Search for a command to run...
22 Jan 1969
બાપદાદા નાં હાથમાં બુદ્ધિ રુપી હાથ હશે તો પરીક્ષાઓ રુપી સાગર માં હલશો નહિં
22 January 1969 · ગુજરાતી
આજે વતનમાં ગઈ તો બ્રહ્મા બાબા જેમ અહીંયા મુલાકાત કરતાં હતાં તેમ ત્યાં બ્રહ્મા બાબાએ મુલાકાત કરી. બાબાએ કહ્યું - બાળકોનાં ભોજનનાં સમયનાં અનુસાર મોડી આવી છો. મેં કહ્યું - બાબા, તમારો તો એક-દોઢ વાગે ભોજન કરવાનો સમય હતો. બાબાએ કહ્યું - બાબા જયારે બાળકોની સાથે ભોજન કરતાં હતાં, તો બાળકોનાં સમયે ભોજન ખાતા હતાં, તે સમયથી મોડી આવી છો. પછી બાબાએ બ્રહ્મા બાબાને કહ્યું કે - લઈ જાઓ...શું જઈને જોયું કે જેમ અહીંયા ઓફિસમાં ખુરશી પર બાબા આવીને બેસતા હતાં, પત્ર લખતા હતાં તો તેજ ખુરશી, તેજ વૃક્ષ(ઝાડ), તેજ પેન્સિલ રાખી હતી. હું તો હેરાન થઈ કે આ બધી ચીજો વતનમાં કેવી રીતે આવી ગઈ. પછી બાબાએ હસ્ત-લિખિત પત્ર મને આપ્યો. મેં વાંચ્યો. એમાં લખ્યું હતું
“સ્વદર્શન ચક્રધારી નૂરે રત્નો, યાદ-પ્યાર બાદ, આજે અવ્યક્ત રુપ થી આપ અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થયેલા બાળકો થી મળી રહ્યાં છે.” બીજા પાનામાં લખ્યું હતું - “બાળકો, જે બાપદાદાનાં સાકાર રુપથી શિક્ષાઓ મળી છે તેનો વિસ્તાર કરતા રહેજો. હવે ન વિસરો (ભૂલો), ન યાદ રહે.
વિદાયનાં પછી બાબા જેમ સહી (હસ્તાક્ષર) કરે છે તેમ કરેલી હતી. બાબાએ કહ્યું મેં પોતાનાં સમય પર પત્ર પણ લખ્યો પછી ભોજનનાં માટે વાટ જોઈ રહ્યાં હતાં. પછી તો ભોજન ખવડાવ્યું. બાબાએ કહ્યું - ભલે વતનમાં ચીજો ખાઉં છું પરંતુ યજ્ઞનાં ભોજનની રસના ખુબજ સારી છે.
પછી બાબાએ ભોજન સ્વીકાર કર્યુ. જ્યારે હું આવી રહી હતી તો બાબાએ એક દૃશ્ય દેખાડયું - એક સાગર હતો જેમાં બહુજ જોરથી લહેરો ચાલી રહી હતી. બાબાએ કહ્યું - તું આ સાગર ની વચમાં જા. હું ગભરાવા લાગી કે આટલી તેજ લહેરોમાં કેવી રીતે જાઉં. પછી બાબાની આજ્ઞા પ્રમાણે પગ રાખ્યો. જ્યાં પગ રાખ્યો ત્યાંની લહેર શાંત થતી ગઈ. પછી જોયું કે બાપદાદા બંનેવે નાની-નાની નાવડી તે સાગર ની વચમાં નાખી. પરંતુ કોઈ નાવ સાગરની લહેર આવવાથી લોપ થઈ ગઈ. કોઈ તો લહેર થી આમ થી-તેમ થતી રહી અને કોઈ તો જેમ હતી તેમ જ રહી. હું આ જોવામાં બીઝી (વ્યસ્ત) થઈ ગઈ. પછી તે દૃશ્યસમાપ્ત થઇ ગયું.
બાપદાદાએ કહ્યું આ રમત બાપે પ્રેક્ટિકલમાં રચી છે. જે બાળકોની જીવન રુપી નાવ બાપની સાથે હશે તે હલશે નહીં. હમણાં તમે પરીક્ષાઓ રુપી સાગરની વચમાં ચાલી રહ્યાં છો. તો જેનું કનેક્શન (સંબંધ) અર્થાત્ જેમનો હાથ બાપદાદાનાં હાથમાં હશે તેમની આ જીવનરુપી નાવ ન હલશે ન ડૂબશે. આપ બાળકો આને ડ્રામાની રમત સમજીને ચાલશો તો ડગમગ નહીં થશો. અને જેમનો બુદ્ધિ રુપી હાથ-સાથ ઢીલો હશે તે ડોલતા રહેશે. એટલે બાળકોએ બુદ્ધિ રુપી હાથ મજબૂત રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું છે.