહર્તા સુખકર્તા નો પાર્ટ ભજવો. સુખ શાંતિ નાં ખજાનાઓથી પોતાની રચના ને મહાદાન અને વરદાન આપો, રચના ની પોકાર સાંભળવામાં આવે છે! કે સ્વયં ની જ જીવન ની કહાની જોવામાં અને સાંભળવામાં વ્યસ્ત છો? પોતાનાં જીવનનાં કર્મો ની કહાની જાણવા વાળા ત્રિકાળદર્શી બન્યાં છો ને. તો હવે દરેક કર્મ અન્ય આત્માઓનાં કલ્યાણ પ્રતિ કાર્યમાં લગાવો. પોતાની કહાની વધારે વર્ણન નહીં કરો - મારું પણ કાંઈક કરો કે મારું પણ કાંઈક સાંભળો, મારો ફેસલો કરવામાં સમય આપો - હવે અનેકોનાં ફેસલા કરવાવાળા બનો - દરેક નાં કર્મ ની ગતિ ને જાણી ગતિ સદ્દગતિ આપવાનો ફેસલો કરો - ફેસિલિટીઝ (સગવડતા) ન લો - હવે દાતા બનીને આપો - કોઈ પણ સેવા પ્રતિ કે સ્વયં પ્રતિ સેલવેશન (સાધન) નાં આધાર પર સ્વયંની ઉન્નતી કે સેવાની અલ્પકાળ ની સફળતા પ્રાપ્ત થઈ જશે પરંતુ આજે મહાન હશો કાલે મહાનતા ની તરસી આત્મા બની જશો. સદા પ્રાપ્તિ ની ઈચ્છા માં રહેશો. નામ થઈ જાય, કામ થઈ જાય એનાં ઇચ્છા માત્રમ્ અવિદ્યા સ્વરુપ નહીં બની શકો. જેમ બાપ નામ રુપ થી ન્યારા છે તો સૌથી વધારે નામ નું ગાયન બાપ નું છે - તેમજ અલ્પકાળ નાં નામ અને માન થી ન્યારા બનો તો સદાકાળ નાં માટે સર્વ નાં પ્યારા સ્વતઃ બની જશો. નામ અને માન નાં ભિખારીપણા નો અંશ માત્ર પણ ત્યાગ કરો - એવા ત્યાગી વિશ્વ નાં ભાગ્ય વિધાતા બની શકશે. કર્મ નાં ફળ ખાવાનાં અભ્યાસી વધારે છે - એટલે કાચું ફળ ખાઈ લે છે - જમા થવાં અર્થાત્ પાકવા નથી દેતાં. કાચું ફળ ખાવાથી શું થાય છે? કોઈને કોઈ હલચલ થઈ જશે. એમ જ સ્થિતિમાં હલચલ થઈ જાય છે. કર્મ નું ફળ તો સ્વતઃ જ તમારી સામે સંપન્ન સ્વરુપ માં આવશે. એક શ્રેષ્ઠ કર્મ કરવાનું સોગુણા સંપન્ન ફળ નાં સ્વરુપ માં આવશે પરંતુ અલ્પકાળ ની ઈચ્છા માત્રમ્ અવિદ્યા હોય. ત્યાગ કરો તો ભાગ્ય આપમેળે જ તમારી પાછળ આવશે. ઈચ્છા - અચ્છા (સારું) કર્મ સમાપ્ત કરી દે છે એટલે ઈચ્છા માત્રમ્ અવિદ્યા. આ વિદ્યાની અવિદ્યા. મહાન જ્ઞાની સ્વરુપ તો છો પરંતુ આમાં વધારે સમજદાર નહીં બનતાં. આ થવું જ જોઈએ. મેં કર્યું, મને મળવું જ જોઈએ - એને ન્યાય નહીં સમજતાં. મારો કાંઇક ન્યાય થવો જોઈએ. ભગવાન નાં ઘરે પણ ન્યાય ન હોય તો ક્યાં ન્યાય મળશે! ક્યારેય પણ એવાં ન્યાય માંગવા વાળા નહીં બનતાં. કોઈ પણ પ્રકાર નાં માંગવા વાળા સ્વયં ને તૃપ્ત આત્મા અનુભવ નહીં કરશે. તો સદા સર્વ પ્રાપ્તિઓ થી તૃપ્ત આત્મા બનો. બ્રાહ્મણ જીવન નું સ્લોગન છે અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ માસ્ટર સર્વશક્તિમાન્ નાં ખજાના માં. આ સ્લોગન સદા સ્મૃતિ માં રાખો. હવે ગુહ્ય જ્ઞાન ની સાથે-સાથે પરિવર્તન પણ ગુહ્ય કરો. મુશ્કેલ લાગે છે શું? અનેકોની મુશ્કેલ ને સહજ કરવાવાળા છો સેલવેશન આર્મી છો.
એવી સદા મહાદાની વરદાની અલ્પકાળ ની ઇચ્છા માત્રમ્ અવિદ્યા વાળી, સ્વયં નાં ત્યાગી સર્વ નું ભાગ્ય બનાવવા વાળી વિધાતા, સદા સંપન્ન અને સંતુષ્ટ રહેવા વાળી, સર્વની સમસ્યાઓનું સમાધાન કરવા વાળી - એવી બાપ સમાન મહાન આત્માઓને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
દાદીઓથી પર્સનલ મુલાકાત:- ખેલાડી બનીને દરેક સમય નો ખેલ જોવામાં મજા આવે છે ને. ખેલાડી ની અવસ્થા સદા હર્ષિત મુખ રહેવાનો અનુભવ કરાવે છે. કોઈ પણ પ્રકાર ની કોઇ પણ વાત, જેને દુનિયા વાળા આપદા સમજે છે પરંતુ ખેલાડી બની ખેલ કરવા વાળા અને ખેલ જોવા વાળા આપદા નાં રુપ ને પણ ખેલ ની જેમ મનોરંજન અનુભવ કરશે. મોટામાં મોટી આપદા પણ મનોરંજન નું દૃશ્ય અનુભવ થાય - આ છે માસ્ટર રચતા ની અવસ્થા. જેમ મહાવિનાશ ને પણ સ્વર્ગ નાં દ્વાર ખોલવાનું સાધન બતાવો છો - ક્યાં મહાવિનાશ અને ક્યાં સ્વર્ગ નાં દ્વાર! તો મહાવિનાશની આપદાઓ ને પણ મનોરંજન નું રુપ આપી દીધું ને. તો એવી કોઈ પણ પ્રકારની નાની-મોટી સમસ્યા કે આપદા મનોરંજન નું રુપ દેખાઈ આવે. હાય-હાય નાં બદલે ‘ઓહો’! શબ્દ નીકળે. આને કહેવાય છે અંગદ નાં સમાન અવસ્થા. જે યોગીઓની સ્ટેજ લોકો વર્ણન કરે છે - દુઃખ પણ સુખ નાં રુપ માં અનુભવ થાય. દુઃખ-સુખ સમાન, નિંદા સ્તુતિ સમાન. આ દુઃખ છે, આ સુખ છે - આનું જ્ઞાન હોવા છતાં પણ દુઃખ નાં પ્રભાવ માં નહીં આવો. દુઃખની પણ બલિહારી સુખ નાં દિવસો આવવાની સમજો. આને કહેવાય છે સંપૂર્ણ યોગી. પરિવર્તન ની શક્તિ એને કહેવાય છે. દુશ્મન ને પણ દોસ્તી માં પરિવર્તન કરી દે, દુશ્મન ની દુશ્મની ચાલી ન શકે. દુશ્મન બની આવે અને બલિહાર બનીને જાય. આ છે શક્તિઓની મહિમા. આવી શક્તિ સેના તૈયાર છે! જ્યારે વિશ્વ ને પરિવર્તન કરવાનો પડકાર કરો છો તો આ શું મોટી વાત છે, આનું સહજ સાધન છે - લેવા વાળા નહીં પરંતુ આપવા વાળા દાતા બનો. દાતા ની આગળ બધાં સ્વયં જ ઝુકે છે. આમ પણ કોઈ વસ્તુ આપો તો તે પોતાનું મસ્તક અને આંખ નીચે કરી લે છે - નિર્માણતા દેખાડવા માટે એવું કરે છે. તે સ્થૂળ યુક્તિ છે અને અહીંયા સંસ્કાર સ્વભાવ થી ઝુકશે. ત્યારે તો દુશ્મન પણ બલિહાર જશે. તો એવી શક્તિ સેના તૈયાર છે?
(બોમ્બે વાળા સિલ્વર જુબલી મનાવી રહ્યાં છે) સિલ્વર જુબલી ભલે મનાવો પરંતુ સ્વયં નાં સંસ્કાર મિલન ની જુબલી પણ મનાવો. એવી જુબલી માં તો બાપદાદા પણ આવી શકે. ભાષણ વાળી જુબલી માં નહીં આવશે - સંસ્કાર મિલન ની જુબલી માં આવશે. હાં પહેલા દેખાડો - બોમ્બે એક ઉદાહરણ બને - સદા વિજયી, સદા નિર્વિઘ્ન, એવી જુબલી મનાવો. તે જુબલી છે લોકો ને જગાડવા માટે, લોકો ને પણ આજકાલ અનુભવ કરાવવા વાળા અનુભવી મૂર્તિઓની જરુર છે. જેમ વિદેશમાં અનુભવ કરાવવાનો આરંભ થયો છે, તેઓ અનુભવ કરે છે કે કોઈ રુહાની શક્તિ બોલી રહી છે. એવી લહેર ભારત માં અનુભવ કરાવો. એવી સિલ્વર જુબલી મનાવો, ટોપિક દ્વારા ટોપ (ઉંચી) સ્ટેજ નો અનુભવ કરાવો, એવો પ્લાન બનાવો. જેમ મંદિર જવાથી જ વૃત્તિ પરિવર્તન થઈ જાય છે તેમ પ્રોગ્રામ માં આવતાં જ કંઈક નવી અનુભૂતિ અનુભવ કરે. અલ્પકાળ નાં માટે કરે તો પણ અલ્પકાળ ની છાપ સ્મૃતિ માં રહી જશે. સમજ્યાં, હવે શું કરવાનું છે. અચ્છા.