Search for a command to run...
17 Oct 1970
દૃષ્ટિ થી સૃષ્ટિની રચના
17 October 1970 · ગુજરાતી
બધાં અવ્યક્ત સ્થિતિમાં રહેતાં વ્યક્ત માં કાર્ય કરી રહ્યાં છો? જેમ બાપ અવ્યક્ત હોવાં છતાં વ્યક્ત માં પ્રવેશ કરી કાર્ય કરે છે એમ બાપ સમાન બન્યાં છો? બાપ સમાન બનશો ત્યારે જ બીજા ને પણ બાપ સમાન બનાવી શકશો. સ્વયં સ્વયંથી પૂછો કે દૃષ્ટિ બાપ સમાન બની છે? વાણી અને સંકલ્પ બાપ સમાન બન્યાં છે? બાપ ને શું સ્મૃતિમાં રહે છે? જાણો છો? બાપની સ્મૃતિમાં સદૈવ શું રહે છે અને આપની સ્મૃતિમાં સદૈવ શું રહે છે? શું અંતર છે? સમાન સ્મૃતિ હોય છે? કોઈ સ્મૃતિ રહે છે કે કોઈ પણ નથી રહેતી? સ્મૃતિ રહે છે કે સ્મૃતિ થી પણ પરે છો? કોઈ વાત માં બાપ સમાન તમારી સ્મૃતિ રહે છે? (ના) અંત સુધીમાં સ્મૃતિમાં સમાનતા આવી જશે? (નંબરવાર) ફર્સ્ટ (પહેલા) બાળક અને બાપ માં ફરક હશે? બાપદાદા માં ફરક હશે? સમાનતા આવી જશે? જેમ બાપ બેહદનાં બાપ છે એમ જ દાદા પણ બેહદનાં બાપ છે. બાપદાદાનાં સમીપ, સમાનતા હોવી જોઈએ. જેટલી-જેટલી સમીપતા એટલી સમાનતા. અંતમાં હવે બાળકો પણ પોતાની રચનાનાં રચયિતા બનીને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અનુભવ કરશે. જેમ રચનાને જોઇ બાપને રચયિતા નાં સ્વરુપની સ્મૃતિ સ્વતઃ રહે છે, એવી સ્ટેજ (સ્થિતિ) નંબરવાર બાળકોની પણ આવવાની છે. દૃષ્ટિ થી સૃષ્ટિ રચતા આવડે છે? તમારી રચના કેવી છે? કુખની કે નયનોની? દૃષ્ટિ થી રચના રચશો? આ જે કહેવત છે કે દૃષ્ટિ થી સૃષ્ટિ બનશે. એવી દૃષ્ટિ જેનાથી સૃષ્ટિ બદલાઈ જાય. એવી દૃષ્ટિમાં દિવ્યતા અનુભવ કરો છો? દૃષ્ટિ દગો પણ આપે અને દૃષ્ટિ પતિતો ને પાવન પણ કરે. દૃષ્ટિ બદલવાથી સૃષ્ટિ બદલાઈ જ જાય છે. તો દૃષ્ટિ ક્યાં સુધી બદલી છે? દૃષ્ટિ શું બદલવાની હોય છે, એ ખબર છે? આત્મિક દૃષ્ટિ બનાવવાની છે. આત્મિક દૃષ્ટિ, દિવ્ય દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિ બની છે? જ્યાં જુઓ, જેને જુઓ, તે આત્મિક સ્વરુપ જ દેખાય. એવી દૃષ્ટિ બદલી છે? જે દૃષ્ટિમાં અર્થાત્ નયનોમાં ખરાબી હોય છે તો એક સમયે બે વસ્તુ દેખાય છે. એમ જ દૃષ્ટિ પૂરી નથી બદલી તો અહીં પણ બે વસ્તુ દેખાય છે. દેહી અને દેહ. ક્યારેક આ, ક્યારેક આ. એવું થાય છે ને. ક્યારેક દેહને જુઓ છો ક્યારેક દેહી ને. જ્યારે નયન ઠીક હોય છે તો જે વસ્તુ જેવી હોય છે એવી જ યથાર્થ રુપમાં દેખાય છે. એ જ રીતે આ દૃષ્ટિ પણ જ્યારે બદલાઈ જાય છે તો જે યથાર્થ રુપ છે એ દેખાય છે. યથાર્થ રુપ છે દેહી ન કે દેહ. જે યથાર્થ રુપ છે એ દેખાય. આનાથી સમજો કે દૃષ્ટિ ઠીક છે. દૃષ્ટિ નાં ઉપર ખૂબ જ ધ્યાન રાખવાનું છે. દૃષ્ટિ બદલાઇ ગઇ તો ક્યારેય દગો નહીં આપે. સાક્ષાત્કાર દૃષ્ટિ થી જ કરશે અને એક-એક ની દૃષ્ટિ માં પોતાનાં યથાર્થ રુપ અને યથાર્થ ઘર તથા યથાર્થ રાજધાની જોશે. દૃષ્ટિ માં એટલી પાવર (શક્તિ) છે, જો યથાર્થ દૃષ્ટિ હોય તો. તો સદૈવ પોતાને ચેક કરો (તપાસો) કે હમણાં કોઈ પણ સામે આવે તો મારી દૃષ્ટિ દ્વારા શું સાક્ષાત્કાર કરશે. જે તમારી વૃત્તિમાં હશે એવું અન્ય આપની દૃષ્ટિ થી જોશે. જો વૃત્તિ દેહ અભિમાનની છે, ચંચળ છે તો આપની દૃષ્ટિ થી સાક્ષાત્કાર પણ એવાં જ થશે. બીજાની પણ દૃષ્ટિ અને વૃત્તિ ચંચળ થશે. યથાર્થ સાક્ષાત્કાર કરી નહીં શકે. એ સમજો છો? આ લોકોની ટ્રેનિંગ (તાલીમ) છે ને. આ ગ્રુપ (સંગઠન) માટે મુખ્ય વિષય છે પોતાની વૃત્તિનાં સુધાર થી પોતાની દૃષ્ટિ ને દિવ્ય બનાવવી. ક્યાં સુધી બની છે? નથી બની તો કેમ નથી બની? એનાં પર એમને સ્પષ્ટ સમજાવજો. સૃષ્ટિ ન બદલાવાનું કારણ છે દૃષ્ટિ નું ન બદલાવું. દૃષ્ટિ નું ન બદલાવાનું કારણ છે વૃત્તિ નું ન બદલાવું. દૃષ્ટિ બદલાઈ જાય તો સૃષ્ટિ પણ બદલાઈ જાય. આજકાલ સર્વ બાળકો પ્રતિ વિશેષ ઈશારો બાપદાદાનો એ જ છે કે પોતાની દૃષ્ટિ ને બદલો. સાક્ષાત્કારમૂર્ત બનો. જોવા વાળા એવો અનુભવ કરે કે આ નયન નથી પરંતુ આ એક જાદુની ડબ્બીઓ છે. જેમ જાદૂની ડબ્બીમાં ભિન્ન-ભિન્ન દૃશ્યો જુએ છે એમ તમારાં નયનોમાં દિવ્ય રંગત જુએ. નયન સાક્ષાત્કાર નું સાધન બની જાય.
આ ગ્રુપ ખબર છે કયું ગ્રુપ છે? આમાં વિશેષતા શું છે? આખાં વિશ્વની અંદર વિશેષ આત્માઓ છો. એવું તો નથી સમજતાં કે અમે સાધારણ છીએ? એવું ક્યારેય નહીં સમજતાં. આખાં વિશ્વની અંદર વિશેષ આત્માઓ કોણ છે? જો આપ વિશેષ આત્માઓ ન હોત તો બાપે પોતાનાં કેમ બનાવ્યાં? પોતાને વિશેષ આત્મા સમજવાથી વિશેષતા આવશે. જો સાધારણ સમજશો તો કર્તવ્ય પણ સાધારણ જ કરશો. એક-એક આત્માએ પોતાને વિશેષ સમજી બીજામાં પણ વિશેષતા લાવવાની છે. તમે વિશેષ આત્માઓ છો, આ નશો ઈશ્વરીય નશો છે. દેહ અભિમાન નો નશો નહીં. ઈશ્વરીય નશો સદૈવ નયનો માં દેખાય આવે. તો આ ગ્રુપ ની વિશેષતા શું છે? તમે પોતાનાં ગ્રુપ ની વિશેષતા સમજો છો? (કોરો કાગળ છીએ, ઘણાંએ વિભિન્ન વાતો સંભળાવી) આ ગ્રુપ નું ટાઇટલ (શીર્ષક) તો ખૂબ જ મોટું છે. ટ્રેનિંગ (તાલીમ) પછી આ ગુણ કાયમ રહે, એની પણ ટ્રેનિંગ જોઈએ. હમણાં તો વિશેષતાઓ ખૂબ સારી સાંભળી રહ્યાં છો. કોરા કાગળ પર જે કાંઈ લખવામાં આવે છે એ સ્પષ્ટ હોય છે. જેટલું સ્પષ્ટ એટલું શ્રેષ્ઠ. જો સ્પષ્ટતામાં કમી છે તો શ્રેષ્ઠતામાં પણ કમી. બીજું કાંઈ મિક્સ (મિશ્રણ) નથી કરવાનું. કોઈ-કોઈ બહુ મિક્સ કરે છે. એનાથી શું થાય છે? યથાર્થ રુપ પણ અયથાર્થ થઈ જાય છે. એ જ જ્ઞાનની વાતો માયા નું રુપ બની જાય છે. એટલે આ ગ્રુપ ની આ વિશેષતા ચિત્રમાં દેખાય કે આ ગ્રુપ સદા સ્પષ્ટ અને શ્રેષ્ઠ રહ્યું. સદૈવ પોતાનાં યથાર્થ રુપમાં રહ્યાં. જે વાત જેવી છે એ રુપથી જાણીને ધારણ કરવાની છે. અને ચાલતાં રહેવાનું છે. આ છે સ્પષ્ટતા. આ ગ્રુપ ને બાપદાદા શું ટાઇટલ આપે છે? જેમ કહેવત છે, નાનાં સુભાનઅલ્લાહ. પરંતુ બાપદાદા કહે છે નાનાં તો સમાન અલ્લાહ. બધી વાતોમાં, કદમ-કદમ માં સમાનતા રાખો. પરંતુ સમાનતા કેવી રીતે આવશે? સમાનતા માટે બે વાતો ધ્યાનમાં રાખવાની છે. સાકાર રુપમાં શું વિશેષતાઓ હતી? એક તો સદૈવ પોતાને આધારમૂર્ત સમજો. આખાં વિશ્વનાં આધારમૂર્ત. આનાથી શું થશે કે જે પણ કર્મ કરશો જવાબદારી થી કરશો. અલબેલાપણું નહીં રહે. જેમ બાપદાદા સર્વ નાં આધારમૂર્ત છે એ જ રીતે દરેક બાળક વિશ્વનાં આધારમૂર્ત છે. જે કર્મ આપ કરશો, એ બધાં કરશે. સંગમ પર જે રિવાજ ચાલે છે, ભક્તિમાર્ગ માં બદલાઈને ચાલે છે. આખાં વિશ્વનાં આપ આધારમૂર્ત છો. દરેકે પોતાને આધારમૂર્ત સમજવાનું છે અને બીજું ઉદ્ધારમૂર્ત બનવાનું છે. જેટલો પોતાનો ઉદ્ધાર કરશો એટલો બીજાંનો પણ ઉદ્ધાર કરી શકશો. જેટલો બીજાંનો ઉદ્ધાર કરશો એટલો પોતાનો પણ ઉદ્ધાર કરશો. પોતાનો ઉદ્ધાર નહીં કરો તો બીજાંનો કેવી રીતે કરશો. બીજાંનો ઉદ્ધાર ત્યારે કરશો જ્યારે ઉદ્ધારમૂર્ત બનશો. નાનાં હોવાં છતાં પણ કર્તવ્ય બાપ સમાન કરવાનું છે. આ યાદ રાખવાથી સમાનતા આવશે. પછી આ ગ્રુપ ને જે ટાઇટલ આપ્યું "નાનાં બાપ સમાન" એ પ્રત્યક્ષ દેખાશે. એ ભુલશો નહીં. અચ્છા હવે શું કરવાનું છે? (તિલક લગાવવાનું છે) આ તિલક પણ સાધારણ તિલક નથી. તિલક કેમ લગાડે છે, ખબર છે? તિલક સૌભાગ્ય ની નિશાની છે. જે વાતો સાંભળી એ વાતોમાં સ્થિત થવાની નિશાની તિલક છે. તિલક પણ મસ્તકમાં ચોંટી જાય છે. તો બુદ્ધિમાં આ વાતો ટકી જાય એટલાં માટે આ તિલક લગાવવામાં આવે છે. બીજું શેનાં માટે છે? (ઘણાંએ પોતાનાં વિચાર સંભળાવ્યાં) બાપદાદા જે સંભળાવશે એ બીજું છે. આ તિલક (ઇન્જેક્શન) સદા માયાનાં રોગોથી નિવૃત્ત રહેવાની ટીકો (રસી) છે. સદા તંદુરસ્ત રહેવાનો પણ ટીકો છે. એક તિલક જે આપ સૌએ સંભળાવ્યું અને આ પણ છે. બંને તિલક લગાડવાનાં છે. એક છે શક્તિશાળી બનવાનું અને બીજો છે સદા સુહાગ અને ભાગ્યમાં સ્થિત રહેવાનું. બંને તિલક બાપદાદા લગાડે છે. નિશાની એક, રહસ્ય બે છે. નિશાની તો સ્થૂળ હોય છે પરંતુ રહસ્ય બે છે. એટલે એમ જ તિલક નહીં લગાડતાં. તિલક લગાડવું અર્થાત્ સદાકાળ માટે પ્રતિજ્ઞા કરવી. આ તિલક એક પ્રતિજ્ઞા ની નિશાની છે. સદા દરેક વાતમાં પાસ વિથ ઓનર (સમ્માન પૂર્વક) થશો. એ પ્રતિજ્ઞાનું આ તિલક છે. એટલી હિંમત છે. પાસ નહીં પરંતુ પાસ વિથ ઓનર. પાસ વિથ ઓનર અને પાસ માં શું ફરક છે? પાસ વિથ ઓનર અર્થાત્ મનમાં પણ સંકલ્પો થી સજા ન ખાય. ધર્મરાજ ની સજાઓની તો વાત પછી છે. પરંતુ પોતાનાં સંકલ્પોની પણ મૂંઝવણ અથવા સજાઓ થી પરે. આને કહેવાય છે પાસ વિથ ઓનર. પોતાની ભૂલ થી સ્વયં ને સજા આપે છે. ગુંચવાય છે, પોકારે છે, મુંઝાય છે, એનાથી પણ પરે. પાસ વિથ ઓનર આને કહેવાય છે. આવી પ્રતિજ્ઞા કરવા માટે તૈયાર છો? સંકલ્પો માં પણ ન ગુંચવાઓ. વાણી, કર્મ, સંબંધ, સંપર્ક ની વાત છોડી દો. એ તો મોટી વાતો છે. એવી પ્રતિજ્ઞા વાળું ગ્રુપ છે? હિંમતવાન છે.
હિંમત કાયમ રહેશે તો સર્વ મદદગાર પત્તાઓ રહેશે. સહયોગી બનશો તો સ્નેહ મળતો રહેશે. જેમ વૃક્ષમાં જે કોમળ અને નાનાં પત્તા નીકળે છે, એ ખૂબ પ્રિય લાગે છે. પરંતુ ચકલી ઓ પણ કોમળ પત્તાઓ ને જ ખાય છે. ફક્ત પ્રિય રહેવાનું, કોનું? બાપદાદાનાં, ન કે માયારુપી ચકલી નાં. તો આ પણ કોમળ પત્તાઓ છે. કોમળ પત્તાઓએ કમાલ કરવાની છે. શું કમાલ કરવાની છે? પોતાનાં ઈશ્વરીય ચરિત્ર ની ઉપર સર્વને આકર્ષિત કરવાનાં છે. પોતાનાં ઉપર નહીં, ચરિત્ર ઉપર. આ ગ્રુપ ઉપર પૂરું ધ્યાન છે. આ ગ્રુપને પોતાની ઉપર પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. અચ્છા.