Search for a command to run...
21 Jan 1969
‘અટલ અને અખંડ’ - આ સોગાત બુદ્ધિ રુપી તિજોરીમાં સંભાળીને રાખજો
21 January 1969 · ગુજરાતી
આજે જ્યારે વતનમાં ગઈ તો બધાં બાળકોનાં તરફથી બાબા ને યાદ-પ્યાર આપી અને અરજી નાખી. બ્રહ્મા બાબાને પણ અરજી નાખી. તો બ્રહ્મા બાબા એજ બોલ્યા કે મારો હાથ તો શિવબાબાની પાસે છે, જે કરાવશે હું તેજ કરીશ. મેં શિવબાબા ને કહ્યું - બાબા, આટલાં બધાં તમારાં બાળકો આવેલાં છે, તમે બધાંની આશાઓ પૂર્ણ કરવાવાળા છો. બાબા, એક આશા અમારી પૂર્ણ કરી દો - તો બાબાએ તરત એક ડાળ દેખાડી જેની વચમાં લખેલું હતું - ‘ભાવી ટાળે નહીં ટળે’. તો મેં બાબા ને કહ્યું - જો આજ ભાવી છે તો બધાં બાળકો જે ભેગા થયા છે તે શિવબાબા અને બ્રહ્માબાબા-બંનેવ ને મળવા ઈચ્છે છે. બાપદાદાએ કહ્યું - જેમ હંમેશા બાપદાદા બાળકોથી મળે છે તેમ આજે પણ બાળકોથી મળશે. પછી શિવબાબાએ બ્રહ્માબાબા ને કહ્યું કે તમારી શું સલાહ છે. શિવબાબાએ કહ્યું કે જ્યારે બાળક મોટો થઈ જાય છે તો બાપ અને બાળક સમાન હોય છે. તો હું પણ મુરબ્બી બાળકની સલાહ વગર કાંઈ નથી કરી શકતો. પહેલાં બાપ પછી બાળક, હવે છે પહેલાં બાળક પછી બાપ. તો આ વતનમાં જોયું - બંનેવ એક સમાન અને એકબીજાનાં ખુબ સ્નેહ અને પ્રેમ માં હતાં. જેમ બે મિત્રો મળે છે, તેમજ બાપ-દાદા બંનેવ ની પરસ્પર રુહરુહાન ની સીન (દૃશ્ય) દેખાઈ રહી હતી. બ્રહ્માબાબા કહે ‘જે આજ્ઞા’ અને શિવબાબા કહે ‘જે બાળકની સલાહ’. બંનેવ હસી રહ્યાં હતાં. મેં કહ્યું એક સેકન્ડનાં માટે બાળકોથી મુલાકાત કરીને આવો. તે સમયે બંનેની તરફ જોયું તો આંખોથી એવું લાગ્યું કે જે શિવબાબાએ કહ્યું તે બ્રહ્માબાબા ને મંજુર હતું.
“આપને આકારી બનાવવા બાપદાદા હમણાં પણ કાયમ છે અને કાયમ રહેશે. હમણાં બાપદાદા આપ રુહાની રત્નો થી મળી વિદાય લે છે પછી મળશે. જે થાય છે તેમાં કલ્યાણ છે. બાપદાદા અને કલ્યાણ. બીજો કોઈ શબ્દ નહીં.” બસ, બાપદાદા આજ બે મધુર બોલ બોલ્યા અને પાછાં અવ્યક્ત વતન માં જઈને સંદેશી થી કહ્યું - “પ્રેમ અને યાદ - જેમ આ સમયે દરેકની અંદર બાબા જોઈ ને આવ્યાં છે, એવી રીતે જ યાદ અને પ્રેમ હંમેશા કાયમ રાખશે. આ યાદ અને પ્રેમ જેમ એક દોરી છે. આ દોરી કાયમ રાખવાની છે. તે દોરી નાં આધાર થી વચમાં મળતા રહેશું”. બાબાએ કહ્યું - “સ્થાપનાનું કાર્ય જે અને જેમ આદિ થી ચાલ્યું છે અંત સુધી એમ જ ચાલશે, અંતર નહીં. જે બાળકોને બાબા નિમિત્ત રાખે છે તેમનાં દ્વારા બાપદાદા બધાં બાળકોને ડાયરેક્શન આપતા રહેશે અને બાળકો અનુભવ કરતાં રહેશે કે કેવી રીતે બાપદાદાની મળીને ડાયરેક્શન (માર્ગદર્શન) હશે. સંગમયુગ પર બાપ-દાદા બંને અલગ નથી થવાનાં.” બાબાએ કહ્યું “બધાંને બે શબ્દ કહેજો. ‘અટલ અને અખંડ’. આ બાપદાદા બંનેવ ની સોગાત છે. જેમ કોઇ મોટા લોકો ક્યાંય જાય છે તો સોગાત આપે છે. એમ બાપદાદા બંનેવ બે શબ્દોની સોગાત આપે છે અટલ અને અખંડ. આને બુદ્ધિ રુપી તિજોરીમાં એવી રીતે રાખો જે કેટલું પણ કોઈ ચોરી કરવાની કોશિશ કરે, તો પણ સોગાત સાથે રહે.” પછી બાબાએ કહ્યું, “હવે થોડા સમય માટે વિદાય લઉં છું. ફરી જેમ-જેમ કાર્ય હશે ડાયરેક્શન આપતો રહીશ.
---
21-01-1969
બધાં અવ્યક્તમૂર્ત થઇને બેઠાં છો? વ્યક્ત રુપમાં રહેતાં અવ્યક્ત સ્થિતિમાં રહેવાનું છે. જયારે અવ્યક્ત સ્થિતમાં સ્થિત થઈ જશો, તો તે અવ્યક્ત સ્થિતિમાં કોઇ મૂંઝવણ નહીં રહેશે. વર્તમાન સમયે ચાલી રહેલાં બધાં પાર્ટ આપ બાળકોને અતિ શીઘ્ર અવ્યક્ત બનાવવાનાં સાધન છે. ડગમગ થવાની જરુર નથી. શરુમાં યજ્ઞની સ્થાપના પણ અનાયાસ જ થઈ હતી. જયારે તમે શુરુમાં યજ્ઞની સ્થાપનામાં આવ્યાં હતાં તો આપ સર્વથી નિશ્ચયનાં પત્ર લખાવ્યાં હતાં. આજ નિશ્ચય લખાવતા હતાં કે - જો બ્રહ્મા ચાલ્યા જાય, ત્યારે પણ અમારી અવસ્થા, અમારો નિશ્ચય અટલ રહેશે. તે નિશ્ચય-પત્ર યાદ છે? નિશ્ચય તેને કહેવાય છે જેમાં કોઇ પણ પ્રકારનો, કોઈપણ સ્થિતિ અનુસાર, વિધ્ન નાં સમયે સંશય ન આવે. પરિસ્થિતિઓ તો બદલાવાની જ છે, બદલાતી જ રહેશે. પરંતુ તમે જેમ ગીત ગાઓ છો ને - બદલ જાય દુનિયા ન બદલેંગે હમ... તો એવાં જ તમે બધાં નિશ્ચયબુદ્ધિ આજ નાં સંગઠનમાં બેઠેલા છો? તમારી મમ્મા તમને બધાંને કહેતી હતી કે નિશ્ચયનાં જે પણ આધાર અત્યાર સુધી ઊભા છે તે બધાં આધાર નીકળવાના જ છે નીકળવા છતાં પણ તેનો પાયો મજબૂત છે. જો પાયો મજબૂત નથી તો આધાર ની આવશ્યકતા છે. આધાર કયો? બાબા નો આધાર, સંગઠન નો આધાર, પરિવાર નાં નિયમો નો આધાર નહીં છોડતાં. પરંતુ પરીક્ષા નાં સમયે જે સીન (દૃશ્ય) સામે આવે છે તેમાં નિશ્ચય તો નથી તૂટયો. નિશ્ચય અટૂટ હોય છે, તે તોડવાથી તૂટતો નથી. એવાં નિશ્ચય બુદ્ધિ જ ગળાનો હાર છે.
શું બ્રહ્મા તમને બહુજ પ્રિય છે? (હતાં નહીં, પરંતુ છે) તો શું તે નહોતા કહેતાં! વાતો તો બધી કહેલી છે, સમય પર યાદ આવવી જ તીવ્ર પુરુષાર્થ છે. યાદ કરો. એ પણ આપ બાળકોને મજબૂત બનાવવા માટે કહેતાં હતાં - “બાપદાદાએ બાળકોનો એટલો શ્રુંગાર કર્યો છે, તો બાળકો એટલાં શ્રુંગારધારી નથી બન્યાં. એક દિવસ એવો સમય આવશે જે આ બાપદાદાનાં શ્રુંગાર ને યાદ કરશો.” તો હમણાં તે સમય છે. પહેલાં તો તે પોતાને નિરહંકારી, નમ્રચિત કહેતા ઘણાં બાળકોને આ સંભળાવતા હતાં કે - “હું પણ હમણાં સંપૂર્ણ નથી બન્યો. હું પણ હમણાં નિરંતર દેહી અભિમાની નથી બન્યો.” પરંતુ તમે પોતાનાં અનુભવનાં આધાર થી ત્રણ-ચાર મહિનાની અંદર ધ્યાન આપ્યું હશે, સમ્મુખ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે તો અનુભવ કર્યો હશે કે આ બ્રહ્મા હવે સાકારી નહીં પરંતુ અવ્યક્ત આકારી રુપધારી છે. થોડાક વર્ષ પહેલાં બ્રહ્મા નાની-નાની વાતો સાંભળતા હતાં, સમય આપતા હતાં. પરંતુ હવે શું જોયું? આ નાની-નાની વાતોને ન સાંભળવાનું કારણ એજ હતું કે આ સમય નિરંતર યાદમાં વીતે. શું આપ બાળકોએ તેમનાં તન દ્વારા ક્યારેય નોંધ નથી કર્યું કે તેમનાં મસ્તક માં તારો ચમકતો જોવામાં આવતો હતો? અવ્યક્ત સ્થિતિમાં જે હશે તેમણે અવ્યક્ત મૂર્ત ને જાણ્યાં, ઓળખ્યાં. જે પોતે અવ્યક્ત અવસ્થામાં નહોતા રહેતાં તેમણે અમૂલ્ય રતનને પૂરી રીતે નથી ઓળખ્યાં.
હમણાં પણ સ્થાપનાનું કાર્ય બ્રહ્માનું છે કે ન કે મારું. હમણાં પણ આપ બાળકોની પાલના બ્રહ્મા દ્વારા જ થશે. સ્થાપના નાં અંત સુધી બ્રહ્માનો જ પાર્ટ છે. હમણાં પણ આપ સર્વ બાળકો વિચારતા હશો કે - બ્રહ્મા દ્વારા અભ્યાસ કેવી રીતે થશે? આમ તો હકીકતમાં અવસ્થાનાં પ્રમાણે ‘કેવીરીતે’, ‘કેમ’ નાં પ્રશ્ન ઉઠવાં ન જોઈએ. પરંતુ ઘણાં બાળકોની અંદર પ્રશ્ન તો શું પરંતુ અતિ હલચલનો સાગર શરુ થઈ ગયો છે. આ પહેલું પેપર ખૂબ થોડાકે પાસ કર્યુ. કઈંક તો ધૈર્ય રાખો. જ્યારે અવિનાશી જ્ઞાન છે, અવિનાશી ભણતર છે તો પછી આ પ્રશ્નો ની હલચલ કેમ? છતાં પણ તે હલચલને શાંત કરવા માટે સમજાવી રહ્યાં છે. ક્લાસ જેમ ચાલે છે તેમ જ રીતે ચાલશે. શું સંભળાવશે? જે બ્રહ્માનું તન મુકરર (નિશ્ચિત) છે, તો મુરલી તેજ તન દ્વારા જે ચાલી છે તેજ મુરલી છે. અને સંદેશીઓ દ્વારા થોડા સમય માટે જે સર્વિસ (સેવા) કરે છે, તેને મુરલી નથી કહેવાતી. તે મુરલી માં જાદુ નથી. બાપદાદાની મુરલી માં જ જાદુ છે. એટલે જે પણ મુરલીઓ ચાલી ગઈ છે, તે બધી રિવાઈજ (પુનરાવર્તન) કરવાની છે. જેમ પહેલાં પોસ્ટ જતી હતી તેમજ મુખ્ય સેવાકેન્દ્ર પર આબુ થી જતી રહેશે. શું તમને એક વર્ષ પહેલાં જે મુરલી ચાલી હતી તે યાદ છે? કાલે જે વાંચી હશે તે પણ યાદ નહીં હશે. ઘણી પોઇન્ટ (વાત) એવી છે જે અનેક વખત વાંચવાથી પણ બુદ્ધિમાં નથી રહેતી. એટલે મુરલી અને પત્ર નું જેમ કનેક્શન થાય છે તેમ જ થશે. જેમ તમે મધુબન માં રિફ્રેશ (તરોતાજા) થવા આવો છો તેમજ આવશો. શું કરીએ, કોને મળવા આવીએ? - હવે પછી આ પ્રશ્ન ઊઠે છે? કોનાથી રીફ્રેશ થઈશું? જે લકી તારાઓ છે અર્થાત્ જે નિમિત્ત મુખ્ય છે તેમની સાથે પૂરો સંબંધ જોડીને જે પણ તમારાં સેવાકેન્દ્ર નું રીઝલ્ટ (પરિણામ) છે, સમસ્યાઓ છે, જે પણ સેવાકેન્દ્રની ઉન્નતિ છે, જે પણ નવાં-નવાં ફૂલ તે ફૂલવાડી થી ખીલે છે - તેમને પણ સંગઠન નો સાક્ષાત્કાર કરાવવા મધુવનમાં લઈ આવવાનાં છે. સાથે-સાથે આવાં સંગઠનની વચ્ચે બાપદાદા નિમિત્ત બનેલી સંદેશી દ્વારા પુરી સેવા કરશે.
હવે કોઈ બીજા પ્રશ્ન રહ્યાં? તમે વિચારતા હશો કે લોકો પૂછશે કે તમારાં બ્રહ્મા બાબા ૧૦૦ વર્ષની પહેલાં જ ચાલ્યા ગયાં. આ તો ખુબ સહજ પ્રશ્ન છે, કોઈ મુશ્કિલ નથી. ૧૦૦ ની નજીક તો આયુ હતી. આ જે ૧૦૦ વર્ષ કહેલાં છે - તે ખોટું નથી. જો કંઈ રહેલું છે તો આકાર દ્વારા પૂરું કરશે. ૧૦૦ વર્ષ બ્રહ્માનો સ્થાપના નો પાર્ટ છે, તે તો ૧૦૦ વર્ષ પૂરા થવાના જ છે. પરંતુ વચમાં બ્રહ્માનાં બાદ બ્રાહ્મણો નો જે પાર્ટ છે તે હવે ચાલવાનો છે. બ્રહ્માએ બ્રાહ્મણ શેના માટે રચ્યાં? શું બ્રહ્મા પોતાની રચનાને જોશે નહીં? શું તમને હવે સંગમ પર જવાબદારી નો તાજ નહીં આપે? તો સતયુગમાં દેવતા કેવી રીતે બનશો. અહિયાં ની જવાબદારી જ ત્યાંનો પાયો નાખે છે. એટલે જે પણ આપ બાળકોથી પ્રશ્ન કરે છે તેમને આ જવાબ આપો કે બ્રહ્મા ની સ્થાપના તો ચાલવાની જ છે.
હવે બાળકોનાં ભણતરનો સમય બિલકુલ જ નજીક છે. આ તો દરેક મુરલી માં મમ્માનાં બાદ ઈશારો આપ્યો છે. શું પેપરમાં તિથિ-તારીખ બતાવાય છે? જે પહેલાથી જ બતાવવામાં આવે તેને શું પેપર કહેવાશે? પેપર તે હોય છે જે અચાનક થાય છે. કોઈનાં મનમાં જે હોય છે તે અચાનક નથી કહેવાતું. રીઝલ્ટ માં શું જોયું? પુરા પાસ નથી થયાં, કંઈ ને કંઈ ખામી એક-એક માં જોઈ. છતાં પણ ખૂબ જ સરસ, કારણ કે સમય પુરુષાર્થ નો છે. તે પ્રમાણે રીઝલ્ટ સારું જ કહેવાશે. બાકી તો બાપ અને દાદા - બંનેવ એક વાત પર ખુશ હતાં. તે કઈ? બાળકોએ સંગઠન અને સ્નેહ - બંનેવ નું પ્રમાણ આપ્યું. બ્રહ્મા વતન થી જોઈ રહ્યાં હતાં કે કેવી-કેવી રીતે કોઈ આવે છે, ક્યારે-ક્યારે આવે છે, કેવાં રુહાબ થી આવે છે, કેવી સ્થિતિથી મળે છે! આ રીઝલ્ટ પણ બાપ, દાદા બંનેવ સાથે જોતા રહ્યાં. તો દરેક ને સ્વયં ને જુવે અને સ્વયં માં જે ખામી છે તેને ભરે.
બાકી આજથી બધાનાં માટે કોણ નિમિત્ત છે, એ તો તમે જાણો જ છો - દીદી તો છે, સાથે કુમારકા મદદગાર છે. જેમ બીજુ બધું લખવાનું-વાંચવાનું ચાલતું હતું તેમ જ હેડ-ક્વાટર (મુખ્યાલય) થી ચાલતું રહેશે. આ બંને આ સર્વની દેખરેખ કરતાં રહેશે. જો આવશ્યકતા પડી તો આપ સર્વનાં સેવાકેન્દ્રો પર ચક્કર લગાવતી રહેશે. પરંતુ હવે નું પેપર શું છે? આ તો અચાનક પેપર નીકળ્યું પરંતુ જે આવવા વાળું પેપર છે, તે બતાવે છે. હવે એકમત, અંતર્મુખ અને અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈને સંબંધમાં આવો. આ બાપદાદા જે પેપર બતાવી રહ્યાં છે તેનું રીઝલ્ટ જોશે. અંતના સમયે બ્રહ્મા તન દ્વારા જે શિક્ષા આપી છે તે તો બધાંએ સાંભળી જ હશે અને યાદ પણ હશે.
આજનાં દિવસે આ સંગઠનની વચ્ચે કંઈક આપવા પણ આવ્યાં છો તો કંઈક લેવા પણ આવ્યાં છો. તો જે લેશો તે દેવા માટે તૈયાર છો? જેમનાં દિલ માં કોઈ સંકલ્પ આવતો હોય કે ખબર નહીં શું છે, એવી તો કોઈ વાત નહીં હોય - તે હાથ ઉઠાવે? જો બધાં સંતુષ્ટ છે તો જે લેશે તેને જ આપવામાં પણ સંતુષ્ટ રહેશે. બે વાતોનું આજે આ સંગઠનની વચ્ચે દાન આપવાનું છે. કઈ બે વાતો? એક મુખ્ય વાત કે આજ થી આપસમાં એક-બીજાનાં અવગુણ નહીં જોવાના, નહીં સાંભળવાના, નહીં ચિત્ત પર રાખવાનાં. જો કોઇ બહેન અથવા ભાઈ ની કોઈ પણ વાત જોવામાં આવે તો નિમિત્ત બનેલા જે છે તેમનાં દ્વારા તેમને ઈશારો અપાવી શકો છો.
બીજી વાત - ઘણાં લોકો તમારાં નિશ્ચય ને ડગમગ કરવા માટે વાતો બોલશે, અવાજ ફેલાવશે કે હવે જોઈએ આ સંસ્થા કેવી રીતે ચાલે છે. પરંતુ તે લોકોને આ ખબર નથી કે આમનો આધાર અવિનાશી છે. બીજું - આ પણ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ હલાવવાની કોશિશ કરે, તો જેમ આપ બાળકોનું કલ્પ પહેલાનું ગાયન છે, અંગદ ની સમાન પગને નથી હલાવવાનો. એવાં નિશ્ચયબુદ્ધિ અડોલ, એકરસ જ, જે આવવા વાળા લાસ્ટ પેપર છે, તેમાં પાસ થશે. અને સાથે બ્રહ્મા દ્વારા જે આટલાં બ્રાહ્મણ રચ્યા છે, તો શું બાપનાં જ્યારે બાળકો મોટા થઇ જાય છે તો બાપ રીટાયર્ડ (નિવૃત) નથી થતા? હવે એવું સમજો કે બાપ રીટાયર્ડ અવસ્થામાં પણ તમારી સાથે છે. આપ બાળકોને કાર્ય આપીને જોતા રહેશે. શરીર છૂટ્યું પરંતુ હાથ-સાથ નથી છુટ્યો. બુદ્ધિનો સાથ-હાથ નથી છુટ્યો તે તો અવિનાશી કાયમ રહેશે. આ બે વાતો જે સંભળાવી ૧) ડગમગ નહીં થવાનું દાન આપવાનું છે, ૨) અવગુણ નહીં જોવાનું દાન આપવાનું છે. હવે બધાં બાળકો આ ધ્યાન આપે, જ્યારે સંકલ્પ કરી ચૂક્યા અર્થાત્ આપી ચૂક્યાં. સંકલ્પ કરેલી ચીજ ક્યારેય પાછી નથી લેવાતી. જો માયા પાછી લેવાની કોશિશ કરાવે પણ, તો જો પોતાનાં ઉપર તપાસ હશે તો પાસ થઈ જશો.
હમણાં એક બીજી વાત આપ સર્વનાં ધ્યાનમાં લાવી રહ્યાં છે. બાપદાદાની લાસ્ટ મુરલી માં જે શિક્ષા મળી છે કે આ ધ્યાન-દીદાર વધારે ચાલવવું સમય વ્યર્થ ગુમાવવો છે. એટલે આ ન થવું જોઈએ. એવું ન થાય - સંદેશીઓ દ્વારા સેવાકેન્દ્ર પર જે પાર્ટ ચાલે, તેને તમે તપાસ ન કરી શકો. એટલે આ નિમિત્ત બનેલી દીદી અને કુમારકા જે સંદેશીને મુકરર કરશે તેમનાં દ્વારા ડાયરેક્શન મળશે. આ પાર્ટ માટે પણ આ જેમને નિમિત્ત બનાવશે તેનાં દ્વારા જ રહસ્ય સ્પષ્ટ થશે. જેમ પાછળ ની મુરલી માં આ પણ ડાયરેક્શન હતું કે ભોગનાં સમયે વૈકુંઠ વગેરે માં જવું વ્યર્થ સમય ગુમાવવો છે. કારણ કે આ હરવું-ફરવું હવે શોભતું નથી. હવે તો નિરંતર યાદ ની યાત્રા અને જે શિક્ષા મળી છે. તેને પ્રેક્ટિકલ લાઈફ (વ્યવહારિક જીવન) માં ધારણ કરવાનું પ્રમાણ આપવાનું છે.
જો બ્રહ્મા બાબા ની સાથે સ્નેહ છે તો સ્નેહ ની નિશાની શું છે? સ્નેહ આ નથી કે બે આંસુ વહાવી દીધાં. પરંતુ સ્નેહ એને કહેવાય છે - જે ચીજ થી તેમનો (બ્રહ્મા બાબાનો) સ્નેહ હતો તેનાથી તમારો હોય. તેમનો સ્નેહ હતો સર્વિસ (સેવા) થી. અંતમાં પણ સર્વિસનું સબૂત આપ્યું ને. તો સ્નેહ કહેવાય છે - સર્વિસ થી પ્રેમ, તેમની આજ્ઞાઓ થી પ્રેમ. બાકી કોઈ પણ એવું ન સમજે કે ખબર નહીં અમારી બાળકોની રજા વગર સાકાર બાબાને વતનમાં કેમ બોલાવ્યાં. પરંતુ રજા લેત તો તમે આપત? એટલે ડ્રામામાં પહેલાં પણ જોયું કે જે પણ ગયા રજા લઈને નથી ગયાં. એટલે આ સમજો કે બ્રાહ્મણ કુળનો ડ્રામામાં આ રિવાજ છે. જે ડ્રામામાં નોંધાયેલ છે તે રિવાજ ચાલ્યો. આમ તો સમજાય છે કે આ સર્વનો ખૂબ પ્રેમ સાકાર ની સાથે હતો. હતો નહીં, છે પણ. પ્રેમ ન હોત તો આ સભામાં કેવી રીતે હોત. સાકાર માં ફોલો (અનુકરણ) કરવા માટે આમનું જ તન હતું, તો પ્રેમ કેમ ન હોય. સ્નેહ હતો અને છે પણ. આ બાપ-બાળકો ની નિશાની છે. આથી સાકાર પણ વતનમાં સ્મિત કરી રહ્યાં છે. બાળકોનો સ્નેહ છે તો મારો કેમ નહીં. પરંતુ તેઓ જાણે છે કે ડ્રામામાં જે પાર્ટ હોય છે તે કલ્યાણકારી છે. તેઓ વિચલિત નથી થતાં. તેઓ તો સંપૂર્ણ અચળ, અડોલ, સ્થિર હતાં અને છે પણ. પરંતુ આપ બાળકોથી હજાર ગણો સ્નેહ એમનામાં વધારે છે. હવે સ્નેહનું સબૂત આપવાનું છે. આ પણ એક છુપાવાની રમત છે. તો વિચાર સાગર મંથન કરો, હલચલનું મંથન નહીં કરો. જો શક્તિ લીધી છે તેને પ્રત્યક્ષમાં લાવો. “ભારત માતા શક્તિ અવતાર” - અંતનો આ નારો છે. ‘સન સોઝ ફાધર’. ડ્રામા ની નોંધ કરાવશે. સાકાર બાબાએ કહ્યું હું બાળકોથી મિલન મનાવવા આવીશ. જો આજે આવી જાત તો બાળકો આંસુ વહાવી દેત. અચ્છા-